Friday, 22 July 2016

અકલેજ હું બૌ લખતો બોલતો નથી ...


"અનંત" પ્રેમમાં એક બીજાને મુશ્કેરાટ ચૂમવા આલિંગવા ... 
એક બીજા પ્રત્યે આકર્ષણ અને ઉશ્કેરાટ જરૂરી હોય છે ..! 
આવું બધુ વર્ષો પહેલા બે શરમ અનંત કહેતો લખતો ગયો છે..! 
અને સાચું કહેવું ,પ્રકૃતિગત રહેવું અને પ્રકૃતિગત સત્ય સ્વીકારવું 
એમાં તે વળી શરમ કેવી ...? 
કૈક ઉતમ કૈક સુંદર કૈક અદભૂત અને અલૌકિક પામવું હોય તો , 
ભીતર ઊતરવું પડે ..! 
મન મુંજાય, શ્વાસ ગૂંગળાય ,જીવ અકળાય ... 
એવું બધુ તો થાય પણ તોય ડૂબવાનો અલૌકિક આનંદ આવે..!
તોજ અલૌકિક ચરમ આનંદ પરમ આનંદ પ્રાપ્ત થાય જો , 
છેક ઊંડા ઊતરો ... 
અનંત પ્રેમના ઊંડા દરિયામાં ... 
ઉપર ઊપર નહીં ..! 
તરવાનું ભૂલીને ઊતરો છેક તરિયામાં ... 
આવું બધુ મારો ભાઈબંધ અનંત ... 
અઢળક અનુભવના આધારે કહેતો ... 
અકલે કૌ છું કે , 
આપો અને ઊંડા ઊતરો તો પામો ..! 
એમ ઉપર ઉપર અકલે કે કિનારે કિનારે ... 
છબછબિયા કરવાથી કૈ ખાસ હાંસિલ નાજ થાય .... 
પ્રેમમાં એકબીજાને મુશ્કેરાટ આલિંગવા .. 
ઉસશ્કેરાટ જરૂરી હોય છે ... 
એ અલૌકિક અને અદભૂત ઉશ્કેરાટ ... 
સારીધારી નારીને એકધારી નહીં તો ,
એક ઝલક માત્ર જોતાં પેદા થઈ જતી  હોય છે..!  
બસ આજ કારણે હું બૌ લખતો બોલતો નથી .!
શું છે કે મારાથી સાવ સાચું લખાય બોલાય જાય છે ..! 
અને ક્યારેક બોલતા બોલતા  કાચું કપાય જાય છે .!
બોલવાનું હોય કઈ અને કઈ બીજુજ બફાય જાય છે !
જુઠ બોલવાનું ફાવતું નથી તો સત્ય લખાય  જાય છે ...
અકલે ..! 
અને પછી ઘણાને હું કણાની માફક ખૂંચું છું ..! 
જાણે કેમ હું કોઈનું કઈ ખૂંચવી લેવાનો હૌ ... 
દૂર બેઠા બેઠા ... 
પણ કોઈ સામેથી મારી સામે ખેંચાઈ આવે ..! 
જેમ ભાઈબંધ તરફ કેકલીય ખેંચાઈ આવતી એમ  ..! 
તો, એમાં મર્રો શું વાંક ..! 
હું એમ કૌ છું ..! 








પછી કલમ પર કાબૂ રહેતો નથી... 
અકલેજ હું બૌ લખતો બોલતો નથી.... 
કેમકે મને બૌ ફાવતુજ નથી ને ...!
આ તો ભાઈબંધ અનંત અને અજ્ઞાનીના જૂના કાગળિયા પડ્યા છે તો, નવરા બેઠા પડ્યો પડ્યો ઉકેલ્યા કરું છું ... 
ક્યારેક ક્યારેક અચાનકજ મને ચાનક ચડે છે ..!
અને પછી, મારી કલમ.! ગમે..! તે લખવા બોલવા લાગે છે ..! 
પણ પછી, એ કોઈને ના ગમે..! તો,,! 
એમ્મા મ્મારોં શું વ્વાંક્ક ...! 
બાકી ,,,, 
મારૂ બૌ ઓછું બોલવાનું કારણ ... 
અને બૌ જાજુ ના લખવાનું કારણ... 
પહેલા , અધવચ્ચે યા તો છેલ્લે છેલ્લે સમજાય જશે...! 
સ્ત્રીઓ ગમે તેવા વસ્ત્રો પરિધાન કરે, 
કોઇને ગમે કોઈને ના પણ ગમે ... 
મગર ..! 
સારી પહેરેલી નારી કોઈને ના ગમે એવું અપવાદ જ બને...! 
સારીમાં નારી સૌથી વધુ નિખરતી હોય છે ..! 
વાત સારીની આવે અકલે મારી નજર સમક્ષ તરતજ .!
વિધ્યા બાલન ઉપસ્થ્તીત થઈ જાય .... 
( એમાં માર્રો  શું વાંક્ક  ! )
એ વાત નોખી છે કે અનંતના જીવનમાં વિધ્યા નામની પણ ..! 
એક સુંદર મજાની મસ્ત મસ્ત શામળી છતાં નમણી.... 
કાળા ઘાટા ઘેધુર વાકળીયા વાળ ધરાવતી ... 
વિધ્યા નામે એક છોકરી અનંતના જીવનમાં આવેલી ... 
એ વાતાજ નોખી છે ..! 
ખૈર.... 
વિધ્યા બાલન એક એવિ સુંદર નારી છે જે કહે છે કે, 
મને સારી પહેરાવી ખૂબ ગમે છે ..! 
અને મોટા ભાગે એ સારીમાં સજ્જ જોવા મળે છે ..! 
વિધ્યા વિષે લખું અકલે એનો અર્થ એ નહીં કે , હું વિધ્યાનો આશિક છું..! 
હાં મને એ ગમે છે એ વાત નોખી છે ..! 
બાકી ભાઇબંધના જીવનમાં અસ્સલ વિદ્યા જેવીજ એક છોકરી પણ આવેલી જેનું નામ ભાવના હતું ભાઈબંધ એને ભાવલી ચિબાવલી કહીને બોલાવતો . 
ચલો એ ઘટના પણ અનંતે જો પોતાની આત્મકથામાં લખી હશે અને મને મળશે તો મારું તો કામજ એ છે એના ગરબડીયા અક્ષરે લખેલા કાગળિયાં ઉથલાવવા ઉકેલવા અને સારા અક્ષરે લખીને પછીજ અહી મેલવા..   
હું સારી ધારી અમુક અમુક સ્ત્રીનો આશિક છું ! 
એમ નથી કહેતો... 
બલ્કે સારી ધારી નારી મારી પહેલી પસંદ છે ... 
એ હકીકતનો સ્વીકાર કરું છે ... 
હાં આ કડવી હકીકત છે ..!
લે .! એમાં કડવું કે મીઠું શું ..! 
હું પણ એજ કૌ છું ..!
"સારી ધારી નારી મને લાગે અતિ પ્યારી "
એવું નથી કે અન્ય વસ્ત્રમાં નારી સારી નથી લાગતી હોતી ... 
પણ ભૈ સારી વારી તો સારી વારીજ હોય છે હોં બાકી..! 
અને એમાય પચરંગી બાંધણી ..!
બાંધીજ દ્યે તરતજ અદ્ભુત અદભૂત અને અલૌકિક ખેંચાણ થઈ જાય ... 
સારી વારી તરફ ખરેખર હું ઘણી વાર ખેંચાઇ જાવ છું ...!
ભલભલા ખેંચાય જાય એમાં શું ..! 
હું કબૂલું છું કોઈ મનમાં રાખે તો માર્રે શું..! 
"તારે સારી પહેરીને મારી સામે ના આવવું કૈ દઉં છું .!"
જોખમ છે ..! તને કાય નૈ થાય ઇ ખબર છે ..! 
પણ પછી મારુ શું ..! 
મારુ પૂરેપૂરું જોખમ છે !
બસ એકલા પૂરતું મારુ વિચાર જે ..!










જોકે મને સારી સિવાયના બાકીના બીજા વસ્ત્રોના,

 સરખા નામ પણ નથી આવડતા ...   

જેમકે ,,, 

ઉપર પહેરે એને સલવાર ને નીચે પહેરે એને કુર્તી કહેવાય ..?

કે નીચે પહેરે એને કુર્તી અને ઉપર પહેરે એને સલવાર ...?

એવિ બધી મને કાયજ ખબર નથી પડતી ..! 

