Thursday, 5 May 2016

આ માત્ર કાલ્પનિક સત્ય નથી..





આ માત્ર કાલ્પનિક સત્ય નથી..  

કોઈ સમયે આ સત્ય ઘટના હતી..

ખબર નથી એ ક્યાં હશે ..? 


જીવતો હશે કે કેમ ..? 


એ નથી તો શું એની યાદો એની વાતો આજે પણ, 

મારી સાથે જ છે ..! 

જ્યારે પણ યાદ કરું છું ત્યારે .... 


મારી આંખો સામે તરવરે છે ... 

વર્ષો પહેલા.... 

અનંત સાથે ઘટેલી એક એક ઘટના...


અનંત 'તંગનાકહતો...

જેને ચાહે તેનેજ તંગ કરતો ...  

એટલે કે એ તંગનાક હતો ..  

ના, ખતરનાક બિલકુલ નહીં...  

હાં લખવામાં માહિર ...

મનનો ચોખ્ખો, સૌથી નોખો અનોખો 

ભીતરથી સાચો...

પણ પ્રેમ કરવામાં સાવ કાચો ...

બોલી કબાડ,સાવ લબાડ ...

ઠામ ઠેકાણા વગરનો ગમે ત્યારે ગમે તેમ બોલી નાખે, 

બાફી નાખે ...

સજા ભોગવવા માટે તૈયાર રહે,પણ ભૂલ કરે તોય, 

ના માફી માંગે. 

બસ બોલ્યેજ બાફે બાકી લખે તો શબ્દો એવા, 

લખે સુવાળા...  

કે જે વાંચે એની કાં આંખ ભીની થાય કા ઊભા 

થાય રૂવાળા...  

એક છોકરી નામ એનું નામ ...ના , ના , 

અસ્સલ નામ ના દેવાય ....

એ નથી તો શું !

બની શકે આખું જગત અહી છે કદાચ એ પણ, 

અહીં ક્યાંક હોય તો... ?

એ કારણે એનુ અસ્સલ નામ લેવુ ઠીક નૈ .. 

તો નામ બદલી નાખું છું, કઈક નવું રાખું છું...

તો એ છોકરીનું નકલી નામ ટીના ...

ટીનાની આંખો માંજરી હતી. 

અને હવે એ સત્ય ઘટના ... 


અનંત અને ટીના વચ્ચે ગજબની પ્રીત હતી...

આખો દિવસ છેડ છાડ ધમાલ મસ્તી...

એ બન્ને નું એવું કે, 

મોકો મળે તો મળી લેવું ...

મહોલ્લા ની બહાર મોકો મળે ત્યારે.... 

કસકસતુ આલીંગન 

અને 

ચસચસતુ ચુંબન કરી લેવું... 






સુખે હસી દૂ:ખે લેવું રડી લેવું...

અને જરીક વાંકુ પડે તો લડી લેવું. 

ટીના અને અનંત ઘણી વાર ઝગડતા તો  

એક બીજાને ધમકી દેતા, 

એકબીજાને કે'તા, 

જા તારી કીટ્ટા..! 

તું નૈ બોલાવે તો હું કૈ મરી નૈ જાવ  ... 


સામે ટીના પણ કમ નોતી 

એ પણ અનંતને કહી દેતી ...

હું પણ જીવતી રહીશ મને પણ કોઈ ફર્ક નહીં પડે 

તારા વીના જા.! કીટ્ટા તો કીટ્ટા..! 

આમ લડીને બંને છૂટા પડતાં ...

સાંજ પડે ત્યાં ફરી પાછા ભેગા થતા. 

હસતા રમતા હળતા મળતા..

અને એ..ય.ને આમ બન્નેના દિવસો 

ખૂબ પ્રેમ આનંદથી પસાર થતા હતા ...

આ બેઉ વચ્ચે બને, દુનિયાથી સાવ ઉલ્ટી ઘટના... 

પ્રેમમાં અકસર એવું જ બને, છોકરા છોકરીને ગિફ્ટ ધટતા...

પણ આ ભાય હંમેશા દુનિયાથી ઊલટુંજ કરતાં..

ભૂલ કરે પણ માંગે ના માફી....

