Saturday, 2 July 2016

એક હતો ઘોઘો ....

ઘોઘો ઉતાવળમાં ફટફટ ઘરમાથી નીકળી તો ગયો ,
પણ પછી યાદ આવ્યું કે પાકીટ ભૂલી ગયો હતો.
ફટાફટ પાકીટ લેવા પાછો ઘરમાં આવ્યો ....
આવીને જોયું તો ઘોઘી સોફા પર બેઠી બેઠી,
હાથમાં ઘોઘાનું પાકીટ રમાડતી હતી....
ઘોઘો ગુસ્સે થયો....
અક્કલ વગરની.... ખબર હતી કે,
હું ઉતાવળમાં પાકીટ ભૂલી ગયો છું તો અવાજ દઈને કહેવાય ને કે,
ઘોઘા આ તારું પાકીટ રહી ગયું છે ...! લેતો જા...
અને, તું હજુ સુધી અહી શું બેઠી છે ?
ઘોઘીના હાથમાથી પાકીટ ખેંચતા ...
લાવ ! પાકીટ લાવ .! અને ઘર ભેગી થા ...!
ઘોઘીએ ફિટંફિટ પાકીટ પકડી રાખ્યું હોય ઘોઘાના હાથમાં ના આવ્યું ...
ઘોઘો:- અરે યાર લાવ જલ્દી મારે મોડુ થાય છે...!
આમ તેમ પાકીટ સિખે ડોલતા ડોલતા ઘોઘીયે કહ્યું,
અહં.... એમ ના મળે ....!
અરે ... એમ ના મળે તો કેમ મળે ?
ઘોઘીએ લાંબો લહેકો કરતાં કહ્યું,
પહેલા હું પૂછું એનો જવાબ આપ ! તો... આપું....!
અરે ભઈ શું જ્યારે ત્યારે જવાબ આપ જવાબ આપ મંડાણી છે..!
સવાલ પૂછ્યા સિવાય તારે બીજો કોઈ કામ ધંધો છે કે નૈ... ?
જા.! ઘર ભેગી થા..! નૈ તો હમણાં તારી માં ...!
ઘોઘી..ઘોઘી કરતી રાડો પાડતી છેક અહી પહોંચી આવશે...
એ ચિંતા તું ના કર હો ઘોઘા..!
એના કરતાં હું પૂછું એનો જવાબ આપ અને કામ પર રવાનો થા... !
ઘોઘો ગુસ્સે થઈને . અરે અજીબ દાદાગિરિ છે તારી તો !
આ તે કાઇ રીત છે..!
ઘોઘી પોતાના કપાળે હથેળી ઠપકારતા બોલી. હે ભગવાન....
કેટલો..,કેટલો સમય બગાડે છે તું ઘોઘા...!
આટલી વારમાં તો સવાલ જવાબ પૂરા થઈ ગયા હોય .
ઘોઘાએ કંટાળીને કહ્યું.
બોલ બોલ હવે માથું ના ફરાવ જલ્દી બોલ... !
હંમ ... અબ આયા ના ઊંટ પહાડ કે નીચે...!
હા ! તો....ઘોઘા મને એ કહે કે તે કદિ ગીતા કે મહાભારત વાંચ્યું છે ...?
ઘોઘો ચિડાઈને ... શું અર્થ છે હે..! શું અર્થ છે આવા સવાલો પૂછવાનો ... ?
ફિલમની ગુંડી બોલે એમ , એવિજ ભાષામાં ઘોઘી બોલી ,
સવાલ કે સામને સવાલ નહીં કરતે બચ્ચું ....
ઘોઘો ચિડાઈ, ચીલલાઈને બોલ્યો...
ઘોઘી શું છે આ બધુ .! શું અર્થ છે આવા સવાલોનો...
ઘોઘી પગ પર પગ ચડાવી ફરી ફિલ્મી પેતરા કરતાં બોલી..
વત્સ તું વ્યર્થ અર્થમાં પડવાનું છોડ..!
બસ, મે પૂછ્યું એનો માત્ર ટૂંકમાં જવાબ આપ ....!
ઘોઘાએ ટૂંકમાજ જવાબ આપ્યો ....
ના..!
ઘોઘી કહે આટલો ટૂંકમાં ...! અને એ પણ પાછી 'ના' ..
ના ના સાવ એમ ના ચાલે ઘોઘા... !
અરે મે તને જવાબ આપવાનું કહ્યું છે, અને તું 'ના' પાડે છે ..!
હવે ઘોઘો ખરેખરો અકળાયો તમારી જેમસ્તો...
અને અકળાઈને બોલ્યો અક્કલ વગરની મને હેરાન ના કર...
મે તને તારા સવાલનો જવાબ જ આપ્યો છે ...
અને એ પણ તારા કહ્યા મુજબ ટૂંકમાં ..
