Friday, 25 August 2017

આપને યાદ દિલાયા તો


That's all for August 25.
Here are some more memories that we hope you like.
Katira Paresh updated his cover photo.
અકલે માણસનું કાય નક્કી નૈ ...
આ વાત સામેની વ્યક્તિને જેટલી લાગુ પડે,
એટલિજ પોતાને પણ લાગુ પડી શકે..!
અકલે કે, આ વાત બન્ને તરફ એક સરખીજ લાગુ પડે !
એવુંય અનંત કહેતો હતો ...
આજે તમે કોઈને નકામા લાગો છો ,
બની શકે આવતી કાલે કદાચ,,,
તમે એને કામ પણ આવો...
અને તમને ગઈ કાલે કામ લાગેલો માણસ,
અગર કોઈ સંજોગે આજે કામ ના આવે તો...
તમે જેના વખાણ કરતાં હો એનિજ બુરાઈ કરવા માંડો ...
આવું તે કઈ ના ચાલે , પણ ચાલે છે ! આવુજ ચાલે છે !
અકલે "અનંત" એજ કહેતો કે માણસ નું અસસ્લ જાનવર જેવુ..!
ઉપરના વાક્ય ના સમજાય તો ઉપરથી જવા દેવું ...
આ જ્ઞાન મારી પાસે લેવા જેવુ ખરું .. 
હું એમજ કરું છું લગભગ "'મોટા' ભાગે "...! <<બે અર્થમાં>>
નાના ઊભા રહે એ પણ જરૂરી નહીં ...
ખૈર ...
અકલે ...
ભૂલાય જાય એ પહેલા....
તૂટેલો તાર સાંધું તો વાજિંત્ર બરાબર વાગે !
તારનું સંધાણ ...
હાં,તો, આજે જે સારો લાગે એ આવતી કાલે ખરાબ પણ લાગે ,
અને ગઈ કાલે જેનું મો જોવું ના ગમતું હોય એ,
આજે ચાહવા જેવો કે જેવી લાગે એવું પણ બને....
જોકે અનંત પહેલેથી સ્પષ્ટ હતો.
અકલે એણે વર્ષો પહેલાજ લખ્યું/ કહ્યું હતું કે , ...
"અનંત" સૌની ઈચ્છા મુજબ હું ક્યારેક ના પણ !-
વર્તી શકું. બની શકે ! ત્યારે કદાચ હું સ્વાર્થી લાગુ ...
અને ,,,,
"અનંત" મને કબુલ મંજૂર છે અભિપ્રાય આપ સૌના -
જે પણ હોય. કોને ખબર કોને કેવો હું ક્યારથી લાગુ .!
"અનંત" આવું બધુ પહેલાજ બાફી નાખતો ...
પછી હું નિરાંતે બેઠા બેઠા ખાતો ....
જેમ આજે ...
*બ્લાસ્ટ*
હવે વધુ નૈ લખાય ..........
કેમકે,
ક,તિરા નું સૂરસૂરિયું ...
એક ઘૂંટ દો બુંદ કી અસર અબ ઊંગલિકો હોને લગી હૈ ....
આજ યારો કદમ કે બજાય ઊંગલી લડખડાને લગી હૈ...
અકલે કૌ છું કે,
આખે આખા બે ફટાકિયા માલિપા છુપાયા છે... 
*બ્લાસ્ટ*
અમુક લોકોને અમુક સવાલના જવાબ મળે છે ..