અકલે સીધુજ કૌ તો,,, 

એક સ્ત્રી ,ઉપર નીચે ગમે તે વસ્ત્ર પહેરે .... 

પણ ખરી સ્ત્રી આખરે સારી તરફ્જ આકર્ષાય છે ...! 

અને સારી પહેર્યા પછી સ્ત્રીને ખુદને પણ  ! 
પોતે સંપૂર્ણ સ્ત્રી હોવાની અનુભૂતિ થાય છે ..! 

"અપવાદ બાદ કરતાં "

પુરુષો પણ મોટા ભાગે સારી ધારી નારી તરફ્જ આકર્ષાય છે ..! 

"અપવાદ બાદ કરતાં "

જોકે કોઈ કેનાથી  કેવા વસ્ત્રોથી આકર્ષાય છે એનાથી મારે શું મતલબ ..!

હાં , હું ચોક્કસ સારી ધારી નારીથી આકર્ષિત થાઉં છું ..!  

અર્થાત... મને સારી ધારી નારી સૌથી સારી લાગે છે ..!  

જોકે હવે કો'કની ચડામણી થી ચડેલી અને પોતાનું પોત ભૂલેલી .... 

અને કો'કની સડેલી વિચારધારાને વરેલી સ્ત્રીઓ વિષે ... 

મારે અત્યારે કાય નથી કહેવું ...! 

કેમકે હાલમાં સ્ત્રીઓના જે હાલ હવાલ.... 

શારીરિક કે માનશિક હું  જોઈ રહ્યો છું ...! 

કદાચ તમે પણ , અને કદાચ ખુદ સ્ત્રીઓ પણ ... 

એક બીજીના હાલ જોઈને જે અનુભવી રહી છે તે...! 

એક ખુબજ લાંમ્બી પ્રક્રિયાનું પરિણામ છે...! 

આ બાબતે મારા અનંત અને અજ્ઞાની અમારા ત્રણેય વચ્ચે , 

વર્ષો પહેલા ખૂબ લાંબી ચર્ચા થયેલી ... 

જ્યારે અમે મધરાતે ખંડેરમાં મળતા ત્યારે.... 

જે વાત પછીથી અમે સાથે મળીને લખેલી પણ છે ..! 

પણ હાલમાં અઢળક કાગળીયાના થપ્પા વચ્ચે થી એ શોધવી આસાન નથી..! 

અકલે હાલ આકલુજ ..! 

અમારા ત્રણેય વચ્ચે વર્ષો પહેલા .... 

થયેલી એ ચર્ચાના થોડા ઘણા અંશ .... 

સારીમાં નારી શોભે પણ છે અને ઢાંકેલી પણ રહે છે ! 

ઢાકેલું જોવાની જિજ્ઞાસા સ્ત્રી પુરુષને બાંધે છે ! 

ઉઘાડું અંગ અંતે બન્ને ને ઠારી નાખે છે ..! 

ઢાંકેલું અંગ પુરુષને રાતનો ઇંતજાર કરવા મજબૂર કરે છે ..! 

પોતાના માટે પુરુષ તડપે છે ,

એ સ્ત્રીઓને ગમે છે .!

 અને  પુરુષની પોતાના તરફની એ તડપ સ્ત્રી પણ ઝંખે છે ..  

અને ઇંતજારમાં બડી મજા હોય છે ! 

ઢાંકેલું  પ્રેમ કરવા માટે એક પ્રકારે પુરુષને ઉશ્કેરે છે ! 

અને પ્રેમમાં ...  

એક બીજાને મુશ્કેરાટ આલિંગવા ઉશ્કેરાટ જરૂરી છે !  

મુશ્કેરાટ આલિંગવું . અર્થાત.... 

એક બિનાજે કસીને ભેટવું ... 

અર્થાત ... 

પ્રેમમાં એક બીજાને જોતાવેંત એવું માદક આકર્ષણ જન્મે કે ,

 એક બીજાને ભીંસીને ભેટવાનુ યાની આલિંગવાનુ  ઝૂનૂન સવાર થઈ જાય કે ... 

બે છાતી વચ્ચેથી હવા પણ પસાર ના થઈ શકે ... 

આવું ઝનૂન સાડીમાં ઢ્ંકાએલિ સ્ત્રી પ્રત્યે જાગવાની શક્યતા વધુ રહે છે ..! 