ઉપરથી ટીનાને કહે ,

ટીના મને બે રૂપિયા દે...

ટીના કહે કાં..?  શાના માટે ?

તો આ નફ્ફટ થઈ ને કહે મારે ખાવી છે ફાકી..

એક દિવસની વાત ટીના એ અનંતને કહ્યું 

ચાલ અનંત પિક્ચરમાં જઇયે ...

નક્ટા અનંતે નફ્ફટાઈથી કહ્યું હાં હું આવું પણ

 જો મારીયે  ટિકિટના પૈસા તું આલ...

ટીના ગુસ્સો કરે કહે યાર તું તો છે કમાલ ...

હજુ સુધી પ્રેમથી કદિલઈ દીધો નથી તે એક રૂમાલ ...

પાછો બેશરમ  થઈ છોકરો ઉઠી તું એક છોકરીને કહે છે કે -

મારી ટિકિટના પૈસા આલ... !

હાં.! તારે ના લઈ જવો હોય તો ના કહી દે..! 

બાકી મને ના જોઇયે ખોટી બબાલ...

અંતે કંટાળી ટીના કહે તારા જેવુ કોણ થાય 

હું પૈસા આપું  છું ચાલ...

"હદ ની કોઈ હદ નથી હોતી "

પણ તારી એકલી સાથે મને નહીં ફાવે ..

ભાઈબંધ વિના મને મજા ના આવે...

તો .. ટીના ગુસ્સે થઈ ગઈ ...

તો હવે હું શું કરું..?

હું ક્યાં તને કશું કરવાનું કહું છું ..

તું તારે જા મારે નથી આવવું ..

કાં ?

ભાઈબંધ વિના ...

ટીના કંટાળીને કહી દેતી હાં બાપ હાં..! 

તારા ભાઈબંધને પણ સાથે લેતો આવજે જા ....

પણ એની ટિકિટના પૈસાય તું આપીશ ને ...?

ટીના તાડૂકિ એ સિવાય છૂટકો છે...?

નક્ટો કહે ના.....

તો લે પકડ આ ચાર ટિકિટના પૈસા અને જલ્દી ટિકિટ લેવા જા...

હાં પણ જાઉં છું એમાં આટલી રાડો શું પાડે છે ! 

પણ આ ચોથી ટિકિટ કાં..?

અક્કલ વગરનો છે સાવ તારો ભાઈબંધ આવશે 

તો શું મારી બહેનપણી નૈ આવે...?

ભલે ને આવે મારે શું..? નકટો જતાં જતાં હસતાં હસતાં કહે ,

મને નોતી ખબર ભાઈબંધનોય મેળ પડી જાશે...

આમ અનંત અને ટીના મહોલ્લાના 

મસ્ત માહોલમાં જીવતા એના થકી -

એ મહોલ્લો જે આજે ખંડેર થઈ ગયો છે 

તે જીવંત થઈ જતો ...

ટીના ભણે સ્કૂલે જાય ...

અને આ ભાય લઘરે હાલ મજૂરી કરે ...

એકજ મહોલ્લામાં બન્ને રહે એટલે...

આ ભાઈના કોલેજના અધૂરા સપના 

નસીબથી અહી જ પૂરા થઈ ગયા...

ટીના આવે જાયકરતી જાય હેલ્લો હાય ...

ટીના લપાઈ છુપાઈ ને મળવા આવે ...

ગાંડો અનંત આખું ગામ ગજાવે...

ટીના પણ મસ્તી ખોર ઓછી નો'તી ...

અગ્રેજીમાં કહું તો હતી એ પણ નોટી...

ટીના સંતાઈને રવેશમા છૂપાઈને ઊભી રહી 

 કોઈ જુવે નહીં એમપથ્થરમાં વીંટાળી ચિઠ્ઠી ફેંકે ....

અને આ ભાય ફળિયામાં જ ઊભો રહી એમ વાંચે કે 

આખું ગામ દેખે  ...

મોકો જોઈ જે કઈ લખ્યું  ચિઠ્ઠી મહિં વાંચે ,

ચાહી ચાહીને ટીનાને ચીડવવા મોટે મોટેથી બોલે ...

ટીના  ઇશારાથી ચૂપ કરાવે હાથ જોડી ખૂબ સમજાવે...