અમુક લોકોને અદભૂત ! સવાલના જવાબ મળે છે !
અમુક લોકોને મૂળભૂત સવાલના જવાબ મળે છે !
અમુક મારી જેમ સવાલોમાજ ગૂંચવાયા કરે છે !
અમુક લોકોને અચૂક ! સવાલના જવાબ મળે છે !
ભાઈબંધની મૂળ રચના પરથી રચના કરવાની મે ટ્રાય માયરી ...
બૌ મહેનત કયરી પણ મારા કીધે જોઇયે તેવી જામી નૈ શાયરી ...
જોડકણા જેવુ કાંક લખાઈ ગ્યું ...
ખૈર જે થયું તે થયું મારૂ શું ગ્યું ....
વર્ષો પહેલા લખેલી ભાઈબંધની મૂળ રચના નો માત્ર અંસ...
શોધે છે તેને ,અચૂક હરેક સવાલના જવાબ મળે છે ...
"અનંત" યાદ કરો તો પાઈએ પાઈનો હિશાબ મળે છે ...
"અનંત"
ક, તિરા ની કડવી વાણી.....    
આઘા જાજો બાપલિયા..! ક્યાક શિગડું ભરાવી ઉલાળી ના દે,
શું છે કે પછી, વાગી બાગી જાય તો ! ઘેંટા ચરવા નીકળ્યા છે.!
ખુદને સમજી શકતા નથી એ જગતને સમજાવવા નીકળ્યા છો ..!
સમજાતું નથી મને, આખરે સૌ શું સાબિત કરવા નીકળ્યા છો...?
તીર બુઠ્ઠા ,તલવાર બુઠ્ઠી, બુઠ્ઠી કલમ, શ્બ્દોય બુઠ્ઠા ! અરે !મોટા !
નાના, યુવાન બુઢા ! સૌ બુઠ્ઠા હથિયાર લઈને, લડવા નીકળ્યા છો..!
જાતને લગીરે બદલી શકતા નથી ને જગતને બદલવા નીકળ્યા છો..!
જો ટ્ટો ખરી નાના મોટા સૌ જો ! મહેનતે વગર મહાન થવા નીકળ્યા હો..!
અને પછી..?ઉછી નું પાછીનું વાંચી સાંભળીને થોડું અમથું જ્ઞાન આવ્યું,
ત્યાં તો ખુદને મહાજ્ઞાની ગણાવે શું ઠગારાઑ , જગને ઠગવા નીકળ્યા છો..!
અહી થતી વાહ,વાહ, સાચી છે કે ખોટી છે ? સમજે નૈ નાદાનો અને,
ભીખુ માફક ગમાડો મને ગમાડો, કરતાં ગાંડા કરગરવા નીકળ્યા છો..! .
"ક,તિરા" ના રસ્તાનું ભાન છે, ના મંજિલનું કોઈ જ્ઞાન કોઈને, તો પણ,
જો તો ખરી.! સૌ શબ્દો 'ને સાહિત્યનું અડાબીડ જંગલ ખેડવા નીકળ્યા લ્યો ..!.
એટલું સહેલુ પણ નથી કૈ, અહી કોઈને છેતરવું. ક્યારેક તો પકડાઈ જશો-
ઑ નાદાન ! યાર શું સમજીને ..? સૌ એક બીજાને છેતરવા નીકળ્યા છો .!
બૌ કેવાય જાતને લગીરે બદલી શકતા નથી ને જગને બદલવા નીકળ્યા છો,,!?
ખુદને જાર્રિકય સમજી શકતા નથી ..! તો પણ જગતને સમજાવવા નીકળ્યા છો !! ?
સમજાતું નથી ક,તીરા મને, કે આખરે અહી સૌ શું સાબિત કરવા નીકળ્યા છો..?

