Tuesday, 5 April 2016

એક હતો ઘોઘો

 પીડા દાયક સ્વપ્ન જોયા પછી ઘોઘાની આખ ખૂલે છે .
ફરી મીંચાય જાય છે .
સવાર સવારમાં ઘોઘી ઘોઘા માટે ચાય લઈને ઘોઘાના ઘેર જાય છે .
ઘોઘો સોફા પરજ હજુ સૂતો છે .
કાયમ ઠાલો વાસેલો અથવા અધખુલ્લો રહેતો દરવાજો પણ સાવ ખુલ્લો છે.
ઘોઘી મનોમન ગુસ્સે ભારાઈ પગ પછાડતી ઘોઘાના ઘરમાં પ્રવેશે છે !
ચાયનો કપ ટીપોય પર મૂકી ,ઘોઘી ઘોઘાને બાવડે થી હલબલાવી નાખે છે.
ઉઠ ! ઘોઘા ...ઉઠ હજુ સૂતો પડ્યો છે શરમ નથી આવતી ...
ઘોઘો સફાળો બેઠો થઈ જાય છે.
 ઘોઘાની આંખ રાતી ચોર થઈ ગયેલી છે.
આળસ મરડતા ઘોઘો ઘોઘીને કહે છે શું યાર તું પણ આમ હોય ...
&&&&&&&&&&&
થોડી વાર માટે ખુલેલી ઘોઘાની આંખ ફરી મીંચાય જાય છે .
અને ઘોઘી આવે છે ...
એકદમ ટટ્ટાર ચાલ ચાલતી પગ જાણે લાકડાના હોય એમ,
 જમણો ડાબો ડાબો જમણો એમ ટટ્ટાર પગલે
ઘોઘી ઘોઘાની સામે ઉપસ્થિત થાય છે અને શરૂ થાય છે જગડા જગડી ...
કેમ છે કાંચીડા ..
ઘોઘીએ કાંચીડો કહ્યું એ ઘોઘાએ બૌ ધ્યાનમાં ના લીધું .  
આંખ ચોરતા ચોરતા ઘોઘો ઘોઘીને કહે છે .
 કેમ એમ પૂછે છે ! તું કે કેમ છે ..!
કેમ ઘોઘા મારે એમ ના પૂછવું જોઇયે...
ઘોઘો કહે , પૂછાય ...પૂછ્યા,.. હુ પૂછવાની ક્યાં ના કહું છું પ,,પણ પણ ,,,
પણ પણ શું ભણસ કયાર નો આગળ બોલને ...
હા, પણ હું એમ કૌ છું કેમ છો એમ જરૂર પૂછે પણ જો-
 આપણે અઠવાડિયે, મહિને કે ,વર્ષો બાદ મળતા હોય તો જરૂર આમ પૂછાય ....
પણ આપણે તો રોજે રોજ અસંખ્યવાર મળીએ છીયે ...
તો મને જરા તારા પર શંકા જાય  છે ...    
ઓય કાંચિડા તું તારા મનમાં સમજે છે શું હે !
ઘોઘીનું આમ અચાનક આગમન  પછીનું વિચિત્ર રીતે કેમ છે એમ પૂછવું
અને ઉપરથી હવે આ ગુસ્સાદાર ત્રાડ  સાંભળી ઘોઘો રીતસરનો હેબતાય જાય છે .
ક્ષણ ભાર તો ઘોઘાની બોલતી બંધ થઈ જાય છે .
પણ ક્ષણમાંજ સ્વ્સ્થતા ધારણ કરી ઘોઘો પણ સામો ગાજે છે શું ઓયે કાકડી ....
શું સવાર સવાર માં ચીલાય છે ...
ઘોઘી એજ ટટ્ટાર મુદ્રામાં ઊભી છે ઘોઘા સામે અને ,
ઘોઘાને કહે છે તે મને કાકડી કેમ કહી  ?
ઘોઘો ભોળા ભાવે કહે. એતો તારી ચાલ ફાંકડી છે અને,
 તું પાતળી છે એટલે કૌ છું ઘોઘી બીજું કાય નૈ...
ઘોઘાએ ઘોઘીને ચાલ ફાંકડી પોતાને પાતળી કાકડી જેવી કહ્યું એ ગમ્યું ...
પણ ગમ્યાના ભાવ છુપાવીને, ઘોઘીએ ઘોઘાને કહ્યું.  