અક્કલ વગરના ફળિયા વચ્ચે ફજેતા કરમાં ...

ચિઠ્ઠી વાંચવા ભીતર  જાને .! 

પણ તોય અનંત એની વાત ના માને....! 

એક દિવસ તો એણે હદ કરી...

ટીના કાયમ ઢીલો અંબોડો વાળતી ...

આ ભાઈએ એક દિવસ બે ચોટલી ઓળવાની જીદ કરી...

તે દિટીનાએ અંબોડો તો ના કર્યો  પણ ,

એક ચોટલી વાળવાની ભૂલ કરી ...

અને આ છટકેલની કમાન છટકી ...

ખડકી આગળ ઊભો રહી સ્કૂલે જતી ટીનાને રોકી,

ઊભો રહી ગયો આડો ,

ટીના ફફડીને અટકી ... 

પણ પ્રેમની પૂતલી પાડે કેમ રાડો...   

ચોટલી પકડી ટીનાની પૂછ્યું અનંતે  ,

કેમ તે મારી વાત ના માની ..?.

શાને કરી ટીના તે મનમાની...?

ગુસ્સો ટીનાને આવ્યો અતિ લાલ થઈ ગયું મોઢું ...

તેમ છતાં ટીના સાવ ધીમેકથી બોલી  

ભઇ મને થઈ ગયું તું મોડુ... 

આમ કહી અનંતના હાથમાથી ચોટલો છોડાવી 

ભીની આંખે ટીના બોલી આજે સાંજે તારો વારો છે તું જોજે ... 

અને ટીના સ્કૂલ જવા રવાના થઈ ગઈ ... 

ટીનાના ગયા પછી ભાઈને મનમાં થયો મુંજારો... 

ગુસ્સો ઉતરતાની સાથેજ સિંહ બની ગયો બિચારો..   

સાંજે શું થશે શું નહીં.? ચાલે મનમાં એજ વિચારો... 
   
રોજ ટીનાના સ્કૂલેથી પાછા આવવાના સમયની 

આસ પાસ અનંતના કાન ડેલીએ મંડાઇ ગયા હોય..  

ટીના પણ જ્યારે આવે ત્યારે ચાહીને જોરથી ડેલી ખખડાવે ...  

દરવાજે આવી અનંત ઊભો રહી જાય.. 

જેવો ડેલી ખખડવાનો અવાજ આવે કે 

પછી એજ જૂનું ને જાણીતું હલ્લો હાય...  

પણ આજની વાત જરા જુદી હતી...  

આજે ટીના અનંતથી બરાબરની રૂઠી હતી..  

ટીનાના આગમનની રાહે ..  

આ ભાયનું કામમાં મન ના લાગે...  

મનમાં ને મનમાં વિચારે  ... 

કદાચ હવે નૈ આવે રાગે....  

સાંજ પડી પણ ડેલી ના ખખડી ..  

ટીના ચૂપચાપ આવીને ક્યારે ઉપર ગઈ ચડી...  

આ ભાઈને કાંયજ ખબરજ ના પડી... 

ઘડીક બહાર ઘડીક અંદર....  

આમ તેમ મારે ચક્કર..  

સુજે નૈ કાય .  

મગજ થાય ચકર ભમર...  

સમજી ગયો અંતે કે ટીના ઉપર ચડી ગઈ ચૂપચાપ..  

મનમાને મનમાં હવે નૈ બચુ હું ટીના આપશે જો શ્રાપ...  

મોડે સુધી ટીના ના આવી એટલે અનંત ઉદાસ થઈને 

ખૂણામાં બેસી ગયા..  

ત્યાં તો અંધારે અજવાળા થયા અચાનક ટીના પ્રગટ થઈ....  

આવીને બસ એટલું જ કહ્યું , અનંત હવે મને બોલાવજે નૈ...  

ટીના ... 

અનંત હજુ આગળ કશું બોલે ત્યાં ટીના છટકી ...  

હું જાણું છું તું માફી નહીં જ માંગે ...  

અક્કલ વગરનો અનંત ક્યે , 

 હાં નૈ માંગુ ...  

એ નક્કી કે મે ભૂલ કરી છેતો સજા પણ ભોગવીશ...  

