Sunday, 2 February 2014

અનંત વાણી ...

વર્ષો પહેલા અનંત અનુભવે અનંતે લખેલી ટૂકી ટૂંકી અર્થાત નાની નાની 

"ક્રિયા પ્રત્યે પ્રતી ક્રિયા "

અનંત ની ટૂંકી છતાં ઊંડી વાત ટૂંકમાં....  

સ્પષ્ટ અ સ્પષ્ટ 
ટૂંકું ને ટચ 

વર્ષો પહેલા એક રાત્રે ... 

જ્યારે અમે ત્રણેય મળ્યા ત્યારે ...

હંમેશની માફક ચાયની ચૂસ્કી સાથે ...

વાતોએ વળગ્યા.... 

વાત વાતમાં મે અનંત ને પૂછ્યું .

' અનંત બોલ દુનિયાનું સૌથી મોટું જૂઠ ? 

અનંત કહે યાર હું શા માટે જૂઠું બોલું ! 

મે કહ્યું ,'યાર શું લોચા મારે છે ..!'

હું તને જૂઠ બોલવાનું નથી કહેતો .... 

તો ...? 

હું તને એમ પૂછું છું કે દુનિયાનું સૌથી મોટું જૂઠ ક્યૂ ? 

અકલે અનંતે કહ્યું .

"હું જૂઠું નથી બોલતો "

મે કહ્યું અરે યાર મે ક્યાં કહ્યું કે તું જૂઠું બોલે છે ! 

અનંત કહે 'યાર તું લોચા મારે છે.!' 

 અંતે ક્યારનો મુંગે મૂંગો મૂછમાં હસતો  મારી  અને અનંતની,

  બે મતલબની સાંભળતો અજ્ઞાની બોલ્યો ... 

તમે બન્ને લોચા મારુ છો ... 

અર્થાત લોચા મારો છો ..! 

મે કહ્યું યાર હું તો બરાબર બોલું છું , લોચા તો અનંત મારે છે ..! 

અનંત કહે યાર હું તો સીધુજ .... 

અનંત વાક્ય પૂરું કરે એ પહેલાજ અજ્ઞાનીએ અનંત ને વઢિને કહ્યું ,

તું તો રેવાજ દે ... 

તું કેટલું સીધું બોલે છે એ મને ખબર છે ..!

આ બાબતે તારી ફરિયાદની યાદી બૌ લાંબી છે ..!

અનંત કહે યાર શું તું પણ લોકોની વાતોમાં આવી જાય છે ..! 

યાર હુતો કાયમ સીધું ને સરળ જ બોલું છું..!

 ઊલટું તો તમે લોકો , 

પરિયો અને તું  સમજે છે ..!

અજ્ઞાની કહે , 

તું મારી વાત ના કર અનંત મારે કશુજ સમજવાનું નથી  સમજ્યો ... 

હાં પરિયાની વાત નોખી છે ! 

એનામાં જરા અક્કલ અને સમજ ઓછી છે ! 

મે નીચી મુંડીએ સત્ય સ્વીકારી લીધું ! 

શું કરું ... 

તે દિવસે રાત્રે આવી બૌ બધી વાહિયાત વાતો થઈ .... 

અને પછીથી કદાચ અનંતે આવી બધી ટૂંકી વાતો લખી હશે ... 

જે આજે એના જૂના કાગળિયાઑ ઉકેલતા સામે આવી છે ..! 

અનંત વાણી ... 

એ વાતો આવી બધી છે .. 

છે અટપટું પણ લાગશે નહીં ! 
અટપટું લાગશે પણ છે નહીં ! 

અનંતે લખ્યું છે કે... 

દુનિયાનું સૌથી મોટું જૂઠ . 

"હુ જૂઠું નથી બોલતો " 

દુનિયાનું સૌથી મોટું સત્ય . 

"સંપૂર્ણ સાચું કોઈ નથી બોલતું "

 "અનંત"

પ્રતી ક્રિયા ના આપવી એ પણ આમ તો જોકે,

 એક પ્રકારે પ્રતીક્રિયાજ આપી ગણાય ... 

"અનંત "

જ્યારે તમને  કોઈ કઈ ગણતું નથી ત્યારે પણ તમારી ગણના થઈ હોય છે ... 

"ના ગણવા માટે ગણતરી કરવી જ પડે છે..!"

"અવગણવા માટે પણ ગણના કરવી પડતી હોય છે ...! "

"તમે હોવ છો એટલેજ તમારી હાજરીની નોંધ નથી લેવાતી " 

"હાજરીની નોધ લેવાય ત્યારે તમે હોતા નથી "

"નોધ હાજરીની લેવાય છે ! જ્યારે તમે હોતા નથી "

"તમારી નોંધ લેતા ના લેતા બન્ને પ્રકારના લોકો વચ્ચે તમે હાજર હોવ છો "

"અનંત"

"બહારના અવાજ કરતાં ભીતરના અવાજની અસર વધારે પડતી હોય છે "

"અનંત"

જેના માત્ર કાન ખુલ્લા હોય ,તેને માત્ર બહારનો જ અવાજ સંભળાય છે !