હવે મને પાકીટ આપ અને મારી જાન છોડ !
ઓહ ! ઘોઘા ... હું સમજી તું જવાબ આપવાની ના પાડે છે..!
સોરી, હોં સોરી ઘોઘા રિયલી સોરી ...
સોરી વાળી , હવે તારી અંગ્રેજીને માર ગોલી...!
પણ એમાં આટલા ઘાંટા શું પાડે છે . સીધી રીતે નથી બોલાતું ... !
ઘોઘાને ઘોઘીના વાળ ખેંચવાનું મન થયું , કોના એ હું નૈ કૌ ...
પણ એવું ના કરતાં એને માત્ર પાકીટ ખેંચવાનો પ્રયાસ કર્યો...
પણ પાકીટ ખેંચવા લંબાયેલા ઘોઘાના હાથ હેઠા પડી ગયા .. કેમકે ,,,,
ઘોઘીએ પાકીટ બ્લાઉઝમાં સંતાડી દીધું.!
અકલે ઘોઘો લાચાર થઈ ગયો ....
ભઈ હવે તો તને સમજાઈ ગયું ને,
ઘોઘી કે મે 'ના' તારા સવાલના જવાબમાં જ કહી હતી... !
યાર હવે તો મને પાકીટ આપ , હવે તો મને જવા દે... !
ઘોઘો રીતસરનો કરગરવા લાગ્યો...
ઘોઘી હળવા સૂરમાં બોલી
આપું છું.. ઘોઘા આપું છું....
મારી ભૂલ થઈ ગઈ કે મે તને ટૂંકમાં જવાબ આપવાનું કહ્યું .
હવે જરા એટલુ કહી દે કે એટલે હું તને તારું ખાલી પાકીટ આપી દઇશ ...
બોલ શા માટે તે ગીતા કે મહા ભારત નથી વાંચ્યા.... ?
ઘોઘો કરૂણ સ્વરે બોલ્યો , જો ઘોઘી હવે તું બહુ લાબુ કરે છે હો...
મારે બૌ મોડુ થાય છે..!
ઘોઘી એ ઘોઘની આંખમાં આંખ પરોવી કહ્યું ...
ઘોઘા જેટલા શબ્દો અને સમય આ "બહુ લાંબુ કરે છે "
કહેવામા તે બગાડ્યા ને , એટલા સમયમાં અને એટલા શબ્દોમાં,
તો તું મને મારા સવાલનો જવાબ આપી શક્યો હોત ....
ઘોઘો રીતસરનો રડું રડું થઈ ગયો પણ રડવાની બદલે ચિલ્લાયો ....
લાંબુ.... લાંબુ.... લાબુ... ખેંચતી જ જાય છે પણ લે...!
બસ કર ઘોઘી હવે બસ કર ....
ઘોઘી હસતાં હસતાં બોલી એ તારા જ હાથમાં છે ....
જટ જવાબ આપ ને પટ રવાનો થા....
બોલ શું જવાબ આપું ? જલ્દી બોલ.... !
તારે શું જવાબ આપવો....
એ પણ શું મારે જ કહેવાનું , તો પછી તું કરશે શું હે ઘોઘા ?
સાવ ઘોઘો જ છે હો બાકી તું !
મારુ કામ માત્ર સવાલ કરવાનું હતું અને મે કર્યો...
હવે જવાબ તારે આપવાનો છે ! આપ !
અરે ઘોઘી મારી ભૂલ થઈ ગઈ.
મારે શાનો જવાબ આપવાનો છે એમ બોલવાનું હતું,
એના બદલે શું જવાબ આપું એમ બોલાઈ ગયું.
આ તારી લપમાં હું તારો સવાલ પણ ભૂલી ગયો છું.
હવે જલ્દી બોલ મારે કઈ વાતનો જવાબ આપવાનો છે ...?
ફરી ઘોઘી રૂયાબથી બોલી..
હંમ અબ આયા ના ઊંટ પહાડ કે નીચે ....
અરે પહાડ ની ક્યાં ખડકસ યાર....!
તું કહે તો તારા પગ નીચે આવી જાઉં પણ ....
ઘોઘને વચ્ચે જ અટકાવી ઘોઘી ફરી વિગતે સવાલ યાદ કરાવે છે ...
ઘોઘો સખત અકળાય છે ...
પણ ઘોઘી પણ મને....
પણ બણ કાઇ નૈ ચાલે ઘોઘા ..!
મે તને પૂછ્યું હતું તે ગીતા કે મહાભારત તે વાંચી છે કે નૈ ?
તો તે કહ્યું 'ના...!'
પછી તે લાંબી લચક લપ કરી...
અને મે તને લપ કરતાં અટકાવ્યો,
અને પૂછ્યું શા માટે નથી વાંચી... ?