અને તારું મને ના મળવું , મારા માટે સૌથી મોટી સજા હશે ..  

ટીનાએ ગુસ્સે થઈ કહ્યું , તને જરા પણ વિચાર નથી આવતો ..  

ત્યાં ડેલી પાસે ઊભો રહી તે મારી ચોટલી ખેંચી ..  

કોઈ જુવે છે કે નથી જોતું એની પણ પરવા તારે નૈ કરવાની .. ? 
  
મારે એકલીને જ આજુ બાજુ કોઈ છેકે નહીં 

એ ધ્યાન રખવાનું ..?

શું તારે ધ્યાન ન રાખવુ જોઈએ.? 

અનંત ભોળા ભટાકની જેમ બોલ્યા..

ના, ના, એવું થોડીના હોય...

 હવેથી હું પણ ધ્યાન રાખીશ ને...    

ટીનાએ મો ફુલાવી કહ્યું 

હવે એ અવસરજ નહીં આવે અનંત...  

મને તારો લગીરે ભરોશો નથી.! વાત પતી...  

મનમાં ફાડ પડેલી હોય તોય ફિસિયારીની 

ફાઇડ પાછો પાવર કરે...  

ટીના ...  

અઘરું પડશે હો, સાચુ કૌ છું પછી તુજ રડીશ..!

ટીનાએ ગુસ્સે થઈ છણકો કરતાં કહ્યું. એમ..! 

અને તને કઈ જ ફર્ક નહીં પડે કેમ..! 

 બેશરમ અનંતે કહે છે,  

કદાચ ના પણ પડે... 

હું પણ તને નહીં બોલાવું જા .! 

અગર જો તું મને તારાથી દૂર કરીશ તો ...  

તો , હું વહી ગયેલો સમય થઈ જઈશ..

ટીનાએ કહ્યું એટલે તું કહેવા શું માંગે છે અનંત..? 

અકડુ અનંતે કહ્યું. 

અક્કલ વગરની ગયેલો સયય પાછો આવે છે.? 

ટીનાએ રડમસ સ્વરે કહ્યું. 

ના નથી આવતો. 

અનંતે કહ્યું બસ તો પછી 

વિતેલા સમય માફક હું પણ પાછો નહીં ફરું... 

આજે ટીના પણ બરાબરની વીફરી હતી...  

તો મારુ પણ એવુજ સમજજે સમજ્યો.... 

તને કદાચ ફર્ક નહીં પડે , એમજ કહ્યું ને તે...?

ખોટું બોલવાની અનંત ને આદત નૈ એટલે,

 થોડીવાર પહેલા જે બોલ્યો હતો તે કબૂલતા કહે ..  

હાં...!.        

તો જા હવેથી મને પણ તારા હોવા ના હોવાથી 

કશોજ ફર્ક નહીંજ પડે .! 

 હું જાવ છું..! 

આમ કહી પગ પછાડતી ટીના ચાલી ગઈ .. 

ટીનાના પગની ઝાંજરી જોરથી બાજી 

છમ... છમ..  છમ...   

જતાં જતાં ફરી એક વાર એમ વિચારીને કે, 

કદાચ અનંત રોકી લેશે. 

ટીનાએ કહ્યું ... 

અનંત હું જાઉં છું..!

અનંત બાજુના પગથિયા પર બેસી ગયો અને 

મો મચકોડી જતી ટીનાને જોતો રહ્યો. 

 પણ કશુ બોલ્યો નહીં ..    



ટીના ગુસ્સાથી પગ પછાડતી દરવાજા સુધી પહોંચી ગઈ ..  

પણ ઘરની બહાર નીકળતા પહેલા ટીના આખરી વાર  

અનંતને જોઈ લેવાની લાલચ રોકી ના શકી...  

તેથી દરવાજે ક્ષણભર થંભીને ભીની આંખે છેલ્લી વાર  

અનંત સામે જોયું ...   
     
અનંત ટીનાને રોકવાને બદલે બારીના ખૂણામાં 

નીચું ઘાલીને બેસી ગયો ..  

ઉદાસ નયને નીચા વળેલા ચહેરે 

ત્રાસી આંખે અનંતે ટીના ને જોઈ ...  