પણ જેના મન અને હ્રદય ખુલ્લા હોય તેને, 
તેનેજ ભીતરનો અવાજ પણ !સંભળાય છે ! 

"અનંત"

અગર જો તને કોઈને જોઈને કે ,કોઈને જોતાં વેંત તને એવો અહેસાસ થાય કે , 

આ ભવે ચૂકી જવાયું છે . 

આવો અહેસાસ જો તને કોઈ પ્રત્યે કે કોઈને તારા પ્રત્યે  સતત થાયા કરે તો, 

સજાગ રહીને વિચારજે  કે આ કોઈ ભ્રમ નથી બલ્કે  સમજી જજે કે ,

તે કોઈ જૂનો છૂટી ગયેલો સાથી કે છૂટી ગયેલી સંગાથી છે ! 

અને તું આવતા ભવની તૈયારી  આદરી દેજે ... 

આવું ત્યારે બને છે જ્યારે પ્રેમ એની ચરમ સીમાએ હોય કોઈ પણ કાળે... 

"અનંત"
આ ભવે ,અગર તને કોઈ એમ કહે કે ,

"હું આવતા ભવ સુધી તારી રાહ જોઇશ  ... 

તો તું તારી જાતને ભાગ્યશાળી માનજે .... 

કેમકે સાચા ચાહક , કે પ્રેમી બધાને આ ભવમાં મળતા નથી . 

હ્રદયનો આ ભાવ ભાગ્યશાળીનેજ પ્રાપ્ત થતો હોય છે ! 

આ ભાવમાં આ ભવમાં પણ કોઈ કોઇની રાહ જોતું નથી ... 

અને આવી ઘટના એકવાર કે એકજ પાત્ર સાથે નહીં , બલ્કે , આવું અનેક સાથે , અનેક વાર , બની શકે છે ... 

"અનંત" 

તારા મન હ્રદયમાં ,એક ક્ષણ પૂરતી પણ જો કોઈ પ્રત્યે  .... 

પ્રેમની લાગણી જન્મી હોય, અને એ એક ક્ષણપણ જો ,

તને પ્રેમનો અલૌકિક અહેસાસ થયો હોય ,

તો સમજજે એ પાત્રને જીવનમાં આવતા કે લાવતા .. 

કોઈ જૂના હિસાબને કારણે ચૂકી જવાયું છે , એનાથી છૂટી જવાયું છે ..! 

એ ફરી સામે આવશે સતત સામે આવશે ... 

આખરે એક સમય એવો પણ આવશે કે , 

તું એને એ તને તન મનથી  ચાહસે અને પામશે ..... 

"અનંત" 

"અવગણના થઈ રહી છે એવું લાગે ત્યારે સમજી જવું ગણના થઈ છે "

"અનંત"

જ્યારે ફર્ક પડે છે , ત્યારેજ કોઈ એમ બોલે છે , 

"મને કોઈજ ફર્ક નથી પડતો..! "

જ્યારે કોઈ એમ કહે છે કે ,

'મને કોઈજ ફર્ક નથી પડતો ' 

ત્યારે ખરેખર તો બૌ મોટો ફર્ક પડી ચૂક્યો હોય છે..! 

"અનંત"

તમને કે તમારી વાતોને નજર અંદાજ એજ કરે છે ,
જેની નજરમાં તમે ઊંડે સુધી ઉતરી ગયા હોવ છો !
તમે એના "અનંત" ઊંડાણમાં  "ખૂંપી ગયા હો અથવા ખૂંચી રહ્યા હો"
ત્યારે પણ તમને કોઈ નજર અંદાજ કરી શકે છે ..! 

"નજર અંદાજ કરવાનું  એક કારણ, "અનંત"
ઊંડો પ્રેમ અથવા ભયંકર ઈર્ષા પણ હોય શકે છે "
"અનંત"

"એ હ્રદયમાં રાખે છે જેની નજરમાં વસી ગયા હો "

"અનંત"

"દૂર એજ થશે નજીક જે કદિક હશે "
"દૂર એજ જશે જે નજીક હશે" 

"અનંત"

ત્યાં સુધી તમારા વિષે કોઈ વધુ જાણી નથી શકતું .
"અનંત" જ્યાં સુધી તમે તમારા વિષે બધુ ના જણાવો . 

"અનંત"

જીવન જ્યારે ઝેર થઈ જાય છે , 
ત્યારે ઝેર જીવન થઈ જાય છે ! 

"અનંત" 

"ઘણી વાર પોતાની વાત કહેવા લોકો તમારી પૂછા કરતાં હોય છે"
"અનંત"   "જીવે છે એ મરે છે "

"મરેલા ક્યારેય મરતા નથી "

જીવે છે તેજ મરે છે !

"જીવવું અર્થાત જીવંત હોવું "

કો'ક મરીને જીવે છે !
કો'ક જીવતા મરે છે !

"અનંત"

"ના હોવા માટે પણ હોવું જરૂરી છે "

"અનંત"ખુદને ચાહવા માટે કોઈકને ચાહવું પડે છે ! " 

"અનંત"

"સતત સામે રહેશે તો, નજર સામે હોવા છતાં તું નજરમાં નહીં આવે "

ઝલક આપી  ને જતો રહીશ તો "અનંત" આંખો શોધતી ફરશે  તને ....

