Saturday, 27 August 2016

બીજ બન્યું કૂંપણ અને કૂંપળ બની છોડ




Katira Paresh shared a memory.
1 hr


બીજ બન્યું કૂંપણ...
અને, કૂંપળ બની છોડ.!
આખરે એ છોડ વૃક્ષ બની ગયું...
ક, તિરા...

હરામ ! બરાબર જો યાદ રાખવા સમું કઈ યાદ રહેતું હોય...
અને ભૂલવા જેવુ ભૂલી શકાતું હોય તો વાસ્તવિક જીવનમાં ....
અને અહી આ ઝૂકુ નું ફૂબુ !
વર્ષો પહેલા જે કહેવાય હોય કહી હોય ...
જે વાત સમયના પ્રવાહમાં વહી ગઈ હોય...
આપણી યાદદાસ્ત તો સાવ કરતાં સાવ ભૂલી ગઈ હોય....
યા તો ખુદ આપણે પણ અમુક ઘટના ભૂલી જવા જેવી હોય...
અને આપણે સાવ ભૂલવાના આરે હોય ...
ત્યાંજ ...!
ચાહું તો પણ ઝૂબુ નું આ ફેબુ ભૂલવા ના દે ...
ર્રાઇટ ટાઈમ પર ટકોરા મારે અને યાદ કરાવે ....
અને કહે મી.પરેશ આપને એક સાલ/દો સાલ/તીન સાલ/ ( જેકલા વર્ષ થયા હોય,)
એ મુજબ કહે, પરેશ આપને યહાં પર કુછ લીખા થા હમને સોચા આપકો યાદ દિલાદે ...
મનમાં બોલાય જાય ભાય... રેવાદે ને હવે .. બહુ મથામણ ના અંતે ,
માંડ ભૂલવાના આરે હતો હું ને તું !
યાર ફેબુ , તેતો મારી મહેનત પર પાણી ફેરવી લાખ્યું...
જો કે ઘણી વાર ઘણી ભુલાઈ ચૂકેલી પ્રિય ઘટનાઓ.....
ઝૂબુ નું આ ફૂબુ યાદ કરાવે ત્યારે ....
પહેલા પહેલા પ્રેમની....
પહેલી પહેલી ટેરવાના સ્પર્શ માત્રથી થતી.....
જોરદાર ઝીણી ઝીણી ઝણ ઝણાટી જેવી મજ્જા આવે છે !
ખૈર....
અહી કે તહી , એ તો જ્યારે જ્યારે જે જે વાવ્યું હોય એજ ઊગે ...
આઇજે આ ઝૂબુ ના ફૂબુની આ લીલી સૂકી, સૂકી લીલી ઘરતી પર ...
મારા કીધે ભૂલ ભૂલમાં ભૂલથી વાવીને ભુલાઈ ગયેલું તે ઊગી નિકળ્યું ....
તે દાડે મારી માત્ર લાગણી અંગુઠો ને આંગળીજ હતી ...
પણ, આજે ઝૂબુ ના ફેબુનોજ આખે આખો હાથ છે ..!
આજે આમાં મારી આંગળી.લાગણી અંગુઠો કે ...
જરા સરખોય હાથ કે વાંક નથી....
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" જ્યાં ત્યાં કશુક ઊગી નિકળ્યું હોય...
એ તો ઉગીજ જાય છે, જેને ઊગી નીકળવું હોય....
ભાઈ બંધ અજ્ઞાની કહેતો કે સૂકી ધરતી પર અગર ....
ક્યારેક ક્યાંય પણ અચાનક લીલું કે સૂકું ઘાસ કે,
કઈ પણ ઊગી નીકળે તો,
ચમત્કાર સમજવાની બે વકૂફી ના કરવી ....
કેમકે, કોઈ કાળે કે કોઈ કારણે , જાણે અજાણે, ત્યાં કણે,
કશુક વવાઈ ગયું હોય છે ..!
અને પછી અનુકૂળ વાતાવરણ મળતા એના અંકુર ફૂટે છે ...
અને પછી એક વૃક્ષ ત્યાં કણે ઊગે છે ...
વૃક્ષની યાત્રા કઈ આવી હોય છે ...
એક સાવ જીણું જીણું યાને શુક્ષ્મ બીજ,
અને પછી નાનો અમથો છોડ...
અને પછી ક્રમશ વટ વૃક્ષ થઈ જાય છે ...!
પછી જે એની પાસે જઇને એના સાનિધ્યમાં એના ખોળે જઈને ..
અર્થાત વૃક્ષ ફરતે જે ઓટલો હોય એની નીચે જે બેસે એનેજ છાયો મળે ...
આવું મારો ભાઈબંધ અજ્ઞાની વર્ષો પહેલા કહેતો....
સ્સાચ્ચુંજ છે ને લે પણ !
કઈ વૃક્ષ ઘેર આવીને છાયો ના આલે ....
આ લે લે ..!
આ જો તો ભૂલ ભૂલ માં આજેય અઢળક ફળ ફૂલ ઊગી નીકળ્યા ....
ખૈર ...
આજે ઝૂબુ ના ફૂબુ એ ,
એક સાથે બે કથા પરત આપી ...
એક લઘુ , એક ગુરુ ,
બેઉ એક સામટી સામે આવી..
એક કાલ્પનિક એક વાસ્તવિક...
અર્થાત... એક વાસ્તવીક જગતની કલ્પના ...
તો, બીજી કાલ્પનિક જગતની વાસ્તવિકતા....
એક ફૂબુ ભાઈબંધ ની અને બીજી ...   ક,તિરા.... 
બીજ બન્યું કૂંપણ...
અને, કૂંપળ બની છોડ.!
આખરે એ છોડ વૃક્ષ બની ગયું...
ક, તિરા...