એણે જોયું કે ટીના રોઈ ...  

અને પછી આંખો લૂછતી દરવાજા ભણી ચાલી ...   
   
કાયમ જે ઝાંઝરીનો ઝણકાર અનંતને ઝણ ઝણાવાતો હતો ... 

તે આજે અનંતને ભીતરથી ધ્રુજાવી ગયો...  

અનંત મનોમન વિચારે છે . 

શું ખરેકર હવે ટીના મને નહીજ બોલાવે ... 

ટીના પણ આવુજ વિચારે છે, 

શું આ અક્કલ વગરનો મને સાચેકા રોકશે નહીં...    

બંનેના મનમાં એક સરખોજ મુંજારો 

એક સરખીજ ગડમથલ ચાલતી હતી...  

શું સાચે આ ટીના અને અનંતના પ્રેમ સંબંધનો

 અંત હતો..?કે પછી નવી શરૂઆત ...?

જોકે આમ તો હર એક અંત નવી શરૂઆત જ હોય છે...  

જે સાથે હોય એ નહીં તો બીજું કોય સાથે હોય છે....  

આખરે હર એક અંત એક નવી શરૂઆત હોય છે..  
    
ટીનાનો એક પગ હજુ ઉંબરાની અંદરજ હતો

 ત્યાંજ અકળાયેલા અનંતે હાકલ મારી...  

ટીનાઆઆ...  

અનંતની હાકલ સાંભળી 

અંદરથી બહાર ઊપરથીજ નીચે સુધી ટીના ઝણઝણી ઊઠી 

ટીનાનો એક પગ ઉંબરાબી બહાર હતો,  

બીજો પગ ઉંબરાની અંદર.. 
   
ટીના એજ સ્થ્તિમાં થંભી ગઈ.. 

મનમાં થોડી હાશ થઈ...  

પણ તોય રૂસણામાં તો આવુજ હોય..

અંદરખાને ખુશ થઈ હોવા છતાં ચહેરાના ભાવ 

ગંભીર અને ગુસ્સેદાર રાખી 

પાછું વાળીને જોયા વિનાજ ટીનાએ કહ્યું ...  

બોલ.! શું છે હવે..!? 

જોકે અનંત રિસાવમાં અવ્વલ પણ 

મનાવવાનું અનંતને બૌ ફાવતું નૈ...  

છતાં વિચિત્ર પ્રયાસ કર્યો...  

નીચી મુંડીએ અનંતે ટીનને જવાબ આપતા કહ્યું. 

જો ટીના, મે તને રોકવા માટે નથી રોકી...

ટીનાને એક ક્ષણમાં આનંદ બીજી ક્ષણે ફાળ પડી 

‘ને ત્રીજીજ ક્ષણે મનમાં હસવું આવ્યું ...

ટીના મનોમન બોલી.  

અક્કલ વગરનાને શું બોલે છે એનુય ભાન નથી 

ને  કહે છે.કે,

ટીના મે તને રોકવા માટે નથી રોકી

બુધ્ધું , આને રોકી ના કહેવાય તો બીજું શું કહેવાય....

ટીના મનોમન બબડી 

ક્ષણ ભરમાં એક સાથે ત્રણ અલગ અલગ 

સ્થિતિમાથી ટીના પસાર થઈ ... 

હજુ ટીના પાછું ફરીનેજ ઊભી હતી...  

ટીના ચૂપ જ રહી...  

ટીના.. તું સાંભળે છે ને...?

ટીના સાવ ધીમેકથી બોલી, હાં... !

જો ટીના મે તને રોકવામાટે નથી રોકી...  

ટીનાને ફરી મનોમન હસવું આવ્યું અને ગુસ્સો પણ 

તો શેના માટે રોકી હશે ..?

ટીનાને મનમાજ આ સવાલ થયો ..  

ટીના જતાં પહેલા મને તું મારા છેલ્લા 

સવાલનો જવાબ દેતી જા....  

હવે ટીનાને સમજાઈ ગયું આને માત્ર 

સવાલ જવાબનીજ ફિકર છે ..  

હવે મને મૂરખને સમજાય છે કે

ખરેખર એ સાચુજ બોલતો હતો.કે .

