Wednesday, 24 August 2016

છીછરા દરિયા ....


છીછરા દરિયા .... ઊંડા કિનારા....
@@@@@@@@@@@@@@@@@@@@
ના છીછરો, ના લગીરે ગોબરો કે ગંધારો હોવો જોઇયે.
વિચાર મનમાં જે પણ હોય બસ એ સારો હોવો જોઇયે.
આમ સાથે ના હોય, છતાં હોય પાસેજ એવું લાગ્યા કરે.
જીવનમાં એવો સ્થૂળ કે સૂક્ષ્મ સુંદર સહારો હોવો જોઇયે.
ખાલી તન મળે શું વળે જો મન મળે તો કળ વળે જરી.
જરીક અમથી આ વાતનો મર્મ સમજનારો હોવો જોઇયે.
સતત તારા વિચારો મને સાવ અમસ્તાતો ના જ આવે.
નક્કી. તારાયે મનમાં સતત ખયાલ મારો હોવો જોઇયે.
તનથી તન મળવાની વાત તો છેક છેવાડાની વાત છે.
મનમાં ચાલતા વિચારોનો સરખો વરતારો હોવો જોઇયે.. 
જો !અમસ્તું તો એક બીજા વગર અધૂરપ જેવુ. ના લાગે.
ને સાવ અમસ્તું તો અધૂરપ છતાં મધુરપ જેવુ ના લાગે .
હાં,ઘરમાં નહીં તો.! હ્રદયમાં કોઈનો ઉતારો હોવો જોઇયે.
જીવન આખું આમજ ગુજારી નાખું માત્ર એકજ શર્ત પર.
તારા મનમાં સતત ખયાલ મારો બસ મારો હોવો જોઇયે
સાથે નથી તો શું થયું ! હ્રદયથી તારી પાસે જ છું ને હું.! 
ક્ષણ ક્ષણ બસ આ અહેસાસ જગાવે એવો ઈશારો હોવો જોઇયે...!
નાનોસો હિસ્સો હોય મારો પણ તારા જીવનમાં. ઝંખના માત્ર-
એટલીજ. એમ ક્યાં કહું છું કે, હક્ક મારો બસ મારો હોવો જોઇયે.
મધ દરિયે જે તરી ગયા, કહે છે એ, કિનારે આવી ડૂબી ગયા.
“અનંત” નક્કી દરિયાથી પણ વધુ ઊંડો કિનારો હોવા જોઇયે.
"અનંત"
બ્લાસ્ટ:- અનંત"
તનથી તન મળે તેના મન નથી મળતા.
મનથી મન મળે તેના તન નથી મળતા.
"અનંત" આજ વિરોધાભાષ ના કારણે
સુખી કોઈના લગ્ન જીવન નથી બનતા.
એ સમજે કેમ ? સમજ જેની અધૂરી હોય છે.
બન્ને મળવું, બન્ને રીતે, બન્નેને જરૂરી હોય છે.
"અનંત"
સત્ય અસત્યના પડઘા..
@@@@@@@@@@@@@@@@@@@
ખુદ ખીલે ખુદ કરમાય, મનોમન પછી શરમાયા કરે..
ભરમ ભરેલી આ દુનિયામાં સારા સારા ભરમાયા કરે..
ચહેરાની દુનિયામાં સતત મહોરાઓ બદલાયા કરે..
છેતરતા ફરે જે દુનિયાને કદી એ ખુદ છેતરાયા કરે....
મહોરા પહેરેલા ચહેરાઓ પછી એમજ ઓળખાયા કરે..
છૂટવા મથે, પણ છૂટે નહીં ! સબંધો એવા બંધાયા કરે...
દ્રશ્યો રહસ્યો ભરેલી આ દુનિયામાં સૌ ગોથા ખાયા કરે..
ચંચલ મન ચલિત થાય ને પાગલ મન મુસ્કુરાયા કરે..
કામ વગરના સંબંધો , નામ વગરના સંબંધો, કદિક-
કામના પણ નીવડે. જો સાચવીએ તો સચવાયા કરે..
“અનંત” સત્ય અસત્યના પડઘા સતત પડઘાયા કરે..!
ક્યારેક છળ આપણી સાથે આપણાં જ પડછાયા કરે..!
"અનંત"
બ્લાસ્ટ:-

