આમ જોકે હું કઈ જ નહીં ! પણ આમ હું એ લોકોનો શેઠ ...
એ મારા વતી કરે વેઠ , યાની મજૂરી ....
એટલે હું એની એઠ પણ ઉપાડવા તત્પર ....
એટલે હું એની એઠ પણ ઉપાડવા તત્પર ....
જ્યારે એ લોકો તો કાગળમાં કૈક અલૌકિક ઢોળતા...
એકદમ સહજ સ્થ્તિર ના ચાલતા ના દોડતા ...
એ રીતે જોકે હું એનો નોકર પણ એની ચાકરી મને ગમતી ...
કારણ આગળ જતાં જાણી માણી શકાશે ...
અમારો રોજનો નો નિયમ આખો દિવસ એ લોકો કાળી મજૂરી કરે...
પછી મોડી રાત્રે જ્યારે જગત ગાઢ નિંદરામાં ગોદળા ઓઢીને પોઢી જાય ...
ત્યારે અમે લોકો કાળા ધાબળા ઓઢી ચાયની ચૂસ્કિની મસ્તીમાં-
હાં અલૌકિક મસ્તીમાં મસ્તીની વાતો કરતાં કરતાં રાત ગુજારીએ ...
ધીરે ધીરે ગાઢ થઈ રહી છે !રાત અંધારી ...
થાકેલું બદન આંખો મારી ભારી ...
છતાં આ કેવી મજબૂરી કેવી લાચારી ....
મે નક્કી કર્યું હતું કે ,ના ! આજે નથી જવું મારે એ મહોલ્લામાં ...
નથી મળવું આજે મારે ઈવડા ઇ અજ્ઞાનીને કે અનંતને...
હું જો ,કામ વગર આટલો થાક્યો છું તો એ કેટલા થાક્યા હશે !
આખો દિવસ મજૂરી તો એ લોકો કરતાં હોય છે !
જ્યારે હું તો કશુજ કરતો નહીં !
જોકે મે ત્યાં જવાનું સાવ માંડી વાળેલું પણ !
પછી મને વિચાર આવ્યો ..! કે,
એ લોકો થાક્યા હોવા છતાં મારી રાહ જોતાં હશે !
કેમકે એ લોકો માટે રાત દિવસ થઈ ને ઊગતી હોય છે !
રાત્રે જ એ લોકોને અલૌકિક મસ્તી ચડતી હોય છે !
એ નિજ મસ્તીમાં કઈ કેટલુય બોલે છે ,લખે છે, લખાવે છે !
ખબર નથી હોતી પછી, એ શું બોલે છે , શું લખે છે, શું લખાવે છે !
ખબર નથી હોતી પછી, એ શું બોલે છે , શું લખે છે, શું લખાવે છે !
કદાચ રાતની અલૌકિક સફર ખેડયા પછી જ !
આવા કલાકારોનો દિવસ દરમ્યાનનો થાક ઉતરતો હશે !
રાત એ લોકો મસ્તીમાં ગુજારે છે ..!
દિવસ આખાનો એ થાક ઉતારે છે ...!
"અનંત" જે મસ્ત ફકીર છે "અજ્ઞાની" છે !
એ રાત ભર જાગી શબ્દો થી સૂતા ને જગાડે છે !
આમ મસ્તરામ તનથી થાકેલા
પણ મનથી જાગેલા લોકો .!
પોતાના સર્જન દ્વારા મનથી થાકેલા હારેલા ...
દુનિયાના આમ લોકોને જગાડે છે એનો થાક ઉતારે છે ..!
આ વિચારે વિચારે ,મારી ભારે આંખે મને સુવા ના દીધો ...
હું સફાળો પથારીમાથી બેઠો થયો ...
આજુ બાજુ નજર ફેરવી બધા ભર ઊંઘમાં છે !
મે જાગી ઊઠીને ચાય બનાવી એ લોકો માટે ...
ચાય બનાવી કિટલીમાં ભરી શિયાળની રાત હતી ,ટાઢ ફાટ ફાટ હતી .
માટે માથે થી લઈ કમર સુધીનો કાળો કામળો ઓઢી-
ધીમા પગલે હું ઘરમાથી કોઈને ખબર ના પડે એમ સરકી ગયો ...
મધ રાતે દૂર દૂર સંભળાતો ભાઉ ભાઉ ભાઉ કુતરાનો અવાજ ...