હોય કાય, હજુ બીજું કાંક બોલ આજ તો બોલીજ નાખ રહસ્ય ખોલ ! ખોલીજ નાખ !
બૌ મસ્કા મારવાનો શોખ છે ને તને તો બોલ બીજું શું / 
ઘોઘીયે પોતાના વખાણ સાંભળવા કે પછી વ્યંગમાં કહ્યું !
 ઘોઘાને કશુજ સમજાયું નૈ તોય એ બોલ્યો ...
હાં એમ તો બીજું ઘણું બધુ છે , ઉડીને આંખે વળગે એવું ઘણું તારામાં છે !
જેમકે ? ઘોઘીને કદાચ ઘોઘાનું બોલવું ગમતું હતું. કદાચ પોતાના વખાણ પણ !
ઘોઘો કહે જેમકે , તું ધ્યાની છે, જ્ઞાની છે, સ્વમાની છે , અભિમાની છે ,
ખુદના આટલા વખાણ સાંભળી ઘોઘી મનોમન લજવાઈ ગઈ ...
ઘોઘી ને જે બિલકુલ અભિમાની નથી જ છતાં ઘોઘાએ
કહી ધીધુ છતાં પોતાના વાખાણ સાંબાળવામાં તાલલીન ઘોઘીને ખબર ના પડી ... 
ઘોઘો હજુ વધુ વખાણ ગોખતો હતો ... 
અને,,,અને,,,બીજું  તું .. તું..
બસ બસ હવે બૌ થ્યુ મારે હવે આગળ કઈ  નથી સાંભળવું...
કેમ ? ખોટા વખાણ વધારે પડતાં થઈ ગ્યાં ...
આટલા સરસ વખાણ કરીને છેલ્લે ઘોઘાએ એક જુઠ ઔર બોલીને પાણી ફેરવી નાખ્યું...     
ઘોઘાએ તો ઘોઘીને કાકડી કહેવા પાછળનું રહસ્ય ખોલી નાખ્યું.   
પણ ઘોઘી ને એ મનમાં ખટક્યું કે પોતે ઘોઘાને કાચીડો કીધો,
 તોય ઘોઘો કેમ સામો સવાલ નથી કરતો કે મે એને કાચીડો શું કામ કહ્યું ,
પૂછે તો હમણાં આ કાચીડાની આજ કાંચડી ઉતારી નાખું ...
ઘોઘી મનોમન આમ વિચારતી રહી. 
પણ ઘોઘીની  ઈચ્છા પૂરી ના થઈ .
થોડી વાર પહેલા મજાક કરતો ઘોઘો અચાનક મૌન થઈ ગયો..
થોડી મસ્તી કરી ઘોઘો નીચું ઘાલીને ચૂપ બેઠો છે.
અને ઘોઘી, ઘોઘો કઈક  બોલે એની ક્ષણ ભર માત્ર રાહ જુવે છે.    
પછી ધોધાની ચૂપ થી ઘોઘી અંતે આકળાઇ જાય છે !
અને ઘોઘી સામે પડેલી ટીપોય પર ધબ્બ દઈને બેસે છે ,
ભીતર કઈ છૂપી પીડા મુંડી નીચી છતાં પણ ઘોઘો મજાક કરે છે.
ભઈ એકની એક છે નાજુક છે, તારી જેમ , તૂટી જશે ! ધીમેકથી બેસ ને ભેસ ..!
ઘોઘી ઘોઘાના માથે ટપલી મારતા હસીને બોલી. બંધ થા ! હવે પાડા..!  
ટીપોયને ઘોઘી સાથે કે ઘોઘીને ટીપોય સાથે સરખાવી જોકે ઘોઘાએ
ખરેખર ઘોઘીના નાજુક હ્રદયનું વર્ણન કર્યું હતું.
બસ આવીજ ઘોઘાની ઘણી વાતો ઘોઘીને ઉપરથી જતી હોય છે .
ઘોઘો ક્ષણમાં અંદર ક્ષણમાં બહાર ...
થોડું હસી બોલી પાછો ઘોઘો નીચી મુંડી કરી ગયો જાણે ક્ષણમાં ભીતર ઉતરી ગયો.
જોકે ઘોઘી જાણતી હતી આજે ફરી ઘોઘાને કાંક થયું છે !
પણ શું ? એ કળવું મુશ્કેલ હતું ઘોઘો કઈ બોલે તો ખબર પડે ...
