Friday, 8 April 2016

કબાટમાં મૂકેલા,પીળા પડી ચૂકેલા, અણ ઉકેલા, અનંતના,કાગળિયા માંથી.... )




લે, હવે તું તારે પ્રેમથી મારૂ હ્રદય વીંધી દે..!
બૌ બધા કાગળિયા છે એકજ વાત જુદા જુદા રૂપે અનેક કાગળિયામાથી મળે.. 
એકજ રચનામાં અનેકવાર ફેરફાર કરે અને બધામાં જુદા જુદા અર્થ નીકળે... 

અને પછી મુંજવણ મને થાય .... 

પણ મજા આવે અને મારુય પાછું એવું કે .... 

જ્યાં સુધી કે ભાઈબંધ ના શબ્દોમાં જીવ ના આવે ... 

મને મજા ના આવે...! 

એ ગરબડીયા અક્ષરે લખીને મૂકી ગયો ... 

હવે હું એનાજ શબ્દોને સુંદર રીતે સુધારી , મઠારી , શણગારીને.....

એના જીવંત શબ્દોને શાનદાર, જાનદાર બનાવે એવા-  

અહી તહીથી ચોરેલા પારકા ચિત્રો સાથે ફિટ કરી દઉં  .... 

એજ મારુ કર્મ એજ મારો ધર્મ અને  મને એમ કરવામાં .... 

અદભૂત , અલૌકિક આનંદ આવે ...:) 

 અનંત 'ને અજ્ઞાનીની હર એક રચના પાછળ એક સત્ય ઘટના છુપાયેલી હોય છે...! 

એવિજ કોઈ ઘટના આ રચનાનું નિર્માણ થવા પાછળ કારણ ભૂત બનેલી  ... 

 આ નાનકડી વાત એણે બે અર્થમાં કહેલી,  એની કોઈ પ્રેમીકાને .... 

 કેમકે પ્રેમમાં પડવું ... 

 'ને પછી વિરહમાં તરફડવું.... 

 અનંત ને મંજૂર ના હતું... 

 જોકે મંજૂર હોય કે ના હોય, પણ પ્રેમમાં સુખ સાથે વેદના તો ફ્રીમાં મળે જ ..!  :)

પ્રેમમાં વિરહની વેદના જેણે અનુભવી હોય એજ જાણે કે એ કેટલી વસમી હોય છે...! 

માત્ર એક અનુભવ બાદ અનંત સમજી ગયેલો કે પ્રેમમાં કોઈ દિ' પડાય નહીં ...! 

પણ પાડી દેવાય... ! ( છતાં પડતો...પછી છાને ખૂણે રડતો...) 

કોલેજના નોલેજથી વંચિત છતાં, 

 એનો ચહેરો અને  ચિત એવું હતું કે... 

 ભુલથીએ જો કોઈ એની સામે જુવે તો.... 

એને જોઈને ચકિત થઈ જાય,  ચિત થઈ જાય... 

અને આંખો બંધ કરવાનું ભૂલી જાય...     

પણ આખરે તો પોચા હ્રદયનો માણસ,

એટલે,  એક ક્ષણ પણ કોઈ જીવનમાં આવી ને જાય તોય... 

 જાજી નહીં તો થોડી વેદના થો થાયજ...! 

 અને એટલે જ જ્યારે એનાથી આકર્ષાયેલી એક છોકરીએ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ... 

 અનંતે એના જવાબમાં એક પત્ર લખ્યો હતો,

 જે મને આજે એના ઝર્ઝરિત કાગળ ફંફોસતા મળ્યો ... 

 પોતે છેતરાઈ જાય પણ કોઈને છેતરે નૈ ..! 

 અને ભુલથીએ એનાથી કોઈ છેતરાઈ ના જાય એટલે....

 એ પહેલાથીજ ખુદના વિષે ટૂંકમાં સ્પષ્ટ ખુલાસા આપી દેતો... 

 અનંત તો માત્ર વાતોજ કરતો પણ એની વાતો અનાયાસે રચનામાં પરિવર્તિત થઈ જતી..... 

 એણે પેલીને પત્રમાં લખ્યું હતું કે....   

 હું જાણું છું કે જુદાઇ , ખાલીપો એકલતા, અને છાનું છાનું રુદન આપે છે.!
છતા કોણ જાણે કેમ હવે પ્રેમની પીડા પણ મને અનંત આનંદ આપે છે...

