એક ખોટાડી વ્યક્તિ અને બીજી એ કે જેની ઈચ્છા અપેક્ષા મુજબ તમે વર્ત્યા ના હોવ આ પ્રકારની વ્યક્તિ ના વાણી, વર્તન અને વ્યવહાર કેવા પ્રકારના હોય છે એ બાબતે વર્ષો પહેલાં...
ખંડેર મધ્યે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધે પોતાને કર્મો ને આધિન મળેલા ખોટા બોલા અને તેઓની ઈચ્છા મુજબ ન વર્તતા એ ભઇબંધો અને એ સીવાય પણ જીવનમાં આવેલ અનેક ઈર્ષાળુ ખોટાડી અને એની ઈચ્છા મરજી મુજબ વર્તન ન કરવા થી તેની તેની અંદર બહારથી બદલાતી વૃતી અને તે વ્યક્તિઓના વાણી, વર્તન અને વ્યવહાર માં કેવા કેવા ભાવ ઉભરાઈ છે અને કેવા કેવા બદલાવ અને કેવા કેવા પ્રકારના ચઢાવ ઉતાર આવે છે, તેનું ભાઈબંધોએ છેક ભીતર ના ઉંડાણે ઉતરી ખૂબજ ઝીણવટ ભર્યું શુક્ષ્મ નીરીક્ષણ કર્યું હતું.
વર્ષો પહેલાં ....
ભાઈબંધોએ વર્ષો પહેલાં...
કરેલું અને લખેલું શુક્ષ્મ નીરીક્ષણ...
વર્ષો બાદ ભાઈબંધ ના જુના ઝર્રઝર્રીત કાગળિયાં ઊથલાવત મને હાથ લાગ્યુ,
અને મારી આંખે ચડ્યુ
તો મે વાંચ્યું...
જે બીલકુલ સાચુ છે એવુ મને લાગ્યુ છે.!
મગર તેમ છતાં ઈર્ષાળુ અને ખોટી વ્યક્તિઓ ભાઈબંધોનુ આ નીરીક્ષણ ખોટુજ ગણશે અને ખોટું જ છે એવુ સાબીત કરવા ખૂબ ધમ્મ પછાડા કરશે.!
ખૂબજ બેહુદી દલીલ કરશે.!
એટલે જ.!
આ હકીકત પણ.! પહેલેથી જ જાણતા ભાઈબંધે વર્ષો પહેલાં એમ પણ કહ્યું હતું કે,
"અજ્ઞાની" ઈર્ષાળુ અને ખોટાબોલી વ્યક્તિ ઓની ખોટી દલીલો સામે જીતવું અશક્ય છે.!
"અજ્ઞાની"
ખૈર...
વર્ષો પહેલાં ભાઈબંધે કરેલુ શુક્ષ્મ નીરીક્ષણ...
જે માણસ ખોટું બોલતો હોય યા એનુ બોલેલું જુઠ પકડાય જાય ત્યારે...
અથવા તમે એની એકાદ બાલીસ ઈચ્છા મુજબ નહીં વર્તો ત્યારે...
તે પોતાનુ જુઠ છુપાવવા વધુ ને વધુ જુઠ નો આશરો લેશે.!
અને જ્યારે તમે એની બાલીસ ઈચ્છા ને આધીન નહીં થાવ ત્યારે..
તમારે તેની બાલીસ ઈચ્છા મુજબ વર્તવુ જોઈએ એવુ ઠસાવવા ખૂબજ ધમ્મ પછાડા અને મથામણ કરેશે.!
પોતાનુ પકડાયેલુ જુઠ છુપાવવા અને પોતાની બાલીસ ઈચ્છા મુજબ વર્તવા તે વ્યક્તિ તમને બે શરમી પુર્વક યેનકેન પ્રકારે વધુ ને વધુ ઉશ્કેરાવાનો પ્રયાસ કરશે.!
તમારા લાખ પ્રયાસ પછી પણ તે વ્યક્તિ બાલીસ બેહુદી અને બચકાની હરકત કરતાં અટકશે અચકાશે નહીં.!
આમ તેના વાણી વર્તન વ્યવહાર અને ચહેરા ના હાવભાવ પર થી તેનુ જુઠ અને તેની બાલીસ મંછા આખરે પકડાય જાય છે.!
