થોડુક અમથુ સમજાઈ ગયુ.
બસ, પછી મે આવી બધી પીંજણ,
કરવાનુ સાવ કરતા સાવ બંધજ કરી દીધુ....
હુ કાં'ક બોલીશ ને દુનિયા બદલાઈ જશે...
એવો વેમ કરવો કે, એવા વેમમા રે'વુ...
એના કરતા પેમ કરવો, 'ને, પેમમા રે'વુ...
શુ ખોટુ હે..!
બસ, હવે હુ, એજ, કરુ, છુ...! 😇
કોને..? એ ના પુછવુ....
કેમકે,
એ હુ કૈશ નૈ.... 😇
@@@@@@
કાં ......?
ભૂલી ગયાને બધાય ....???
હજુ તો અઠવાડિયુંય માંડ થયું છે
કેટલી કાગા રોડ કરી મૂકી'તી અહિયાં નૈ ?
જ્યારે થોડા દિવસ પહેલા પેટ્રોલના ભાવમાં વધારો આવ્યો 'તો ત્યારે નૈ ...
યાદ છે ???
નિત નવા સંશોધન સમારોહ ....
થઈ ગયું ને બધુ જ ફટ્ટુસ.... 'સોરી' ફિટ્ટુસ......
બસ આ જ કારણ છે,
આ જ કારણ છે પબ્લિકની ભૂલવાની બીમારી કે પછી...?
લાચારી ...
કે વધ્યા પછી કદીયે ભાવ ઘટતા નથી........!
જાણે છે....!
સરકાર જાણે જ છે કે.
પબ્લિક થોડા કલાક, થોડા દિવસ, કે પછી ,
બહુ બહુ તો થોડા અઠવાડીયા ગામ ગજવશે બસ એથી વધુ કૈ નહીં જ નહીં .....
પછી બધા બધુ જ ભૂલી જશે હે ને ?
એવું જો ના હોત તો આજે ભાવ જ ના વધ્યા હોત હે ને ?
એવું જ થયું ' ને પબ્લિક ભૂલી પણ ગઈ ....
ગઈ ને ???
થોડા દિવસ બધા ઊંચા નીચા થશે, જે ને જે મનમાં આવશે બોલશે પછી .......
ચૂપ.........!
કેમ કોઈ કૈ બોલ્યું નહીં ???
અગર જો લાંબુ ચાલે તો,
વળી એ ભૂલાવવા એનાથી પણ કોઈ મોટી સમસ્યા ઊભી કરી દેવાની....
જેથી પેલી ભૂલાઇ જાય....
આ થઈ સરકારી નીતિ ......
અને અંતમાં મશ્કરી .........
"આનંદો પેટ્રોલના ભાવમાં રૂ . 2 નો ધરખમ ઘટાડો........
ચાલો જે થયું તે સારું થયું મારે તો સમારોહનો ખર્ચ બચી ગયો....!

No comments:
Post a Comment