Thursday, 31 August 2017

ત્રીજા વિશ્વમાં મારી સાથે બનેલી વરવી ઘટના

તો પહેલા મારો પરિચય.....
હું માત્ર આઠ ચોપડી પરાણે પાસ છું.
આજ સુધી મને ખુદને પણ એ નથી સમજાયું કે મને માસ્તરો કેમ પાસ કરતાં
રહ્યા આઠમી સુધી.
નહીં તો મને ખબર છે કે. હું પોણા પેપર કોરા જ મૂકી આવતો ને પછી ઘેર
આવી રડતો .. એ..એ..એ... મને કશું આવડ્યું નહી .
હું કોરા પેપર મૂકી આવ્યો છું?
ઘેર જઇ હું આ સત્ય શ્વિકારી લેતો.....
તો પછી માંસ્તરોએ મને પાસ કેમ કર્યો ???
બની શકે એ પણ મારી જેમજ હોય અભણ હોય,
યા તો પછી એમને મારી દયા આવી હોય કે ..
છોકરો ડાયો છે રૂપાળો છે, ભલે ભણતો...
ભણતો ના હોય પણ ગણતો હોય એવું તો લાગે જ છે.
લાવને પાસ કરી નાખું.
પણ સાચું કહું મારુ ગણિત પણ સાવ કાચું છે
તો હું ગણુંય શું ?
હાં મને હિશાબ સમજાય પણ એકજ .
” જેવુ કરો તેવું પામો એવું લણો જેવુ વાવો”
બસ આ એકજ હિશાબ મને જિંદગીમાં સમજાયો......
અને કહેવાય છે કે ..
"કા પૂર્ણ જ્ઞાની સારા કાતો સાવ અજ્ઞાની સારા પણ અર્ધ જ્ઞાની અઘરા”
કેમકે આવા મારા જેવા અર્ધ જ્ઞાની પોતે પણ દૂ:ખી થાય ને બીજાને પણ કરે...
મને ઘણી વાર એવું લાગે છે . કે,
મારા આવા અર્ધ જ્ઞાનને કારણે ઘણાને તકલીફ પડે છે.
બસ આ જ મુદો છે આજનો કે મારા કારણે કોઈકને ખૂબ તકલીફ પડી..
હવે શું તકલીફ પડી એ વિગત વાર કહેવું પડશે...
મારી એ આદત છે કે,
જો કહેવું તો વિગત વાર અને એ રીતે કહેવું
બધા સમજી શકે , નહીં તો ના કહેવું ,
એવું શું કહેવું અર્ધ જ્ઞાની જેવુ હે ?
Comments
Shailesh Chaudhary ઓત્તારીનું ! વાત્ય વિચાર્યા જેવી ખરી
Manage
Katira Paresh >જી'' બસ એવું જ ચૌધરી વાત વિચાર્યા જેવી જ છે ....
Manage
Ashoksinh Vala બધું જ્ઞાન ભણતરથી પ્રાપ્ત નથી થતું... અને તમારા શબ્દોમાં ભણતરની ઉણપ મને તો નથ દેખાતી... ભાયડો પણ ૧૧ જ ચોપડી પાસ છે હહાહાહાSee Translation
Manage
Katira Paresh >જી'' Ashoksinh Vala તેમ છતાએ સત્ય તો મારે શ્વિકારવું જ રહ્યું ... કે હજુ મને ઘણું બધુ શીખવાનું બાકી છે... 

અને આજે મારી સાથે બનેલી ઘટનાયે તો મને ઘણું બધુ વિચારવા મજબુર કર્યો છે ... અને એ જે ઘટના બની એનું કારણ કદાચ મારી અણ આવડત જ હતી માટે હું કોઈને દોષ નહીં આપું પણ તેમ છતાં એક પ્રશ્ન તો થાય જ છે કે એવું તે મે શું કર્યું કે મારી સાથે આવી ઘટના બની .. એ ઘટના હવે પછી જાહેરમાં જ કહીશ .... ક્રમશ :

No comments:

Post a Comment