જ્યારે તમે ખોટા બોલા ની પાસે ખુલાસો માંગો ત્યારે તે કેવો વ્યવહાર કરે છે તેનુ સુક્ષ્મ નીરીક્ષણ કરતા મારી સામે એવી હકિકત આવી છે કે,
જ્યારે તમને જાણ થાય કે તમે જેને હિતેચ્છુ સમજતા હતા જેના પર ભરોસો કરતા હતા એ વ્યક્તિ તમારા વીશે જુઠ બોલે છે, અથવા તમે જ્યારે એની ઈચ્છા મુજબ વર્તતા નથી ત્યારે તમારી જાણ બહાર એટલે કે પીઠ પાછળ તે એવા એવા કાર્ય કરે છે કે જેના પરથી તે હિતેચ્છુ નહીં બલ્કે હિત શત્રુ છે એવુ સાબીત થઈ જાય છે..!
અને તેના આવા વ્યવહાર નું કારણ માત્ર એટલું જ કે તમે એનુ જુઠ જાણી ગયા છો અને બીજુ કે તમે એની મેલી મંછા મુજબ એની સાથે વર્તન નથી કર્યું.
પછી તમે તમારી સાથે ખોટું કરનાર ખોટુ બોલનાર વ્યક્તિ પાસે એ બાબતે ખુલાસો માંગશો ત્યારે આવી વ્યક્તિ પોતાનો લુલો બચાવ કરવા લાગશે .!
પોતાનો લુલા બચાવ કરવા માં તે શાન ભાન, વિવેક ભાન ભૂલી ને લગાતાર માત્ર ને માત્ર બોલ બોલ કરશે.!
તે અધીરાઈ સાથે એકધારો બોલવા લાગશે.. !
તે અકારણ ખૂબજ અકળાશે..! ( આ સત્ય ઉજાગર કરતી ભાઈબંધે લખેલ રચના આ વાત ના અંત માં)
તે તમારી વાત શાંતિ થી સાંભળશેજ નહીં .!
તે પોતાનુ જુઠ છુપાવવા અને તમારે એની ઈચ્છા મુજબ વર્તવુ જ જોઈએ એ સમજાવવા એટલો અધીરો થશે કે તમારી વાત સુધ્ધાં એ પુરી નહીં સાંભળે અને આધી અધુરી વાત સાંભળી જવાબ આપવા અધીરો બનશે.!
સાંભળશે નહીં તેથી સમજશે નહીં અને સમજશે નહીં તેથી તે ના સમજી ભરી બાલીસ અને પાયા વીહોણી દલીલ કરશે.!
જો કે આમ કરવાથી તે વધુ વામણો સાબીત થશે.!
પરંતુ ગુસ્સા અને અધીરાઈ ના કારણે પોતાની આવી બેહુદી અને બાલીસ હરકતો તેને ધ્યાનમાં નહીં આવે.!
તે વારંવાર તમારી વાત કાપવાની કોશિશ કરશે..!
તે તમારા સવાલનો જવાબ આપવા ને બદલે તમને સાચાખોટા સામા સવાલો કરશે..!
તે તમારા મુળ વર્તમાન સવાલનો જવાબ આપવાને બદલે આડી અવળી જુની વાતો ઉખેડવા લાગશે.!
તે પાયા વિહોણી ખૂબ દલીલ કરશે..!
તે સાચા ખોટા જવાબ દેવા દેવા એટલો અધીરો થશે કે તમારી નાકકડી વાત પણ એને લાંબી લાગશે.!
અને એ ખુદ "મારી બે વાત સાંભળો" એમ કહીને પોતાના લુલા બચાવમાં લાંબી લચક વાત કરશે..!
તમે એને શાંતી પુર્વક પણ કૈ કહેવા જશો ત્યાં તે ઊગ્ર થઈ તમારી વાત વચ્ચેથી કાપશે..!
તમારા પુછેલા સવાલ નો સીધો સરળ જવાબ આપવાને બદલે એ વાતે વાતે વાત બદલ્યા કરશે.!
તે પોતાના બચાવ કરવા માટે તમારા પર ખોટા મનઘડત આરોપ મુકવા લાગશે.!
