Thursday, 31 August 2017

અનંત પ્રેમ....



Katira Paresh added 2 new photos.
વર્ષો પહેલા ભાઈબંધે અનંતે લખ્યુ હતું કે,
સત્ય અસત્યના પડઘા..
@@@@@@@@@@@@@@@@@@@
ખુદ ખીલે ખુદ કરમાય, મનોમન પછી શરમાયા કરે..
ભરમ ભરેલી આદુનિયામાં સારા સારા ભરમાયા કરે..
ચહેરાની દુનિયામાં સતત મહોરાઓ બદલાયા કરે..
છેતરતા ફરે જે દુનિયાને કદી એ ખુદ છેતરાયા કરે....
મહોરા પહેરેલા ચહેરાઓ પછી એમજ ઓળખાયા કરે..
છૂટવા મથે, પણ છૂટે નહીં ! સબંધો એવા બંધાયા કરે...
દ્રશ્યો રહસ્યો ભરેલી આ દુનિયામાં સૌ ગોથા ખાયા કરે..
ચંચલ મન ચલિત થાય ને પાગલ મન મુસ્કુરાયા કરે..
કામ વગરના સંબંધો , નામ વગરના સંબંધો, કદિક-
કામના પણ નીવડે. જો સાચવીએ તો સચવાયા કરે..
“અનંત” સત્ય અસત્યના પડઘા સતત પડઘાયા કરે..!
ક્યારેક છળ આપણી સાથે આપણાં જ પડછાયા કરે..!
"અનંત"
બ્લાસ્ટ:-



Katira Paresh
એક દિવસ મે અનંત ને પૂછ્યું યાર મને એ કહે,
તારી પાસે શબ્દો ક્યાથી આવે છે.?
ક્યાથી તને પ્રેરણા મળે છે ?
ને ક્યારે તને, લખવાની સ્ફુર્ણા થાય છે ?
ત્યારે મર્માળું હસતાં એણે જે કહ્યું ,
એ આ રહ્યું..
શબ્દો ક્યાથી આવે છે એ મને ખબર નથી.
અને પ્રેરણાં,,,,ક્યાકથી તો આવતી જ હશે...
ને સ્ફુર્ણા ... !!!
જ્યારે જ્યારે રડવું આવે 
ત્યારે મને લખવું આવે.
મારી વાત પર તને હસવું આવે. 
ત્યારે પણ મને લખવું આવે.
હું કલમ ઉઠાવું હાથમાં ‘ને, તરત- 
શબ્દોનું ટોળું હસતું હસતું આવે .
રોક્યું રોકાય નહીં લખવું પછી જાણે 
શબ્દોનું ઘોડાપૂર ધસમસતું આવે.
કાગળમાં પછી કાતો ગઝલ આવે. 
યા તો ગીત કોઈ રમતું રમતું આવે.
“અનંત” ક્યારેક સૌને ગમતું આવે. 
તો ક્યારેક મનેય ના ગમતું આવે.
“અનંત”
બ્લાસ્ટ:- "અનંત"
મારી ખોજ .
તારી ખોજ.
બે દેહની મૌજ થકી ...
આ દુનિયામાં આવેલા સૌની
આખરે "અનંત"એકજ આખરી ખોજ...
એટલે કે,
પ્રેમ અનંત... 
અનંત પ્રેમ....
"અનંત"
બ્લાસ્ટ.:-
જોઇ જાણીને કોઈને છેતરવા કરતા" અનંત" 
હુ, જાણી જોઈને પ્રેમથી કરૂ છેતરાવુ પસંદ...!
"અનંત"
No automatic alt text available.
આ ત્રીજા વિશ્વમાં આવીને હું બસ આટલું કામ કરું છું .
ભાઈબંધોના વર્ષો જૂના સમયની ધૂળ ચડેલા કાગળિયા
ખંખેરી લઉ  છું 
અને એમાથી ખરતા શબ્દો ને મન પડે ત્યારે,
અહી તહી વિખેરી દઉં  છું . 

ભાઈબંધ "અનંત" ની માફક હું પણ..! પ્રેમથી  છેતરાઈ જાઉં  છું. 
હું કોઈને છેતરતો નથી ..! 
બસ ખુદને પ્રેમથી છેતરી લઉં છું    

કાયમ ભાઈબંધો ની વાતો લખતા લખતા 
ક્યારેક ભૂલ ભૂલમાં મારાથી પણ આવું બધુ લખાય જાય ... 
એમાં કઈ નવાઈ ... 
ક,તિરા .. 


No comments:

Post a Comment