અને, 

નજર સામે ના હોવા છતાં  !
સૌની નજરમાં તુજ તું હશે ... 

"અનંત"  

જ્યાં કોઈ અવાજ નથી હોતો ત્યાં પણ અવાજ હોય છે !
અર્થાત ...   " નિરવ શાંતિમાં પણ અનંત શોર હોય છે "

"અનંત"  

"જ્યારે તમારી વાતનો કોઈ જવાબ ના આપે બસ એજ જવાબ હોય છે .!"
"અનંત"

"જ્યારે કોઈને તમારી તરફ ખેંચાય જવાનો ડર હોય ત્યારે પણ કોઈ દૂર જતું હોય છે !"

"અનંત" 

 "કિટ્ટા કરવા માટે  બિટ્ટા કરવી પડે છે"

" ના જોવા માટે પણ જોવું પડે છે "

"ના બોલવા માટે પણ બોલવું પડે છે "

"સામે ના જોવા માટે પણ સામે જોવું પડે છે "

વિખૂટા પડવા માટે પણ મળવું પડે છે ! 

"જોયા પછીજ ના જોયું થતું હોય છે "

"જોયા પછીજ તો કોઈ એવું કહે છે"

"જેમ કિટ્ટા કરવા માટે પ્રથમ બિટ્ટા કરવી પડે છે "
"બસ એવુજ "
મળવું શક્ય ના હોય અને જુદાઈની પીડાથી જે વાકેફ હોય 
તે ખૂબ નજીક આવતા ડરે છે !
બેઉ કારણ સાચા છે. 
"અનંત"
"અનંત"સહી સહી ને સહેશો કેટલું...?
જેટલી લાગણી દૂ:ખ પણ એટલું ..!
"અનંત"
એક વાતનો અનંત સચોટ જવાબ આપે છે ! 

એ કહે છે કે જેટલું  સરળ હોય છે એમ કહેવાનું કે ભૂલી જાવ ... 
"અનંત"ખરેખર ભૂતકાળને ભૂલી જવું એટલું સરળ નથી હોતું ....   

એ લોકો પણ જે ભૂતકાળને ભૂલી નથી શકતા ... 

એ લોકો વાતે વાતે કહેતા હોય છે ખરાબ ભૂતકાળ ભૂલી જાવ ! 

કહેવામા સલાહ દેવામાં  આ બૌ સારી બાબત છે કદાચ ! 

હાં ખરાબ ભૂતકાળ કદાચ  તો, થોડો ઘણો ભૂલવામાં મદદ મળે ... 

જો ભૂતકાળમાં બનેલા બનાવો અને ઘટનાઓ વર્તમાનમાં ના બને ... 

આગળઅનંત કહે છે કે ... 

ભૂતકાળ ભૂલવો તો ,તો, અને તોજ શક્ય છે ! 

જો, ભૂતકાલમાં ઘટેલી ઘટનાઓનું વર્તમાનમાં પુનરાવર્તન ના થાય ... 

અન્યથા ભૂલી જવાના આરે પહોંચેલો ભૂતકાળ ફરી બમણા જોરે યાદ આવે છે ..! 
"અનંત"
   "પોતાની સાથે રહેવા પણ કો'ક સાથે રહેવું પડે છે "

"કો'ક સાથે રહ્યા પછી પોતા સાથે રહેવાનો અવસર સાંપડે છે "
"અનંત"
તમે વિચારો છો એટલે નથી થતું ! 
થવાનું હોય છે એટલે તમને વિચાર આવે છે ! 
અને પછી ,તમે વિચાર છો..! 
 એટલે થાય છે ! 
જે પળ , 
જે પણ ,
જે થવાનું છે . 
એ !

હિસાબ મુજબ !
સિધ્ધાંત મુજબ.... 
"અનંત"  
અટપટું લાગશે પણ છે નહીં ! 
છે અટપટું પણ લાગશે નહીં ! 

"અનંત"
*બ્લાસ્ટ*
"ચોરી પકડાશે તો ચોર પણ પકડાઈ જશે "

"અનંત"
"હર એક કામ માં ચીવટ જરૂરી નથી હોતી "
"અનંત"
"જો એ આંખોને ગમે તો "
એ સ્થિતિ "અનંત" રોમાંચક પણ હોય છે અને વિકટ પણ હોય છે. 
જ્યારે એક અજાણી સ્ત્રી પુરુષથી દૂર પણ હોય છે અને નિકટ  પણ હોય છે . 
આવુજ કઈક સ્ત્રી પણ એ સ્થિતિમાં અનુભવતી છે ! 
"અનંત"

જ્યારે એક સ્ત્રી અને એક પુરુષ એકબીજાની એકદમ નિકટ આવે છે !
ત્યારે બે માથી એકેય હોતા નથી ! હોય છે માત્ર ને માત્ર "અનંત" પ્રેમ !

"અનંત" 

No comments:

Post a Comment