પણ ગોળ ગોળ બોલતો ઘોઘો ક્યારેય ભીતરના ભેદ નથી ખોલતો .
આ વાત કઈ કેટલીય વાર ઘોઘીને હ્રદયમાં કાંટાની માફક ચુભે છે.
નીચી મુંડી કરી બેઠેલા ઘોઘાની હડપચી પર પોતાની બે નાજુક પાતળી આગલી,
 બંધુકની નાળ માફક ભેગી કરી ઘોઘાની હડપચી પર ટેકવી.
 ઘોઘાની મુંડી ઊચી કરતાં  બોલી ...
અલ્યા મે , તને, ! તે મને ,! કાકડી કેમ કહી ,એ પૂછ્યું ,
અને તે મને કાકડી કહેવા પાછળનું કારણ પણ કહ્યું,
પણ તું કેમ મને પૂછતો નથી કે મે તને કાચીડો શા માટે કહ્યું હે !
ઘોઘો સરખો ફસાયો ક્ષણ ભર તો ઘોઘાની જીભ સિવાઈ ગઈ.
પછી  બોલવા ગયો તો જીભ થોથવાઈ ગઈ.
થોથવાતા સ્વરે ઘોઘાએ ઘોઘીને કહ્યું ...
,, પણ ,પણ શું તું સ,, સવાર સ,,સવારમાં અ,,, આ શું સવાલો લ,,લઈને બેઠી છે !
ડાય સ્ત્રી થાકેલા માણસને પહેલા ચાયનો ક,કપ આપે ને તું છે કે લ, લપ આપે છે !
ઘોઘીએ આજે રીતસરનું ચંડી રૂપ ધર્યું છે ખબર નૈ શું કહેવા કરવા ધાર્યું છે.
ઘોઘો આમ મનોમન વિચારે છે .
ત્યાં ફરી ઘોઘી ગાજે છે.    
 અચ્છા તો આજે હું બોલું એ તને લપ લાગે છે એમ !
એક લત ! નાખીશ તો ખબર પડશે..!     
ઘોઘી ગુસ્સામાં ભાન ભૂલી ગઈ ઘોઘાની વેદનાને કારણે જ જોકે .
ઘોઘી આગળ બોલતા બોલી ગઈ .
ઘોઘા હું તને હર વખત ખપ લાગુ છું.
અને આજે હુજ તને લપ લાગુ છું..?
ઘોઘી બોલતા તો બોલી ગઈ પણ પછી તરતજ છાતીમાં ફાડ પડી ...
હાય રે.. મારાથી આ શું બોલાઈ ગયું !
ઘોઘાને પણ,  હું તને હર વખત ખપ લાગુ છું.
ઘોઘીના આ વાક્યએ ઘોઘાને વીંધી નાખ્યો ....
 હું તને હર વખત ખપ લાગુ છું.
ઘોઘો આ વાક્ય સાંભળી  તગતગતી આંખે એકીટસે ઘોઘી સામે જોવા લાગ્યો...
જોકે એને એક વધુ બહાનું મળી ગયું...
 ક્યારની ઘોઘી ઉકેલવા કોશિશ કરતી હતી  એ કોયડો વધુ ઘૂંચવાયો ...   
અને ઘોઘો ગુસ્સા અને વેદના મીશ્રીત સ્વરે બોલ્યો ...
કૈ દીધું ને આખરે તે પણ , કઈ વાંધો નહીં ઘોઘી.. કઈ વાંધો નૈ....
ઘોઘો શબ્દે શબ્દ પર ભાર મૂકીને બોલે છે !
 ઘોઘી..! હું ક્યારેય તને ખપ નથી લાગતો એ હું જાણું છું !
અને તું કાયમ મને ખપ લાગે છે એ પણ હું જાણું જ છું !
ઘોઘી કઈ  જાણી જોઈને નહોતી બોલી .
બોલતા બોલી ગયેલી ,ભૂલમાં બોલી ગયેલી, ગુસ્સામાં બોલી ગયેલી ....
ભૂલમાં ને ભૂલમાં બોલ્યા પછીની ઘોઘીની ભીતરની હાલત ઘોઘો શું જાણે...
ઘોઘી ભીતર ખૂબ રડે છે . નીચું જોઈ ગયેલા ઘોઘાને ઘોઘી ભીની આંખે કહે છે.
ભૂલ થઈ ગઈ ઘોઘા મને માફ કરી દે ...
