Saturday, 9 April 2016

હાં પણ હાં એ હાં થોડી ના કરાય ...


Jayendra Ashara.. સાહેબ...
તમારી આ વાત વાંચતાં જ હું વિતેલા વર્ષો માં ગરક થઈ ગયો ...
અને ત્યાથીજ છેક કઈક આ મળ્યું છે ! એજ મમળાવું છું !
જોકે હવે હું, ક્યારેક માત્ર એજ વાતો દોહરાવું છું ! દલીલો નથી કરતો ... 
તો ...
સંગીત પણ જવાબદાર ખરુજ !
આંસુ વહાવવામાં !
સંગીત પૂરે પૂરું ભાગીદાર હોય છે !
આંખને રડાવવામાં !
જૂની યાદો પણ જવાબદાર હોય છે !
જૂની યાદો અને સંગીતની સાથે સાથે ....
ભીની આંખ કોઈના શબ્દો પણ કરી શકે છે !
રડવા રડાવવામાં આ ત્રણેય સરખો ભાગ ભજવે છે !
ક્યારેક ક્યારેક હ્રદય કોઈ વાતે ભારે ભારે થઈ જાય ...
ત્યારે ત્યારે આંખોમાથી આસું વહી જાય...
એ સારૂજ કહેવાય જો કે,
જૂની જૂની યાદો અને સંગીતની વાતો જ્યારે ચાલે ત્યારે...
શબ્દોને કહો ભલા કેમ ભૂલાય ....
ક્યારેક ક્યારેક કોઈના/કોઈક સારા કે માઠા શબ્દો પણ !
"માણસ" ને રડાવી શકે છે !
જૂની યાદો .!
કોઈના કરૂણ શબ્દો .!
અને કર્ણ પ્રિય સંગીત ...
આ ત્રણેય ભેગા મળીને ....
એક અટૂલા "માણસ" ની આંખો છલકાવી શકે છે ..!
જૂની જૂની એ દર્દનાક યાદો કોઇની પ્યાર ભરી વાતો, પછી અધૂરી મુલાકાતો...
પણ ક્યારેક હ્રદયને ખૂબ પીડા આપતી હોય છે !
પણ એ પીડા અને પીડાને કારણે આંખેથી વહેતા ગરમ હુફાળા આંસુ પણ !
જો કે , કોઈ કોઈને અલૌકિક આનંદ આપતા હોય છે !
શબ્દો, સંગીત, અને કોઇની જૂની યાદો જો જીવનમાં ના હોય તો...
જીવનમાં શૂન્યાવકાશ સર્જાય.....
જીવનમાં જો કોઇ પ્રેમાળ પાત્ર સાથે વિતાવેલી....
અધૂરી છતાં મધુરી વાતો અને પછી એ ક્ષણો ની દર્દનાક યાદો ના હોય , તો ..!
કદાચ ઊંડાણ ભર્યા શબ્દો કે, હ્રદયના તાર ઝણ ઝણાવતું સંગીત જન્મે જ નહીં !
છોને મુલાકાતો અધૂરી હોય એ ,
પણ યાદો એની મધુરી હોય છે !
"અનંત"તું ના સહી , હોય ના યાદ તારી જો, યાર પાસે ... !
તો, સુખ સઘળું નકામું લાગે ! ભીતર બધુ ભેંકાર ભાસે... !
એટલે જૂની યાદો ને વાતો સાથે સંગીત અને ગીતના કરૂણ શબ્દો ...
આંખો છલકાવે છે ... !
આવું બધુ મારો ભાઈબંધ વર્ષો પહેલા....
એક દિવસ જ્યારે અમે મધરાતે મળ્યા ત્યારે કહેતો હતો...
જોકે ત્યારે હું થોડી ખોટી જીભાજોડી કરતો..,
પણ પછી જીભાજોડીને અંતે "અનંત' સાથે મોડે મોડે પણ સહમત ! થઈ જતો..
Jayendra Ashara
April 8Mumbai
"સંગીત સાંભળતા 
જે લાગણીઓ 
અશ્રુ રૂપે ગાલ પર સરી પડે છે 
તે માટે સંગીત જવાબદાર નથી ... 
પરંતુ તે સંગીત શ્રાવણ દરમિયાન 
આપણાં માનસ-પટલ પર ઉપસી-ઉભરી આવતી
જૂની યાદો-અનુભવોના ચલચિત્રિત દ્રશ્યો જવાબદાર છે ...
.
જયેન્દ્ર આશરા .. 2016.04.08... 
Like
Comment
Comments
Katira Paresh
Write a comment...

No comments:

Post a Comment