બંધમાં રમવાની જે મજા હોય છે તે ખુલામાં નથી હોતી ..! 

એવુજ કઈક ... 

પગમાં ઝાંઝર જે સ્ત્રીઓના પગની શોભા છે ! 

નારીના પગના ઝાંઝરનો ઝંકાર  જીવનને જીવંત બનાવે છે ...!

ઝાંઝર એ સ્ત્રીઓના પગની શોભા તો ખરીજ ! 

પણ.! એ સિવાય.... 

 ખરેખર તો  પગમાં ઝાંઝર કે પછી કાનમાં બુટી નાકમાં નથળી હાથમાં બંગડી 
આ બધા સોના ચાંદીના ઘરેણા પહેરવા પાછળ પણ અનેક વૈજ્ઞાનિક કારણ છુપાયેલા છે  ...! 

ભઈ શોભા તો લટકામાં મળે છે ..!
તો પણ પૂરું જાણ્યા સમજ્યા વગર આજકાલ 
ખુદને મોર્ડન ગણાવતી અક્કલ મઠ્ઠી સ્ત્રીઓ ..
આવા બધા શણગારને વગોવે છે !
ઝાંજરને બેડી સમજે છે ..! 

જો કે આવું તો અનેક બાબતે આજકાલ પોતાને ખુબ હોશિયાર અને મોર્ડન છે ..!
એવું સાબીત કરવા ઘણી વાર ઘણું બાફી મારતી મેં જોઈ છે ! 
જો કે નારી ના લટકાજ નરને જકડી પકડી રાખવા સક્ષમ હોય છે ..! 
જરા બારીક નજરેપ્રકૃતિમાં ઊંડા ઉતરશો તોજ  સત્ય સમજાશે કે 
પશુ પંખી પ્રાણી માત્રમાં માદા ની આસપાસ નર ચક્કર ચક્કર ફરે છે.!  
માત્ર માદાને પોતાની તરફ આકર્ષવા અને રીજવવા..! 
માદા પણ કાંક તો કરતીજ હશે ણે નર ને રીજવવા ..?
પશુ પંખી કે પ્રાણી માત્રમાં માદા નામે ખુબ ચતુર ચબરાક હોશિયાર હોય છે..!    

બૌ માથે લેવું નૈ લેવાય જાય તોય મને તો કૈ કહેવું કે વઢવુજ નૈ કઈ દઉં છું .!

ખેર જે નારીઓમાં જે જે પરિવર્તન આવ્યું છે અને ક્રમશ આવી રહ્યું છે તેની 
પાછળ પણ કોઈ ઊંડું કારણ હશેજ ..! 
જો કે અમે ત્રણેય એ કારણ ને જાણી લીધું છે ! 

એ બાબતે અમારી વચ્ચે ચાયની ચુસ્કી ભરતા ભરતા જે ચર્ચા થયેલી 
તેના થોડા થોડા અંશો હું વહેલા મોડા થોડા થોડા અંતરે કહેવા હશે તોજ કહીશ..!
"અકારણ તો આ અવની પર કશુંજ બનતું નથી "

કોઈ કાળે પુરૂષથી દુભાયેલી કોઈ એકાદ સ્ત્રીએ ઝાંઝરને ... 

સ્ત્રીના પગની બેડિ ગણાવી અને એ સિવાય પણ બૌ નધુ કહ્યું . 

અકલે એજ જૂનો ને જાણીતો ગાડરિયો પ્રવાહ ... 

અને પછી પોતાની બુધ્ધિથી વિચારવાને બદલે ... 

જાતે નવી કેડિ કંડારવાના બદલે .... 

કો'કના ચિલે ચાલવાની વર્ષો જૂની આદત.... 

કે પછી, અને પછી ફેસન , ફિસિયારી કે, હુશિયારી જે સમજો/ કહો તે..!

એજ રીતે હાથમાં ચૂડી, યાને કાંડામાં બંગડી ... 

નાકમાં નથળી  કે કાનમાં બુટી પહેરવા પાછળ પણ..

અનેક વૈજ્ઞાનિક કારણજ ! 

ભઈ શોભા તો  લટકામાં .. ! 

પણ બંગડી,નથળી, બુટી વિષે પણ બાલિસ વાતો ... 

આવુજ સેંથી યાને સિંદુર અને કપાળે ચાંલ્લો ... 

