Saturday, 4 April 2015

એક હતો ઘોઘો....







October 26, 2012 
ભાગ 13 

વહી ગયેલી વાત :- ઘોઘીએ  ગૂસ્સામાં ઘોઘાના ગાલે ચિંટીયા ભરેલા. 

અને છેલ્લે  મસાણમાં આવવાનું કારણ પૂછ્યું ?                                                     

આગળ... 

ઘોઘી નિરાંતે ઘોઘાની બાજુમાં બેસી ગઈ.

ઘોઘી:- હંમ તો હવે મને એ કહે કે તું અહી મસાણમાં શા માટે આવ્યો હતો ?

ઘોઘાને હજુ ગાલમાં ઘોઘીએ ભરેલ ચિટિયો ચચરેછે. 

તેથી પોતાના ગાલમાં હથેળી ફેરવતા ફેરવતા.   

ઘોઘો:- બસ અમસ્તોજ  હવા ખાવા, કેમ અહી ના અવાય ?

ઘોઘી:- હા હા અવાય કેમ ના અવાય,પણ કોઈની અંતિમ ક્રિયામાં..?!

અને તું કોઇની અંતિમ ક્રિયામાં તો નથી જ આવ્યો એ હું જાણું છું. 

અને સાવ અમસ્તો પણ તું અહી આવે એ વાત પણ હું ના માનું. 

હવા ખાવાને બગીચા પણ છે. તો અહી જ શા માટે ?

ઘોઘાને હજુયે ગાલમાં હથેળી ઘસતો જોઈ ઘોઘીને મનમાં દૂ:ખ થયું. 

ઘોઘાનો ગાલ પંપાળવા ઘોઘીએ ઘોઘાના ગાલ તરફ હાથ લંબાવ્યો. 

ઘોઘો ભડકી ગયો .ઘોઘાને થયું કે વળી ઘોઘી ચિંટિયો ભરશે 

તેથી ભડકીને પોતાના ગાલને ઘોઘીના હાથથી બચાવવા ગાલ આડે હાથ દઈને. 

ઘોઘો :- બસ હો હવે બહુ થયું ..!  હજુ દુખે  છે. હવે હાથ ના લગાડતી મારા ગાલને..! 

કહી દઉં છું તને...! 

ઘોઘી:- અરે.... પણ હું તને ચીંટિયો નથી ભરતી..યાર ..સાવ બીકણ છે.        

અને પછી ઘોઘીએ દૂ:ખદ સ્વરે ઘોઘાને કહ્યું. 

ઘોઘી:- બહુ જોરથી ચિંટીયા ભરાઈ ગયા ને....!  ? 

જવાબ માં ઘોઘો ગીત ગાય છે. 

ઘોઘો:- મે કોઈ પથ્થર નહીં ઇન્સાન હું ... કેસે કહેદુ ....

ઘોઘી વચ્ચેજ ટપોરીની માફક ગુસ્સે થઈને  બોલી... 

ઘોઘી:- ઑ યે.. મે તારા  દિલમાં ચિંટિયો નથી ભર્યો તે આવા દુખીયારા ગીત ગાવા લાગ્યો... 

પછી બૌ દૂ:ખી થાય છે તો  આમ કહ્યા વિના ના નીકળી પડાયને..! 

ઘોઘો:- અરે ભૈ હું તને એમ કહું છું કે આ ગાલ મારા પથ્થરના નથી ... 

સમજી ... ચામડાના છે . તેથી મને પીડા થાય છે ..... 

ઘોઘી:- બહુ વધુ દુખતું હશે નૈ ? લાવ હું હાથ ફરાવી દઉં ? 

એમ કહી ઘોઘી ઘોઘાના ગાલે  હળવે હળવે હાથ ફરવવા લાગી. 

ઘોઘો સંકોચાયો, ઘોઘીનો હાથ હળવેકથી પકડી, છેટો કરતાં.... 

ઘોઘો :- બસ..બસ.. મટી ગયું હોં ..!  મટી ગયુ ....! તું ચિંતા ના કર.   

દૂ...ર... દૂર....વાસળીના કરૂણ સૂર રેલાય છે.  

ઘોઘો મનમાજ બબડ્યો  આ ભોળીને કેમ સમજાવું કે આ છેડ છાડ,

આ નિર્દોષ  અડપલાં જ સમય જતાં દર્દ નાક પીડા આપનારા સાબિત થાય છે . 
   
ઘોઘી:-  ગુસ્સે થઈ.. કાઇ વાંધો નહીં ઘસ્યા કર તું જ તારો ગાલ.  

એક તો તને .. 

ઘોઘીની વાત વચ્ચે કાપી ઘોઘો કહે .. 

ઘોઘી મને તરસ લાગી છે. જા સામે પડેલ માટલામાથી પાણી ભરી આવ. 