નૈ કરું ! હું માફ નૈ કરું , અને તે ક્યાં કશું ખોટું કહ્યું છે !
સાચું જ તો કહ્યું છે , પછી માફી શા માટે ?  
ઘોઘાનો એક એક શબ્દ ઘોઘીનું ભીતર છોલતો જાય છે !
હે ભગવાન આ મારાથી શું બોલાઈ ગયું .
ઘોઘાની પીડા ઘટાડવાના બદલે મે વધારી દીધી ...
હવે આ ઘોઘો શું શું બોલશે,  કેવું કેવું વર્તશે કઈ કહેવાય નહીં ...
ઘોઘી મનોમન ખૂબ વેદના અનુભવે છે .
અને ઘોઘો પાછો શરૂ થઈ જાય છે.  
વાંક તારો નથી ઘોઘી ..! વાંક તારો નથી..!
વાંક મારોજ છે હું જાણું જ છું કે, હું કોઈ કામનો કે લાયક નથી જ !
ઘોઘી ઘોઘા સામે માત્ર ને માત્ર ભીની આંખે જોયા કરે છે ,
ઘોઘીને એમ થાય છે ઘોઘાનો હાથ હાથમાં લઈ યા ઘોઘાને બાથમાં લઈ.
છાતી સરસો ચાંપી માફી માંગુ ,
પણ ઘોઘાને હાથ લગાડવાની  હિમ્મત પણ ઘોઘી નથી કરી શકતી ,
કેમકે ઘોઘી જાણે છે કે હવે જેમ જેમ હું માનવનાનો માફી માગવાનો પ્રયાસ કરીશ
તેમ તેમ ઘોઘાની વાણીમાં વધુ વેદના ભર્યા શબ્દો ટપકશે અને એ પોતાનાથી નહીં જીરવાય .
એવું જ થયું , હવે ઘોઘો જાત પર આવ્યો અને બોલ્યો.
હાં હાં તું મને ખૂબ ખપ લાગી છે , લાગે છે , અને લાગશે !
ઘોઘો ભૂતકાળ . વર્તમાન અને ભવિષ્ય એક સાથે બોલી ગયો...
હા ઘોઘી.. તું મને હર હાલમાં ખપ લાગે છે . તો ...
તારો ખૂબ ખૂબ આભાર.. ધન્યવાદ .. થેંક્યું....
ઘોઘી વિચારમાં પડી ગઈ આ તો ઘોઘાના સ્વભાવની બહારની વાત થઈ.
ઘોઘો ભાગ્યેજ આવું બોલે ...
કોઈનો આભાર માનવો કે ભૂલ બદલ માફી માગવી એ ઘોઘાની ફિતરત નથી ...
છતાં આજે બોલે છે તો એમાં વ્યંગ સિવાય બીજું કશુજ  ના હોય શકે ...
પણ આજે કદાચ સાચે બોલતો હોય એવું લાગે છે ...
ઘોઘી મનોમન આમ વિચારતી હોય છે ત્યાંજ ..
એક સામટા ઘોઘીના વિચારેલા બધાજ ભ્રમ ઘોઘો  ભાંગે છે...
હા ઘોઘી.. તું મને હર હાલમાં ખપ લાગે છે . તો ...
તારો ખૂબ ખૂબ આભાર.. ધન્યવાદ .. થેંક્યું....
આવું હું હું ક્યારેય નહીં કૌ ખપ લાગે છે તો લાગે છે ! તો શું થયું ...
તું એમ  સમજતી હોય કે હું આવું બધુ કહીશ, તો ના હુંએવું  હરગિઝ નહીં કહું ...
તું મારા માટે જે કરે છે એ તારો હિસાબ છે ...
અને તારા કઈ પણ બોલવાથી મને પીડા થાય એ મારો હિસાબ છે ..!
મારે માટે આભાર કે માફીની વાત બહુ દૂર છે. 
હિસાબમાં અગર પીડા છે તો એ પીડા મને કબુલ મંજૂર છે..!
ભાઈબંધે કહી જ દીધું છે ...   
કોઈ ગુનાહ માફ નહીં થાય હિસાબમાં બાદ નહી થાય ...
ઘોઘીથી ઘોઘાને ભૂલમાં જેટલી પીડા અપાય ગઈ ,
એનાથી અનેક ગણી પીડા હવે ઘોઘીને થાય છે ...
પણ આ વાત ઘોઘાને ક્યાં સમજાય છે ...
