“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Friday, 17 June 2016
કારણ વગર કશુજ નથી બનતું ...
Katira Paresh
May 19, 2014
·
પેલી બૌ પૂછ પૂછ કરતી બૌ સવાલો કરતી ...
અકલે પછી ....
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે તેની પ્રેયસીને એક પત્ર લખેલો ...
એ મને અડધી રાત્રે મળ્યો ...
એ ... આ રહ્યો ...
@@@@@@@@@
પ્રિયે કારણ વગર કશું જ નથી બનતું ...
કોઈ સંબંધ આજનો નથી હોતો....
આપણે સૌ વખતો વખત યાને,
યુગે યુગે મળતા અને વિખૂટા પડતાં હોઈએ છીયે ...
બધુ યાદ નથી રહેતું .
જરૂરથી વધુ યાદ નથી રહેતું ...
બસ એટલુજ...!
ક્યારેક ભીતરની સંવેદના સાથે કોઈ અજાણ્યા છતાં.
જાણીતા સ્પંદન અથડાય છે ત્યારે...
અલૌકિક ઘટનાની ઘટમાળ શરૂ થાય છે....
આવું કોઈ એક સાથે નહીં અનેક સાથે થઈ શકે....
જ્યાથી જે, જેટલું અધૂરું છૂટયું ત્યાથી તે, તેટલું જ શરૂ થાય છે....
આ વાત બહુ ઓછાને સમજાય છે , અનુભવાય છે....
જો સંબંધમાં ઊંડાણ ને સ્પંદનમાં તીવ્રતા હોય તો....
તો અલૌકિક અનુભૂતિ થઈ શકે ...
ધ્વનિ અને સ્પંદન હરેક ચીજમાં હોય જ છે...!
ધ્વનિ સંભળાય છે. સ્પંદન અનુભવાય છે.....
શબ્દોમાં પણ અનંત સ્પંદન છુપાયેલા હોય છે....
શબ્દોમાં છુપાયેલા સ્પંદનોની અનુભૂતિ સહજ છે...
પણ એ ગાઢ સંબંધ પર નિર્ભર છે....
પછી તે દૂર હોય કે નજીક ખાસ કશો ફર્ક નથી પડતો...
કેમકે સ્પંદનો જ કાફી હોય છે સ્પર્શની અનુભૂતિ માટે....
કિન્તુ સૂક્ષ્મ ની અનુભૂતિ માટે પણ સ્થૂળ શરીર હોવું જરૂરી ....
અગર એક મેકમાં ભળી ચૂક્યા હોય તો શરીર એનું હોય કે પોતાનું
સ્પર્શતા જ "અનંત" ઝણઝણી શકાય છે....
આવું એણે પોતાની પ્રેયસીને વિખૂટા પડ્યા બાદ,
જ્યારે ફરી મળ્યા ત્યારે પૂછેલા સવાલના જવાબમાં કહેલું....
અને પોતે, એ દૂર હતી ત્યારે કેમ દિવસો પસાર કરતો એ પણ કહેલું .
એણે પોતાની પ્રેયસીને કહ્યું કે....
તું દૂર હતી ત્યારે....
પ્રિયે હું ચાહું ત્યારે, આ રીતે તને સ્પર્શી લેતો.
જ્યારે યાદ તારી આવતી, હું મને સ્પર્શી લેતો.
"અનંત" તું પણ ઝણ ઝણી ઉઠી મારા સ્પર્શથી.
એવું અનુભવતો હું પણ, જરીક ઝણઝણી લેતો.
"અનંત"
બ્લાસ્ટ :-
કારણ વગર તો આ બ્રહમાંડમાં કશું , કશું, કશુજ ના બનતું ...
"અનંત" કારણ વગર ના કોઈજ મળતું, ના તો, વિખૂટું પડતું ...
નક્શી કામ પૂરું...... :)
Like
Show more reactions
Comment
Share
13
Sunil Thakar and 12 others
9 comments
4 shares
Comments
Darshna Suraj
jyathi je vikhuto padyo hoy tyathi e pacho sharu thaay che ...jetlo thavano hoy etlo j thaay che ...sparsh ma,shabd ma jeev no bhav prakat thay che....tara vagar aa sthul ne pida ghani....sukshm manoman malkay che...hisab che hisab ne e fari fari mandaay che...navaai to e che priye , prem ma e hisab thaay che? lo bolo prabhu purushottam ,badhu kya sarbhar thaay che ? ? samjavo muj agyani ne anant no ant kya jai ne thaay che?!
See Translation
May 19, 2014 at 11:24am
·
Unlike
·
2
Katira Paresh
Darshna Suraj ...
લે બોલ આ બધી મને શું ખબર.... મને આવી બધી ખબર ના પડે હોં... !
હા મને એ જરૂર ખબર છે કે અનંતનો ક્યાય ગયા વિના કેદુનો અંત આવી ગ્યો છે...
એ પણ એટલે ખબર છે , કેમકે એ મારી નજર સામે મર્યો છે....
એને કેવા કેવા લોચા માર્યા છે એ તમને ના ખબર હોય....
ના ડૂબું છું ના તરું છું . અનંત નામનો એ કોયડો ઉકેલવામાં હજુ હુય ગોથા ખાધા કરું છું..
હાં ઇ એક વાત વારંવાર કહેતો અંત છેજ નહીં....!
બાકી સવાલ છે , તો જવાબ પણ હશે જ ....
અસ્થિ પિંજર વીખી જોઈશ જવાબ મળશે તો ...
મારુ તો કામ જ એ છે .... કરીશ એમાં શું.... !
સમજુ તો સમજાવું ને લે પણ......
:)
May 19, 2014 at 2:54pm
·
Edited
·
Like
Pravin Miyaatra
"તો ૫માં ચડે ગોળો, બંદુકમાં ચડે ગોળી
અખો ભગત કી યે ફાગણ મહીને આવે હોળી"
See Translation
May 19, 2014 at 4:45pm
·
Unlike
·
1
Katira Paresh
બોલો તમને પરસેવો વળી ગયો....! એક કામ કરો હવે બરફવાળા પાણી થી નાઈ નાખો.... ભાઈબંધના નામનું કેમકે એણે લખ્યું છે..... ! kunjal કલબલ જી....
:)
May 19, 2014 at 10:44pm
·
Like
Katira Paresh
Pravin Miyatra ... તે અખો સાચું બોલતો હતો .. ઇ અખો કાઇ ખોટાળો નોતો ....
:)
May 19, 2014 at 10:46pm
·
Like
·
1
Himatbhai Mehta
અંનત કાળ થી ભટકતો અજ્ઞાની .......વાહ ખુબ સરસ line અને સચ્ચી line
June 1, 2014 at 3:35pm
·
Unlike
·
1
Katira Paresh
Himatbhai Mehta · જી...
:)
June 1, 2014 at 6:56pm
·
Like
·
1
Namrata Katira
osam word.....
June 1, 2014 at 7:17pm
·
Unlike
·
1
Katira Paresh
Namrata Katira...
:)
word.....એટલે શબ્દ થાય , એટલુ સમજાયું પણ આ osam આ અંગ્રેજી શબ્દ ઘણી વાર વાંચ્યું પણ કોઈને પૂછ્યું નથી એટલે ખબર ના પડે તમારે ભાષાંતર કરવું પડે...!
બસ એક વાર કહી દ્યો પછી યાદ રહેશે ત્યાં સુધી નૈ પૂછું જાવ .. દીધું વચન....
:)
June 8, 2014 at 12:04am
·
Like
Write a comment...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment