Saturday, 25 February 2017

ખબર નૈ અનંત આવુ કેમ કરતો હશે..!

"अनंत" सबको जो देखे, वो मुजको ना देखे.!
वो जो मुजको देखे, फीर कीसीको ना देखे.!!!

આવુ વર્ષો પહેલાં અકડુ  અનંતે ગુસ્સે થઈ એની એક ચહીતીને, બે અર્થમા કહેલુ.

એક અર્થમાં આદેશ હતો, 

તો બીજા અર્થમા કદાચ આપ વડાઇ. 

આદેશ એ હતો કે મને ચાહે છે,  મને જુવે છે તો પછી,

બીજા સામે જોવાનુજ નૈ...

જોકે એ ખોટો નહોતો, અને એવુ પણ ના હતુ કે એ દુનિયામાં સૌથી સુંદર હોય,

તોય એણે  આડકતરી રીતે બીજા અર્થમા એવુજ કહ્યું કે,

એક વાર જે મારી સામે ભૂલથીય જોઈ લ્યે તો પછી એને હુંજ હું બધે દેખાઉ બીજુ કોઈજ એને દેખાયજ નહીં..!

" वो जो मुजको देखे,  फीर कीसीको ना देखे "

જો કે  ઘણી વાર એવુ બને છે, અમુક અમુક વ્યક્તિમા બાહ્ય
આકર્ષણ તો હોયજ.! પણ એતો ઘણા લોકોમા હોય એમા કૈ નવાઈ નૈ..!
દુનીયા આખી દેખાવે સુંદર લોકોથી ભરી પડી છે.!

પણ અમુક વ્યક્તિમા,
અમુક વ્યક્તિનુ, બાહ્ય  કરતા,
ભીતરનુ આકર્ષણ વધુ આકર્ષક હોય છે.!

અકલે દુનિયામાં, બધા કે બધી માત્ર બાહ્ય સુંદરતાથી આકર્ષાય છે એમ માનવુ ભયંકર ભૂલ ભરેલુ છે..!

અકલે એવુ કાંઈક,  કશુંક કદાચ અનંતમા હશે..!

જો કે મને બૌ ખબર નૈ.

પણ, તે દિવસે પેલીને અન્ય યુવક, જે એનો કોઈ સંબંધી હતો તેની સાથે હસીને વાત કરતા અનંત  જોઈ ગયો...

અને બસ ધુંઆફુંઆ થઈ ગયો અને,

ઊપર કહી એ વાત પેલીને અનંતે કહી નાખી.

અકલે પેલીએ કહ્યુ. 
અરે..! પણ મારી વાત તો સાંભળ અનંત..!

નથી સાંભળવી જા..!

ગુસ્સે થઈ આમ કહી પગ પછાડતો અનંત ભીતર જઈ 
પોતાના કામે વળગી ગયો...

પેલી પણ ગુસ્સે થૈ છંમ છંમ કરતી પગથિયા ચડી ગઇ...

હાં એ મહોલ્લામા ઊપલા મજલે રહેતી....

જો કે, પુરૂષ હોય છેજ એક વીચીત્ર પ્રાણી ઘણી બાબતે,

એમાની એક આ વીચીત્રતા કે, 
પોતે ભલે એકને પ્રેમ કરતો હોય,
છતાં અનેક સામે જુવે, અરે.!

સામેજ માત્ર સામે જુવે એટલુજ નહીં.!

બલ્કે અવસર અકલે કે મોકો મળે તો,
અડપલા પણ કરે અનેક સાથે..!
કોઈ એકને ચાહતો હોવા છતા..!

એનુ કૈ નૈ પણ પેલી જરા અમથી બીજા સાથે વાત કરે, કે તરત, છંછેડાય જાય, ખીજાય જાય અને, પછી, અંતે રીસાય જાય...

પેલી બીચારી મુંજાય જાય...

અને, એ દિવસે અનંત રીસાય ગયો...

આમ વારે વારે બારે ડોકીયા કરે.

પેલી નીચે ના આવે તોય અકળાય જાય...

ને આવે ત્યારે ભીતર ભરાય જાય....

પછી સામ સામે ગીતો વાગે...

અનંત કામથી થાકે અકલે...

બહાર નીકળી બાજુમાં મહોલ્લાના માલીકના 
ઘરના પગથીયા પર બેસી જાય...

મહોલ્લાના માલીક એવા ડોશીમા પણ ઉપલા મજલે રહે..

ઊપર જવાના બે પગથીયા જે રીતે બારે નીકળેલા છે તે રીતેજ બાજુમા પેલીના ઘર પર જવાના પગથીયા... 

ઘણી વાર બંને એ પગથીયા પર બેસી છાનગપતીયા કરે..!
અકલે કે વાતો કરે 
જ્યારે બપોરે બધા મહોલ્લા વાસીઓ પોઢી ગયા હોય...

અકલે અનંત થાકે ત્યારે અને ગરમી થી થોડી રાહત મળે અને, 
પેલીની થોડી ચાહત મળે તો આંખો ને અને આતમ ને રાહત મળે, 
એવા અનેક ઈરાદે પગથીયે આવી બેસે...

પણ ત્યારે એ રીસાયેલો ના હોય અકલે જ્યારે પોતે બહાર આવે ત્યારે કૈ ને કૈ અડપલુ કરે અકલે પેલીને ખબર પડે કે અનંત જી પગથીયે પધાર્યા છે...

અકલે એ પણ દબાતે પગલે નીચે આવે 
(નૈ તો ઝાંઝર ચાડી ખાય ને કોઈ જાગી જાય)

અકલે દબાતે પગલે પેલી નીચે ઊતરી પોતાના પગથીયે બેસે.! 

ને પછી એય... ને વાતો ને અડપલા...

મજાક મસ્તી મગર સાવ ધીમે.. ધીમે... 
નૈ તો વળી કોક ખણખોદીયુ જાગી જાય 'ને જાગી જાય તો 
જાણી જાય ને જાણી જાય તો..?

હતી પડોશમાં એક ખોંચરી પણ હતી.! 
જે એ બંને ને રંગે હાથે પકડવા મથતી..

ઘણી વાર પકડાતા પણ, બચી જતા સીફતથી....

અકલે અનંતે એવુય લખ્યુ હતું કે,

જ્યારે જ્યારે બે પ્રેમીના મીલન થાય છે..!
ત્યારે "અનંત" પૈદા કૈક વિલન થાય છે..!

પણ તે દિવસથી જે દિવસથી અનંત પેલીને બીજા સાથે વાત કરતી જોઈ ગયેલો ત્યારથી પેલી થી ચીડાયેલો ને રીસાયેલો હતો,

અકલે પગથીયાના ઓટલે રોજ ચૂપચાપ બેસી જતો...

જો કે પેલી રવેશમા આવી ઉપરથી જોતી થોબડુ ચડાવેલા અનંતને
મગર વગર વાંકે અનંત એના પર ગુસ્સાયેલો અકલે એ પણ બોલાવતી નૈ બસ છુપાઈ છુપાઈને અનંતને જોઈને આંખો ઠારતી...

આવુ હંમેશ મુજબ થોડા દિવસ ચાલ્યુ...

અંતે એક દિવસ આંસુ સારતી પેલી જેવો અનંત ઓટલે આવ્યો તેવી ઝડપથી પણ ધીરે ધીરે અકલે કે હળવે હળવે દબાતે પગલે ઝડપથી નીચે આવી...

ઉદાસ અનંત પગથીયાના ઓટલે,

આંખ બંધ કરી બેઠો હતો ..!

આંખના ખૂણા કદાચ ભીના હતા ..!

ગરમી માંથી બહાર આવેલો અકલે પરસેવો પણ હોય શકે..!

બસ એક એજ ઘટના એજ દ્રશ્ય એજ રહસ્ય  કાયમ અકળ રહ્યુ પરસેવા અને આંસુ વચ્ચે, આમેય એક અદ્ભૂત સામ્ય હતુ "ખારાસ" અનંતનો ચહેરો કાયમ પરસેવે લથબથ હોય જોકે આમ તો એ આખે આખો કાયમ ભીંજાયેલોજ રહેતો.!
પરસેવાથી શિયાળો હોય, ઉનાળો હોય કે હોય ચોમાસુ...
તેથી ખબરજ ના પડે કે, 
અનંત ની આંખોમાંથી રેલાય છે પરસેવો છે કે આંસુ..? 

ભઠ્ઠીની આગ ભઠ્ઠીની ગરમી અનંતને બારેમાસ ભીનો રાખતી...

ચહેરા પરના પરસેવાની આડમાં એ ક્યારે રડી પણ લેતો 
કોઈને ખબર ન પડતી.! ખુદ અનંતને પણ..! 
( પરસેવાનો એને બડો સહારો હતો)

ખૈર... પણ પેલી તો રડતા રડતાજ નીચે આવેલી...

આંખ બંધ કરીને ઓટલે બેઠેલા અનંતને કૈજ ખબર નથી..!

કે પેલી ક્યારથી નીચે આવી બેઠી છે..!

એ એકધારૂ અનંત સામે જુવે છે..!
એને લાગે છે અનંત પણ રૂવે છે..!

એ હળવે રૈ અનંતના ગાલ પર આંગળી ફેરવે છે...

અનંતના ગાલેથી રેલાતી બે બુંદ એ પોતાની આંગળી પર જીલે છે..!

અને ચાખે છે..!

અનંત આંખ ખોલે છે જાણે તંદ્રા માંથી જાગે છે..!

પેલી જડપથી ઓઢણી વડે પોતાના આંસુ લુંછી નાખે છે..!

અને.,

પરસેવોજ છે..!  એમા ચાખવાનું શું હોય...

પેલી સામે જોઈ અનંતે કહ્યુ.

હાં ખબર છે એ તો..! સાવ નીર્દય છે તુ.!

તારી આંખોમાં આંસુ..! હુહ..

માનવુજ મુશ્કેલ છે અનંત...

કેટલા દિવસ થયા ટસનોમસ નથી થતો તુ...!

હાં તો..!

તો શુ તો..! પેલીએ રડમસ શ્વરે કહ્યુ.

અનંતે ગળે વીંટાળેલ લાલ ગમછાથી ઘસીને પોતાનો ચહેરો લુછ્યો અકલે ચહેરો અનંતનો લાલઘૂમ થઈ ગયો...

ચહેરો લુછી તગતગતી આંખે પેલી સામે જોયુ...

મે શુ ગુનો કર્યો હતો કે તુ..,

પેલીની વાત પૂરી સાંભળે એ અનંત નહી..

એ મારે કાંય કેવુ સાંભળવુ નથી સમજી..!

તે એની સાથે હસીને વાતજ શા માટે કરી...?

પેલી ખામોશ..

અને પછી...,

અચ્છા એટલે તુ તને મનમા આવે તે કરે એમ.!

તે દિવસે મારી બહેનપણી હેતલ મને મળવા,

મહોલ્લામા આવી હતી ત્યારે,

તે તેની સાયકલના કેરીયરમાથી એનુ પર્સ લઈ લીધેલુ...
યાદ છે.? 
પછી પેલીએ કરગરીને પોતાનુ પર્સ પાછુ માંગ્યુ તો નકટો થઈ,
તે હેતલને કહેલુ, મને પાન ખાવું છે.! 
પહેલા મને પાનના બે રૂપીયા આપ.! તો પર્સ પાછુ આપુ.! 
એમ કહી પછી તે જાતેજ તેના પર્સમાંથી 
બે રૂપીયા લઈ લીધેલા યાદ છે તને...!? 

એ તો ભલી હતી એટલે કૈ બોલી નૈ 
( કે પછી એય તને મનોમન ચાહવા લાગી ખબર નૈ પેલી મનમા બબડી)

બીજી કોક મારા જેવી માથા ભારે હોત તો ખબર પડત..

અને એક વાર મારા માસીની છોકરી વીધ્યા આવેલી....

( જો કે એ તો રીતસરની પાગલ થયેલી આ ગાંડાની પાછળ એટલે તો પછવાળે પડતા નવેરામા ચહીને ચપ્પલ ફેંકતી અને પછી મોટી બેનને કહેતી મારૂ ચપ્પલ ત્યા અનંતના નવેરામા પડી ગયુ છે ચાલને મારી સાથે લૈ આવી એતો આને મળવાના મોકાજ શોધતી હતી.! મારી શૌક  વળી પેલી વીધ્યાની વાત મનોમન બળતા બળતા મનોમન જ બબડી)

એ વીધ્યાને પણ એક દિવસ તે એનો લાંબો લચક ચોટલો પૂરો થતો ત્યાં "અકલે કે કમર નીચે અકલે કે કૂલે" ચીંટીયો ભરેલો, જે મને મનમાં ચચરેલો તોય હુ તો મનમાજ સમસમીને ચૂપ રહેલી.. 
અને તુ..!

