Friday, 19 August 2016

ફરી ફરીને પાછું સામે આવે એનું એ તો એમાં હું શું કરું પણ લે ..!


વર્ષો પહેલા મારા ભાઈબંધ "અજ્ઞાની"એ લખ્યું હતું કે...
અને એ મુજબ જ ! આજે મે ....
એક દ્રશ્ય જોયું ...
મોરબીમાં આવેલ ગાંઘી ચોક,
જ્યાં આગળ મોટા ભાગે વાઘરિ કોમના લોકો ગાભા વહેચતા હોય છે ...
ત્યાં આગળ એક તરફ ગાભા વેચનાર એક ગરીબ યુગલ ગાભા વહેચે છે ...
અને સામે બંધ પડેલી દુકાન ના ઓટલે, તડકામાં બેસી તેના બે બાળકો....
એક દમ ધ્યાનથી ભણી રહ્યા છે ...!
ત્યાથી પસાર થતાં આ દ્રશ્ય મે જોયું અને,
પાછો વળી મે તે લોકોને મો. કેમેરામાં કેદ કરી લીધા ...
આ જોઈ એમના ચહેરા પર અનેરી ખુશી પ્રસરી ગઈ ...
કે, કોઈએ એમની નોંધ લીધી....
પણ અફસોસ ....
આ બધી વાતોથી કદાચ એ માહિતગાર ના પણ થાય ...
અને થાય તો પણ શું ..!!!
બસ એટલું જ સમજાયું કે જેને ઉગવું હોય તે .... 
Comments
Pravin Miyaatra શબ્દો ની અછત પડી જાય એવુ ભાઇબંધ!!!!
જો ફુલછોડ ને ઉગવુ હશે તો એ પથ્થરની છાતી ચીરીને પણ ઉગશે જ.. પણ એ ફુલછોડ ની નોંધ લેનાર નજરો પણ કેટલી હે?
વાંકા ડાચા કરી ને લિધેલી સેલ્ફીયુ લઇ ને Its Me લખનારા કરતા, તડકામા ઉભા રહી, આ કેમેરાની કવિતા લખનાર ને પણ ધન્યવાદ તો દેવા જ પડે.....!!

દાદુ કામ,
કતિરા એટલે જ કતિરા છે👏👏👏
Katira Paresh પ્વલા.... 

હું શરમાતા શરમાતા શરમાઈને ધન્યતા અનુભવું છું.... 
Katira Paresh
Write a reply...
Shri Kkparmar કતિરા અને મિયાત્રા ! તમારા બંનેની કલમ ને 100 - 100 સલામ !!
Katira Paresh ભાઈસાબ.... મિયાત્રાની વાત નોખી છે... 

પણ , કતિરા નો ક્યારો તો ક્યારેક, ક્યારેક, હાં યાર, ક્યારેક જ ફૂલ ઉગાડે છે .... 


બાકી તો....................
Shri Kkparmar બીકી તો .........તમારો ક્યારો મીઠી મધ જેવી શબ્દો ની સાકરટેટી ઉગાડે જ છે !!!
Katira Paresh હાય લા, મારી નાખ્યા... 

થોરુક વેલું બોલાય ને...!


યાર , હું તો હમણાં જ કાંટા વેરી આવ્યો.... 

હવે ....!? 

તમે વેરી તો નૈ થઈ જાવ ને...! 

લાગે બાગે લોહી ની ધાર ... 

મારા ઉપર વાંક નૈ..... 
 
