પલ પલ સમય તું ધીરે ધીરે ચલ ... સમય તું ધીરે...ધીરે...ચલ ...
આમ આ ગીત ગણગણતો હું પરીયા કને ગયો... ને' ...
લ્યા ! પરીયા... પછી, કાલ તું કાં'ક મોરબીની આઠમી અજાયબી વિષે
કે' 'તો 'તો એનું શું થ્યુ..?
ચૂપ રે' katira થોડી વાર ....
હા પણ, એવું તો તું કાલેય કે' 'તો 'તો ....
તો ? કે' 'તો'તો તો શું ? પરીયાએ ક્રોધિત થઈ શાંતિથી કહ્યું ...
ક્રોધ અને શાંતિ આ બેનો એક સાથે મેળ ખાય ! ? તો પણ આવું ચાલે છે ! ચલાવી લ્યો !!
કેમ બરી ! ? સોરી ઠરી ગ્યો કે ?
યાર katira ! થોડી વાર ચૂપ મરને !!!
થોડી વાર ! ? થોડી એટલે કેટલી પરીયા.. ?
તારી થોડી વારના મારે કેટલા કલાક ગણવા ...
ઘડીલાલ બંધ કરી દે એટલે કલાકો નૈ ગણવા પડે...
મે કહ્યું , તો પણ સમય તો ચાલતો જ રહેશે ને !
પણ પછી ભાન નહીં રહે, સમયનું ...
ઘડિયાળ જો,જો કરવાથી તો તું બે ભાન થઈ જશે...
જો કે આ અવસ્થા મને વધુ પસંદ છે, માટે હું ઘડિયાળ નથી જોતો ...
કેમકે ઘડિયાળ ભાન કરાવે છે ! સમયનું....
અને "સમયનાં બંધનમાં સર્જન શક્ય નથી ! "
અર્થાત :- સમયની મર્યાદામાં રહીયે તો ઉતાવળ થાય...
અને ઉતાવડે ઉતાવડે ક્યારેય ઉતમ સર્જન ના થાય ....
ઉતમ સર્જન કરવામાં વર્ષો ના વર્ષો પણ લાગી શકે છે !
એ વાત નોખી છે કે અગર ભાગ્ય પ્રબળ હોય તો ક્યારેક અનાયાસે ,
ઓછા પ્રયાસે પણ ક્ષણમાં પણ ઉતમ સર્જન થઈ જાય...
હું આમ બબડતો હતો ત્યાં પરીયો મારા પર ખીજવાયો ..
સમયનાં બંધનો મારે ઝખ્ખ મારીને નિભાવવા પડે છે katira ... !
વર્ના મને સમયનુ બંધન બિલકુલ પસંદ નથી...
મારી મોજ મસ્તી મારો નિજ આનંદ સમયને આધીન નથી !
આ આનંદ આ મસ્તી આ મારી જાહોજલાલી મારી ભીતરની પોતીકી પૂંજી છે !
સંપૂર્ણ સ્વતંત્ર છે ! પરાધીન નથી katira ...પરાધીન નથી... !
હવે હું ગુસ્સે થયો....
લ્યા હવે તારી ફિલોસોફી બંધ કર...
અને ધૂંધળું ચિત્ર સ્પષ્ટ કર...
આમ જૂના પુરાણા ઝર્ઝરિત પીળા પડી ગયેલા ફાટેલા તૂટેલા કાગળિયાનોપથારો કરીને
કાગળિયાના ઢગલા વચ્ચે બેસીને આખરે તું શોધે છે શું !?
અરે યા...ર... સમયને અનુરૂપ " અનંત" ની કોઈ રચના શોધું છું ...
તું ચૂપ રે ને ...
પુષ્પા એ.. પુષ્પા .... એક કપ ફૂલ ગરમા ગરમ ચાય આપ તો...
મારા માટે પણ મંગાવ જે હોં... મનેય બૌ તલપ લાગી છે..!
મારી વાત સાંભળી ના સાંભળી કરી એણે પુષ્પા ને હુકમ કર્યો...
પુષ્પા... આ તારા katira ને અહીથી બહાર કાઢ તો !
ક્યારનો મારા રંગમાં ભંગ પાડે છે લેવા દેવા વગરનો ... !
ના ..ના.. પરીયા ના ! મને બહાર તું ના કાઢતો પરીયા હું ચૂપ ચાપ બેસિસ બસ...
તું કહીશ તો તને આ જૂના પુરાણા ઝર્ઝરિત પીળા પડી ગયેલા ફાટેલા તૂટેલા-
કાગળિયા માથી સમયને અનુરૂપ અનંતની કોઈ રચના શોધવામાં મદદ કરીશ બસ...
આમેય આટલા બધા કાગળ ઊથલાવી તું એકલો એકલો થાકી જઈશ...
અચ્છા તો ઠીક છે ... લે ! katira ચાય પી અને પછી કાગળિયા ઊથલાવી શોધવા માંડ....
ક્રમશ :-

No comments:
Post a Comment