Monday, 11 April 2016

ખરેખર તું કોની ચાહક ...?

એક પંખી ફરી અકળાય ઉઠ્યું .... 
વર્ષો બાદ .... 
વર્ષો પહેલા અનંત નામના પીંજરામાં પુરાતા ને પછી ઊડી જતાં પંખીને 
અનંત પણ બાંધી નહોતો શક્યો ... 
તો હું શું ચીજ છું ! 
એની પાસે તો ખુદના શબ્દો પણ હતા, 
પોતાની પીડા વ્યક્ત કરવાને ... 
મગર મારી પાસે ?? 
મારી પાસે તો મારૂ કહેવાય એવું કશું છે જ નહીં ! 
હવે .!? 
ખૈર... 
મારી પાસે આજે પણ સાચવેલા પડ્યા છે ... 
શબ્દો અનંતના ... 
વર્ષો પહેલા ... 
અનંત ની બૌ ખરાબ દશા થયેલી .. 
છેલ્લું પંખી પણ ઊડી ગયું .. 
અને પીંજરુ ખાલી ખમ .. 
ત્યારે અનંતે લખ્યું હતું કે, 
આખરે ફરી પાછું એક પંખી આ પીંજરાથી કંટાળી ગયું ... 
ખૈર જે થવાનું હતું એ થયું ... 
આકાશ સામે જોઈ મારે માત્ર કરવાની છે હવે પ્રાર્થના કે, 
મને મારા ગુનાઓની બરાબર સજા મળે ...
જૂના સંબંધો રોજ રોજ થઈ નવા નવા મળે ...  
પછી એક પછી એક તૂટે અને મને સજા મળે .! 
"અનંત" આવી સજા મળે તોજ મને મજા પડે... 
હું પ્રેમ કરવાની એવી ખો ભૂલી જવા માંગુ છું !
કે પછી લાગણી પ્રેમ ના સંબંધો ક્યારેય ના બાંધું ! 
ખૈર ઉછીના શબ્દો ક્યાં સુધી સાથ આપે !? 
હું તો ઈચ્છુ કે, 
આખરે એક દિવસ એવો પણ આવે કે, 
શબ્દો પણ થાકે ..! 
અને પછી ભીતર "અનંત" અલૌકિક મૌન જાગે ...  




No comments:

Post a Comment