ગમે તેટલો શાંતિ થી સંવેદના અને સંવાદ સાથે તમે તેનુ તેની ભુલો તરફ ધ્યાન દોરવા પ્રયાસ કરશો તો પણ એ કોઈ કાળે પોતાની ભુલો નહીં જ સ્વીકારે.!
ક્રમશઃ તે ઉંચા અને ઉગ્ર અવાજમાં વાત કરતા કરતા વાતનુ વતેસર કરી તમારી સાથે ઝગડવા લાગશે .!
અને અંતે જ્યારે ચીપટી માં આવશે ત્યારે ઉગ્રતા સાથે તમારા પર ખોટો આરોપ મુકી ઉભો થૈને ભાગશે ..!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
કોણ સાચુ છે.? કોણ ખોટુ.?
જો કે બે માંથી કોણ સાચુ છે? કોણ ખોટુ.?
નીચે જણાવ્યા મુજબ ના બંને ના વાણી વર્તન પરથી આ અઘરા સવાલ નો જવાબ આશાનીથી મળી જાય છે.!
(1)સાચી વ્યક્તિ હંમેશા શાંત ચિત્તે સંવાદ કરે છે.!
અને તે હંમેશા સંવાદ દ્વારા ગેર સમજ દૂર કરવા નો પ્રયત્ન કરશે..!
(2)ખોટી વ્યક્તિ હંમેશા ઉગ્રતા સાથે વિવાદ કરે છે.!
અને તે સંવાદ કરવા થી દૂર ભાગે છે અને ઉગ્ર થઈ વધુ ગેરસમજ ઉભી કરશે.!
અંતમાં અનંત અઢળક અનુભવ ના આધારે ભાઈબંધોએ સ્વીકાર્યું છે કે ખોટી વ્યક્તિને પહોંચાવુ ખૂબ જ કઠિનજ નહીં બલ્કે અશક્ય છે .!
"અનંત"
*બ્લાસ્ટ*
મન સૌના કેટલા આકળ વીકળ છે.
કોણ જાણે કેટ કેટલી.? અટકળ છે.
સાંભળવાની કોઈનેય ફુરસત નથી.!
કહેવાની સૌને કેટલી ઉતાવળ છે.!!!
ફૂલ છે ફૂલ નથી, ફર્ક માત્ર એટલોજ.!
કોઈક ગુલાબ છે તો કોઈ બાવળ છે.!
"અનંત"
વર્ષો પહેલાં....
ભાઈબંધ અનંતે કહેલી આ વાત
વર્ષો બાદ પણ સાર્થક લાગે છે કે નૈ.?
https://www.facebook.com/share/1K7gBoqNp4/
*બ્લાસ્ટ*
કોઈ પણ વ્યક્તિ સામે ની વ્યક્તિ ને તેના વિચાર મુજબ જ અર્થાત્ તે ખુદ જેવા હોય તેવા જ ધારી લેતા હોય છે.!
"જેમ કે કમરો હોય તેને બધુ પીળું જ દેખાય સેમ એમ.!
અગર તમને કોઈ સમજુ સારો, સ્વીકૃત, સજ્જન કહે સમજે તો તમારે સમજી જવાનું કે એ વ્યક્તિ ખુદ સમજુ સારો અને સજ્જન છે.!
એજ રીતે,
અગર તમને કોઈ અણ સમજુ, ખરાબ,વિકૃત, દુર્જન, કહે સમજે તો તમારે સમજી લેવાનું કે એ વ્યક્તિ ખુદ ખરાબ, વિકૃત અને દુર્જન છે.!
"અજ્ઞાની"
છેલ્લે છેલ્લે આ ગીત આપણે સૌ સાંભળીએ.!
https://youtu.be/aXMDWejREeg?si=WzdHYlKQHo8H3xCv
જો કે આ ગીત, એ તમામે લોકોએ સાંભળવું જ જોઈએ.!
જે એવો દાવો કરતા હોય કે, હું નખશીખ સાચો કે સારો છું.!
આમ તો જો કે આ અનંત બ્રહ્માંડ માં કોઈ એવો વ્યક્તિ નથી જે નખશીખ સાચો કે સારો હોય, પણ શું છે કે કોઈ કબુલ નથી કરતુ..!