શુ કહુ હવે આને હું ..! મને ખુદને સમજ નથી પડતી કે, 
તેમ છતાં આ અક્કલ વગરનાને હુ શા માટે ચાહું છુ..!

ઊપર મુજબનુ ઘણુ બધુ બધુજ પેલીને મનમાં બબડી 

પણ ખબર નૈ કેમ અનંતને એક શબ્દ પણ ના કહ્યો. 
અને બસ અનંતની તગતગતી ચમકતી 
લાલ આંખ સામે ચૂપચાપ તાકતી રહી...

કદાચ એ વિચારે કે,

અનંત ને કૈ પણ કહેવુ એટલે એક અઠવાડીયુ વધુ તડપવુ...!

ના, ના મારે અનંતને કૈજ નથી કહેવુ...!

એથી તો બહેતર છે ચૂપ રહેવુ...

મનની વાત મનમા ધરબી પેલી અનંત સામે તાકતી  
એટલુજ બોલી ભુલ થઈ ગે સોરી

એમા સોરી શુ કહેવાનું હોય..

તો શુ પગે લાગુ..?

પેલીએ ગુસ્સે થઈ ને કહ્યું. 

ના.! ના.! એટલો શુધ્ધ હુ નથી..!

અનંતે જો કે મન કે આત્મા શુધ્ધી વીષે નૈ બલ્કે,

શરીર વીષે કહેલુ.

કેમકે કોલસાની રાખ ખંખેરી અનંત આખે આખો મેલોઘેલો રાખોડી થૈ ગયેલો અકલે એણે કહેલુ કે 

હુ એટલો શુધ્ધ નથી.! 
નાહક તારા ગોરા નાજુક હાથ મેલા થઈ જશે.


તારી સાથે રાખમાં રગદોળાઈ જવા 
મારૂ તો આખે આખુ તન મન બધુજ
તને ગળે લગાવી મેલું થવા તૈયાર છે.! 

આવું બધુ પેલી મનમાં ઊંડા ભાવે મનમાંજ બોલી. 

તો હવે હુ શુ કરૂ બોલ..! 

બે અઠવાડિયા થયા તારી બંધ થયેલી બોલતી ચાલુ કરવા..?

પેલીએ ઈલાજ પણ અનંતને પૂછ્યો...

અકલે અનંતે ઊભો થૈ અંદર જતા જતા કહ્યુ.

જા હ્રદય ના તાર ઝણાવે એવુ ગીત વગાડ...

એમ કહી અનંત અંદર જૈ કામે વળગી ગયો....

થોડીજ વારમાં પેલીએ કેસેટ ચડાવી ફીલ્મ હોટેલનુ વગાડ્યુ....


प्यार करते हैं हम तुम्हें ईतना...
दो आंखे तो क्या दो जहा में समाये ना जीतना।
प्यार करते हैं हम तुम्हें ईतना।....

જો કે મને વાતની ખબર પડી પછી મેય અનંતને ખૂબ ઘઘલાવીને કહેલુ કે.

અલ્યા તુ ગમે તેની  છેડખાની કરે,
એના પાકીટ ખેંચી લે...
પછી પેલી કરગરીને પાછુ માંગે તો,
પાછો નકટો થઈ  એની પાસેથી પાન ફાકીના પૈસા માંગી લે
તુ આવુ બધુ કરે તે ચાલે હે..!

અને પેલી જરા અમથી ભૂલથીય કોઈ સામે જુવે કે પછી,
એના કોઈ સબંધી યુવક સાથે વાત પણ કરે...

તો પણ તને કાંટા માફક ચૂભે કેમ..!?

અનંતે બડી નફ્ફટાઈ થી કહ્યું. હાં.!

હુ એને સમજાવવા એકધારો વઢ્યો...

અને અંતમાં મે કહ્યું કે એમ કૈ ચાલતા હશે .!

તોય નકટાએ કહ્યુ "હાં.!" 

અકલે મે કહ્યુ શુ હાં, હા શું લબાડ એમ ના ચાલે..! 

તો ક્યે ઈ મારે કાય નૈ...

તુ તારી ફિલોસોફી તારી પાસે રાખ્ખ..!

પછી ખબર નૈ કેમ એની સામે હુ ચુપ્પ થૈ જતો..!

ખબર નૈ એ આવુ કેમ કરતો હશે..!

શુ એ સાચ્ચેજ સાચો પ્રેમ કરતો હશે...!?









No comments:

Post a Comment