October 21, 2012
ભાગ 12
વહી ચૂકેલી વાત :-
ઘોઘાને જોઈ ઘોઘીના ભીતરના બીજા બધા ભાવ ગાયબ થઈ જાય છે .
ઘોઘી જડપ ભેર ઘોઘા પાસે જાય છે..
આગળ:- ભાગ (12)
ઘોઘી ગૂસ્સા ભેર ઘોઘા પાસે પહોચીને, રીતસરની ત્રાડ પાડીને
ઘોઘી :- ઘોઘા... અલ્યા એ.. ય ઘોઘલા.....
ઘોઘો તો આંખા બંધ કરી બેઠો છે.
ચહેરા પર નીરવ શાંતીના ભાવ છે.
હોઠ હળવું હળવું મલકી રહ્યા છે.
ઘોઘાએ ઘોઘીની સિહ ગર્જના સાંભળી છતાં બિલકુલ ચોંકયા વિના-
હળવેથી બંધ આંખેજ ઘોઘીની સામે જોયા વિના જ ઠોંગી બાવાની માફક બોલ્યો....
ઘોઘો:- આ ગઈ બચ્ચી .... આવો .. મુજે પતાથા તુમ આવોગી જરૂર આવોગી.
કહો કૈસે આના હુવા ? કીસે ખોજને આઈ હો યહાં મસાણ ઘાટ તક ?
ઘોઘાની આ હરકત જોઈ ઘોઘી વધુ ભડકી. ને ઘોઘાના શર્ટના બન્ને કોલર બે હાથે પકડી
ઘોઘાને આખે આખો હલબલાવી નાખ્યો ઘોઘી ચિખી ઉઠી.
ઘોઘી :- શું સમજે છે તું તારા મનમાં હે ?
એક તો કહ્યા વિના અહી ચાલ્યો આવ્યો એ પણ ક્યાંય નહીં ને મસાણમાં.!!
ને પાછો ઢોંગી બાવો બને છે. આંખ ખોલી સામે પણ નથી જોતો,
કે મારી હાલત શું છે. હું પણ મૂરખ તારામાં એવું તે શું જોઈ ગઈ કે તારામાં ખોવાણી,
તને શોધવા છેક અહી ગુડાણી એ પણ ઘેર કહ્યા વિના અને તું ...?!!!
ઘોઘી ગૂસામાં બોલતી જાય છે,
ઘોઘાના શર્ટના બન્ને કોલર પકડી ઘોઘાને હલબલાવતી જાય છે.
ને તોય ઘોઘો હસતો જાય છે.
પોતાના બન્ને હાથે ઘોઘીના હાથમાથી કોલર છોડાવવા પ્રયાસ કરતો ઘોઘો-
હલ બલતો જાય છે. ઘોઘી ઘોઘાની આ હરકતથી બમણી ગુસ્સે થાય છે.
કોલર છોડી ઘોઘાના બન્ને ગાલ પર જોરદારના ચૂટીયા ખણે છે.
અને ઘોઘો આંખ ખોલી ઢોંગ ભૂલી ભાનમાં આવી ચીલાય છે.
ઘોઘો:- ઑ..ઑ...ઑ.. છોડ..! છોડ..! ઘોઘી છોડ યાર દુખે છે ....
ઘોઘીના બન્ને હાથ પકડી ઘોઘો-
ઘોઘીની આંગળી ’ને અંગૂઠાની ચીપટી છોડાવવા પ્રયાસ કરે છે.
અને ઘોઘી ગૂસામાં નહીં છોડું જા.. આજે તો તને નહીં જ છોડું.
મારો જીવ જાય છે, ને તું ક્યારનો વાઇડો થાય છે ..! હવે તો તારી ખેર નથી...
ઘોઘો હવે તો પીડાનો માર્યો રીતસરનો કરગરે છે.
ઘોઘાના બન્ને ગાલ ઘોઘીની ચીપટીમા હોય-
ઘોઘો પીડાનો માર્યો સરખું બોલી પણ નથી શકતો, ઘોઘો અટકી અટકીને બોલે છે.
ઘોઘો:- ભૂ.. ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. મ..મ.. મને માફ ક..ક.કર ...
હું..હું તો.. મ ..મ.. મજ્જા.. ક કરતો હતો ...!
હ.. હ.. હવે .. હવે .. તો છો.છોડ .. મે .મે .મે .. માફી તો માંગી ..
હ..હ.. હવે છો. છો..છોડને યા....ર.... મ..મ..મારા ગાલને .
બ..બ.. બહુજ દૂ..દૂ.દુખે છે. ગ..ગ..ગાલમાં ..
અરે . અરે .. ત્યાથી એટલા ગાલનો કટકો નીકળી જશે...!
પ.. પ.. પછી થ.. થ...થી .. થીગડું મ.. મ. મરાવવું પડશે..
આટલી પીડામાએ ઘોઘો વાઈડાઈ નથી છોડતો ..
ઘોઘી:-કર..! હજુ કર..! બહુ વાઇડાઇ સુજે છે ને તને.!
થા! તું તારે પેટ ભરીને વાઈડો થા...
પણ આજે હું તારી વાઇડાઇ ભુલાવી ના દઉં તો મારૂ નામ ઘોઘી નહીં..
ઘોઘો વાયડાઈ કર્યા વિના રહી ના શક્યો ઘોઘાના ઘાલ હજુયે ઘોઘીની ચીપટીમાં છે.
ઘોઘો :-ત..ત.તો ન..ન..નવું નામ .શ.શ..શું રાખી.ઇ.ઇ.ઇ.શ..... ?
મારા ગાલ છો..ઓ..ઓ..ડ આમ કહી ઘોઘાએ મહા મુસીબતે બન્ને હાથ વડે
ઘોઘીના હાથ કાંડામાથી પકડી.
ઘોઘીની અંગૂઠા ને આંગળીની ચૂંગાલમાથી માંડ માંડ પોતાના ગાલ છોડાવ્યા..
ઘોઘીની ચૂંગાલમાથી પોતાના ગાલ છોડાવી ઘોઘો ગાલ પર હાથેળી ઘસવા લાગ્યો.
ઘોઘીએ બરાબરના ચિંટીયાં ભરેલા તે ગાલ એકદમ લાલ થઈ ગયા હતા.
ને પીડા કરતાં હતા.
ઘોઘીએ છણકો કર્યો હ..અ..! અને ગુસ્સાથી ઘોઘા સામે જોયું.
ત્યાજ ઘોઘીનું ધ્યાન ઘોઘાના ગાલ તરફ ગયું .
ઘોઘાના લાલમ લાલ ગાલ જોઈ ઘોઘી લાલ લાલ થઈ ગઈ.
પળ વારમાં એનો ગુસ્સો ઓગળી ગયો ઘોઘાના ગાલમાં.
હા....શ... ઘોઘી નિરાંતનો શ્વાસ લેતા ઘોઘાની બાજુમાં બેસી ગઈ.
ઘોઘી:- હમ.. હવે બોલ તું અહી મસાણમાં શા માટે આવ્યો હતો ???
(ક્રમશ)




No comments:
Post a Comment