કલમનો બંધાણી "અનંત"...
આજે અનંતના ઝર્ઝરિત કાગળ માથી મળેલો એક કાગળ ..
ટાઢ ,તાપ, વરસાદ , મૌસમ ગમે તે હોય ,
તોય, દિવસ ભર સખત મજૂરી કરી થાકીને લોથપોથ થઈ જતો.
મારો ભાઈબંધ અધ રાતે મધ રાતે જો જાગી જાય તો ...
એવે સમયે કલમ નું પડખું સેવે ....
સુખે દૂ:ખે એ કાગળના કાનમાં કલમના મુખે...
આવું આવું કહી/ લખી ને પોઢી જાય ...
"અનંત" નાજ શબ્દોમાં ...
અનંત .......... કથા....
મારો સાચો સહારો...
મારા એકાંતનો સધિયારો...
ઝર્ઝરિત કાગળ મારો દોસ્ત, અને કલમ મારી પ્રેમિકા ....
કાગળ સતત મારી સાથે રહે અને કલમ સાવ પાસે છાતીને ચપોચપ ચોંટીને ...
મારી કલમ એટલે મારે મન સુંદર /નમણી/ રમણી /પ્રેમાળ/હેતાળ નારીનો ખોળો....
હું ગમે ત્યારે,મન પડે ત્યારે, ધોળે દિવસે કે કાળી રાતે .
મારી કલમના ખોળામાં ઢળી શકું છું,
હસી શકું છું .
રડી શકું છું .
એના ખોળામાં હું
ઢળી પડું છું.
હું રડી પડું છું !
મારો દોસ્ત કાગળ અને મારી પ્રેયસી કલમ
મને ક્યારેય નારાજ નથી કરતાં...
સુખે દૂ:ખે મને એની હુંફ મળતી રહે છે ..!
જ્યાંરે સૌ સાથૅ છોડી જાય છે ...
ત્યારે.....
કાગળ અને કલમ મારી વહારે ધાય છે ....
કાગળ ચરણ બને છે હું ને ચાલુ છું....
સાવ પાસે પાસે ચાલતા ચાલતા...
મારી કલમ કહાની કહેતી જાય છે ...
બસ "અનંત" જિંદગી આમજ વહેતી જાય છે...
આમજ વહેતી જાય છે ....
હું "અનંત" કલમનો બંધાણી ...
"અનંત"
બ્લાસ્ટ :-
ખૈર.. હિસાબ કદાચ આટલોજ હશે આપણો, તેથી ...
"અનંત" થોડુંક હળ્યા મળ્યા ત્યાં છૂટા પડ્યા ...
"અનંત" થોડુંક હળ્યા મળ્યા ત્યાં છૂટા પડ્યા ...
"અનંત"


No comments:
Post a Comment