રાતને જાણે જીવંત બનાવી રહ્યો હતો .
આદત વસ મારા પગલાં મહોલ્લાની એ અંધારી ગલી તરફ આપો આપ વળી ગયા ...
મહોલ્લો સૂમસામ છે ! તમરાના અવાજ સિવાય ઘોર શાંતિ છે !
મહોલ્લામ પ્રવેશતા છેક ખૂણે આવેલા એ ખંડેર જેવા ઘરનો દરવાજો અધ ખૂલો ખુલ્લો છે ...
બહાર બિલકુલ અંધકાર દેખાય પણ ભીતર દીવાનો જે પ્રકાશ છે ...
તેનો તેજ લિસોટો અધખુલા દરવાજાની બહાર પથરાઈ રહ્યો છે
દૂરથી જોઇયે તો એવું લાગે જાણે
કોઈ મહેલમાં રાજા ને ચાલવા માટે જાજમ પાથરેલી હોય ...
હું દરવાજા પાસે પહોંચ્યો ...
અંદર એ બેઉ નો ધીમો ધીમો ગણગણાટ સંભળાયો ...
દરવાજાને ખોલ્યા વિનાજ હું શરીર સંકોરી અધખુલા દરવાજમાં પ્રવેશી ગયો....
ભીતર પ્રવેશતાજ તનમન સુગંધમય થઇ ગયું ...
સાઈ ફ્લોરા ધૂપસળીની સુગંધ નાકમાં પ્રવેશી આખાયે શરીરમાં ફેલાઈ ગઈ ..
મારુ મન પ્રફુલ્લિત થઈ ગયું .
મારુ મન પ્રફુલ્લિત થઈ ગયું .
દિવાના આછા પ્રકાશમાં એ લોકોના ચહેરા ચમકી રહ્યા હતા ...
જે મને આવેલો ,ચાય સાથે લાવેલો જોઈ વધુ ચમકી ઉઠ્યા ...
એ લોકોના ચહેરા ચાય ને જોઈને કે ચમક્યા કે મને જોઈને , એ મને ખબર નથી !
"ઓહો ! પરિયા મોડો મોડો પણ તું આવ્યો ખરો..."
દાઢી પર હાથ પસરાવતા મારો યાર અજ્ઞાની બોલ્યો .
કબાડ બોલીનો લબાડ મારો યાર અનંત બોલ્યો .
"આવ આવ કમીના તારી જ કમી હતી "
આજુ બાજુમાં જર્ઝરિત ત્રણ ખુરશી , વચ્ચે તૂટેલ ટીપોય પડી છે ...
એક ખુરશી પર અજ્ઞાની બીજી પર અનંત બિરાજમાન છે ...
ચાયની કીટલી ટીપોય પર મૂકી, હું બે હાથે મારી ભારી આંખો ચોળવા લાગ્યો ...
"બેસ યાર બેસ, ક્યારની તારી વાટ જોતી આ તારી ખુરશી રડી રહી છે !
આવ તું બેસ એના પર અને એને છાની રાખ... બાપ ! "
અનંત ભેળ સેળિયું બોલ્યો .
હું આંખો ચોળતા ચોળતા જ ખુરશી પર બેસી ગયો ...
"કદાચ ખુરશી છાની રૈ ગઈ અને મારી આંખ ભીની થઈ ગઈ "
"અનંત જલ્દી ચાય ભર યાર બૌ તલપ લાગી છે "
અજ્ઞાનીના આદેશનું પાલન કરતાં ટીપોય પર ઊંધી પડેલી-
ત્રણ પિયાલી વારા ફરતી સીધી કરી એમાં ચાય રેડતા રેડતા....
મને આખો ચોળતો જોઈ અનંતે કહ્યું
કેમ લ્યા પરિયા તું રડે છે ?
મે કહ્યું . અરે યાર રડે કોણ છે !
અનંત કહે . 'તું !'
મે કહ્યું. અરે યાર એતો તને ભ્રમ થયો, હું તો , ખાલી આંખો ચોળું છું !
અજ્ઞાની એ અચાનક આંચકો આપ્યો ...
ખાલી ! કે ભરેલી ?
મે કહ્યું. ભરેલી ....
અજ્ઞાની કહે . એજ તો ..!
મે કહ્યું, શું એજ તો !
અનંત કહે. એજ કે તારી આંખો ભરેલી છે !
મે પૂછ્યું . મતલબ ?
અજ્ઞાની કહે .