અમારે કીધે કોઈને કાય ફેર નો પડે ઊલટું ગાંડમાં ગણે ... 

પણ અગર જો કોઈ વિદેશી વૈજ્ઞાનિક  ...

આ બધા શણગાર પાછળના વૈજ્ઞાનિક કારણ કહે તો,,,

પાછી ગાંડીઑ બધુ પહેરવા ઓઢવા હોશે હોશે હાલી નીકળે .... 

અર્થાત કોઈ વિદેશી કહે એ બધુ કરવા પહેરવા ઓઢવા તૈયાર થઈ જાય બોલો ..! 

બોલ પુરુષોતમ દાસ કી.... 

( જય બોલવું જરૂરી કે ફરજિયાત નથી ..! :)    

આ બધી બાબતે કોઈ એક દૂ:ખી  કે પછી બુધ્ધિની ઓછી....

  એકાદ નારી ની વાદે  આખી જમાત .... 

જમાના સાથે બદલાઈ ગઈ.... 

આ કારણે અસસ્લ સ્ત્રી , જે ખરા અર્થમાં સ્ત્રી છે ... 

જે આ બધા અલંકાર સાજ શણગાર ઝંખતી હોવા છતાં .... 

ક્યાક ને ક્યાક  ક્યારેક કોઈકથી દોરવાઈને તો ક્યારેક .... 

દેખાદેખીમાં ખુદની ભીતરની ઈચ્છા અને ઝંખનાની બલી ચડાવતી રહે છે ..! 

અને , લોકો અને લોકિ ...! 

લોકિ અર્થાત દૂધી નહીં યાર જરા તો બુધ્ધિ વાપરો... 

લોકો અકલે પુરુષ અને લોકિ અકલે સ્ત્રીઓ ... 

કોઈ પણ / કોઈ પણની લખેલી /વાંચેલી કે કોઈ પણના મુખે સાંભળેલી... 

વાતોના ઊંડાણમાં ઉતાર્યા વગર .... 

પોતાની બુધ્ધિથી વિચાર્યા વગર.... 

એજ ચિલ્લા ચાલુ વંચાયેલી, ચવાયેલી ... 

કહેવાયેલી , કોહવાયેલી વાસી ગંધાતી વાતોને દોહરાવ્યે  રાખે છે ..!  

"( જોકે આવું અક્કલ્નુ પ્રદર્શન તો આજકાલ આયકણે પુરુષોય કરે છે...! )"

વાત જ્યારે બુધ્ધિની જ નીકળી છે તો મને વર્ષો પહેલાનો એક કિસ્સો યાદ આવે છે ... 


જોકે મે તો પહેલા પણ કહ્યું છે કે ,
મારે ને બુધ્ધિને બાર ગાઉં છેટું છે !

એ કિસ્સો આ પ્રમાણે છે ! 
વર્ષો પહેલા જ્યારે અમે ત્રણેય ભાઈબંધો રાત્રે ખંડેર પર મળતા ત્યારે ....

એક દિવસ મે મારામાં થોડી ઘણી બુધ્ધિ છે એવું સાબિત કરવાનો,

એ લોકો સામે વામણો પ્રયાસ કરેલો ...

પણ ત્યારે એ બેઉ જણાયે ભેગા મળીને મને સરખી રીતનો ઘઘલાવી નાખેલો ...

મારામાં પણ બુધ્ધિ જેવુ નજીવું તત્વ છે ! એ સાબિત કરવાનો મારો 

વેવલો પ્રયાસ જોઈ અજ્ઞાનીએ મને કહ્યું હતું કે,

 પરિયા બૌ હુશિયારી મારમાં ....

દુનિયામાં તારા મારા ને અનંત આપણાં ત્રણેય કરતાં ....

અનેક ગણા બુધ્ધિ શાળી જીવ જીવી રહ્યા છે...

ત્યારે અનંતતે પણ કહેલું. 

 હાં પરિયા એટલેજ એ મરી રહ્યા છે ...

અનંત જે બોલ્યો એ હું સમજ્યો નૈ

અકલે મે કહ્યું , હે.! શું કહ્યું..?

તો અજ્ઞાની કહે એજે બોલ્યો એ બુધ્ધા !  

તારે કાય સમજવાની જરૂર નથી ..!

તું બૌ ભાગ્યશાળી છો કે તારામાં બુધ્ધિ નથી ..!