ઘોઘા ને છૂટકારા ની ઘડી નજીક દેખાણી ...
અકલે ઘોઘો ઊછળી ને બોલ્યો...
હા..હા... યાદ આવી ગયું ,ઘોઘી બર્રોંબર યાદ આવી ગયું...
ઘોઘી કહે , તો એમાં આટલું ઊછળી ઊછળીને ,
ત્રણ ત્રણ વાર યાદ આવી ગયું , યાદ આવી ગયું,
બરાબર યાદ આવી ગયું ...
બોલીને શું કામ ઘોઘા...!
તારો, ને મારો, સમય બગાડે છે..!
પછી મોડુ થશે તો તુંજ મારા પર ખીજવાશે...
એના કરતાં ટૂંકમાં...
ઘોઘીએ સુધાર્યું ...
સોરી સાવ ટૂંકમાં નહીં જરા બસ જરાકજ વિસ્તારથી જવાબ આપને ....!
આમ કહી ઘોઘાને પાકીટ દેખાડ્યું .
ઘોઘાએ ઘડિયાળ સામે જોયું ....
ઘોઘા.. ઘડી ઘડી ઘડી મત દેખ . જવાબ....આપ જવાબ....
અરે.. યા...ર....!
મે કદિ ગીતા કે મહાભારત નથી વાંચ્યા કેટલી વાર કહ્યું ...
ઘોઘો ગુસ્સામાં સહજ ભાવે બોલ્યો હતો .
તોય ઘોઘીએ જવાબ આપ્યો .
બીજી વાર...
હવે એ કહે શા માટે...?
યાર શું વાંચવાનું હોય એમાં હવે...!
ઘોઘો પૂરો જવાબ આપવા જતો હતો ત્યાં ફરી ઘોઘી બોલી ...
એ મને થોડી ખબર હોય,,,,
શુવાંચવાનું હોય , શું નહીં ,
એ નથી ખબર એટલે જ તો તને પૂછું છું...
ઘોઘો બે હાથે પોતાનું માથું પકડીને. યાર પૂરી વાત તો કરવા દે !
ઘોઘાની હાલત પર હસતાં હસતાં ઘોઘી બોલી...
એક તુજ નહીં ઘોઘા.... બધા એજ ઈચ્છે છે !
ચલ હવે પૂરું કર, શા માટે નથી વાંચી ... ?
અરે યાર એમાં ...
પહેલા વાળી ભૂલ કરતાં ઘોઘો અટકી ગયો....
અને સીધે સીધું કહી નાખ્યું ....
જે વાત ને સદીયો વીતી ગઈ હોય, એ વાંચી ને હવે કરવાનું શું .... !
અને એમાં એવું છે પણ શું વાંચવા જેવુ, ક્રુષ્ણની ગોપીઓ સાથે લીલા...!
અને લીલા ને બાદ કરતાં બાકી તો પીડા એ પડા જ છે.
અંદરો અંદર લડવા લડાવની રાજ નીતિ , કૂટ નીતિ ને યુધ્ધની પીડા ....
તો એ વાંચવાની જરૂર શું ...!
એતો આજે પણ ઘર ઘરમાં , દેશ , વિદેશમાં એજ ચાલે છે , એમજ ચાલે છે..!
પાત્રો બદલાયા છે, શસ્ત્રો બદલાયા છે. શાસ્ત્રો બદલાયા છે ..!
ઘોઘી માત્ર પાત્રો ને શસ્ત્રો જ બદલાય છે ! બાકી બધુ જેમનું તેમ જ છે !
જે આપણે સૌ રોજ રોજ જોઈ જ રહ્યા છીયે ને ...!
રહી વાત લીલાની તો એ તો હુય કરું છું ...
પણ કોઈને હું લીલા કરું એ ગમતું નથી..!
ને ખોટી પીડા હું લેવા માંગતો નથી ....!
ઘોઘી અપલક, એક શ્વાસે બોલતા ઘોઘાને જોતી હતી સાંભળતી હતી ....
ત્યાં જ ઘોઘો ... લાવ ... હવે પાકીટ લાવ..
આમ બોલતા ઘોઘીના હાથમાથી પાકીટ ઝટી,
ઘોઘો રીતસરનો દોડતો દોડતો ઘરની બહાર ભાગી ગ્યો....
Like
Comment
6 Comments
Comments
Pravin Miyaatra " HE GHOGHA....AA PRASHNA PACHHAL GHOGHI NO HETU SU E MARI SAMAJ MA NA AAVYO?"See Translation
Katira Paresh Pravin Miyatra ... બૌ કેવાય હોં તું છેક લાગી ખેંચાઇ ગ્યો, ખેંચી ગ્યો...::)