જો કે મે એવો દાવો ક્યારેય નથી કર્યો કે,
"અનંત" હું નખશીખ સાચો ને સારો છું.!
"અનંત" હું નખશીખ સાચો કૈ સારો નથી જ.!
મગર તમે તમારી ધારણ મુજબ જેટલો અને જેવો ધારી બેઠા છો એટલો અને એવો ખરાબ કે ખોટો પણ નથી જ.!
"અનંત"
*બ્લાસ્ટ*
વારંવાર એક ના એક વાત કરનાર વ્યક્તિ પોતાનુ વજુદ ગુમાવી બેસે છે અને તેની એક ના એક વાતો એક સમય બાદ વજન પણ ગુમાવી બેસે છે.!
પછી તેની વાત ને કોઈ ગંભીરતા થી નથી લેતું અને વધુમાં એક અરસા બાદ એ વ્યક્તિ માત્ર લોકો મનોરંજન ને પાત્ર થઈ જતી હોય છે.!
એજ રીતે તેની વાતો નું પણ લોકો માત્ર ને માત્ર મનોરંજન લેવા લાગે છે.!
"અજ્ઞાની"
ભાઈબંધે આવી તમામ હકિકત સમજાવતા લખ્યું છે કે,
*બ્લાસ્ટ*
જે વ્યક્તિ ને ખરાબ જ જોવા ની આદત યા કુટેવ છે એ વ્યક્તિ તમારા મા ગમે તેટલા સારા ગુણ કેમ ન હોય, તો પણ એ વ્યક્તિ જેને ખરાબ જ જોવાની આદત અને કટેવ છે એ તમારા માંથી અવગુણ જ શોધ્યા કરશે.!
જો કે તેની આ આદત અને કુટેવ લાંબા ગાળે આખરે તો એને જ મુશ્કેલી માં મુકે છે.!
કોઈ વ્યક્તિ તમારી સાથે ગમે તેવો ખરાબ વ્યવહાર કરે તો પણ અગર જો તમે ચુપ રહેશો અને તેને પ્રતિ ઉત્તર નહીં આપો તો પણ એ જે ખરાબ જ જોવા, શોધવા ટેવાયેલા છે એ પોતાને સાચો સાબીત કરવા, તમારા માં નહીં હોય એવી ખરાબીઓ શોધીને તમને નીર્દય અથવા પત્થર દિલ કહેશે, એ તમને એમ કહેશે કે, તમે સામે વાળી વ્યક્તિ ની વાત નો કોઈ પ્રત્યુત્તર નથી આપતા કારણ કે તમે નીર્દય છો અથવા તમે તમારી આસપાસ મજબૂત દિવાલ ચણી લીધી છે જેથી તમને સામી વ્યક્તિ ની વાતો નો સામનો ન કરવો પડે.!
જો કે તમે એવું કશું જ કર્યું નથી.!
ના તો તમે નીર્દય છો, ના તો તમે એવી કોઈ દિવાલ ચણી છે.!
મગર અગર એવુ કર્યુ પણ હોય તો પણ એમાં કૈજ ગલત નથી કર્યું.!
કારણ કે કોઈ પણ વ્યક્તિ ની ફાલતુ બકવાસ સાંભળવી બીલકુલ જરૂરી નથીજ.!
અને દરેક ને એના હરેક સવાલ નો જવાબ આપવા તમે બંધાયેલ નથી.!
અને એની બકવાસ વાતો કે સવાલોના નો જવાબ આપવામાં તમારો કિંમતી સમય અને તમારી દિવ્ય ઉર્જા ખર્ચવા નો કોઈ દેખીતો ફાયદો પણ ન હોય ત્યારે કોઈની બકવાસ વાતો નો કે ફાલતુ સવાલોનો જવાબ આપવો એ નરી મુર્ખામી જ ગણાય.!
જે તમે નથી કરવા માંગતા તો એ ઉચીત જ છે ...!
પણ પેલી વ્યક્તિ જે ખરાબ જ જોવા, શોધવા ટેવાયેલા છે એ તમને નીર્દય અથવા પત્થર દિલ કહેશે...