મતલબ એજ કે તું રડે છે !
મને એ બંને પર ગુસ્સો આવી ગયો , મે કહયું .
શું યાર... તમે પણ , કૌ છું મારી આંખો ઊંઘથી ભરેલી છે !
તમે બેઉ ભેગા મળીને શું એક હસતાં માણસ ને પરાણે રડાવશો ...
એના કરતાં મુંગે મોએ ચાય પીવો ને પીવડાવો ...
ભીતરનો ભેદ પામી ગયેલા અનંત અને અજ્ઞાની ...
મારી સામે જોઈ મૂછમાં મલકાયાં ...
સૌએ પોત પોતાની પિયાલી ઉઠાવી ચીયર્સ કર્યું ...
અને પછી ચાય ની ચુસ્કી ભરતા ભરતા વાતોએ વળગ્યાં....
ચાયનો ઊંડો કસ ખેંચી મે અજ્ઞાની ને પૂછ્યું .
લ્યા અજ્ઞાની મને એક વાતનો જવાબ આપ !
બોલ ! ચાયની ચુસ્કી ભરતા અજ્ઞાની બોલ્યો .
મે પૂછ્યું "અજ્ઞાની એક કલાકાર માટે સૌથી મહત્વનુ , સૌથી જરૂરી શું ? "
અજ્ઞાનીએ કહ્યું "એક નિજ આનંદ અને બીજું આપણી કલા જે પણ હોય
એનો ખરો પરખદાર અને સમજદાર ચાહક !"
"એ સિવાય ? "મે પૂછ્યું .
"એ સિવાય નું તું અનંત ને પૂછ , મને નથી ખબર "અજ્ઞાનીએ ચાયનો ઘૂંટ ભરતા કહ્યું.
મે અનંત સામે જોયું .
અનંત કહે જો પરિયા આમ તો અજ્ઞાની એ કહ્યું એ પૂરતું જ છે ...
પણ એ સિવાય જો કલા કે પછી કોઈ પણ શોખ હોય ...
એ જો વ્યવસાય થઈ જાય ,તો , માણસ પોતાની કલા સાથે બે પૈસા પણ કમાય...
એવું જો થાય તો ,કલા સાથે જીવન આનંદથી પસાર થઈ જાય ...
અન્યથા અજ્ઞાની એ કહ્યું એમ નિજ આનંદમાં રહી નિજ માટે સર્જન કરીયે તો પણ !
જીવન આનંદ થી પસાર થયજ જાય !
અજ્ઞાની એ મારી અને અનંત ની સાએ જોતાં કહ્યું .
બસ માત્ર પૈસા ના મળે એટલું જ !
એ સિવાય ગુમાવવાનું કશુજ નથી ...
ભીતરનો આનંદ જે ક્યારેક કરોડો ખર્ચતા પણ લોકોને નથી મળતો ,
તે આપણને આપણાં સર્જન દ્વારા મળી રહે છે !
આપણાં પર થતી ઈશ્વરની આટલી કૃપા ઓછી ના ગણાય .
મે અનંત અને અજ્ઞાની સામે જોઈ બંને ને પૂછ્યું ...
શું ક્યારેય તમને ક્યારેય એવું મન થાય કે દુનિયા તમને ઓળખે -
અને તમારા સર્જન ના વખાણ થાય , વાહ વાહ થાય, એવું તમને મન થાય ખરું ?
કે તમને પ્રસિધ્ધી મળે એવી ઝંખના થાય ?
મારી સામે જોઈ અનંત અને અજ્ઞાની બંને હસવા લાગ્યા ...
બાદમાં થોડીવાર સાવ શાંત થઈ ગયા ...
વાતાવરણ માં ખામોસી પથરાઈ ગઈ ...
અને પછી અનંત બોલ્યો . પરિયા ..!
એક કલાકાર માટે થોડા બહોત ચાહક જરૂરી હોય છે .
ભીતરનો ભેદ પામી ગયેલા અનંત અને અજ્ઞાની ...
મારી સામે જોઈ મૂછમાં મલકાયાં ...
સૌએ પોત પોતાની પિયાલી ઉઠાવી ચીયર્સ કર્યું ...
અને પછી ચાય ની ચુસ્કી ભરતા ભરતા વાતોએ વળગ્યાં....
ચાયનો ઊંડો કસ ખેંચી મે અજ્ઞાની ને પૂછ્યું .