મે કહ્યું હોય કાય ,

પણ હેં અજ્ઞાની  ? મારામાં બુધ્ધિ નથી ! 

તો, પણ તે મને ભાગ્યશાળી કાં કહ્યો...?

અકલે અનંત વચ્ચેજ બોલ્યો પરિયા ...

હોય એને વ્યાધિ  હોય, ના હોય, એને શું ઉપાધિ હોય ...

મે કહ્યું, અકલે ...

તો ઇ ગુસ્સે થઈ ગયો અને મને વઢિને કહ્યું ,

અક્કલ વગરના અકલે અકલે શું કરે છે ..!

એટલી પણ ખબર નથી પડતી કે ,

જેની પાસે દેખાડવા જેવુ કઈ હોય એને,

 દેખાડો કરવાનું અર્થાત... દેખાડવાનું મન પણ થાય...

એવુજ બુધ્ધિનું ...  

બુધ્ધિ હોય તો ! પ્રદર્શન કરવાનું પણ મન થાય ...

અને પ્રદર્શન કોઈ પણ કર્યા પછી .... 

જો આપણી બુધ્ધિનું દર્શન કરનારું કોઈ ના મળે ...

એટલેકે વખાણવા વાળું ના મળે તો,

માનવ પ્રકૃતિ સહજ દૂ:ખ કે પીડા થાય ...

અને એ પીડામા ને પીડામાં માણસ ગાંડા ગદોળવા લાગે ...
અને પછી એવા માનસિક બીમારો જે બોલે જે લખે કે આપણને તો 
મફતમાં મનોરજન મળી જાય ... 

અને પછી આપણી બુધ્ધિ ...

પેલી કવિતાના પપા ર.પા. ની કવિતા બોલે ... 

કે,

હું તો ફૂલ ફ્ટ્ટાક થઈને નીકળી હતી ...

કોઈએ પૂછ્યુય નહીં નામ ..

“રમેશ”

આ તે કેવું છે ગામ ...!

"રમેશ પારેખ"

અનંતની વાત સાંભળી , 

અજ્ઞાની દાઢી પર હાથ પસરાવતા મૂછમાં હસ્યો ...

અને હું રાજી રાજી થઈ ગ્યો...    

મને અનંતે સૌથી પહેલા કહેલી વાતનો મર્મ

 છેક છેલ્લે સમજાઈ ગયો ...

કે ,

એટલેજ એ મરી રહ્યા છે ...!


દુનિયામાં તારા મારા ને અનંત આપણાં ત્રણેય કરતાં ....

અનેક ગણા બુધ્ધિ શાળી જીવ જીવી રહ્યા છે...


ત્યારે અનંતતે કહેલું હાં પરિયા એટલેજ એ મરી રહ્યા છે ...

જો કે અજ્ઞાનીએ તો એમ પણ કહ્યું કે 

બ્લાસ્ટ :- 

"અજ્ઞાની" દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે ..! 

તફાવત શું હોય છે અજ્ઞાની દ્વારા વર્ષો પહેલા 

લખાયેલી એ વાત યાતો પહેલા કહેવાય ચૂકી છે ..!

યા તો પછી ક્યારેક કહીશ  ... 

લો તાજા ઔર બર્ષો પુરાના એક કિસ્સા ખતમ હુવા ... 

બસ આવી બધી ચર્ચાજ વર્ષો વર્ષો પહેલા અમારા ત્રણેય વચ્ચે થયેલી ... 

લ્યો હૌ ...!હવે  સમજાઈ ગયું ને ... 

કે હું શું કામ બૌ લખતો બોલતો નથી...! ?

સાચું કૌ .. તો,,,, 

અકલે જ હું બૌ લખતો બોલતો નથી...! 

બસ આજ કારણ કે પછી,

મારી કલમ પર મરાથીજ લગામ નથી લાગતી .... 

અને એ બે લગામ દોડે છે , જે વચ્ચે આવે એને કચડી મચડી ઢસડી નાખે છે ...!  

અને પછી,,,  

 મારાથી પણ જે મનમાં આવે એ લખવા કરતાં વધારે  બફાય જાય છે ..! 

અને પછી સાચું કૌ તો કેટલાય લોકો અને લોકિ ની લાગણી દુભાય જાય છે ...! 