મગર એનાથી ઉપર પણ તમારી ભીતર એક દિવ્ય હકિકત છુપાયેલી હશે એ હકીકત તેને દેખાતી હશે તો પણ ઈર્ષા કે સ્વાર્થ યા પોતાની મેલી મંછા તમે પુરી નથી કરી તેથી એ તરફ એ જોશે કે સ્વીકારશે નહીં.!
કે, કોઈ અગર તમારી સાથે અર્થ હિન બકવાસ કરે છે ત્યારે તમે એમ સમજી ને તેને પ્રતિ ઉત્તર નથી આપતા અને એની તમામ બકવાસ વાતો ને એમ સમજી ને નજર અંદાજ કરો છો કે,
ખૈર...
એ મારા વીસે ગમે તેવી બકવાસ વાતો કરે છે તો ભલે કરતો.! એ જે કરે છે તે ઉચીત નથી કે બીલકુલ યોગ્ય પણ નથી છતાં તે એવુ કરે છે કારણ કે એ નાદાન છે એને ખબર નથી એ શું કરી રહ્યો છે.!
પણ પેલી વ્યક્તિ જે ખરાબ જ જોવા, શોધવા ટેવાયેલા છે એ તમને નીર્દય અથવા પત્થર દિલ કહેશે મગર તમારી ભીતર છુપાયેલી આ ત્રીજી અવસ્થા વીશે એ વીચારી પણ નહીં શકે.!કારણ કે તમારી ભીતર છેક આટલે ઊંડે સુધી જોવા આંકવાની એની ક્ષમતા નથી.!
તેથી આમ તો જો કે એ પણ દયા ને પાત્ર છે.!
જો કે ક્ષમા પાત્ર નથી જ.!
આથી "અનંત" આવી તમામ વિપરીત પરિસ્થિતિમાં જવાબ દેવાના બંધન કે બોજથી મુક્ત રહેવુ અને પોતાની જાત ને મુક્ત રાખવી.!
છતાં હે અનંત" તું એને નાદાન સમજી ક્ષમા કરી દે.!
જેમ ઈશુ ખ્રિસ્તે તેને પત્થર મારતા અને ક્રોસ પર ચડાવી આખા શરીરે ખીલા ઠોકનાર માટે પણ પ્રેમ, દયા અને કરૂણા સાથે તેઓને માફ કરતા ઈશ્વર ને પ્રાર્થના કરતા ઈશુ ખ્રિસ્તી એ હ્યું હતું કે,
"હે" અનંત "ઈશ્વર એને માફ કરી દે જે,
એ લોકોને ખબર નથી એ શું કરી રહ્યા છે.!
" અનંત "
દોસ્ત તારી યાદ શક્તિ ઓછી છે અથવા તારી ભીતર છુપાયેલ મારા પ્રત્યેની ઈર્ષા, નફરત, દંભ અહં કે પછી તારી ઈચ્છા મુજબ મે વર્તન નથી કર્યું.
કારણ કૈ પણ હોય જેના કારણે તું સ્વીકારી નથી શકતો..!
કે આ જ મારગ પર અનંત યુગો થી મારા બંને ભાઈબંધો અનંત અને અજ્ઞાની અનંત યુગોથી ચાલતા હતાં.
અને એના બતાવેલ રસ્તે ધીરે ધીરે આ કતીરા પણ ચાલવા લાગ્યો...
ભાઈબંધો ને થયેલા અનંત અનુભવો અને મને થયેલા અઢળક અનુભવો બાદ જ્યારથી ભીતર ના ઉંડાણેથી સમજણ આવી ત્યારથી કતીરા આજ રસ્તે ચાલે છે.!
અને એ મારગ જ સાચો છે માટે તે પર ચાલવા જે સમજે તેને સમજવા નો પ્રયાસ સતત કરે છે.!.
અને જ્યારે ક્યાંય કોઈ કૈં ખોટુ ખરાબ કરતું હોય અથવા કોઈ દ્વારા કૈં ખોટુ કે ખરાબ થતુ હોય અથવા કોઈ ખોટા કે ખરાબ માર્ગે જતુ હોય, અને વળી તે આપણી નજીક નું હોય તો ત્યારે આપણે શું કરવુ.?
