આ...આ...આ શું કર્યું..?
આ તે શું કર્યું ઘોઘા....
ઘોઘી દેકારો કરતાં કરતાં ઘોઘા સમક્ષ આવીને ઊભી રહી ગઈ..
પણ ઘોઘો તો, એ...ય ને આંખો બંધ કરી નિરાં... તે.
ટીપોય પર લાંબા પગ અને સોફે માથું અઢેલી ને બેઠો છે...!
જાણે કઈ સાંભળ્યુ જ નથી ...
આ જોઈ ઘોઘી ગુસ્સે થઈ ઘોઘાના ગાલે લાફી મારતા બોલી...
ઓય બેરા તને કૌ છું સાંભળતો નથી...?
શું છે ! છે શું તારે ...શું ક્યારની કાગડી માફક કાં...કાં..કાં.. કરે છે ?
નિરાતે બેઠો છું બેસવા દેને ...
કાગડા ..હાં કાગડા.. હાં એ કાગડા ....
હું એજ કહું છું કે આ આગણામાં આટલા બધા કાગડા મરેલા પડ્યા છે,
તે કોણે માર્યા , કોને કર્યું આ ઘોર કૃત્ય ?
ઘોઘીએ આમ વાત વાતમાં ઘોઘાને પણ ત્રણ વાર કાગડો કહી દીધો.... !
ઘોઘી બરાડા પાડતી રહી પણ ઘોઘોએ બે ફિકરો થઈ ફરી આંખો બંધ કરી દીધી... !
ઓઢણીનો છેડો કમરે કસીને વીંટાળી ઘોઘાનું બાવડું જાલી ઊભો કરતાં ઉઠ.. ઉઠ તો ..!
ચાલ તને બતાવું આંગણે તે કરેલું પરાક્રમ... ! પણ..પણ..લે પણ.. તું મને આમ ખેચ તો માં..
ઘોઘો મને કમને ઉઠ્યો ને ઘોઘીના હાથે ખેંચાતો ખેંચાતો આંગણે ગયો ને નીચે જોયું...
તો જોઈને ચોંકી ગયો... !
જોયું .. જોયું ને ! બોલ હવે આ તે શું કર્યું ?અને શા માટે કર્યું ?
બિચારા કાગડાઓએ તારું શું બગાડ્યું હતું..?
કે એક સાથે તે આટલા બધા કાગડા મારી નાખ્યા... બોલ ! જવાબ દે...!
ઘોઘાએ સાવ નિર્દોધ અને ભોળાભાવે રડમસ થઈ જતાં ઘોઘીને કહ્યું....
ઘોઘી આમાં મારો શું વાંક ! મારો કઈ જ વાંક નથી...!
આ બધા કાગડા રોજ ઊઠીને આંગણે આવી કાં..કાં...કાં.. કરતાં હતા ..
તો મને કંટાળો આવતો હતો, એટલે મે એક પથ્થરો ફેંક્યો અને.. અને...
ઘોઘો પૂરી વાત કરે, કરે ત્યાં ઘોઘી ગુસ્સે થઈ બોલી અને અને શું કરે છે ...
સીધું ફાટ ને આ એક સામટા આટલા બધા કાગડા...
હવે ઘોઘો ગુસ્સે થયો....
અરે યાર પણ મને પૂરું બોલવા તો દે !
હું જે થયું તે સાચું જ કહીશ તને,
તારી પાસે હું એક પણ શબ્દ આઘો પાછો કર્યા વિના સાવ સાચું જ બોલીશ ...
એક પણ શબ્દ ખોટો નૈ બોલું બસ ! કાગડાના સમ ..!
ઘોઘી મો આડે હથેળી રાખી હસી પડી...
અને હસતાં હસતાં બોલી પાગલ !
મરેલાના સમ ખાઈ શું કામ પાપમાં પાડવાના ધંધા કરે છે ... !
મને એ કહે આ થયું કેમ.. ?
અરે પણ તું બંધ થા , મને બોલવા દે તો કહું ને પણ લે..!
ફરી ઘોઘાએ સાવ નિર્દોધ અને ભોળાભાવે રડમસ થઈ જતાં ઘોઘીને કહ્યું....
ઘોઘી આમાં મારો કશો વાંક નથી સમજી લેજે .!
આ બધા કાગડા રોજ ઊઠીને આંગણે આવી કાં..કાં...કાં.. કરતાં હતા ..
તો મને કંટાળો આવતો હતો એટલે મે એક પથ્થરો ફેંક્યો....
પણ મેતો માત્ર એકજ પથ્થર ફેંક્યો હતો..
અને એ પણ એની રોજની કાં..કાં.કાં..થી કંટાળીને માત્ર ઉડાડવા માટે....
ઘોઘી ... તો પછી આ આટલા બધા મરેલા છે તે... !
ઘોઘો ભોળા ભાવે , માથું ખંજવાળતા બોલ્યો ...
લે પણ મે તો એક પથ્થરો ફેકયો હતો, પંખી ઉડાળવાને...
પણ એક સામટા એ બધા પોતમેળે મરી જાય તો હું શું કરું...
પણ એક સામટા એ બધા પોતમેળે મરી જાય તો હું શું કરું...
ફફડાટ નો અવાજ થયો...
ઘોઘી જોયું તો જમીન પર પડેલા મરેલા જેવા લગતા કાગડાઓની પાંખ ફફડી રહી હતી ...
ઘોઘો ઘરમાં જતો હતો ત્યાં ઘોઘીએ સાદ પાડ્યો....
ઘોઘા ઘોઘા પાછો આવ આમ જો ....
જો કાઇ નથી થયું , કાઇ કરતાં કાઇજ નથી થયું કાગડાઓને ....
આમ જો આ કાગડાઓ ફરી પાંખો ફફડાવવા લાગ્યા ...
ઘોઘો:- ઊભી રે ઊભીરે... હું પાણી લેતો આવું ....
જરા પાણી છાંટીશ એટલે હમણાં બધા જ કાગડા પાંખો ફફડાવતા ઊડી જશે ...
ઘોઘો પાણી લેવા ગયો ...
ઘોઘી હાશ અનુભવતા બોલી..
હાશ..ઘોઘા તું ઉગરી ગયો ... કાગડા ખાલી બેહોશ જ થયા હતા....
ક્રમશ....


No comments:
Post a Comment