 
 ................. 
Katira Paresh
Write a reply...
Katira Paresh
Write a comment...
3 YEARS AGO TODAY
Tue, Aug 20, 2013
Katira Paresh commented on dhingana.com.
बहोत ही खूब एक मर्दकी प्यारिसी बेबसी और अपने पतिसे प्यार करती मगर बच्चोकी वजेसे एक माँ की मज़बूरी भी...
बड़ी खूबी से अच्छे शब्दका इस्तमाल किया है गीतकार ने...
Listen to Ghadi Milan Ki Aai Aai song from Ek Baap Chhe Bete. Download Ghadi Milan Ki Aai Aai MP3 song on Dhingana for FREE. Sung by Mohammad Rafi,Sulakshana Pandit. Music by Rajesh Roshan. Starring Tracy Mahmood, Mahmood, Mukri, Nutan, Madhu Kapoor, Yogita Bali, Kishore Kumar. Lyrics by Majrooh Sultanpuri, Tracy Mahmood. Released in 1976.
Katira Paresh updated his cover photo.
બ્લાસ્ટ :-
ચાહત....! અને પ્રેમમાં બડો ફર્ક હોય છે.
ચાહવા માટે પાસે હોવું જરૂરી નથી હોતું.
જ્યારે પ્રેમ કરવા નજીક હોવું જરૂરી છે..!
"અનંત"
હું એ બધાને ચાહું છું, ચાહી શકું છું. જે પાસે નથી.
અને જેને પ્રેમ કરું છું એ પાસે જ છે તે આઘે નથી.
"અનંત"
વર્ષો પહેલા લખાઈ ચૂકેલી ...
' અજ્ઞાની' ની કડવી વાણીમાંથી ...!
~~~~~~~~~~~~~~~~~~
"અજ્ઞાની" જો તને સમજાય તો ,,,
~~~~~~~~~~~~~~~~
મન સૌના કેટલા !આકળ વિકળ છે.
કોણ જાણે ! કેટ કેટલી ! અટકળ છે...!
સાંભળવાની તો કોઈને ફુરસત નથી.!
સૌ કોઈને બસ કહેવાનીજ ઉતાવળ છે.
ફૂલ છે ફૂલ નથી, ફર્ક માત્ર એટલો જ.!
એક ગુલાબ છે ! તો, એક બાવળ છે.
સુક્ષ્મ આ સંબંધો ભલા બંધાય છે કેમ ?
પૂછો નિજ આત્માને કે,એવું ક્યુ કારણ છે.!
જ્યાં સુધી કે કશુંજ નક્કર કાર્ય ના થાય.
માત્ર ને માત્ર કરેલી વાતો બધી જ પોકળ છે.
સમજ તમારી જ ટૂંકી હોય તો હું શું કરું?
ભઈ મારા ઇશારા તો પહેલેથી જ પ્રબળ છે.
મારા માટે સહેલું તમારા માટે અઘરું છે.
તમારા માટે અઘરું મારા માટે સરળ છે.
અણુ અણુમાં ધબકે છે. દરિયો પણ એ,
ઝરણુંય એ, અરે..! એજ તો ઝાકળ છે.
કળી ચૂક્યો છું સકળ લીલા એની ”અજ્ઞાની”
જાણો તો સહજ છે ના જાણો તો અકળ છે.
@@@@@@"અજ્ઞાની"@@@@@@
ડબલ ધમાકા .. 
*બ્લાસ્ટ*1
એ તો જીવન જીવવાની રીત જોયા પછી જ ખબર પડે..!
"અજ્ઞાની" કે જીવનમાં કોણ સફળ છે 'ને કોણ નિષ્ફળ છે.!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*2
જ્યારે બુધ્ધીશાળી લાગતાં મૂર્ખ લોકો જાહેરમાં વિવાદ કે દલીલ બાજી કરતા હોય છે,
ત્યારે મૂર્ખ લાગતા બુધ્ધીશાળી કેવળ હસે છે. અને એમનું મનોરંજન કરતા હોય છે..!
"અજ્ઞાની"
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
Comments
Kaushik Savariya ato double blast 6 pareshbhai ......maja padi gai......hahahahaha
Katira Paresh Kaushik Savariya.... 

બસ સાચું એ જ કે મજા આવવી જોઇયે.... મજા આવે એટલે નાણાં વસૂલ ...... 


જો કે મે કે તમે કોઈ જ પૈસા ખર્ચ્યા નથી . છતાં ખર્ચ્યા છે ...  

અરે યાર મને ગોટે ના ચડાવો હવે... 

કેમ લે વળી મે અને તમે.... 

હાસ્તો મે ઉછી ઉધારા ના શબ્દો અહી ગોઠવ્યા અને તમે એ શબ્દો વાંચ્યા ... 

શું સાવ એમ નેમ ? 

કેમ ? 

મે અને તમે સમય ના વાપર્યો હે... ? 

તો પછી અરે ભાઈ સમયનું મૂલ્ય શું એ તમે નથી જાણતા ... ? 

તો પછી યાર હું એજ તો કહું છું .. કે મે અને તમે કીમતી સમય વાપર્યો .... 

જેમાં મને ઉતારા કરવાની મજા આવી ને તમને એ વાંચવાની મજા આવી તો નાણાં વસૂલ થયા ને કે નૈ ?   

બસ તો મારુ કહેવાનું એજ કે નાણાં વસૂલ ........ 
Kaushik Savariya હા હો પૂરે પુરા નાણાં વસુલ .... 
Katira Paresh તો પછી હું એજ તો કે'તો'તો Kaushik Savariya .... કે આપણી તો ક્ષણે ક્ષણ અહી વસૂલ થઈ રહી છે ... ના ઓછી ના વધારે સમજો ને પૂરે પૂરી કિમત મળી રહી છે ...  

No comments:

Post a Comment