તો એજ મારગ મને મારા ભાઈબંધોએ ખુબજ પ્રેમ થી સમજાવ્યો છે કે,
મારગ ભુલેલી એ વ્યક્તિને વધુ ભટકતો અટકે માત્ર એવા શુભ આશય સાથે આપણું કાર્ય, કર્તવ્ય અને નૈતિક ફરજ છે કે આત્મા અને ઈશ્વર ની સાક્ષી એ ઈમાનદારી સાથે સાચી અને સારી રીતે એને સમજાવવુ જોઈએ અને તેનુ ધ્યાન દોરવું જોઈએ કે તે ખોટા કે ખરાબ રસ્તે જાય છે.! એ જે તરફ જાય છે તે દિશા ખોટી છે જે આગળ જતાં તેની દશા બગાડી શકે છે, અને એ આવેશ માં આવી જે મારગે આગળ વધે છે તે રસ્તો આગળ જતાં તેનેજ ભયંકર પરિસ્થિતિ માં મુકી શકે છે.!
આમ ભાઈબંધો કહે છે કે, મારગ ભુલેલી વ્યક્તિને આગળ જતાં વધુ ભટકી ન જાય માત્ર એવા શુભ આશય સાથે આપણું કાર્ય, કર્તવ્ય અને નૈતિક ફરજ માત્ર એટલીજ છે કે આત્મા અને ઈશ્વર ની સાક્ષીએ ઈમાનદારી સાથે એ વ્યક્તિ ને સાચો અને સારો મારગ બતાવવો પછી તે એના પર ચાલે ન ચાલે એની મરજી એનુ કર્મ છે.!
આગળ ભાઈબંધ જણાવે છે કે, કોઈ દુ:ખી અને માર્ગ થી ભટકેલા ને તમારા દ્વારા જ્યારે સાચો મારગ બતાવવા માં આવે છે ત્યારે...
તમારી વાતો સાંભળનાર એ વ્યક્તિ અહોભાવ થી જાણે ભટકેલા ને મારગ બતાવવા કોઈ ભગવાન મળ્યો હોય એવું મહેસુસ કરે છે.!
તમારા પ્રત્યે તેને ખૂબ માન જન્મે છે.!
તમારા પ્રત્યે પ્રેમ અને લાગણી ઉભરાય છે..!
અહોભાવ ના આવેશમાં એ વ્યક્તિ પોતાને સંકટ સમયે સાચો મારગ બતાવનાર ને પગે પણ લાગે છે.!
અને તે વ્યક્તિ સંકટ સમયે મારગ બતાવનાર ને પોતાનો પથ દર્શક માર્ગદર્શક માનવા લાગે છે.!
ત્યાં સુધી જ જ્યાં સુધી તમે અનાયાસે અથવા પ્રયાસે એની ઈચ્છા મુજબ વર્તન કરો છો.!
અને એવુ એટલા માટે બને છે કે તમે કહેલી તમામ વાતો એને ગમતી હોય છે.!
કારણ કે એ જે વ્યક્તિ ને ખોટી અને ખરાબ કહેતો હોય છે તેના પર તમે મહોર મારવા સાથે તેને મારગ બતાવો છો.! અહીં એને એ વાત ગમી જાય છે, એ વાત થી એનો અહં સંતોષાય છે, એ વાત થી એ ખુશ થાય છે કે તે જે વ્યક્તિને ખરાબ અને ખોટી માનતો હતો એ સાચુજ હતું કારણ કે તમે પણ એજ કહ્યું કે એ વ્યક્તિ ખોટી અને ખરાબ છે.!
બસ એને આટલી જ વાત યાદ રહે છે કે એ પોતે જેને ખોટી વ્યક્તિ સમજતા હતા એ વાત સાચી પડી છે અને એજ ઉત્સાહમાં ને ઉત્સાહ માં એ બાકી બધુ ભુલી જાય છે.! અને સમય જતાં પાછો એના એજ ભુલ દોહરાવે છે અને એ કારણે એજ દુ:ખ એજ વ્યથા અને વેદના ભોગવે છે.!