"ક.,તિરા.... "
ઠોકંમ ઠોક્ક ..!
*બ્લાસ્ટ* 1
લ્યા પણ તમે માથે હું લેવા લીધું...???
આ,જે કઈ મે કીધું, ઇ તો મે, મને કીધું !!!    ....
તોય તમે માથે લીધું ..! ભલે લીધું ભાય જાવ મેય મફત દીધું ..! 
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ભલે ને આજ મે ભૂલ ભૂલમાં ભૂલથી ઠોકંમ ઠોક્ક ..!! કરી .
પણ ખરેખર તો ભાઈબંધના બ્લાસ્ટમાં હોય છે મજા ખરી.
અંતે મને ભાઈબંધના શબ્દો વિના વાત અધૂરી લાગે છે !
અકલે એના શબ્દો નો બ્લાસ્ટ કર્યા વિના મને મજા નૈ આવે !
*બ્લાસ્ટ* 2
એ જાણવા છતાં કે સારું ખરાબ, સાચું ખોટું કશું જ ! છુપાવી નૈ શકાય...
તેમ છતાં ના સમજ ઑ નાદાનો કેટ કેટલું આ દુનિયાથી છુપાવે છે....!
'ને પછી એક સામટું બધુ જ ઉઘાડું પડી જાય છે ! ખોટું સામે આવી જાય છે...
"અનંત" જીવનમાં જ્યારે, એકા'દ સારી કે માઠી ક્ષણ અચાનક આવે છે...!
"અનંત"
*બ્લાસ્ટ* 3
"અજ્ઞાની" પાછી આવું કઈક મને સમજાવી સમજાવીને સમજાયું..!
સમજી સમજીને બસ એટલું સમજાયું કે, કશુજ સમજવાનું ન હતું..!
"અજ્ઞાની"
વર્ષો પહેલા મારા ભાઈબંધ "અજ્ઞાની"એ લખ્યું હતું કે...
અને એ મુજબ જ ! આજે મે ....
એક દ્રશ્ય જોયું ...
મોરબીમાં આવેલ ગાંઘી ચોક,
જ્યાં આગળ મોટા ભાગે વાઘરિ કોમના લોકો ગાભા વહેચતા હોય છે ...
ત્યાં આગળ એક તરફ ગાભા વેચનાર એક ગરીબ યુગલ ગાભા વહેચે છે ...
અને સામે બંધ પડેલી દુકાન ના ઓટલે, તડકામાં બેસી તેના બે બાળકો....
એક દમ ધ્યાનથી ભણી રહ્યા છે ...!
ત્યાથી પસાર થતાં આ દ્રશ્ય મે જોયું અને,
પાછો વળી મે તે લોકોને મો. કેમેરામાં કેદ કરી લીધા ...
આ જોઈ એમના ચહેરા પર અનેરી ખુશી પ્રસરી ગઈ ...
કે, કોઈએ એમની નોંધ લીધી....
પણ અફસોસ ....
આ બધી વાતોથી કદાચ એ માહિતગાર ના પણ થાય ...
અને થાય તો પણ શું ..!!!
બસ એટલું જ સમજાયું કે જેને ઉગવું હોય તે .... 
વર્ષો પહેલા ભાઈબંધે અનંતે લખ્યુ હતું કે,
સત્ય અસત્યના પડઘા..
@@@@@@@@@@@@@@@@@@@
ખુદ ખીલે ખુદ કરમાય, મનોમન પછી શરમાયા કરે..
ભરમ ભરેલી આદુનિયામાં સારા સારા ભરમાયા કરે..
ચહેરાની દુનિયામાં સતત મહોરાઓ બદલાયા કરે..
છેતરતા ફરે જે દુનિયાને કદી એ ખુદ છેતરાયા કરે....
મહોરા પહેરેલા ચહેરાઓ પછી એમજ ઓળખાયા કરે..
છૂટવા મથે, પણ છૂટે નહીં ! સબંધો એવા બંધાયા કરે...
દ્રશ્યો રહસ્યો ભરેલી આ દુનિયામાં સૌ ગોથા ખાયા કરે..
ચંચલ મન ચલિત થાય ને પાગલ મન મુસ્કુરાયા કરે..
કામ વગરના સંબંધો , નામ વગરના સંબંધો, કદિક-
કામના પણ નીવડે. જો સાચવીએ તો સચવાયા કરે..
“અનંત” સત્ય અસત્યના પડઘા સતત પડઘાયા કરે..!
ક્યારેક છળ આપણી સાથે આપણાં જ પડછાયા કરે..!
"અનંત"
બ્લાસ્ટ:-

No comments:

Post a Comment