Sunday, 14 February 2016

तलब की बाते ,बे मतलब की बाते ...


बे मतलब की बाते ! 
बाते बे मतलब की !
है तलब की बाते !
बाते है तलब की !

ઘોઘો આદત મુજબ ટીપોય પર ટાંટિયા લંબાવી 
 બે હાથના આંગળા ભેગા કરી  માથા પાછળ રાખી 
સોફાને ટેકે અઢેલીને બેઠો છે ..!
માથાના વાળ વિખેરાયેલા છે . 
ઘોઘી ચાય પાણી લઈને આવે છે ..!
આવતા વેંત આળસુ ઘોઘાને ઘઘલાવે છે !
ઓય... આળસુના પીર ... 
ટીપોય પરથી પગ નીચે ઉતાર ... 
ઘોઘાની આંખો બંધ છે . 
એકલે ઘોઘો જોયા જાણ્યા વિના ઊંઘમાં બોલે છે . 
ખુરસી પર બેસી જા પગ નીચે નહી ઉતરે ઘોઘી ... 
અરે પણ મારે નથી બેસવું અક્ક્ક્લ વગરના ... 
તો શા માટે આવી છે તું તારે બેસવુજ નથી તો..!
ચા માટે આવી છું !
ઘોઘી ના બોલવાનું બોલી એકલે કે ચાય લઈને આવી છું 
એમ કહેવાની બદલે 
હું ચા માટે આવી છું એમ બોલી એકલે  ઘોઘાએ કહ્યું . 
હું ક્યારે ચા બનાવું છું કે તું ચા માટે આવી  છે ?
ચા તો મારે પણ પીવી છે જો તું બનાવી દે..!
બોલવામાં ભૂલ થઇ બાપ ..!
ઘોઘા ની આંખો હજુ પણ બંધ છે ..
ઊંઘમાં જ એ સાંભળે છે જવાબ આપે છે ! 
ભૂલ તો ભુલજ હોય છે ને ઘોઘી !
જા એક ભૂલ માફ ..! 
હવે આંખ ખોલ અને અને ટીપોય પરથી પગ નીચે ઉતાર... 
અ તો ઘોઘીના એક હાથમાં ચાયનો કપ અને બીજા હાથમાં પાણી નો ગ્લાસ હતો એકલે 
નૈ તો ઘોઘી સીધા ઘોઘાના પગ ઉપાડીને નીચે પછાડે .. 
બંધ આંખે ઘોઘો ઊંઘમાંજ કહે છે !
ઘોઘીઈઇ તું ચાહે તો સોફા પર પણ બેસી શકે છે ! 
આમ તો ક્યારેય બાજુમાં બેસવા નથી દેતો લગોલગ 
બાજુમાં બેસું તો અક્કલ વગરનો કહી દ્યે છે આઘી ખસ ..!
ના ખસું તો પોતે ખસી જતો ઘોઘો ઊંઘમાં ને  ઊંઘમાં 
ઘોઘીને બાજુમાં બેસવાનું કહી બેસે છે .  
ઘોઘીને પણ ઊંઘતા ઘોઘાનો લાભ લેવાનું મન થાય છે !
પણ લેતી નથી . ખબર નૈ કેમ !
ઘોઘા બૌ થયું હવે આંખો ખોલ ... 
ઘોઘો બંધ આંખે આળસુ સ્વરે કહે છે ..! 
ઘોઘી સવારનો પહોર છે ..!
હાં મને ખબર છે મેં ક્યાં કહ્યું બપોર છે ! 
તો પછી શા માટે પરેશાન કરે છે ઊંઘવા દેને મને શાંતીથી  ..! 
ઘોઘી  કહે છે !
અર્રે પણ ઘોઘા હું તારા માટે ચા લાવી છું  ઠરી જશે  !
અને ઘોઘો ફટોફટ આંખ ખોલે છે ... 
અને ટીપોય પરથી ફટોફટ પગ નીચે ઉતારતા બોલે છે !
તો પેલ્લા કેવાય ને ...
ટીપોય પર ચાય પાણી મૂકી ઘોઘાની બાજુમાં બેસતા ઘોઘી 
ઘોઘાની જબાનમાં કહે છે .
તો તારે પેલ્લા આંખ ખોલી  જોવાય ને .!
ઘોઘી બાજુમાં બેઠી એકલે ઘોઘો થોડો આઘો ખસ્યો ... 
અને પછી પાણી પીધું અને પછી ચાય નો કપ ઉઠાવ્યો ..!