લ્યા અજ્ઞાની મને એક વાતનો જવાબ આપ !
બોલ ! ચાયની ચુસ્કી ભરતા અજ્ઞાની બોલ્યો .
મે પૂછ્યું "અજ્ઞાની એક કલાકાર માટે સૌથી મહત્વનુ , સૌથી જરૂરી શું ? "
અજ્ઞાનીએ કહ્યું "એક નિજ આનંદ અને બીજું આપણી કલા જે પણ હોય
એનો ખરો પરખદાર અને સમજદાર ચાહક !"
"એ સિવાય ? "મે પૂછ્યું .
"એ સિવાય નું તું અનંત ને પૂછ , મને નથી ખબર "અજ્ઞાનીએ ચાયનો ઘૂંટ ભરતા કહ્યું.
મે અનંત સામે જોયું .
અનંત કહે જો પરિયા આમ તો અજ્ઞાની એ કહ્યું એ પૂરતું જ છે ...
પણ એ સિવાય જો કલા કે પછી કોઈ પણ શોખ હોય ...
એ જો વ્યવસાય થઈ જાય ,તો , માણસ પોતાની કલા સાથે બે પૈસા પણ કમાય...
એવું જો થાય તો ,કલા સાથે જીવન આનંદથી પસાર થઈ જાય ...
અન્યથા અજ્ઞાની એ કહ્યું એમ નિજ આનંદમાં રહી નિજ માટે સર્જન કરીયે તો પણ !
જીવન આનંદ થી પસાર થયજ જાય !
અજ્ઞાની એ મારી અને અનંત ની સાએ જોતાં કહ્યું .
બસ માત્ર પૈસા ના મળે એટલું જ !
એ સિવાય ગુમાવવાનું કશુજ નથી ...
ભીતરનો આનંદ જે ક્યારેક કરોડો ખર્ચતા પણ લોકોને નથી મળતો ,
તે આપણને આપણાં સર્જન દ્વારા મળી રહે છે !
આપણાં પર થતી ઈશ્વરની આટલી કૃપા ઓછી ના ગણાય .
મે અનંત અને અજ્ઞાની સામે જોઈ બંને ને પૂછ્યું ...
શું ક્યારેય તમને ક્યારેય એવું મન થાય કે દુનિયા તમને ઓળખે -
અને તમારા સર્જન ના વખાણ થાય , વાહ વાહ થાય, એવું તમને મન થાય ખરું ?
કે તમને પ્રસિધ્ધી મળે એવી ઝંખના થાય ?
મારી સામે જોઈ અનંત અને અજ્ઞાની બંને હસવા લાગ્યા ...
બાદમાં થોડીવાર સાવ શાંત થઈ ગયા ...
વાતાવરણ માં ખામોસી પથરાઈ ગઈ ...
અને પછી અનંત બોલ્યો . પરિયા ..!
એક કલાકાર માટે થોડા બહોત ચાહક જરૂરી હોય છે .
ચાહક ના સાથ વિના કલાકારોની યાત્રા અધૂરી હોય છે .
આખરે ચાહક જ વિચારોના વાહક હોય છે !
કોઈ માને ના માને પણ આ હકીકત છે !
અને શરૂ શરૂમાં મને એવી ઈચ્છા થતી કે લોકો મને ઓળખે .! અને અમને -
ઈશ્વર કૃપા થી મળેલા શબ્દો નો સદુપિયોગ કરી અમે લખેલી રચનાઑ લોકો વાંચે !
પણ ક્યારેય લોકો સુધી પહોંચવાનો અવકાશ ના મળ્યો ...
અને પછી અનંતે આ કડવું સત્ય ઉચ્ચાર્યું
આ દુનિયાની રીત પણ અજીબ છે પરિયા
જીવતા કલાકારની જીવતે જીવ કોઈ કદર ના કરે..
એજ કલાકારની કલાકારના મર્યા બાદ સૌ ખબર કરે .
"અનંત" જીવતાને જેને ઝૂપડામાં પણ જગા ના આપે -
આ દુનિયા, મર્યા બાદ એ કલાકારની મહેલોમાં કબર કરે .
"અનંત"
અનંત આટલું બોલી ચૂપ થઈ ગયો ત્યારે અજ્ઞાની એ કહ્યું ...
આ સિધ્ધી !પણ ! કાઇ ઓછી ના કહેવાય.
"અજ્ઞાની" કે કોઈ પ્રસિધ્ધિની ઝંખના જ ના રહે .
