Sunday, 27 March 2016

એક હતો ઘોઘો

ઘોઘી વરસાદમાં ન્હાવાના મૂડમાં હતી અને એણે ઘોઘાને કહ્યું હતું કે .... 

ઘોઘી :- તો.... હું એમ કહેતી હતી ઘોઘા કે.... 

પાપ, પુણ્ય , ધર્મ, ક્રોધ , બંધન, મુક્તિ, મોક્ષ વિષેની આવી બધી નક્કામી...! વાતો તો આપણે રોજ કરીયે છીયે ..... 

તો ચાલ ને આજે આપણે બન્ને કામ કરીયે કઈક "કામની" વાતો કરીયે.... 

પછી હળવેકથી ઘોઘી બોલી "બે અર્થમાં "

ઘોઘો ઘણીવાર વાતના અંતમાં બોલે છે “બે અર્થમાં” 

આજે વાતના અંતે હળવેકથી ઘોઘી બોલી “ બે અર્થમાં”... 

ઘોઘો ગળા પર હાથ ફેરવવા લાગ્યો.... 

હવે આગળ..... 

ઘોઘીએ ઘોઘાને હાથ ખેંચી ઊભો કર્યો અને બહાર લઈ જવા લાગી .... 

ઘોઘો ઘોઘીના હાથમાથી પોતાનો હાથ છોડાવતા.. 

અરે...અરે..પણ ક્યાં ખેંચી જાય છે તું મને ઘોઘી... ?

વરસાદમાં નહાવા..  ક્યારની શાનમાં સમજાવું કછું પણ તું છે કે  સમજતો જ નથી.. 

ઘોઘો પરાણે ઢસડાતા ઢસડાતા..  પણ...પણ...મને રેવાદે મારે નથી નહાવું ઘોઘી ... મને શરદી થઈ જશે....

આજે ઘોઘીને ઘોઘા સાથે વરસદમાં ન્હાવાની અતિ ઝંખના હતી,  તેથી ઘોઘાની એક પણ વાત ઘોઘી સાંભળવા તૈયાર નહોતી ... 

ઘોઘો હાથ છોડાવતા અરે ઘોઘી રેવાદે મને શરદી થશે તો પછી ..  

ઘોઘાની વાત વચ્ચેથી જ કાપતા ઘોઘી બોલી .. 

તું ચિંતા ના કર ઘોઘા બિલકુલ ચિંતા ના કર..

તને જો શરદી થઈ જશે ને  તો  તને હું નાક , કપાળ, છાતી, અરે તું કહેશે ત્યાં તને ઘસી ઘસીને બામ રગડી દઇશ... 

અરે ગરમાં ગરમ ઉકાળો પણ કરી દઇશ તું જરીએ ચિંતા ના કર...  

બસ મન મૂકીને આજ તું મારી સાથે વરસાદમાં ભીંજાઇ જા, ઘોઘા .... 

આજે જો તો તને પલાળી ના દઉં તો મારુ નામ ઘોઘી નહીં ... 

આમ કહેતા ઘોઘી ઘોઘાને અગાસી પર ખેંચી ગઈ .... 

હજુ તો બન્ને અગાસી પર ગયા ત્યાંજ વરસાદ બંધ થઈ ગયો. 

અને ઘોઘીના ઘોઘા સાથે વરસાદમાં ભીંજાવા ના અરમાન પર પાણી ફરી વળ્યું.  

ઘોઘી ગુસ્સે થઈને ઘોઘાનો હાથ છોડાવી ભાગવા જતી હતી, ત્યાં ઘોઘાએ ઘોઘીનો 

કસીને હાથ પકડ્યો અને ઘોઘીના ગૂસાથી પરિચિત ઘોઘાએ ઘોઘીને મનાવવા પ્રયાસ કર્યો અને હળવેકથી બોલ્યો ઘોઘી તું મારા પર શા માટે ગુસ્સો કરે છે.

ઘોઘી ચિલ્લાઈને બોલી ઘોઘા મારો હાથ છોડ તું મને જવા દે નહીં તો ... ! 

ઘોઘી આગળ ધારદાર કોઈ વાક્ય બોલે એ પહેલા જ ઘોઘો ફરી ઘોઘીનો હાથ પકડી 

ઘોઘીને શાંત પાડવા શાંતિથી ભોળા ભાવે બોલ્યો... 

પણ ઘોઘી વરસાદ ચાલ્યો ગયો એમાં મારો શું વાંક..!  હું શું કરું...??? 

ઘોઘી ગુસ્સામાં જ બોલી મારે તારું કાઇજ સાંભળવું નથી....  બસ મને જવા દે..!  

આમ કહી ઘોઘી ઘોઘાના મજબૂત પંજામાથી પોતાનો નાજુક નમણો છોડાવી પગ પછાડતી ભાગી..  

ઘોઘો  બૂમ પાડીને બોલ્યો .... 

ઘોઘી... હવે એમાં આટલો ગુસ્સો ના કરવાનો હોય.... 

તારે ન્હાવું જ હતું ને તો હવે ઘેર જઇ નાહી લેજે ને એમાં શું ફરક પડવાનો હતો, 

"આમેય બાથરૂમમાં બારે મહિના ચોમાસુ ને સાવરમાં વરસાદ જ વરસાદ હોય છે ...," 


અગાસી પરના ટાંકાને વાદળ સમજી લેજે ને સાવર નીચે સવાર સુધી ન્હાતી રે'જે...  

એ...ય ને ...  ટાઢા પાણીએ નાહી લેજે જેથી તું અને તારો ગુસ્સો બન્ને ઠંડા પડી જાય..

અને સાંભળ ગુસ્સો ઠંડો પડી જાય પછી મારા માટે તારા જેવીજ ગરમા ગરમ મસાલે દાર ચાઇ લેતી આવજે.....    

પાછું ફરીને જુવે એ બીજા, પાછું ફરીને જોયા વિના ઘોઘી પગ પછાડતી ચાલી ગઈ.  

અને ઘોઘો ઘોઘીને  ઓજલ થતી જોઈ રહ્યો. 

પછી રૂમમાં જઇ સોફા પર બેસી ગયો, માથું ખંજવાળતો ખંજવાળતો વિચારવા લાગ્યો સાલું હવે આ કેસ તો બહુ અઘરો થઈ ગયો આજથી મફતના ચાય પાણી બંધ....

આતો ઘોઘી...  ' રૂઠે પલમે ના મને મહિનો મે....'   ક્રમશ ....:)

No comments:

Post a Comment