Friday, 17 June 2016

અનંત ના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા કાગળિયા માથી....

અનંત ના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા કાગળિયા માથી....

હિસાબ તો હિસાબ જ હોય છે ને...!?

બહારથી જે સાવ શાંત દેખાતો હોય, ભીતર એ પણ ખળભળે છે.
એ સૌથી વધુ ભાગ્યશાળી છે. જેની પથારીમાં રોજ સળ પળે છે.!

કારણ વિના તો કશું જ થતું નથી જીવનમાં, હશે કોઇ તો કારણ-
ક્યારેક, પર ભવના હિસાબ મુજબ સુખ કે દૂ:ખ આ ભવે મળે છે.

છે સાવ કરતાં સાવ મફત, સપના સુખના તું જોયા કર સતત-
આ ભવમાં જોયેલા સ્વપ્ન ક્યારેક, તો છેક આવતા ભવે ફળે છે.

હ્રદય અગર ભારે ભારે લાગતું હોય તો આંખો જરીક નિતારી લે,
હાં, એજ ખુલ્લા મનથી હસી શકે છે ! છાને ખૂણે પણ ! જે રળે છે.!

કોઈ ભીડથી કંટાળે કોઈ ઝંખે ભીડ, અજીબ આ વિરોધાભાષ છે.
કોઈ અટુલો એકાંતથી કંટાળે છે તો, કોઈ એકાંત માટે ટળવળે છે.

“અનંત” હિસાબથી ના ઓછું, ના જરીક પણ કોઈને વધુ મળે છે.!
હું પહેલેથી જાણું છું! હિસાબ મુજબજ અહી બધાને બધુ મળે છે.!

“અનંત”

*બ્લાસ્ટ* 1 

"અનંત"એ જરૂરી નથી કે હરેક સ્વપ્ના આ ભવમાં જ ફળી જાય.
આ ભવમાં જોયેલા સ્વપ્ના ક્યારેક છેક આવતા ભવે પણ ફળે છે ! 

"અનંત"

*બ્લાસ્ટ* 2

અંત સુધી એ કોઈને નથી સમજાતું "અનંત"
કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત.
"અનંત"
LikeShow more reactions
Comment

Pravin Miyaatra અનંત
તરત દાન એ જ મહા પુણ્ય!!
ભવ ભવ ના .હીસાબ ની નવરાત કોને છે હવે?
Katira Paresh આલે લે આ તારી પાસે ક્યાથી આવ્યું એના નામનું ... >

> " મે તો નાહી નાખ્યું છે ક્યારનું.."<

શું એકાદ કાગળ મારી જાણ બહાર તું લઈ ગયો હતો કે... ?
Pravin Miyaatra લે..માતા કેમ એક હારે અનેક ના પંડ મા આવી ને હોંકારા નથી કરતાં?
Katira Paresh ઇ તો ભાય, ધૂણે એને ખબર હોય, હું તો ધણધણુ છું.... 

Comments

Katira Paresh
Write a comment...

No comments:

Post a Comment