અલ્યા અહિયાં પણ એવિ કોને સમજ છે... 


રહી વાત ઘોઘાની .. તો જો એને ખબર હોત, એવિ સમજ હોત... 

અગર હેતુ વિષે..
( હેતુ !! કોઈ લીલા માફક નૈ હેતુ મતલબ આશય... )

તો એ જો ઘોઘો જાણતો હોત ... તો.... તો એ જવાબ થોડી ના આપત ! પછી તો બોલવા જેવુ જ ક્યાં રહે હે પવલા.... 
Katira Paresh Kunjal Pradip Chhaya.. હાં હો એનો ભરોશો કરવા જેવો નૈ..! 
Katira Paresh Pravin Miyaatra ઘોઘી નો હેતુ તો ઠીક મારા ભાય હશે કાં'ક .... 

પણ ઘોઘો ....બધા સવાલોના સીધા જ જવાબ આપે, 


કે આપે એ શક્ય નથી ... 

કદાચ ના પણ આપે... 
Pravin Miyaatra આમ હોતા હશે?
ઘોઘો નૈ ઘોઘી....!!
બેય ગામ આખાને રમાડ્યા કરે એ ક્રા નો ન્યાય?

ઘોઘી નો પ્શ્ન નો હેતુ
નો ખબર હોય ને ઘોઘા નો આડો અવળો જવાબ!!
અમારે વગર વાંકે અથડાયા રાખવુ?
Katira Paresh લ્યા પવલા આ..આ.આ.આ.આ. શું થાય બોલ..! 

કોણ જાણે કેટ કેટલા/કેટલી, આ ઘોઘા 'ને ઘોઘી ના સવાલ જવાબ માં ગોટે ચડી ગ્યાં છે... 


હુએ બાકાત નથી ... 

સમજી શકે એના સવાલો જવાબોના ઊંડાણ ને કોઇની તાકાત નથી ...  

Pravin Miyaatra.... હાં તારી વાત નોખી છે... તું તો........ 

No comments:

Post a Comment