વર્ષો પહેલા, કે, વર્ષો બાદ ...
એજ શબ્દો એજ "અનંત"નાદ ...
અનંતે એની કોઈ ચહીતિને -
પ્રેમથી ભીતરથી કરેલો સાદ ..
વર્ષો પહેલા....
મૌન પ્રેમ....
ઘુઘવે એમ.....
સમંદર જેમ.......
@@@@@@@@@@@@@@@@@@@@@@@
પ્રેમ શાંત હોય છે, મૌન હોય છે, 'ને હોય છે અંદરનો અવાજ.
પ્રેમ એટલે ઘોંઘાટ નહીં ..! બલ્કે ઘૂઘવતાં સમંદરનો અવાજ.
પ્રેમ હોય ખરો તો યુગો સુધી સંભળાય છે પ્રેમીને ભીતરનો અવાજ.
પ્રેમ એટલે પ્રેમ બીજું કાઇ જ નહીં ! હોય છે બસ અંતરનો અવાજ.
હું બોલું ‘ને તને સંભળાય એ નહીં ! બલ્કે પ્રેમ એ છે કે હું મૌન રહું .
કે એકાંતે રડું તો પણ સંભળાય તને મારા શાંત રુદનનો અવાજ.
એ ઘટના પણ અલૌકિક હોય છે. જ્યારે 'હું' કે તું દૂર દૂરથી પુકારીએ.-
તો પણ સાવ કરતાં સાવ નજીક સંભળાય બેઉને રીતસરનો અવાજ.
પ્રેમમાં તે વળી શું હોય ઝંખના જુદી જુદી સ્ત્રી કે પુરુષની.હોય છે એક-
સરખીજ ઝંખના એકજ સરખો હોય છે પ્રેમમાં નારી કે નરનો અવાજ.
હર એક શબ્દ એક પડઘો બની જાય છે પછી, પ્રેમીના અંતરનો અવાજ.
“અનંત” યુગો સુધી ગુંજે બ્રહમાંડમાં.ખરા પ્રેમીઓના ભીતરનો અવાજ.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
“અનંત”
*બ્લાસ્ટ*
એક માત્ર પ્રેમ સિવાય ના અન્ય કોઇ મોહ છે, ના માયા છે.
શબ્દો મારા શ્વાસ શબ્દ મારૂ કર્તવ્ય 'ને શબ્દ મારી કાયા છે.
એટલેજ મને દૂ:ખમાં પણ "અનંત" સુખનો 'ને પ્રેમાળ હુંફનો-
અહેસાસ થાય છે ! મારી માથે અઢળક શબ્દોની છત્ર છાયા છે.
"અનંત"
હું બોલું ‘ને તને સંભળાય એ નહીં !
બલ્કે,,,
પ્રેમ એ, કે, હું, મૌન રહું , તો પણ !
તને સંભળાય મારી ભીતરનો અવાજ....
"અનંત"
જ્યારે થોડું ઘણું લખાય છે ...
ત્યારે ઘણું બધુ જીવાય છે ...
આવું અનંત વર્ષો પહેલા કહેતો ...
જે મને છેક આજે સમજાય છે ...
&&&&&&&&&&&&&&&&
આજે હુય ભરપૂર જીવ્યો હોવ,
એવું, મનેય ફિલ થાય છે ....
Comments
Pravin Miyaatra હું બોલું ‘ને તને સંભળાય એ નહીં ..બલ્કે પ્રેમ એ કે,
હું મૌન રહું 'ને સંભળાય તને મારી ભીતરનો અવાજ. .."અનંત" આ વાત કેમ મારી હોય એવી લાગે છે...


આવું આવું બધાને થતું હશે?
See Translation
Katira Paresh જી'' Kunjal Pradip Chhaya વર્ષોથી બંધ કબાટમાં ઘૂઘવતું "અનંત"નું મૌન .... આજેય યાદોના ખડક સાથે અફળાય છે ........
Katira Paresh જી'' Pravin Miyatra જેવુ તું કહે છે ... કદાચ ..... 

