Friday, 17 June 2016

એક માત્ર ક્ષણ નો સંબંધ પણ યુગો સુધી પીછો કરતો હોય છે ...

ઈવડા ઇ બેઉની વાણી ...
*બ્લાસ્ટ* 1 “અજ્ઞાની”
ક્ષણ ક્ષણનો ગૂઢાર્થા જો તું સમજે તો...
નબળી સબળી ક્ષણો તો સતત જીવનમાં આવતી હોય છે.
ત્યારે જો તું મૌન રહેવાનો નિર્ધાર કરી શકે.
‘ને મૌન રહી તું ક્ષણભર, ક્ષણ ક્ષણ પર, હર એક ક્ષણ પર-
જો શાંત ચિતે તું મનન કે વિચાર કરી શકે.
તો, “અજ્ઞાની” હર ક્ષણ ,ક્ષણ, ભંગુર છે, એ તને સમજાશે.
ક્ષણો તો આવશે ને જશે ,
પણ ! જો તું મક્કમ મને,
એકા’દ નબળી ક્ષણ પણ જો શાંતિથી પસાર કરી શકે...
તો અંધકાર થતો અટકાવી શકે ‘ને સવાર કરી શકે.
“અજ્ઞાની”
*બ્લાસ્ટ*2 “અનંત”
“અનંત” હું કશીજ ફરિયાદ નથી કરતો..!
એનો અર્થ એ નહીં કે યાદ નથી કરતો..!
"અનંત"
"હર એક ક્ષણ ક્ષણ ભંગુર હોય છે "
જો,કે, હું આ વાત સાથે બિલકુલ સહમત નથી....!
કેમકે એ ક્ષણો જ સાથે આવતી હોય છે...!
"કતિરા"
ભાઈબંધ હોય તો શું થઈ ગ્યું.....

બ્લાસ્ટ :- 

પછી તો અનંત પણ કહેતો કે, 

એક માત્ર ક્ષણ નો સંબંધ પણ "અનંત" યુગો સુધી પામવા માટે પીછો કરતો હોય છે ... . 
જો કે એ તો જેમ જેમ પાછળ જુવો તેમ તેમ સમજાય છે કે, એ પહેલા પણ એ હતો જ..!

"અનંત" 

આ પણ અંતમાં અનંતે જ મને કહેલું  કે,,,,    

સ્સાલ્લું  આ બધુ સમજવું બૌ અઘરું છે ! 
પણ જો, સમજાય તો , સહેલમાં સહેલું છે !

"અનંત"


LikeShow more reactions
Comment

No comments:

Post a Comment