કોઈ પણ વ્યક્તિ ની આવી મન સ્થિતિ ને ધ્યાને લઈ ભાઈબંધોએ લખ્યું કહ્યું હતું કે,
"અજ્ઞાની" ઉછીની સમજણ નું આયુષ્ય સાવ અલ્પ હોય છે..!
જ્યારે ખુદની ભીતર થી આવેલી સમજણ નું આયુષ્ય "અનંત"... હોય છે.!
મગર તેની એક માત્ર બાલીસ ઈચ્છા મુજબ ન વર્તવાથી
એ જે મારગ ભુલેલો છે અને વધુ ભટકી ન જાય એ માટે તમે જ્યારે એને સાચો અને સારો મારગ બતાવો છો ત્યારે...
એ ખૂબ જ ભાવવિભોર થઈ ને તમને સન્માન ભરી નજરે જુવે છે.!
એ તમને પુજનીય સમજે છે..!
અને ભાવાવેશ માં આવી પગે પણ લાગે છે..!
તમને આ લગીરે પસંદ નથી આવતું.!
તમે તેના આ ક્ષણીક આવેગ અને આવેશમાં આવેલા ઉભરા ને જાણો છો તેથી તમે એને સમજવાટ સાથે અંતીમ અને ઉતમ માર્ગ બતાવતા કહો છો કે ભૈલા હું પણ તારા જેવોજ એક તુચ્છ અને પામર માનવી છું.!
મારા જેવા તુચ્છ એવં પામર માનવી ને પગે લાગી મને પાપ માં ન નાખ.!
પગેજ લાગવું હોય તો ઈશ્વરને પગે લાગ અને ઈશ્વર ના શરણ માં જા ઈશ્વર તારૂ કલ્યાણ કરશે.!
પરંતુ તમે બતાવેલ સાચા મારગ ને કારણે ભાવાવેશ માં આવી એે એવું પણ અનુભવે છે કે પોતાના અહોભાગ્ય છે કે સંકટ સમયે સાચો મારગ બતાવનાર કોઈ તો એવુ છે જે દોસ્ત રૂપે એના જીવનમાં આવ્યુ છે.!
મગર સંજોગો બદલાતા એ વ્યક્તિ આખે આખી બદલી જાય છે તેનો તમારા પ્રત્યે પહેલા જે ભાવ હતો તે સમુગળો બદલાય જાય છે.!
જેને તમે સારો અને સાચો મારગ એજ તમે જ્યારે તેની એકાદ વામણી અને બાલીસ ઈચ્છા ને આધીન નથી થતાં અને એની મેલી મંછા મુજબ નથી વર્તતા ત્યારે...
તમે એને દુશ્મન લાગવા માંડો છો.!
અને પછી એ મુર્ખ તમામ પ્રકારની માન મર્યાદા શાન ભાન ભૂલી તમને પોતાના જ વિચિત્ર વિચાર અને ધારણા મુજબ ધારવા લાગે છે..!
એજ ઉચાટમા કે તમે તેની ઈચ્છા મુજબ નથી વર્ત્યા આથી એ તમને સ્વાર્થી માનવ લાગે છે.!
અને એજ ઉચાટમા અને આવેશમાં આવી એ તમને એલફેલ બોલવા લાગે છે..!
ગુસ્સા માં આવી ધમકી પણ આપવા લાગે છે.!
વર્ષો પહેલાં...
ખંડેર મધ્યે ચાયની ચુસ્કી ભરતાં ભરતાં માનવીના આવા બધા અપ લક્ષણોનું ભાઇબંધોએ ખૂબ જ બારીકાઈથી શુક્ષ્મ નીરીક્ષણ કર્યું છે.!
જે આજે મને એકદમ સચોટ જણાય છે..!
*બ્લાસ્ટ*
લોકો નું એવું છે તમે તેને ગમતી વાત કરો અથવા તેની વાત તેના વિચારો તે ચાહે ખોટા પણ કેમ ના હોય તેમ છતાં એની વાત માં હા એ હા કરો અને એના વિચારો સાચા છે, સારા છે એમ કહો તોજ તેને મજા આવે છે.!
અગર તમે કહો કે દોસ્ત તારી વાતો અને વિચારો સાચા કે સારા નથી તારી માન્યતા જે હોય તે પણ એ ઠીક નથી.!
