Sunday, 14 February 2016

કણકણ રજકણ

  

હું એક મૃગજળ છું !

તું પણ મૃગજળ છે !

કસ્તુરી સુરભીની,

શોધ છે આપણને

તે_જ હું છું ! 

ને, ..... 

તે_જ તું છે !

છતાં,

હું એક મૃગજળ છું !

તું પણ મૃગજળ છું !

******* 

લે પણ .!!! 

શું યાર્ર તું પણ ..!  

ના હું મૃગજળ 

ના તું  મૃગજળ . 

તું એક જણી 

અને હું એક જણ. 

લે પણ .!!! 

શું યાર્ર તું પણ ..!  

તારૂ મારૂ નથીજ જો કૈ સગપણ. 

તો શાને આપણને આટલુ એકબીજાનુ વણગણ.? 

શું યાર્ર તું પણ..! 

દેહ દફને તો મિટ્ટી હી મિટ્ટી કણકણ કણકણ 

ઔર ગર અગનીમે જલે તો રજકણ રજકણ 

પહેલીજ વાર જ્યારે આપણે મળ્યા 'તા એક ક્ષણ .. . 

થઈ 'તી ત્યારે તું પણ ઝણ ઝણ હું પણ ઝણઝણ ... 

ભેગા જો મળે તો એક દેહ કરે ધારણ 

પડે જો છૂટા તો કેવળ કણકણ... 

 ટેરવું જો સ્પર્શે તો પણ ..! 

થાય ભીતર આતમ ઝણઝણ ...

શું યાર્ર તું પણ..! 

આટ આટલુ હળ્યા મળ્યા. 

કેટ કેટલુ લડ્યા જગડ્યા. 

હું  તો એક તુચ્છ તૃણ છું .! 

આજે પણ મળીએ છીએ હસીએ છીએ... 

એક સમયે દુર રહીને પણ સાથે રડ્યા.!! 

પ્રેમ જેવું કૈજ નથી આપણી વચ્ચે...! 

કહે છે તું આપણી વચ્ચે 

આટ આટલુ થયુ તો પણ.!!? 

ખૈર અગર જો એવુજ હોય, 

તું કહે એજ હોય જો સત્ય. 

તો પછી મુક માથાકુટ..!

તારૂ તું જાણે..! 

મગર હું છું એક તુચ્છ તૃણ. 

"અનંત" એક નક્કામી રજકણ... 

ખંખેરી નાખ મને બહારથી અંદરથી... 

આ રજકણ જો તને ચોંટી હોય એક ક્ષણ.. 


છું હું સાવ નક્કામી રજકણ .! 

કહું છું  એટલેજ તને.!  

ઉપર નીચે બહાર અંદર 

ક્યાંય પણ જો હું ચોંટયો હોઉ તને 

તો જટ દઈને ખંખેરી નાખ મને 

"અનંત" 

 


No comments:

Post a Comment