Wednesday, 18 May 2016

વર્ષો પહેલાની અમારી દુનિયા અલગ હતી,


વર્ષો પહેલાની અમારી દુનિયા અલગ હતી...

અમારી મહેફિલ અલૌકિક હતી .....

એ વારંવાર પ્રેમમાં પડતો કે પછી એને કોઈ પાડી દેતું ખબર નૈ ...

પણ પછી છોલાતો ,ઘવાતો ,ચિલ્લાતો , પીડાતો ...

' ને ફરી પાછો ધૂળ ખંખેરી ઊભો થતો અનંત ...

હ્રદયના ઘાવ પર થાગડ થીગડ કરી જરી ઠીક થતો ને ફરી ,

એ એજ પીડતા પ્રેમની ધૂળ માથે ચડાવતો ...

વર્ષો પહેલા અમે ત્રણેય ઝર્ઝરિત મહોલ્લામાં રાત્રે મળતા ...

ચાય ની ચૂસ્કી સાથે અમારી મહેફિલ જામતી ...

ત્યારે એક તરફ આખી દુનિયા, એક તરફ અમારી અલૌકિક દુનિયા ...

'ને અમારી મસ્તી ભરી અલૌકિક મહેફિલ...

નિજમાં ખોવાયા પછી અમને ખબર ના હોય લશ્કર ક્યાં લડે છે ...

આવીજ એક મસ્તી ભરી રાત્રે ચાય સાથે અમે મળ્યા ત્યારે ...

વારંવાર પ્રેમમાં પડતાં આખડતા અનંત ને મે પૂછ્યું યાર ...

આકલી બધી તકલીફ અને પીડા પછી પણ તું ...

ત્યારે ચાયની એક જોરદાર ચૂસ્કી ભરી આખો કપ ખાલી કરી એ બોલ્યો ...

પરીયા... પ્રેમ મારી દુનિયા છે ..!

આખરે પ્રેમ જ પરમ સત્ય છે , બાકી બધુ બકવાસ...

આવું એને પડી આખડી વારંવાર પ્રેમની ઠોકરે ચડી સમજાયું હશે કદાચ ...

પછી વાત આગળ ચલાવતા એ બોલ્યો ....

જો કે કોઈ રિબાવે તોય મજા આવે ...

એવી એક જ ચીજ છે પરીયા અને એ છે "પ્રેમ, ઈશ્ક "...

અને એ જ પ્રેમ છે, જેમાં કોઈ તડપાવે તો ઔર આનંદ આવે .....

જોકે અપવાદ રૂપ કોઈ કોઈને ગુસ્સો પણ આવે ...

એ બોલતો હતો, અને અમે બન્ને ,

હું અને અજ્ઞાની ધ્યાનથી સાંભળતા હતા.

એ આગળ બોલ્યો ...

પરીયા પ્રેમ કદાચ ક્યારેય સરળતાથી પ્રાપ્ત ના થાય ...

સરળતા થી મળી જાય એ પ્રેમ શંકાના દાયરામાં આવી જાય કદાચ !

જોકે સરળતાથી મળે એનો સ્વાદ પણ ક્ષણિક હોય છે ...

મજા તો ત્યારે છે પરીયા.....

જ્યારે સખત તરસ લાગી ત્યારે બડી મુશ્કિલથી બે બુંદ પાણી મળે ...

જોરદાર ભૂખ લાગી હોય ને થોડું ભોજન મળે ...

એ સ્વાદ ઉમ્ર ભાર યાદ રહી જાય ...

આવીજ ભૂખ અને તરસ પ્રેમની પણ લાગવી જોઇયે ...

અને પછી એણે આ શેર ભણ્યો ....

તરસ વધવા દેવી સતત સખત "અનંત"
મૃગ જળ આગળ પાછળ નહીં દોડવાનું...

"અનંત" બોલીને જરા ચૂપ થયો ત્યારે

ક્યારનો મૌન બેઠેલો અજ્ઞાની દાઢી પાર હાથ ફરાવતા

અનંત ને સંબોધતા બોલ્યો ...

"અજ્ઞાની" જો તારે સુખ પામવું હોય અનંત ...
તો પકડવાનું નહીં કશુંજ ! બલ્કે છોડવાનું ...

પાછળ દોડશે તો દૂર જશે ....
છોડશે અગર તો ચરણે હશે ...

"અજ્ઞાની" ની વાત મારે ઉપરથી ગઈ ....

મારે એટલું મગજ કે સમજ નૈ ને અટલે ભઇ ...

બીજું કઈ નઇ

ઘણી બધી વાતો ના અંતે અનંતે મારા શરૂઆત ના સવાલના જવાબમાં કહ્યું કે ....

છૂટા પડવું, મળવું , મળીને ફરી છૂટા પડવું, છૂટા પડી ફરી પાછું મળવું ગમે છે.
યુગોથી નિરંતર ચાલતી આ પ્રક્રિયા છે. પ્રિયે ! મને આટલુ જ સમજવું ગમે છે.

કૈ વર્ષો અંગારા સાથે રહી રહીને, હું પણ થઈ ગયો છું અસસ્લ અંગારા જેવો જ !
હવે મને ઠંડુગાર થવું પોસાય ના. તેથી સ્તો સૌંદર્ય પણ મને ધગ ધગતું ગમે છે.