"અજ્ઞાની"
આટલું કહી અજ્ઞાની મૌન થઈ ગયો .
એ બંનેની આંખોમાં આંખો પરોવી મે એક વધુ સવાલ કર્યો .
મે કહ્યું કે કલાકારો તરફ વિજાતીય પાત્રો વધુ આકર્ષાય છે એ ખરું છે ?
ત્યારે અનંત બોલ્યો. પરિયા ....
કલાકાર હોય કે ના હોય સૌ કોય વિજાતીય પાત્ર તરફ આકર્ષાય છે !
અને આ પ્રકૃતિ ગત પ્રક્રિયા છે ..
કહો ભલા એને નજર અંદાજ કેમ કરાય ...
કોઈ દંભી આ વાત ના સ્વીકારે કે પછી વાહિયાત દલીલો કરે -
એ વાત નોખી છે !
પણ જોકે આ સનાતન અનંત સત્ય છે...
કીડી હોય કે પછી મસ મોટા હાથી....
હર એક પ્રાણી આજ સુધી વિજાતીય આકર્ષણથી બાકાત નથી .....
આકર્ષણ નો સિધ્ધાંત બધે એક સરખુ જ કાર્ય કરે છે !
જોકે ક્યારેક ગલત ફેમી સર્જાય છે !
એ પણ આમ તો પ્રકૃતિગત જ હોય્ય છે જોકે !
એક સ્ત્રી કલાકાર એવું ઈચ્છે જ ! કે એનો ચાહક વર્ગ પુરુષ હોય .
એજ રીતે પુરુષ પણ ચાહતો હોય છે ! કે એના શબ્દો સાહિત્યો ને સુંદર સ્ત્રીઓ ચાહે ...
અને જ્યારે શબ્દો ની સાથે સાથે કોઈ શબ્દોના સાહિત્યના સર્જકને પણ !
મનો મન ચાહવા લાગે ત્યારે શબ્દ સાધકને -
ફેરો સફળ થયાનો એક અલૌકિક અહેસાસ થતો હોય છે .
જોકે આમાં ઘણી વાર ગલત ફેમીઓ પણ થઈ જતી હોય છે !
કે કોઈ સર્જકના શબ્દોને ચાહનાર સ્ત્રી માત્ર ને માત્ર શબ્દોને જ ચાહતી હોય ,
અને સાધક સમજી બેસે છે , એવો ભ્રમ સેવે છે કે,
શબ્દ ચાહક સ્ત્રી તેના શબ્દો સાથે ખુદને પણ ચાહે છે !
જોકે આ ભ્રમમાં ને ભ્રમમાં સાધક કઈ કેટલુય સર્જન કરી બેસે છે !
અને પછી ક્યારેક એને સમજાય છે કે પોતે જે માન્યું હતું એ નર્યું જુઠ હતું !
પોતાની નિજી માન્યતા હતી , એ સિવાય ,
બીજી કોઈજ શક્યતા ના હતી એ ચાહક તરફ જવાની .
પોતાની નિજી માન્યતા હતી , એ સિવાય ,
બીજી કોઈજ શક્યતા ના હતી એ ચાહક તરફ જવાની .
અને એ એક તરફી માન્યતા , પોતાનું માત્ર પોતાનુજ ગાંડપણ હતું !
એક ભ્રમ માત્ર થયો હતો કે, કોઈ એના શબ્દોની સાથે સાથે એને પણ ચાહે પણ છે !
સતત એવા ભ્રમમાં રાચતો સર્જક , કે પોતાના શબ્દો સર્જનને ચાહતી, વાંચતી સ્ત્રી
તેના પ્રેમમાં પણ છે !
આ અલૌકિક ભ્રમ એક ના એક દિવસ તો ભાંગીને ભુક્કો થઇ જ જતો હીય છે !
પછી સમય જતાં સર્જકને ખબર પડે કે, હકીકત એ છેજ નહીં જે તે ખુદ માનતો હતો .
ક્યારેક જ્યારે સર્જક આ સત્ય જાણે છે ત્યારે ....
ભ્રમ સાથે એ ખુદ ભાંગીને ભુક્કો થઈ જાય છે ..!
પણ એ પ્રેમના અલૌકિક ભ્રમમાં સર્જકે કરેલું સર્જન અખંડ રહે છે !