મારા શબ્દોને પણ કોઈ પ્યારીના હ્રદયમાં લખાય જવાની મજા આવે છે.!
આંખોથી ઊંડે ઉતરીને કોઈ પ્યારીના હ્રદયમાં અંકાઇ જવાની મજા આવે છે.!

મારી વેદના શું છે કોણ પૂછે છે ? મારા પ્રેમની શુધ્ધતા બધા યે માપે છે!   
છો ' માપે માપવા દો ! મને પ્રેમમાં પ્રેમથી મપાય જવાની મજા આવે છે!  

હું જાણું છું, કે પ્રેમમાં માત્ર આનંદજ નથી હોતો, પ્રેમની પીડાયે અનંત હોય છે.! 
હાં જાણું છું ,પાગલપન છે, છતાં ! પ્રેમમાં પ્રેમથી વીંધાય જવાની મજા આવે છે !

એકવાર નહીં ! અનેકવાર તૂટ્યો છું , તૂટું છું, તૂટું છું ને !ત્યારે અંગ અંગ તૂટે છે !    
"અનંત" છતાં કોણ જાણે કેમ મને, પ્રેમમાં તૂટીને સંધાય જવાની મજા આવે છે .!  


"અનંત"

આ રચના ના અંતે એણે લખ્યું હતું કે આટલું જાણી લીધા પછી પણ

જો તને મારા પર પ્રેમ ઉભરાતો હોય તો...

તારા જેવુ અક્કલ વગરનું બીજું કોઈ નહીં હોય...! :)

આટલી ચોખવટ પછી એણે લખ્યું છે કે ... 

જો મારી આટલી સ્પષ્ટતા બાદ પણ તને મારા પરા પ્રેમ ઉભરાતો હોય તો.... 

મને કશો વાંધો નથી તું તારે પ્રેમથી પડ મારા પ્રેમમાં...:) 

અહી એણે ચાલાકી વાપરીને બે વાત, બે અર્થમાં  કરી છે .... 

એક તો પ્રેમથી હ્રદય વીંધી નાખ એટલે કે એ પેલીને પ્રેમ કરવાનું કહે છે ...! 

અને બીજું પોતાને પ્રેમ તો જોઇયે છે પણ કાયમની માફક  પીડા નથી જોઈતી... 

જાણે આ ટૂંકી રચનામાં એ પેલીને એમ કહેતો હોય એવું લાગે છે કે...

અત્યારે તું મારો પ્રેમ ઝંખે છે તો પ્રેમથી પ્રેમ કર મને કશો વાંધો નથી ! પણ ,,, 

અગર જો પછીથી તું મને છોડી દેવાની હોય,  તો,  બીજીની વ્યવસ્થા કરીને છોડજે .. :) 

એટલે પહેલાની માફક મારે જુદાઈમાં ઝૂરવું ના પડે...! 

આવું એણે ચાલાકી પૂર્વક બે અર્થમાં માત્ર ચાર લીટીમાં કહી નાખ્યું... 

પોતાના નામનો બખૂબી ઉપિયોગ કરીને અનંત.....  યાની, અઢળક પ્રેમ પણ માંગ્યો ... 

અને પછી જુદાઈમાં જીવવાના મારગ રૂપે બીજી પ્રેમિકા પણ માંગી લીધી... :)

અને છેલ્લે ટૂંકમાં અનંત..  યાની,  થોડામાં ઘણું અને એ પણ પાછું પ્રેમથી,  કહી નાખ્યું... 

'ને પછી, જુદાઈમાં કેમ જીવવું !
એ.  મારગ,તું મને ચીંધી દે..!

તે, પછી તું તારે, “અનંત...”
પ્રેમથી મારુ હ્રદય વીંધી દે...!

'ને  હવે તું તારે ચાહે તો “અનંત”
પ્રેમથી મારા હ્રદયને ભીંજવી દે ..!

લે, મે, ટૂંકમાં કહ્યું, અનંત.. પ્રેમથી.!
હવે તું  પ્રેમથી તારી રીતે સમજી લે ..! 

 “અનંત”



 *બ્લાસ્ટ*

ના સલાહ આપું છું , ના તો હું સૂચના આપું છું..!
"અનંત" મારા ખુલાસા, હું સાવ ટૂંકમાં આપું છું..!


"અનંત"  


આ બ્લાસ્ટની પાછળ પણ એક ઘટના છુપાયેલી છે...! 


વો કહાની ફીર કભી.... :)

No comments:

Post a Comment