તો એ તમને પોતાના વિચારો અને વાતો સાચી છે એવુ ઠસાવવા ધમ્મ પછાડા કરશે યેનકેન પ્રકારે એ તમને પોતાની વાત સાથે સહમત થવા મજબુર કરશે..!
"અનંત"
મગર અગર કતીરા જ્યારે સાચે રસ્તે ચાલે છે ત્યારે અબુધ લોકો તેના રસ્તા પર પોતાની ઈર્ષા અને અહં ના રોડા નાખે છે.!
અને જ્યારે કતીરા જે રસ્તે અનંત યુગોથી ચાલે છે તેજ અને તેવાજ રસ્તે ચાલવાની સલાહ અન્ય કોઈ કતીરા જેવાજ વિચારો ધરાવતી વ્યક્તિ આપે છે ત્યારે...
મુર્ખ એ સલાહ પાછી એને આપે છે જ્યારે એ ભુલો કરી ભટકી જતો ત્યારે એને સાચો અને સારો મારગ પહેલેથી બતાવતો હતો.!
આથી જ ફરી ભાઈબંધે વર્ષો પહેલાં કહેલી, લખેલી વાત ફરી દોહરાવુ છું કે,
ઉછીની સમજણ નુ આયુષ્ય સાવ અલ્પ હોય છે.!
જ્યારે કે ભીતર થી આવેલી સમજણ નું આયુષ્ય "અનંત"... હોય છે.!
*બ્લાસ્ટ*
સાચો, ખોટો, સારો, ખરાબ, મને જેને જેવો માનવો હશે, જેવો ધારવો હશે તેવો જ માનશે અને ધારશે.!
એ મને જેવો પણ ધારશે કે માનશે એ એની પોતાની ધારણા અને તેની પોતાની માન્યતા અને પોતાનાજ વિચાર મુજબજ માનશે અથવા ધારશે.!
બની શકે હું એની ઈચ્છા અપેક્ષા મુજબ એની સાથે વર્તન કરૂ ત્યારે તેની મારા વિશે ની ધારણા સારી હોય. અને એવુ પણ બનીજ શકે કે એજ વ્યક્તિની મારા વિશે ની ધારણા જ્યારે હું તેની ઈચ્છા અપેક્ષા મુજબ ન વર્તુ ત્યારે બદલાઈ જાય અને પછી તે મને ખરાબ ધારે તો એ એના વિચાર, એની માન્યતા અને એની એવી ધારણા છે.!
જે ક્યારેય એકધારી નથી હોતી.
માટે આવા મનઘડત મનમરજી મુજબ ધારી લેતા લોકો ને ખુલાસા આપવાનો કોઈ અર્થ નથી.!
કારણ કે સામેની વ્યક્તિ ની અવસ્થા એવી હોય છે કે, લાખ ખુલાસા આપવાથી પણ તે જડબુદ્ધિ ના લોકોનુ જડ મન મારી માનવા તૈયાર નહીં જ થાય...
આથી હું તમે ધારો છો એવો છું અથવા નથી એના ખુલાસા કોઈને પણ આપવાની મારે હરગીઝ જરૂર નથી.!
અગર આવી વ્યક્તિઓ ને હું ખરેખર કેવો છું અથવા તમે ધારો છો એવો હું નથી.! એવા ખુલાસાઓ આપવા બેસુ તો મારૂ આખુય આયખુ અને એનર્જી એવા લોકોને ખુલાસાઓ આપવામાં જ ખર્ચાય જાય...
તો આવી મુર્ખ વ્યક્તિઓને ખુલાસા આપવાની મુર્ખાઈ હું ન જ કરૂ.!
"અનંત" સમજણ હોય એને કહેવું શું.!
અને જે સમજે જ નહીં એને કહેવું શું.!?
"અનંત"
અનંત અને તેના અસ્સલ ભાવ સ્વભાવ ને જાણવો હોય તો તમારે અનંત યુગો પાછળ જવાની જરૂર નથી.!
બસ થોડા વર્ષ પાછળ જાવ.!
અનંત ને અને તેના અસ્સલ ભાવ સ્વભાવ ને જાણી જશો .!
https://www.facebook.com/share/1DzHPqyom7/

No comments:
Post a Comment