અને જો મને પ્રેમથી ઊભું કરનાર કોઈ હોય તો, ગમે ત્યારે ને ગમે તે ઉમરે એક-
મનેજ નહીં ! સુંદર,પ્રેમાળ,ચાહનાર જો મળે તો કોઈને પણ પ્રેમમાં પડવું ગમે છે.

મિલનમાં જેટલી ખુશી, એટલુજ વિરહનું દૂ:ખ, જેટલુ ઊંડું દૂ:ખ એટલું ગહેરું સુખ,
પીડામાં આનંદ એજ કારણ મને પ્રેમમાં તડપવું અને વિયોગમાં ટળવળવું ગમે છે

યુગો યુગોથી મળવું છૂટા પડવું, 'ને ફરી પાછું મળવાનું નિશ્ચિત હોય છે. ખરેખર !
મગર હાં જ્યારે સમય પાકે ત્યારેજ .! આમ સપનાને પણ સપનાનું ફળવું ગમે છે.

તો, જ્યાં સુધી કે આપણે મળી શકીએ ના રૂબરૂ , તારી ખબર નૈ તું મળશે કે કેમ?
ખૈર જોયું જશે જે થશે ! ફિલહાલ તો શબ્દ કલ્પનાના સહારે તને મળવું ગમે છે.

હાં ટેરવાના સ્પર્શની ઝંખના ખરી જ..! ઝંકૃત થવાશે કદીક, તો થશુ, એમાં શું !
પણ ત્યાં સુધી ! તારા પ્રેમાળ સ્વર અને શબ્દોના સ્પર્શથી મને ઝણઝણવું ગમે.છે.

મંઝીલમાં નહીં, મજા સફરમાં આવે છે મને ! નૈ તો મંઝીલ તો હાથ વેંતમાં જ છે.
પણ શું છે પ્રિયે કે, પ્રિય આદત છે મારી કે, મને તો બસ આમજ ભટકવું ગમે છે.

“અનંત” કોણે કહ્યું તૂટેલું કદિ 'સંધાય ના.! હોય મન મોતી કે પછી કાંચ ! પણ હાં !
બન્ને ટુકડાને તપવું પડે , ઓગળવું પડે, ઓગળે તે સંધાય, મને ઓગળવું ગમે છે .

શું ખોટું કહ્યું મે ? જે હકીકત છે બસ તેજ કહી છે ! તું સ્વીકાર કે ના સ્વીકાર પ્રિયે..
એ મરજી તારી, મને તો જે ભીતર હોય, સત્ય હોય, બસ એ સીધુંજ કહેવું ગમે છે.

"અનંત"
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

બ્લાસ્ટ :-

કોઈ કહે એટલે માની લેવું એ મને નથી ફાવતું ...

કહેતા હોય એને કહેવા દો કે, મન મોતી ને કાંચ તૂટ્યા પછી કદિ સંધાય ના.!

અગર જો સંધાય થૂંકના સાંધે તોય, જોડાયું હોય જ્યાં જ્યાં સાંધો દેખાય ત્યાં .

પણ અગર જો બન્ને ટુકડાને ભેગા કરી ઓગાળીને ...

ફરી પ્રેમના બિબામાં ઢળીએ ઢાળીએ એક બીજાને તો...

પછી સાંધો દેખાવાનો સવાલ જ નથી રહેતો ...

પણ હા ! પ્રેમમાં તપવા,ઓગળવા,પીગળવાની તૈયારી....

બન્ને ટુકડાની હોવી જોઇયે ...

ગમે તેવી ગેર સમજની ગાંઠ પ્રેમથી અને સમજણ થી ઓગળે છે.

'ગમે' તેવો ઘાટ પ્રેમથી ઘડાય છે... બે અર્થમાં ...

ગમે ! તેવો ઘાટ અર્થાત :- ગમતો ઘાટ.
ગમે તેવો ઘાટ અર્થાત :- ના ગમે તેવો ...

કોણે કહ્યું કે સંધાય ના કદિ' મન ,મોતી ,કે કાંચ ...
"અનંત" જગાડ પ્રેમ , 'ને લગાડ દિલમાં આગ ...

સ્વાર્થ ઈર્ષા ,અહંમ , આ બધુ પ્રેમની ભઢ્ઢીમાં નાખ ...
તો ઓગળીને એકાકાર થઈ જાય મન.મોતી,કે કાંચ..

"અનંત"

અર્થાત :- પ્રેમ હોય તો, પ્રેમથી પ્રેમનો મન ગમતો ઘાટ ઘડી શકાય....

જોકે એણે ચોખવટ પણ કરેલી કે ...

લખવા બોલવા જેટલું આ સહેલું સરળ નથી જ !

ખૂબ અઘરું છે ,કઠિન છે.. અતી.. અતી... અતી .....

લેકિન ! ઈચ્છા જો દ્રઢ હોય તો અશક્ય કશું જ નથી...!

પ્રેમમાં ઓગાળવું પડે પીગળવું પડે કઠણ ર્યે મેળ નો પડે ભૈ ...

અને પછી થાકેલો ...

"અનંત" આટલું કહીને ખુરશી પર જ ઢળી ગયો ...

અજ્ઞાની ની રજા લઈ હું અંધારમાં ઓગળી ગયો...

અર્થાત :- ઘર ભેગીનો થઈ ગ્યો...



No comments:

Post a Comment