જો ટીના હું તને રોકવા માટે નથી રોકતો ..  

હાં એણે મને માત્ર પોતાને થયેલા સવાલનો 

જવાબ જાણવાજ રોકી છે..  

ટીનાની આંખો ફરી પલળી ગઈ ... 

સદંતર ભોળા અને નીર્દોશ ભાવે અનંતે ટીનાને કહ્યું 

ટીના તું ભલે મારી સામે ના જુવે, 

આમેય સાંભળવાનું તો કાનથીજ જ હોય છે ને...!? 

પણ મારે તો બોલવા માટે મો ખોલવુ પડે ને... !    

એટલે તું સામે જો એવો આગ્રહ હું નહીં રાખું... !  

ફરી ટીના દ્વિધા ગુસ્સો અને હાસ્ય 

ત્રણ સ્થ્તીતિમાથી પસાર થઈ ..

કેટલું ખેંચે છે , કેવું  ચિત્ર  વિચિત્ર બોલે છે.   

સાંભળવાનું તો કાનને જ હોય છે ને...!   

પણ મારે તો બોલવા માટે મો ખોલવુ પડે ને... !    

ટીના મનમાં રિપીટ કરે છે..  

હાં તો ટીના જતાં પહેલા મને મારા એખ સવાલનો જવાબ દે.. 

ટીના શબ્દમાં વજન દઈને કહે છે. 

હાં ! બોલ.!!  

ટીનાની સવાલ સાંભળવાની ઉત્સુકતા 

એના ભાર પૂર્વક બોલાયેલા શબ્દો – 

હાં ! બોલ !! 

માં વર્તાઇ આવતી હતી..  

હાં તો સાંભળ ટીના જ્યારે તે મને કહ્યું કે, 

મને તારા હોવા ના હોવાથી કશોજ ફર્ક નહીં પડે. ! 

ટીના ધીમેકથી હં,

અનંત એક એક શબ્દ હળવેથી અને છુટો પાડીને બોલતો હતો. 

અને પછી તું પગ પછાડતી ચાલી જતી હતી ત્યારે... 

ટીનાની પીડા અને ઉત્સુકતા વધતી જતી હતી 

કોણ જાણે શુય બોલશે આ અક્કલ વગરનો 

અનંત થોડું અટકી આગળ બોલ્યો .. 

ટીના મે જોયું કે તું...  

હવે રહી રહીને અનંત ના ગળે ડૂમો બાજયો ....  

ટીના હજુ પણ પાછું વાળીને દરવાજાની 

તરફજ મો રાખીને ઊભી હતી..  

તું ,, કહીને અટકેલો અનંત ડૂમાના હિસાબે 

અટકી ગયો એટલે... 

અનંત સામે જોયા વિના જ ટીનાયે પૂછ્યું  

પણ શું..! 

જ્યારે તું દરવાજા તરફ જતી હતી ને ... 

હેં , ટીના તને કૌ છું તું સાંભળે તો છે ને...!? 

ભલે સામે ના જો પણ ...!

ગળે બજેલો ડૂમો અને કપકપાતા હોઠ 

અનંતને બોલવામાં અવરોધ પેદા કરતાં હતા...  

ત્યારે ...મે જોયું કે .. 

હવે ટીનાને પણ અનુભવાયું કે અનંતનું ભીતર ભરાઈ ગયું  છે .. 

જો નજર મિલાવશે તો પોતે જાતને રોકી નહીં શકે 

એમ વિચારી બિચારી ટીનાએ ..   

માંડ માંડ  જરાક ડોક ફેરવી ત્રાસી નજરે અનંત સામે જોયુ...  

તો ટીનાએ જોયું , અનંતનું લાલઘૂમ થઈ ફૂલી ગયેલું ડાચું ...

જોયા પછી તો ટીનાની દશા પણ જોયા જેવી થઈ ગઈ ...  

ટીના પણ રોવા જેવી થઈ ગઈ... 

તેમ છતાં હોઠ ભીસીને ટીનાએ અટકી અટકીને 

બોલતા અનંતને કહ્યું. 

  પણ શું.. જોયું તે અનંત .. ?

કપકપાતા શ્વરે અનંત કહે છે. 