જ્યારે કોઈ પણ લેખકની લાગણી સાથે પોતાની લાગણીઓ જોડાય જાય કે પછી અસસ્લ એવિજ લાગણી ક્યારેય ભૂતકાળમાં કે વર્તમાનમાં અનુભવાતી હોય ત્યારે બિલકુલ તું કહે છે તેવું લાગ્યા વિના ના રહે ....

Ashoksinh Vala જી" પરેશભાઇ ક્યારેક ઘણું બધુ કહેવા માટે મૌન રહેવું પણ જરૂરી
Katira Paresh જી'' Kunjal Pradip Chhaya & Pravin Miyatra ....

આ રચના વાંચી તમને નહીં બલ્કે ...
...See More

Katira Paresh જી''Ashoksinh Vala વ્હાલા માટે જ હું મૌન....
Katira Paresh હાં, "અનંત" હાં , હું તો તે લખ્યું એ અહી છાપી મારૂ છું . 

પણ ક્યારેક ક્યારેક તારી વાતો અશક્ય લાગે છે મને .. 


હું બોલું ‘ને તને સંભળાય એ નહીં ..બલ્કે પ્રેમ એ કે, 
હું મૌન રહું 'ને સંભળાય તને મારી ભીતરનો અવાજ. 

એ સાવ પાગલ હતો ... 
જે આવું બધુ લખતો રહ્યો એને હું લખું અહી.. 
પણ સમજે નહીં કોઈ .... 
તો હું શું કરું ?

Kaushik Savariya Are vah ....... Ghanu keva nu man Thai 6 pan atyare maun j aa sabdo ne sacho nyay api sakse ...... 
Katira Paresh वाह कौशिक भाई खरो न्याय कर्यों .. पण हवे कई पण कहेवा हु आपने मौन माथी मुक्ति आपु छु .... 
Kaushik Savariya ધન્યવાદ
Kaushik Savariya પરેશભાઈ જયારે મૌન જ સમજાય જતું હોઈ ત્યારે સબ્દો જરા ફીકા લાગે ..............See Translation
Katira Paresh હા કૌશિક ભાઈ બિલકુલ ખરું ...

અને હ્રદયથી બોલાયેલ બસ થોડા જ શબ્દો અતિ મીઠા લાગે કે નૈ ? 

Kaushik Savariya જી સાવ સાચું કીધું માત્ર સબ્દો થી તો આડંબર ઉભરાય અને લાગણી સભર મૌન પણ કવિતા રચી જાય ને કેટ કેટલુય કહી જાય ...................... See Translation
Katira Paresh છે ને ...! જોયું ને..! કૌશિક ભાઈ જોયું ને હવે તો ભરોશો કરો બાપલિયા કે મારી યાદ દાસ્ત કેટલી બધી નિસ્તેજ છે.... 

નૈ તો તેદિ' ની વાત નો જવાબ છેક અત્યારે હોય..! હે... 


ઇ શોભે ,,,! 

ખૈર.... જ્યારે જ્યારે જે થવાનું હોય, ત્યારે ત્યારે જ તે થાય છે ...! કે નૈ ..

Kaushik Savariya jyare apyo tyare javab to apyo ............ ghanu 6 e pan................See Translation
Katira Paresh એ તો તમે બૌ ઉદાર છો Kaushik ભાઈ .... 

અકલે ... 
...See More

Katira Paresh Pravin Miyaatra... 

હઅ, થાય ને, જો તને ના હોય એ જોવાની પણ દીર્ધ અને ઊંડી દ્રષ્ટિ હોય ... 

અને એના પ્રત્યે અતિ ઊંડી લાગણી અને પ્રેમ હોય .. તો જરૂર એવું થાય...  

એના વતી ...

Pravin Miyaatra પડઘો તો પડતો જ હોય છે
Katira Paresh હાં પણ, 
!
!

!
!
!
શું થાય.... 



No comments:

Post a Comment