જીહાં ! અલૌકિક ભ્રમમાં થયેલું અલૌકિક સર્જન , સરજકના ભ્રમ ભાંગ્યા પછી પણ !
અખંડ અને અમર રહે છે !
જે ક્યારેક એણે પ્રેમના ભ્રમમાં સર્જયું હોય છે !
જોકે આ ઘટના પણ એક અલૌકિક ઘટના થી કમ નથી..!
આમ તો જોકે અંતર પૂર્વક એ ચાહકનો આભાર માનવો પડે !
કેમકે એના ભ્રમે જ તો સર્જક પાસે ઉતમ સર્જન કરાવ્યુ હોય છે !
ક્યારેક એવું પણ મહેસુસ થાય કે આ બ્રહ્માંડના સૌથી મોટા એવા સર્જક-
જે સર્જન હાર ઈશ્વર જે ખુદ મોટો કલાકાર છે !
તે ખુદ આવી ઘટનાનું સર્જન કરે, કરાવે છે !
કોઈને મેળવી ને પછી છૂટા પડાવે છે !
અને એ રીતે એ શબ્દકાર પાસે કઈ કેટલુય અલૌકિક લખાવે છે !
જે સર્જન સર્જક્ન મૃત્યુ બાદ પણ વિસર્જન નથી થતું !
બલ્કે સર્જક્ના મૃત્યુ બાદ પણ જીવતું જ રહે છે !
આટલું કહી અનંત ફરી ચૂપ થઈ ગયો ત્યારે, અજ્ઞાની બોલ્યો ,
બલ્કે સર્જક્ના મૃત્યુ બાદ પણ જીવતું જ રહે છે !
આટલું કહી અનંત ફરી ચૂપ થઈ ગયો ત્યારે, અજ્ઞાની બોલ્યો ,
પરિયા આજ તો બૌ બધી આડી વાતો થઈ ગૈ નૈ !
મમે કહ્યું સાચું છે એએમ તો જોકે વાતો તો આજે સાવ અર્થ વગરની જ થૈ છે !
પણ તો પણ આજ નહીં તો કાલ એમાથી કોઈ અર્થ છૂટો પડશે જ !
હવે મે અંતિમ વાત કરી . મે કહ્યું હે મારા આત્મસખાઓ મને એ કહો કે ...
દુનિયામાં અઢળક કલાકરો છે , અને એમાના ઘણા કલાકરો ના હજારો ચાહક છે ,
કહો મને તમને કે તમારા શબ્દોને ચાહનાર કેટલા/કેટલી ?
એટલે એ બંને એક સાથે બોલી ઉઠ્યા અમને એવી કઈ ખબર જ નથી !
અજ્ઞાની એ કહ્યું પરિયા ..
જ્યારથી સીધી પ્રસિધ્ધી ની ઝંખના છૂટી ગઈ છે ત્યારથી ....
અમે એવું કશું વિચારતા જ નથી કે અમને કોણ વાંચે છે , અમને કોણ ચાહે છે !
બસ અમે આખો દિવસ મજૂરી કરી થાકીએ ત્યારે અમને અમારું સર્જન આરામ આપે છે
અમારો આખા દિવસનો થાક ઉતારે છે !
અમારા માટે આટલું બૌ છે !
ત્યારે અનંત બોલ્યો ચાહક ! હશે બે ચાર કદાચ ..!
એ પણ સમજદાર કદાચ ...!
મમે કહ્યું સાચું છે એએમ તો જોકે વાતો તો આજે સાવ અર્થ વગરની જ થૈ છે !
પણ તો પણ આજ નહીં તો કાલ એમાથી કોઈ અર્થ છૂટો પડશે જ !
હવે મે અંતિમ વાત કરી . મે કહ્યું હે મારા આત્મસખાઓ મને એ કહો કે ...
દુનિયામાં અઢળક કલાકરો છે , અને એમાના ઘણા કલાકરો ના હજારો ચાહક છે ,
કહો મને તમને કે તમારા શબ્દોને ચાહનાર કેટલા/કેટલી ?
એટલે એ બંને એક સાથે બોલી ઉઠ્યા અમને એવી કઈ ખબર જ નથી !
અજ્ઞાની એ કહ્યું પરિયા ..
જ્યારથી સીધી પ્રસિધ્ધી ની ઝંખના છૂટી ગઈ છે ત્યારથી ....
અમે એવું કશું વિચારતા જ નથી કે અમને કોણ વાંચે છે , અમને કોણ ચાહે છે !