કઈ વાંધો નહીં ઘોઘા તું આભાર ના માન માફી પણ ના માંગ ચાલશે ...
પણ મને માફી માગતા તું નહીં રોકી શકે
આમ કહી ઘોઘી ઘોઘાના પગ પાસે બેસી જાય છે ...
અને ઘોઘાની બે હાથ જોડી માફી માંગે છે ....
ઘોઘો કદાચ પહેલી વાર ઘોઘીને ખભેથી પકડી ઊભી કરે છે ,
અને સોફા પર પોતાની બાજુમાં બેસાડે છે ...
ઘોઘીને અનહદ આનંદની અનુભૂતિ થાય છે
થોડો સમય આમજ પસાર થઈ જાય છે ..
થોડી વાર પછી ઘોઘીના મનમાં ફરી એજ વાત સવાર થઈ જાય છે .
અને ઘોઘી ઘોઘાને ઘાઘલાવે  છે .
ધોધા તારી હોશિયારી મારી પાસે નૈ ચાલે ...
તું મને હજુ સુધી એ નથી પૂછતો કે, મે  તને કાંચિડો શા માટે કહ્યો .
ઘોઘો થોથવાતી જીભે ઘોઘીને સમજાવવા નિષ્ફળ પ્રયાસ કરે છે.
, અરે ,,પણ આ શું માંડ્યુ છે તે ઘોઘી એવું તે મે શું કર્યું કે તું ...
ઘોઘાની વાત કાપી ઘોઘી તાડૂકિ ...
લખ્ખાણ તારા લખ્ખાણ બીજું શું ?
ઘોઘીએ અંધારમાં તીર માર્યું .
ઘોઘો મુંજાયો. લખાણ ! હું તો કઈ લખતો નથી તો પછી !!?
શું ઘોઘીના હાથમાં એકાદ વાર લખેલો કોઈ જૂનો પત્ર હાથમાં આવી ગ્યો કે .
ક્ષણ ભર મનમાં આમ વિચારી ઘોઘો ક્ષણમાં  સ્વસ્થ થઈ બોલ્યો ...
યાર પણ હું ક્યાં કશું લખું છું  કે તું આમ બોલે છે !
ઘોઘીએ વાત ફેરવી તોળી .
તારા કાન વાગે છે ડોબા મે લખાણ વિષે કઈ કહ્યું જ નથી !
મે તો એમ કહ્યું કે તારા લખ્ખણ જોઈને આજ મને તારા પર ખૂબ ગુસ્સો આવે છે ...
હા આ,,,શ... બચી ગ્યો ઘોઘીના હાથમાં કોઈ લખેલો એકાદ પત્ર નથી આવ્યો ...
ઘોઘો હજુ મનોમન હાશકારો અનુભવતો હરખાય છે...
આ હરખ ઘોઘીની પારખું નજરથી છુપો નથી રહેતો.
ઘોઘો વારે ઘડીએ રાતની વાત ટાળવા પ્રયાસ કરે છે. 
ઘોઘાના મો પર ઊપસેલી હરખની રેખા દેખા દેતા ઘોઘી ફરી ગુસ્સાય છે.  
અને ઘોઘાને ખીજાય છે.
ઘોઘા બૌ હોશિયાર થવાની કોશિશ ના કરજે કૈ દઉં છું આજે તને ...
ઘોઘીની વાત સાંભળી ઘોઘના ચહેરા પરની હરખની રેખા ભુસાય જાય છે.
 અરે,,પણ, પણ ઘોઘી એ,,એવું તે મે શું કર્યું , મે એ,,એવું તો કશું નથી કર્યું .
,,આજે તું ...
પેલા સરખું બોલતા શીખ ક્યારનો પ,,,,મે,મે, કરે છે.
તારી જીભ થોથવાય છે,  તારી આ રાતી થઈ ગયેલી આંખો ચાડી ખાય છે.  
,પણ શું ,શું  ક,,કહે છ, છે તું...
પોતાની આંખ તરફ આંગળી ચીંધતા ઘોઘી બોલી.   
હું શું કહું છું એમ ! તો સાંભળ ઘોઘા !  હું એજ કહું છું !
ઘોઘા જે ગઈ કાલે રાત્રે મે જોયું છે આ મારી સગ્ગી આંખે !
ઘોઘાએ વાત બદલાઈ એ આશયે મજાક કરતાં કહ્યું ...
