Saturday, 7 May 2016

उनकी वाते उन्ही की यादे ....


મહોલ્લામાં આ ગીત કાયમ ગુંજતું ... 

ક્યારેક ટેપ રેકોર્ડમાં તો ક્યારેક અનંતના કંપતા હોઠો માં ... 

કારણ કે એ જ્યાં સુધી એકલો હતો ખુશ હતો આનંદમાં રહેતો ... 

પછી કોઈએ આવીને એના હ્રદયમાં પગ પેસારો કર્યો ... 

અને એક દિવસ એ પાછા પગલે દૂર ચાલી ગઈ ત્યારે ખુશહાલ અનંત ના 

કંપતા હોઠો પર આ ગીત દર્દ બનીને ઊભારવા લાગ્યું ... 


જોકે એનું આગમન આનંદ દાયક જ હતું ... 

પહેલા કરતાં ખૂબ આનંદ ખૂબ મસ્તીમાં દિવસો પસાર થવા લાગ્યા ... 
દિવસો ખૂબ ઝડપથી સવારમાથી સાંજ અને સાંજ માથી સવાર થવા લાગ્યા...

એનો ઝાંઝર પહેરેલા પગનો છંમ  છંમ  છંમ કરતો પગરવ ....

અનંતના હ્રદય ને ઝંકૃત કરવા લાગ્યો .... 

અને એક દિવસ એ ઝાંઝરનો ઝંકાર દૂર દૂર ખોવાઈ ગયો ત્યારે .... 

ટેપ રેકોર્ડ પર આ ગીત વાગવું શરૂ થયું 

અને પછી સતત ભીની આંખે અનંતના ધ્રૂજતા હોઠ પર.....  


No comments:

Post a Comment