Tuesday, 25 August 2015

.... અને પછી એ બંને .....





શબ્દો , સંગીત અને ગીત જીવનનો સૌથી મોટો સાથી હોય છે , આધાર હોય છે... 
"અનંત" શબ્દો, ગીત અને સંગીત સુખ દૂ:ખમાં સૌથી નજીકના ભાગીદાર હોય છે.... 
આવું અનંત કહેતો, સમજતો.... 
અને મહેસુસ કરતો હતો.... 
ક્યારેક જ્યારે અનંત મન અને હ્રદયથી વ્યથિત થતો દૂ:ખી થતો ત્યારે... 
એકાંતે ખૂણે બેસી , આ દર્દીલું ગીત સાંભળતા સાંભળતા આંસુ સારતો....   



અને જ્યારે અનંત સઘર્ષના સમયમાં  શારીરિક કે માનસિક રીતે ખૂબ જ થાકી જતો ત્યારે... 
એ આ ગીત ગાતો નાચતો અને પોતાનો થાક ઉતારતો.
 હારેલો થાકેલો અનંત.... 
આ મ અનંત આ સુંદર સંગીત અને  હિંમત બક્ષતા અલૌકિક શબ્દો થી સજાવેલા આ ગીત ને 
સાંભળતો અને સાથે સાથે ગાતો ગાતો નાચતો અને ઉર્જા મેળવતો...   
અને ફરી પોતાના ભાગ્યમાં લખાયેલી  મહેનત ,
પોતાની ફરજ ના ભાગ રૂપે હિસાબે આવેલી મહેનત ! હસતાં હસતાં કરવા લાગતો .... 
અને પછી,,!
પછી શું ! પછી તો અનંત ચાલ્યો ગયો પોતાના અજ્ઞાન ને લઈને અજ્ઞાની સાથે... 
દૂઉ ઉ ઉ ઉ ઉ ઉ ર......  દૂઉ ઉ ઉ ર આ દુનિયાથી  ખૂ... ઊ ઉ ઉ ઉ બ,,,, દૂર...
અને હું સાવ કરતાં સાવ એકલો પડી ગયો..... :(


*બ્લાસ્ટ *
એક અણ સમજુ સ્ત્રી સાથે પ્રેમ અને હુંફ વિના જીવન બસર કરવા કરતાં ...
"અનંત"એક સમજુ સ્ત્રીને દૂર દૂર રહીને ઉમ્રભર ચાહવું બહેતર હોય છે ...! 
* અનંત *
વર્ષો પહેલા લખેલા અનંત ના આ શબ્દો આજે મને... 
એકદમ સાર્થક અને સાચા લાગે છે...! 
*બ્લાસ્ટ*  
"અજ્ઞાની" હમેશા કહેતો કે... 
નાની નાની કરોડો  ક્ષણમા પણ બીજી કરોડો ક્ષણ છુપાયેલી હોય છે... 
અને એ બધી ક્ષણો સતત બદલાયા કરે છે ,પરીવર્તન પામ્યા કરે છે... 
આ રીતે સત્ય પણ સતત બદલાયા કરે છે... 
આ ક્ષણ નું આ સત્ય પણ આ ક્ષણ પૂરતું મર્યાદિત હોય શકે છે ... 
પણ કોઈ કોઈ સત્ય એવા પણ હોય છે જે યુગો સુધી બદલાતા નથી... 
એવા સત્યોમાનું એક પરમ સત્ય એટલે પ્રેમ ... 
પ્રેમ એજ આત્મા પ્રેમ એજ પરમાત્મા...  
હાં !પ્રેમી જરૂર બદલાય શકે છે , સતત બદલાય શકે છે... 
પણ પ્રેમ ..! 
નાં !એ ક્યારેય નથી બદલાતો ... 
કેમકે પ્રેમ સાસ્વત છે... 
અને પ્રાણી માત્ર  નાશવંત છે... !   
"અજ્ઞાની"
બસ આવી આવી વાતો કરતાં કરતાં મારા એ બેઉ આત્મસખા,  અનંત અને અજ્ઞાની ... 
એક સાથે ચાલી નીકળ્યા, 
 સત્યને ના સહી શકતા , જુઠ અને દંભથી ભરેલા ..
 લોકોથી ભરેલી આ  દુનિયાથી દૂર દૂર ક્યાક અડાબીડ જંગલમાં... 






No comments:

Post a Comment