હે આખમાં પણ સગી ને પારકી એવું હોય કે હે ઘોઘી. આંખમાય એવું બધુ હોય, બૌ કેવાય..
ઘોઘાના પોતાના બચાવના વામણા પ્રયાસો જોઈ ઘોઘીની આંખો તગતગી ...
રડું રડું થતાં ધ્રૂજતા સ્વરે ઘોઘી બોલી ...
રેવાદે .. રેવાદે હવે ઘોઘા... 
તું વર્ષો જૂની તારી એ બધી સગલીયુંની યાદ અને પીડા લઈ રાત ભર આંસુ સારે ...
અને મારી ઓઢણી પલારે... 
અને એ પારકા આંસુ , શું મારી જ ઓઢણી થી લૂછવાના મારે ...
  અરે, પણ ઘોઘી હું, હું રડ્યો ક્યારે...?
હું, હુ તો ખુશ જ હૌ છું , હતો , ને ખુશ જ છું અત્યારે....
ઘોઘાનો કાઠલો પકડી આવેશમાં આવી ઘોઘાના ચહેરાને પોતાના ચહેરાની નજીક લાવી ...
તગતગતિ આંખે ઘોઘાની સામે તાકી કરૂણ સ્વરે ઘોઘી ઘોઘાને પૂછે છે. 
શું કામ ! શું કામ ઘોઘા ! શું કામ આખરે તું વાતે વાતે દિવસે ને રાતે,
 કાંચીડાની જેમ કલર બદલે છે !
ઘોઘો ખરેખર તો મુંજાઈ ગયો છે પણ તોય મજાક નથી મૂકતો...
આને ઘોઘીને કહે છે એ તો ઘોઘી તારા જેવી શિકારણ થી બચવા ...
ઘોઘા માજક ના કર , તું મને આમ પરેશાન ના કર...
તું આખા જગત ને ઉલ્લુ બનાવજે મને નૈ બનાવી શકે ..!
હું તારી રગ રગ તારા રંગ રાગ બધુ જાણું સમજુ છું !  
તો પછી બોલ ! તારી આંખમાથી આસું કેમ વહી જાય છે ગમે ત્યારે...
ફરી ઘોઘો એજ જુઠ દોહરાવે છે !
  અરે, પણ ઘોઘી હું, હું રડ્યો ક્યારે...?
હું, હુ તો ખુશ જ હૌ છું , હતો , ને ખુશ જ છું અત્યારે....
ઘોઘીની પકડમાથી પોતાનો કાઠલો છોડાવતા છોડાવતા ઘોઘો ઘોઘીને કહે છે !
ગાંડી થઈ છે તું ઘોઘી ! સાવ ગાંડી ! નક્કી તને રાત્રે કોઈ સપનું આવ્યું હશે..
ઘોઘાની હરકતો ને લઈ હવે ઘોઘીની જીભ લડખડાય છે દર્દની મારી...
,અ એમ ! મને સ,, સપનું આવ્યું છે એમ !
ઘોઘાની આંખ  સામે ઓઢણી ધરતા ઘીઘીએ ઘોઘાને કહ્યું આ મારી ભીની ઓઢણી જો !
આ ઓઢણી હું કૈ પાણીમાં પલાળી ને નથી આવી સમજ્યો ... 
ઘોઘો ચમક્યો.... 
આ મારી ઓઢણી , આંખે વીંટાળીને કાલ રાતે,
 તું સોફા પરજ સૂઈ ગયો તો કદાચ એ તને યાદ નથી ! 
પણ ઘોઘા તારી માટે જ્યારે હું જમવાનું લાવી ત્યારે મે જોયું કે તું મારી ઓઢણીમાં
માથું ઘાલી રડે છે, બબડે છે,
તું શું નું શું બોલતો હતો એનુય તને ભાન નહોતું ...
અને તું કહે છે કે....
ઘોઘી વધુ બોલી નથી શકતી. 
ઘોઘીની આંખો ચોધાર વહે છે ઘોઘાને ગળે વળગી ઘોઘી રડી પડે છે...!   
ફરી ઘોઘની આંખ ખૂલી ગઈ ઘોઘો સોફા પર સફાળો બેઠો થઈ જાય છે !
હસતાં ચહેરે ઘોઘી સામે ચાય લઈને ઊભી છે !
અને ઘોઘી ઘોઘાને પૂછે છે
શું વાત છે આજે બૌ વહેલો જાગી ગયો ...   




No comments:

Post a Comment