તો પણ , આજે તો ક,તિરાની કલમ સાડી જોઈ જોઈને ગાંડી  થઈ જ ગઈ ...  

ભઈ કલમ ના મગજ પર કાબૂ ના રહે એમાં મારો શું વાંક ..!!!

*બ્લાસ્ટ*
ફોર ... 
ક,તિરા... 

સારી ધારી નારી મને અતિ પ્યારી... 
&&&&&&&&&&&&&&&&&&

થોડીવાર માટે આકલેથી મારી વાત  અટકશે ..! 

કેમકે લખતા લખતા મને યાદ આવ્યો ... 

અકલે મે શોધ્યો તો મને હાથ લાગ્યો ... 

અનંતે વર્ષો પહેલા કરેલી કલ્પના બાદ ... 

એની કો'ક ચહિતીને લખેલો એક ઔર પ્રેમ પત્ર.... 

આ પત્ર કદાચ,,,  

અનંતે પેલી વીધ્યા માટે લખ્યો હશે ..! 

આ ફિલ્મી હિરોઈન નહીં બલ્કે એ વિધ્યા .... 

જે એના જીવનમાં આવી હતી ... 

પત્રમાં અનંતે લખ્યું છે કે,,, 

આંખ બંધ કરું છું અને મને દેખાય છે ..! 

કે એની રંગીન સારી હવામાં લહેરાય છે ...  

અને પછી .... 

એના ભીના ભીના ગેશુઓ સવારે સવારે સ્નાન બાદ ટોવેલથી ઝટકાય છે ! 

એમાથી ઉડતા ભીના ભીના ઝીણા ઝીણા સુગંધી છીંટાં... 

જ્યારે મારા ચહેરા  સાથે ટકરાય છે ...  

ત્યારે માહોલ માદક માદક થઈ જાય છે ..! 

અને પછી એ ખુલ્લી જુલફો જ્યારે જ્યારે મારા ચહેરા પર પાથરે પથરાય છે ..! 

ત્યારે મને એમ થાય છે કે,

ઝખ્ખ્મરાવા જાય  મોક્ષ ... 

ને તેલ લેવા જાય મુક્તિ 

મારે મન પ્રેમજ પુજા અને પ્ર્રેમજ  ભક્તિ  ...

નર્ક કોને કહેવાય ખબર નથી ..!

ને સ્વર્ગ ..! 

સ્સાલ્લું  મને તો ત્યારે પથારી પરજ સ્વર્ગ અનુભવાય છે .! 

અને પછી મુક્તિ,અને મોક્ષને મારો ગોલી ... 

પ્રેમ જ આનંદ પ્રેમજ પરમ શક્તિ ... 

હજારો વાર મને આ ધરતી પર અવતરવાનું મન થાય છે ..! 

ભલેને પછી  ફરી ફરી અઢળક સંઘર્ષ.... 

 પીડા , યાતના , વેદના વેઠવી  પડે ..! 

અગર જો મારી કલ્પના મુજબ ... 

મારી પ્રેયસી  રૂપે મને તું મળે ...   

તો , 

બ્લાસ્ટ :- 
આપશે એટલું પામશે ..
"અનંત " સુખ યા દૂ:ખ ..!  

"અનંત"

*બ્લાસ્ટ * 

ભપકો ને  ભવાડા બેઉ સરખા ..!

ચંદ ક્ષણ આનંદ આપી શકે કદાચ ... 

પણ આખરે તો થક્વે અકળાવેજ છે .. 

અને એનું આયુષ્ય પણ ક્યાં લાંબુ હોય છે ..! 

હોય તોય ક્ષણિક હોય છે .! 

જ્યારે... 

સાદગીમાં અને સારીમાં 

સ્ત્રી સૌથી વધુ સુંદર લાગે છે ..! 

સાદગી હમેશા તાજગી આપે છે ! 

સાદગી ભર્યા સૌંદર્યનું આયુષ્ય લાંબુ હોય છે ! 

ક,તિરા... 


































































બ્લાસ્ટ :- 

ભાઈબંધ અનંત કહેતો કે, 

"અનંત" જોઈ જાણીને કોઈને પણ છેતરવા કરતાં. તો.., 
જાણી જોઈને પ્રેમથી છેતરાઈ જવું .મને વધુ પસંદ  છે ...!
"અનંત"  


No comments:

Post a Comment