કકકકૌ છું પણ ખમ તો ખરી 

પછી અનંતે કહ્યું 

જો ટીના તું .. .  

સાચું કહેજે હોં, ખોટું નો બોલતી ..! 

તું જતી હતી ત્યારે મે જોયું કે ... 

ફરી અનંત અટક્યો ,


શબ્દો જ નહોતા નીકળી શકતા મોમાથી 

એ હદે અનંતનું હ્રદય ભરાઈ ગયુ હતું 

થોડું અટકી અનંત ગળગળા સ્વરે બોલ્યો ...    

હું તને એમ પૂછું છું ટીના કે જો તને કશોજ 

ફરક ના પાડવાનો હોય તો,,.   

તારી આંખો કા તગતગી હતી..? 

તું કા રડતી હતી ?

હવે ટીનાથી ના રહેવાયું,

તે દોડીને અનંત પાસે પહોચી ગઈ ... 


  ટીનાએ અનંત સામે જોયું. 

અનંત નીચું મો ઘાલીને બેઠો છે ..  

તેના ગોઠણ ભીંજાઇ રહ્યા હતા 

તેને ખબર નથી કે ટીના તેની સામે આવી ઊભી છે ...  

એ તો હજુ એનો અધૂરો સવાલ પૂછવા મથી  રહ્યો છે..  

હાં તો ટીના મને ખાલી એટલું કે’,

કે તું સાચી કે તારી આંખો ...

અનંતે જરાક માથું ઊંચું કર્યું

 ટીના સામેજ ઊભી હતી .

અનંતે ટીના સામે જોઈને ફરી પૂછ્યું ..  


સાવ સાચું કહેજે ટીના તું બોલી એ સાચું ?

કે પછી તારી આંખો બોલી એ સાચું...?


બોલ ટીના બોલ તું સાચી કે તારી આંખ,,,?.


સાચું બોલ, કોણ સાચું ?


તું સાચી કે,તારી આંખું ?


છોડી જવાની વાત કરી એ,


હોઠના બે બોલ સાચા કે. 


 "અનંત" તારી આંખોના આંસુ  ?

અનંતના એક સામટા અનેક સવાલના જવાબમાં 


 ટીનાનું હ્રદયમાં ક્યારનું દબાયેલું રુદન 

ઊછળી ને આંખ વાટે અનરાધાર વહેવા લાગ્યું...  

ટીના રડી પડી અનંતના ખોળામાં ઢળી પડી 

ને અનંતને કહેવા લાગી ...  

મારી આંખો બોલી એ સાચું ...  

અનંત મારી આંખો બોલી એજ સાચું.... 
*બ્લાસ્ટ* 

માત્ર મારીજ નહીં પ્રેમની આખરી મંજીલની 
ઈચ્છા તારી પણ અધુરી રહી હશેજ.! 

"અનંત" ઈચ્છા જે અધુરી રહી છે..! 
આજ નહીં તો કાલ પુરી થશેજ.! 
"અનંત" 


&&&&&&&&&&&&&&&&&&&&&&&

અને પછી એક દિવસ બધુ છિન્ન ભિન્ન થઈ ગયું ... 

મહોલ્લો સુમસાન ખંડેર બની ગયો ... 

ત્યારે અનંત એકલો એકલો આ ગીત ગયા કરતો ... 

દિન ઢ્લ જાયે હાયે , રાત ના જાયે... 

તું તો ના આયે તેરી યાદ સતાએ ... 

https://youtu.be/HrbzfLFj6Es?si=zDKtRaEH9E-3On_y







 ભાઈબંધ અજ્ઞાની કહેતો કે ,,, 

બ્લાસ્ટ :-   

 ”અજ્ઞાની” આ ત્રણ અવસ્થામાં માણસ 

પોતાને સાચું બોલતા રોકી નથી શકતો. 

એક નશામાં , બીજુ ગુસ્સામાં અને ત્રીજા પીડામાં 

હોય ત્યારે ણસ મોટા ભાગે સાચું જ બોલતો હોય છે. 

“અજ્ઞાની” 

આ એ કાગળિયા છે જે અનંતની જાગીર છે ... 

જે કાગળિયા હું રાતભર ઉકેલ્યા કરું છું ... 








No comments:

Post a Comment