બસ અમે આખો દિવસ મજૂરી કરી થાકીએ ત્યારે અમને અમારું સર્જન આરામ આપે છે
અમારો આખા દિવસનો થાક ઉતારે છે !
અમારા માટે આટલું બૌ છે !
ત્યારે અનંત બોલ્યો ચાહક ! હશે બે ચાર કદાચ ..!
એ પણ સમજદાર કદાચ ...!
કોઈને હજાર ગણા તો કોઈને એનાથીય ચાર ગણા ....
અમારે તો ભઈ ચાર ઘણા
જે અમારી વાતોને ભીતરના ઊંડાણથી સમજી શકે !
ચાહી શકે એવા ચાહક અમારે ચાર ઘણા .
એ લોકો આવા મોજીલા અને બે ફિકરા જરૂર હતા.
પણ અભીમાની બિલકુલ ના હતા જે હોય તે સત્ય સ્વીકારી લેતા ....
હું પણ એની પાસે થી એજ શીખ્યો છું કે મારે સતત શીખવાનું છે !
ચાહી શકે એવા ચાહક અમારે ચાર ઘણા .
એ લોકો આવા મોજીલા અને બે ફિકરા જરૂર હતા.
પણ અભીમાની બિલકુલ ના હતા જે હોય તે સત્ય સ્વીકારી લેતા ....
હું પણ એની પાસે થી એજ શીખ્યો છું કે મારે સતત શીખવાનું છે !
હું પણ એવો આડંબર કે દંભ હરગિઝ ના કરી શકું ,
હું એમ ના કહી શકું કે મારે કોઈ ચાહકની લગીરે જરૂર નથી ...
કેમકે હું જાણું છું કે !
એ વાત નોખી
કે હોય અલગ અલૌકિક મસ્તી .
પણ તોયે .
કેમકે હું જાણું છું કે !
એ વાત નોખી
કે હોય અલગ અલૌકિક મસ્તી .
પણ તોયે .
એ નથી તો હું નથી !
હું નથી તો તું નથી !
આ અદ્રશ્ય ઈશ્વર જેવુ સરળ સહજ સત્ય છે !
પણ માંગી માંગીને ભીખમાં કે શીખ માં મળેલા ચાહકો તો નહીં જ નહીં ...
હું નથી ઇચ્છ તો કે સવાર્થ ખાતર કે સબંધ ખાતર વાહ વાહ
કરનાર ચાહક હજાર હોય...
બલ્કે હું ચાહું ચાહત થી ભરપૂર મારા યાર ના ચાહક માત્ર ચાર હોય...
કેમકે એજ એની ઈચ્છા હતી ! એજ ઈચ્છા મારી છે !
કેમકે અનંત કહેતો હતો એમ,
ચાહક જ વિચારો ના વાહક હોય છે !
ચાહક વગર શું ખાક સર્જન થાય !
આ બધી વાતો ઈચ્છા હોવી ના હોવી એ તો વર્ષો જૂની છે .
પણ આજની મારી મન , સ્થિતી સાવ કરતાં સાવ જ જુદી છે .!
પણ તોય જૂની વાતોમાં વાતોના અંતે
જોકે મને તો અજ્ઞાની ની વાત જ વધુ પસંદ આવવા લાગી છે .
ક્યાય બહાર જવાની ઈચ્છા જ નથી રહી , કે ના રહી છે ઝંખના પ્રસિધ્ધીની .
અંતમાં અજ્ઞાની ની વાત દોહરાવવાનું કારણ એજ કે હું મારામાં મસ્ત છું વ્યસ્ત છું !
આનંદમાં છું ! ખુશ છું ! દુનિયા માને ના માને દુનિયા ચાહે ના ચાહે બૌ ફેર નથી પડતો .
"અજ્ઞાની" કે કોઈ પ્રસિધ્ધીની ઝંખના જ ના રહે.
બ્લાસ્ટ:-
જે સંબધ ને નામ મળે એ કદિ'નામ સમેત ડૂબે છે ...
નામ વિનાના સંબંધ "અનંત" આકાશે ઊડે છે ..!
એને ના કોઈ નામનો ભાર ...
ના કરે એના પર કોઈ અત્યાચાર ...
નામ વગરનો સંબંધ એટલે ...
અનંત પ્યાર...પ્યાર...પ્યાર... યાર....!
"અનંત"

No comments:
Post a Comment