Tuesday, 5 April 2016

अनंत एक अधूरी कहानी ...

                                 
अनंत एक अधूरी कहानी 
अनंत एक रूहानी जवानी 
&&&& 
ફૂલ પર હક્ક કોઈ એકનો હોય શકે !
સુગંધ પર કોઈ એક્જ નો હક્ક હોય ના !
&&&
“અનંત” અગરબતી કોઈ એક ઘરમાં સળગતી હોય છે 
સુગંધ એનીય  કોઈ બીજા ઘરમાં પણ પ્રસરતી હોય છે.
એવું નથી કે, આ હકીકતથી તું ! વાકેફ નથી ! જાણે છે- 
તું પણ આ બધુ. તો, પછી શાને નાક બંધ કરતી હોય છે.?
&&&
ना मेरे मनमे कुछ हो.

ना तेरे मनमे कुछ हो.

फिर क्यों तडपे हम ?
 फिर
क्यों जीवनमे कुछ हो.

ना कुछ हो इरादा तेरा.

ना इरादा कुछ मेरा हो .

फिरभी हम तरसे एक दूजे को.

और कुछ नहीं बताये जब पूछे तो

ऐसा गर चला चले तो.

क्या होगा जब कबी मिले तो.   

सोचो कभी तो फिर क्या हो.

   बहेतर ये होगा हम दोनों के लिए.    

“अनंत” एक बार सच सच बतादो

गर तेरी रूह को किसीने छुवा हो ..


&&&&&&&&&&

હાં હાં તું ઘમંડી છે કદાચ હશે જ
પણ એમાં કઈ નવી નવાઈ તો નથી..
મજા તો છે જો તું સૌથી કઈ અલગ હો .
આ જીવન એક સફર છેને આપણે સૌ મુસાફર...
ના સ્કૂટર  ના ગાડી ના ઘોડો ના હાથી હોય તો ચાલે પણ ચલાય ના એક સાથી વિના ...

સફરમાં સાથે જો કોઈ સાથી હોય તો સફરની મજા છે .
“અનંત” નહીં તો એકલા એકલા સફર પણ એક સજા છે.
સમજાયું છે જ્યારથી
મને એવું લાગે છે ત્યારથી. 
“અનંત”
સાથી એજ સારથી ,,,
અને એ સફર પછી અલૌકિક સફર થઈ જાય
 સફર અલૌકિક છે એવો અહેસાસ થઈ જાય.
જ્યારે સફરમાં સાથી સુંદર નારી હોય ..
હાં ,હા,  બિલકુલ હું એમ નૈ કૌ કે કોઈ પુરુષ સાથી હોય તો સફરમાં મજા ના આવે ...
પણ સ્ત્રી જો સાથે હોય તો વાત કઈ ઔર છે ...
દુનિયાની હર એક સારી ખરાબ ઘટના વાર્તા જોઈ વાંચી લેજો ...
બધી કહાની કે ઘટના ની ભીતર મૂળમાં એક સ્ત્રી અને એક પુરુષ જ હશે
એટલે જ તો જીવનની સૌથી ટૂંકી વાર્તા જેમાં સૌથી મોટી વાર્તા અનંત વાર્તા ...
જે યુગો સુધી લખાય છે ગવાય છે એવડી બધી મોટી વાર્તા લખાઈ હતી
જેનું જે શીર્ષક હતું એજ હતી આખીય વાર્તા
એક હતો છોકરો અને એક હતી છોકરી...
પુરુષ પુરુષ વચ્ચે દોસ્તી અને પ્રેમની વાર્તાઓ પણ બનતી જ હોય છે
પણ મોઢે યાદ રહે એવિ વાર્તાઓ તો માત્ર સ્ત્રી પુરુષ વચ્ચે ના પ્રેમ થકી જ સર્જાતી હોય છે
અને લોકોના હૈયે અને હોઠે પણ એજ વાર્તા અમર અટલ અચલ સ્થાન પામે છે
એજ વાર્તા લોકોને યાદ રહે છે અને યુગો સુધી યાદ કરે છે
જે વાર્તાના કેન્દ્રમાં એક સ્ત્રી અને એક પુરુષ હોય છે ...
શું હજુ પણ એ વાર્તા યાદ કરાવવી જરૂર ખરી કે જેમાં લેલા મજનૂ શિરી ફરહાદ જેવા પાત્રો હોય .
પ્રેમ એક જડી બુટ્ટી થી પણ વિશેષ છે અલૌકિક અઔષધિ છે !
પ્રેમ સૌ કોઈ કરે જ છે  બસ કહેતા સ્વીકારતા ડરે છે.
કોઈ સ્થૂળ રૂપે તો કોઈ શૂક્ષ્મ રૂપે
કોઈ સ્થૂળ અવસ્થામાં તો કો શૂક્ષ્મ સ્વ્સ્થામાં ...
સૌ કોઈ રચ્યા પચ્યા રહે છે એજ વ્યવસ્થામાં ...
કે કોઈ ચાહનાર હુંફ આપનાર મળે જીવનમાં
જીવન માં પ્રેમ છે હતો અને રહેશે કાયમ
પ્રેમ માત્ર પ્રેમ જ કેમ ?
એ સિવાય પણ , જેના વિના ના જીવાય કે ના તો જીવન ઉત્પન થાય... 

એ અલૌકિક ઘટનાને કેમ ભૂલાય  

આપણે માત્ર આ દુનિયામાં પ્રેમ થકીજ છઇએ 
એમ કેવાથી આખું ગણિત ઊંધું પડી જશે ...

હજુ સુધી બૌ ઓછા ને આ સમાજયું છે 
અથવા કોઈને સમજાયું જ નથી કે... 

ક્રમશ... 


No comments:

Post a Comment