ઘોઘાનું આઘું ખસવું ઘોઘીના મનમાં ખૂચ્યું . 
એકલે ઘોઘીએ ગુસ્સે થઇ કહ્યું કઈ ખાઈ નહિ જાઉં તને !
ઘોઘાએ ચાયનો ઘૂંટ ભરી કહ્યું . ખવાઈ જવાની બીક નથી મને ..!
પણ પછી તારી આંગળીઓ સખણી નથી રહેતી એનો ડર છે !
ઘોઘીને હસવું આવ્યું હસતા હસતા ઘોઘીએ કહ્યું. 
એવું તે શું કર્યું છે મેં કે તને મારી આંગળી નો ડર લાગે છે !
તારી આંગળી ચીંટીયા બૌ ભરે છે .! 
ઘોઘાના હાથમાં ચાયનો કપ હતો એકલે ઘોઘો કઈ કરી શકવાનો નહોતો 
એ મોકો જોઇને 
ઘોઘાએ જેવી ચીટીયા ની વાત કરી તેવોજ 
ઘોઘીએ ઘોઘાની સાથળ પર જોરથી ચીંટીયો ભર્યો ... 
ઓ ઓ ઓ... ઘોઘાના મોમાંથી ઉહ્કારો નીકળી ગયો ...
ચાયનો કપ ઘોઘાના હાથમાંથી છટકી ગયો ... 
જો કે છેલ્લો ઘૂંટ હતો એકલે બૌ ઢોર ફોર ના થઇ ... 
અગર એવું થયું હોત તો ચાય ઘોઘીની સાથળ પર ઢોળાઈ જાત તો 
ઘોઘી નિર્દોષ ઘોઘાને ચીટીયો ભર્યાના કરમનું ફળ તુરંત ભોગવત.
મગર એવું ના થયું એકલે ઘોઘી બચી ગઈ   
ઘોઘીની પાતળી પાતળી આંગળીને અંગુઠાની ચીપટીમાં આવેલ 
ચચરતી સાથળ પર હથેળી ઘસતા ઘસતા ઘોઘાએ કહ્યું .  
આમ હોય ... એટલેજ હું તને મારી બાજુમાં બેસવા નથી દેતો ...
ઘોઘીએ ગુસ્સા અને આનંદના મિશ્ર ભાવે કહ્યું . 
એટલેજ ઘોઘા એટલેજ !તારી સાથળ મારી આંગળી અને અંગુઠાનો શિકાર બને છે !
આમ કહી ખાલી કપ અને ગ્લાસ લઇ  ઉભી થઇ હું જાઉં છું .!
એમ કહી ચાલવા લાગી ... 
ઘોઘીનો હાથ પકડી ખેંચીને ઘોઘીને પાછી ઘોઘીને સોફા પર બેસાડતા ઘોઘાએ કહ્યું.
બેસ બેસ શું ઉતાવળ છે !   
કામ ..કામ ..કામ છે ઘોઘા મારે ... 
તું તો સાવ નવરો છે ઊંઘણસી છે હમણાં પાછો ઊંઘી જશે..!
તો તને કોણ રોકે છે તું પણ સુઈ શકે છે સુઈ જા .! 
ઘોઘી મનોમન શરમાવા જતી હતી ત્યાં ઘોઘો બાકીના શબ્દો બોલ્યો ... 
તારા ઘેર જઈને ... 
હુહ ..! ઘોઘી એ છણકો કરતા કહ્યું .
હું સુઈ જઈશ તો કામ કોણ કરશે તું ..? 
ઘોઘો હસ્યો હસીને ઘોઘી સામે જોઈ ઘોઘાએ કહ્યું . 
કામ .!?
  આમ કહી ઘોઘો શરુ થઇ ગયો.  
હાં હું ક્યાં ના પાડું છું !
કામ તો કોઈ પણ કરી શકે !
તું પણ હું પણ 
કામ તો કામ જ હોય છે ને ઘોઘી ... 
કોઈ પણ કરી શકે એમાં શું ! 
તું પણ ચાહે તો કરી શકે !
હું તો કામણ ગારો છુજ !
કામ કરાવું તો મને બૌ ગમે !
મને જરાય કંટાળો પણ ના આવે..!
કામ કરવામાં વળી શરમ કેવી ..!
આ શરીર ઈશ્વરે એટલેજ તો આપ્યું છે !
કામ તો કામજ હોય છે એમાં સારું ખરાબ જેવું કૈજ ના હોય 
કોઈ પણ હોય સારુજ હોય ..!
કામમાં તો પરમ ચરમ અખંડ અનંત આનંદ સમાયો છે ..!