ઘોઘી:- હા પણ તે મને એ ના કહ્યું તું અહી શા માટે આવ્યો હતો.?

ઘોઘો:- એ પછી કહું , જા, પહેલા તું પાણી ..... 

ઘોઘી:- પણ કહે તો ખરો ...તું.....

ઘોઘો ગુસ્સે થઈને.  એક કામ કર તું બેસ,  હું જાતેજ પાણી પી આવું છું . 

એમ કહી ઘોઘો ઊભો થવા જાય છે. ત્યાં,

 ઘોઘી ઘોઘાને  હાથ ખેંચી પાછો બેસાડી ચિડાઈને ઘોઘાને કહે છે. 

બેસ બેસ હવે, હુશિયારી હું  લઈ આવું છું તું અહિજ બેસ ! ભવ ભવનો તરસ્યો તેમાં ... 

ઘોઘો :-હાં હવે ,  જેમ ભૂખ્યા પેટે ભજન ના થાય તેમ તરસ્યા ગળે વાત ના થાય સમજી ?

ઘોઘી પાણી ભરવા જાય છે. મનો મન બબડતી... 

કહેવાનું છે એ કહેશે નહીં ને પાછો થોડી વારમાં ભૂલી જશે ! 

પછી કહીશ કે હવે કે', તું શુ કહેતો હતો ?   

તો સામે પૂછશે શું કહેતો હતો ? હું તો કઈ જ નોતો કહેતો ..! 

ભૂલકડ....! આમ બબડતી વિચારતી ઘોઘી પાણી ભરીને આવે છે.  

જુવે છે તો  ઘોઘો ઢોઇંગ. એય.. ને,  નિરાંતે ત્યાજ બાંકડા પર લાંબો થઈને  સૂઈ ગ્યો છે.  

આ જોઈ ઘોઘી ગુસ્સે થઈને ઘોઘાના મોઢા પર પાણી છાંટે છે.. 

ઉઠ..  ઘોઘા ઉઠ..! હમણાં તરસ લાગી હતી પાણી ભરવા ગઈ ત્યાં તો તું  સુઇ ગ્યો ? 

ઘોઘો:-  જબકીને .. અરે આ શું કરે છે ઘોઘી ? પાણી કેમ ઉડાળે છે મો પર ? 

ઘોઘી ગુસ્સે થઈ બોલી. બસ મન થયું ..! તારી મસ્તી કરવાનું ..! 

પછી ગુસ્સે થઈને કહે .

અક્કલ વગરના એક તો ગમે ત્યાં  સૂઈ જાય છે..  

ને જગાડું તો વળી હોશીયારી મારે છે..! 

ઘોઘો:- અરે પણ હું સૂતો ક્યાં હતો ..! એ તો હું જરા આંખને આરામ આપતો હતો. 

લાવ હવે પાણી લાવ માથુ  ના ફરાવ ....

ઘોઘી આકળાઇને બોલી.  માથું તો તું મારુ ફરવે છે ક્યારનો... 

 જે પૂછું છું એનો જવાબ નથી આપતો . આ લે..! 

જટ  પાણી પી ને મને કહે કે તું અહી મસાણે શું કરવા આવ્યો હતો ....? 

ઘોઘાના હાથમાં પાણીનો પ્યાલો પકડાવી  ઘોઘી ઘોઘની બાજુમાં બેસી ગઈ.  

ઘોઘીના મનમાં ઘોઘાનું મસાણે આવવાનું કારણ જાણવાની ભારે  ઉત્સુકતા હતી. 

અને ઘોઘી  એ પણ જાણતી હતી કે હવે કઈક અટપટું જ હશે. 

ધ્યાનથી સાંભળવું પડશે સમજવું પડશે નહીં તો આજીવન કોયડો....   

નિરાંતે પાણી પીને  ઘોઘો કહે,  હાં તો,  સાંભળ હું એમ કહેતો હતો કે... 

ઘોઘાનું મસાણમાં આવવાનું કારણ સાંભળવા ક્યારના ઘોઘીના કાન બેચેન હતા તેથી 

ઘોઘી ઘોઘો વાત આદત વશ વાત ના લંબાવે એ આશયે વચ્ચે જ બોલી ...

ઘોઘી:- હાં..! હાં.. બોલ જલ્દી જલ્દી બોલ તું અહી મસાણમાં શા માટે આવ્યો હતો ? 

ઘોઘો ઘોઘીના વચ્ચે બોલવાથી ગુસ્સે થયો.  

કહું તો છું વચ્ચે શા માટે બોલી.?

હવે અત્યારે નહીં કહું જા...!  ને પાછો ત્યથી જ અટક્યો .. 

ઘોઘી માથે હાથ દઈને ... 

ઘોઘી:- હે ભગવાન આનું કાં' ક કરો  ..... ! 

(ક્રમશ)


No comments:

Post a Comment