"આંસુઓનું ચુંબન" (લધુકથા)
-અશોકસિંહ વાળા
.
માગસર મહીનાની કડકડતી ઠંડીમાં મંદ મંદ ફુંકાતો પવન ઔર વધારો કરી રહ્યો હતો,
સૂર્ય સંધ્યાનો પાલવ તાણીને પોઢવાની તૈયારીમાં હતો, તારાઓ સૂર્યના અસ્ત અને પોતાના ઉદય પર ખંધુ હંસતા હંસતા આભ માંથી ધીમે ધીમે બહાર ડોકીયુ કરી યહ્યા હતા
આ... અલ્હાદક મૌસમમાં પ્રકાશ તથા આજ સવારે જ વિદેશથી એક વર્ષનો અભ્યાસ પૂર્ણ કરીને આવેલો એનો નાનપણનો ગોઠીયો મિત્ર રાહુલ બીયર બારમાં સામ સામે બેસીને પ્રકાશની સગાઇની ઉજવણી રૂપે બીયરની ચુસ્કીઓ લઇ રહ્યા હતાં
પ્રકાશ: રાહુલ... મે મારા જીવનમાં વાગોળેલા બધા અરમાનો પુરા થાય કે ના થાય, પરંતુ સ્વપ્નમાં વાગોળેલુ સુંદર જીવન સંગીનીનું અરમાન જયારે... સગાઇ વખતે પ્રત્યક્ષ નિહાળ્યું ત્યારે.... બધા જ અરમાનો એ... એક જ અરમાન પર ઓળઘોળ કરી દેવાની ઇચ્છા જોર કરી ગઇ, અને હા... ત્યારે ફક્ત પુરૂષાર્થમાં માનનારો હું કિસ્મતની અવગણના ના કરી શક્યો,
અરે... રાહુલ એ પુછતા તો ભુલાય જ ગયુ... તે... વિદેશ જતા પહેલા 'તારા કાંઇક લવ અફેરની વાત કરી હતી એનો ખુલાશો તો પાછો તે કર્યો જ નહિં ?', પ્રકાશે પોતાનું લાંબુ લેકચર પ્રશ્ન સાથે પૂર્ણ કર્યુ
રાહુલ: પ્રકાશ... એ છોકરીએ જ તો આ રખડેલ રાહુલના ધુંધળા જીવનનો રાહ રોશની મય કર્યો છે દોસ્ત,
એમની જીદ્દે જ તો મારા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ના જવાના નિર્ણયને પાંગળો બનાવી મને વિદેશ જવાની ફરજ પાડી હતી...
પણ એ... વાત અત્યારે જવા દે, એ માટે તો જીંદગી પડી છે "પરંતુ તે તારા જીવન સંગીની અને મારા ભાભીજીનું નામ તો કહ્યુ જ નહિં", નશાના કેફમાં ઘેરાતી આંખોને પરાણે ખુલ્લી રાખવાનાં વ્યર્થ પ્રયત્ન સાથે રાહુલે પોતાની વાત પૂર્ણ કરી
પ્રકાશ: યાર... રાહુલ નામનું તારે શું કામ?
ચન્દ્રની સુંદરતાને નામ આપવાની મુર્ખતા ના કરતા... એની સુંદરતાને પ્રત્યક્ષ જ નીહાળીલે દોસ્ત, પ્રકાશે રાહુલ તરફ પોતાની મંગેતરનો ફોટોગ્રાફ લંબાવતા કહ્યું...........
"અને...... નશાના કેફમાં ઘેરાયેલી રાહુલની અધખુલ્લી આંખોની પાંપણો પર જુલતા વેદનાનાં આંસુઓ ફોટોગ્રાફ માની યુવતીના કોમળ હોઠોને ચુમી રહ્યાં"...
-અશોકસિંહ વાળા
(લેખનમાં ઘણી ક્ષતિઓ હશે કારણ કે આ લઘુકથા પણ મે ધોરણ ૯માં લખેલી... સાલુ મારા લેખન અને વાંચન પર પ્રતિકુળ સંજોગોને લઇને ૨૨ વર્ષે જ પૂર્ણ વિરામ મુકાય ગયું હતું... ફેસબુક જોઇન્ટ કર્યા પછી પણ પ્રતિકુળ સમય/સંજોગો તો છે જ છતાં "મને કોઇ વાંચે છે એ ઉત્સાહમાં" થોડા લેખો અને રચનાઓનું સર્જન થઇ શક્યું છે જય હો

Like
Comment
Comments
Katira Paresh

Write a comment...

No comments:

Post a Comment