હું તો કૌ છું સંપીને કામ કરવાનો આનંદજ કૈક ઔર હોય છે ! 
ઘોઘો બોલ્યે જાય છે ... 
ખબર નૈ કેમ ..!
ઘોઘી મનમાં ધૂંધવાય છે ખીજવાય છે ને લજવાય પણ છે ..!
પણ ઘોઘો થંભે તો ઘોઘી કાંક બોલે .. .
પણ ઘોઘો થંભતો નથી બોલ્યેજ જાય છે ! 
કામ થી થાક લાગે .!
કામથીજ ઉતરે થાક .! 
( સૂત્ર થી પણ )
કામ માત્ર થી કંટાળવું નૈ
(સૂત્ર થી પણ નૈ )
મોકો મળે તો મેળ પડે તો 
કરવું કરાવવું કામ દિન રાત..! 
ભૂલ ભૂલમાં ભૂલથી જોડકણું થઇ ગયું ઘોઘાથી .
ઘોઘી તને ખબર નૈય હોય પણ હકીકત એજ છે કે , 
દિવસનો થાક રાત્રે અને રાતનો થાક દિવસે કરેલા કામથીજ ઉતરે... 
માટે કામ તો મારે તારે કોઈએ પણ કરવુજ જોઈએ ...
કામ તો પ્રાણી માત્ર પોત પોતાના ગજા મુજબ 
એક બીજાની રજા મુજબ કરતાજ હોય છે ..! 
કીડી કણ અને હાથી મણ ભાર વગર ભાર ઉપાડેજ છે !
તો માણસ જાત કિસ ખેત કા ગાજર ... 
ચીલાચાલુ વાત કોઈની અકલની નકલ ઘોઘાને કરાવી નથીજ ગમતી 
એકલે મૂલી ની જગ્યાએ ગાજર લટકાવી દીધું . 
અને આમ પણ કહેવાય જ છેને ઘોઘી કે ,
કામ માંજ રામ હોય છે !  
કામમાં રામ હોય આરામમાં તો હરામ હોય છે .! 
હરામ અર્થાત આળસ અને રામ અર્થાત દેવ..!
કામદેવ ઘોઘી ..!કામદેવ ..!
ભાન વગરનો ઘોઘો ઘોઘો ભોળા ભાવે બોલ્યે જાય છે !
ઘોઘો બોલે છે ઘોઘો બાફે છે..! 
ઘોઘી મનોમન એ પ્રેમથી ખાય છે..! 
પણ તોય પછી ખીજાય છે ..! 
ઘોઘી લગભગ થોડી થોડી શરમાય પણ છે ! 
ઘોઘાને રોકવાનું ટોકવાનું મન પણ થાય છે !
પણ  ભાન વગરનો ઘોઘો ભોળા ભાવે બોલ્યે જાય છે !
ઘોઘી હર એક કામ પૂજા છે કામ માત્ર પૂજા છે ( સૂત્ર પણ ) 
કારણ કે કામદેવ છે અને દેવની તો પૂજા થાય જ ને ઘોઘી ..!?
ઘોઘી શું બોલે છતાં બોલવા જાય છે ત્યાજ 
સવાલ કરી સવાલ ભરી નજરે ક્ષણીક ઘોઘી સામે જોઈ 
ઉતરની અપેક્ષા વગર ઘોઘો આગળ ને આગળ હાંક્યે જાય છે !
એટલે તો આપની સંસ્કૃતિ કામદેવની પૂજા કરે છે ! ઘોઘી પૂજા ..! 
કામમાં વળી શરમ કેવી !?
કામ માત્રમાં દેવદેવીનો વાસ હોય છે !
( સૂત્રમાં પણ ) 
આરામથી આળસ પેદા થાય ... 
અને કામથી,,,, 
ભૂલી ગયો આગળનો શબ્દ ભૂલી ગયો ઘોઘો .. 
એટલે એ જવા દીધું બીજી જે મનમાં આવ્યું તે શબ્દોમાં લઇ 
ઘોઘો આગળ હાંકે છે   .!
આરામથી આળસ પેદા થાય છે !
કામથી ચુસ્તી તંદુરસ્તી .. 
તન લગાવી જે કામ કરે ..!
મન લગાવી જે કામ કરે ..!
તે સદૈવ તન થી તંદુરસ રહે ..!
અને મન થી પ્રફુલ્લિત રહે..!    
 મનમાં મસ્તી અને આંખોમાં લજ્જા સહીત 
ઘોઘી પોતાના કપાળે હથેળી ઠોકી બોલી ... 
હે ભગવાન .... 
હવે તું બંધ થા ઘોઘાઆઆઅ ... 
પણ કાં ..?
ઘોઘાએ ભોળા ભાવે કહ્યું . 
ઘોઘી ચિડાઈને બોલી . 
કાં શું અક્કલ વગરના .. 
તું સમજ્યો એ નહીં .. !
મેં તને ઘરકામ નું કહ્યું હતું ઘોઘાઆઆઅ ... 
જા તારો કોઈ ભરોશો નથી ખબર નૈ શું નું શું બોલે બાફે છે .!
ઘોઘો મુંજાઈ ગયો એવું તે મેં શું  કહ્યું .?
ઘોઘી શું સમજી..? એ ઘોઘો ના સમજ્યો .! 
અકલે અકળાઈ ને ઘોઘાએ કહ્યું . 
અક્કલ વગરની ..!
પેલ્લા તું મને એ તો કે હું શું સમજ્યો ..?
મારે તારી સાથે વાતજ નથી કરવી !હુહ ..! ઘોઘીએ છણકો કર્યો . 
લે એમાં ગુસ્સે શું થવાનું હોય .!
તારા કરતા મને સારી રીતે કામ કરતા આવડે છે ! 
અને હું બધી પ્રકારના કામ જાણું છું !
અને એટલેજ કામ કરવાથી થતા ફાયદા તને જણાવ્યા ... 
એમાં મેં શું ગલત કહ્યું તે તું છણકા કરે છે કારણ વગર ...
કમર પર હથેળી ટેકવી ઘોઘા સામે જીણી નજરે જોઈ ઘોઘીએ કહ્યું .  
એમ...! એમ તો  બોલ ક્યાં ક્યાં કામ આવડે છે તને !
ઘોઘા એ આગળીનાં ટેરવે ગણાવતા કહ્યું . 
કામ માત્ર મને ખુબ સારી રીતે આવડે છે !
ઘોઘી તાકી તાકીને ઘોઘા સામે જુવે છે ! 
જો ઘોઘી એમ કહી નિર્દોષ ભાવે 
આંગળી ના વેઠા પર અંગુઠો ફેરવતા ફેરવતા 
ઘોઘો ઘોઘીને કામ ગણાવવા માંડ્યો .. 
સંજવારી પોતા વાસણ કપડા તું કે એ બધા કામ હું કરી શકું છું !
બસ એક રસોઈ અને ચાય બનવતા નથી આવડતી મને ...
એમ ... તો હવે એ પણ શીખી જા ..!
હુહ ..!એમ છણકો કરી મનમાં મુસકાતી લજવાતી ઘોઘી ઘર ભેરી થઇ ગઈ ... 
જેવી ઘોઘી ગઈ એવો ઘોઘો પાછો  બે હાથના આંગળા ભેગા કરી ... 
સોફાના ટેકે હાથ પર માંથુ અઢેલી 
ટીપોય પર પગ લંબાવી ઘોઘો પાછો ઊંઘી ગયો ..! 
*બ્લાસ્ટ* 
પ્રેમ નકરો પ્રેમ ઠાલવી તો ઠલવાઈ જાય.  
શબ્દોથી તો કાગળ આખે આખો ભરાઈ જાય. 
પણ જ્યારે હું સાવ કોરો કાગળ મોકલું.!
એ વાંચીને તારી આંખો છલકાઈ જાય . 
અને કોરો સાવ કોરો કટ કાગળ 
"અનંત" તારા આંસુ થી ભીંજાય જાય .. 
ત્યારે કદાચ પ્રેમ આપણો સાર્થક થશે ..!  
"અનંત"
તું શોધતી હતી શબ્દો બસ શબ્દો પ્રેમના . 
એટલે 
તે ફેરવી ફેરવીને જોયો કાગળ મારો કોરો .!
તું વાંચી શકી ના છેક લગી તો હું શું કરું .!? 
એ જે કાગળ કોરો હતો તેમાં લખી 'તી વાત મેં મૌનમાં ..!
 "અનંત" 



*ब्लास्ट*
अंदर सो बाहर. 
बाहर सो अंदर.  
फिर भी भटकेते है ?
"अज्ञानी" सब दर दर..
देख अंदर सो बाहर. 
झांक बाहर सो अंदर.
फिर ना पड़ेगा तुजे 
यु भटकना दर दर   ...

"अज्ञानी"    



No comments:

Post a Comment