Wednesday, 30 August 2017

वो भी क्या दिन थे ...

Katira Paresh shared his photo.
June 19
આ ત્રણ "ક" નો બૌ ભરોશો બૌ ન કરવો...
ના તો પોતાનો એના માટે બૌ જીવ બાળવો....
મને કક્કાના કનુ થોરૂક અમથું જ્ઞાન ખરૂ...
પણ ક્રીકેટ ના "ક" નુ તબક્કાવાર બીલકુલ જ્ઞાન નથી...
અને વેંચાતા વેંતીયાઓ પ્રત્યે,
મને બીલકુલ લાગણી કે પ્રેમ નથી...
આ ત્રણ "ક" બીકાઉ છે...!
કાન ખોલીને સાંભળી લેજે ઘોઘી......!
વંચાય ગયેલી, ચવાય ગયેલી,
અનેકની કલમે કહેવાય ગયેલી ને અંતે
સડીને કોહવાય ગયેલી એક ના એક વાતો,
સાંભળવાનો હુ આદિ નથી...
હાં એદિ છુ.!
આદિ છુ.!
અનાદી છુ.!
( ઘોઘાએ ટાઢા પોરની હાઈકી )
અને એ દિ' ની રાહ જોઉં છુ..!
જેદિ તૂ કાંક નવુ બોલીશ કૈક નવુ પૂછીશ ઘોઘી...!
આવુ સતત સવાલ કરતી ઘોઘીને જ્યારે ઘોઘીએ,
ઘોઘાને ફરી એક ઘીસો પીટો સવાલ કર્યો ત્યારે...
જીણકુક ગુસ્સે થૈ ને કહ્યુ.
ને પાછો આંખ મીંચી,
સામે પડેલી ટીપોઈ પર પગ લંબાવી...
સોફાના ટેકણે માથુ ટેકવી,
માથા પાછળ આંગળા મા આંગળા પરોવી,
હથેળી પર માથુ ટેકવી આંખ મીંચી પોઢી ગયો....
અને, ઘોઘી એને એ અવસ્થામાં મા જોતી જોતી...
'લ્યો..! આળસુનો પીર પાછો સૂઈ ગયો '
એમ બબડતી બબડતી ઘોઘી અનીચ્છાએ...
ઘરભેગી થૈ ગૈ....
અકલે કે પોતાના ઘેર વૈ ગૈ... એમ..!

Image may contain: 1 person
Katira Paresh
ઘોઘાની ચૂપ થી કંટાળેલી ઘોઘીના મોઢેથી ઉદગાર સરી પડ્યા હતા....

ઘોઘી માથે હાથ મૂકીને બોલી હતી.
હે .. ઈશ્વર..આ ઘોઘાનું કાં'ક કર...
હવે આગળ...
ઘોઘીએ પરાણે મોમાં ઠૂસેલા પાણી થી ઘોઘાની તરસ નહોતી છિપાણી ...
ને ઉપરથી ઘોઘીના માથે પાણી રેડવાથી ઘોઘો થઈ ગયો પાણી પાણી ....
પણ તેમ છતાં ઘોઘાએ બીજી વાર ઘોઘી પાસે પાણી ના માંગ્યું .....
ને ચૂપચાપ ભીને કપડે હસતો રહ્યો...
ઘોઘાની ચુપથી અકળાયેલી ઘોઘીએ સોફા પર ઘોઘાની બાજુમાં બેસી-
ઘોઘાની સાથળ પર જોરદારની ઝાપટ મારી .
હવે ઘોઘી આદતવશ સાથળ પર ચીટિયો ભરશે ઘોઘાને એ બીક હતી,
પણ તોય ડર્યા વિના હસતાં હસતાં જરાક આઘો ખસી ગયો....
ચૂપ રહીને તંગ કરતાં ઘોઘાથી તંગ આવેલી ઘોઘીએ ઘોઘાનું મો ખોલાવવા ...
ઘોઘાના બંને ગાલ પર જોરદારના ચીટીયા ભરીયા...
આ..આ....આ... પીડાદાયક ઉદગાર કાઢતા ઘોઘો પોતાની સાથળ પર હાથ ફેરવવા લાગ્યો...
હાશ... ઘોઘાના મો ખોલવાથી ઘોઘીને હાશ થઈ ..
ભલે આ...આ ...ના પીડા દાયક ઉદગાર નીકળ્યા પણ ઘોઘાએ મો તો ખોલ્યું ...
પણ ઘોઘાને સાથળ પર હાથ ફેરવતો જોઈ ઘોઘી વધુ છંછેડાણી ....
અક્કલ વગરના મે તને તારા બંને ગાલ પર ચીટીયાભર્યા છે, ને તું...
સાથળ પર હાથ પસારે છે... !
ઘોઘો હસ્યો.....
ઘોઘી ના મનમાં કઈ કેટલાય સવાલ હતા. અને એક ઉખાણું ...
ઉખાણું, જે ઘોઘાને પૂછવાનું હતું . તે હજુ સુધી નહોતું પૂછાણું...
પણ ઘોઘો કઈ બોલે કે મો ખોલે તો વાત થાય ...
ઘોઘાની હરકતથી અકળાતી ઘોઘી ઘોઘા સામે બે હાથ જોડી કરગરતા સ્વરે બોલી...
બાપ... મારો કઈ વાંક ગુનો હોય તો માફ કર ....
પણ હવે બૌ તંગ ના કર નંગ... મારે તને એક ઉખાણું કહેવું છે... !
બોલ !
ક્યારનો ચૂપ રહેલો ઘોઘો બોલ્યો. બોલ ..!
હા... શ...કારા સાથેજ ઘોઘીના મનમાં ક્યારના ઘૂમરાતા આ સવાલો .
ઘોઘો વગર દિવાળીએ શા માટે ફૂલઝર સળગાવી દિવાળી ઉજવાતો હતો..?
શા માટે ઘોઘો ચૂપ હતો... ?
કઈ વાત ને લઈને ઘોઘો મૂછમાં હસતો હતો...?
આ બધા સવાલો પૂછવાનું ઘોઘી ભૂલી ગઈ...
અને, ઘોઘો માંડ માંડ બોલ્યો છે, તો, જલ્દી જલ્દી પેલું ઉખાણું પૂછી લઉં એમાં મજા છે.
એમ વિચારી ઘોઘીએ સીધું જ ઘોઘાની આંખમાં આંખ પરોવી મન ઘડત ઉખાણું કહ્યું..
ઘોઘા એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...
ઘોઘા એ ઝીણી આંખે ઘોઘી સામે જોતાં કહ્યું...
ઘોઘી પહેલા તું મને એ કહે તારા આ ઉખાણાનો જવાબ તને ખબર છે .. ?
ઘોઘી મુંજાણી. મુંજયેલી ઘોઘીએ કહ્યું. ના..!
મને ખબર નથી .
અક્કલ વગરના મને જો જવાબ ની ખબર હોત તો હું તને થોડી ના પુછત...
અક્ક્લ વગરની તો પછી એને ઉખાણું ના
કહેવાય...
ઘોઘાએ ઘોઘીને ટપલી મારતા કહ્યું .
તો આને શું કહેવાય હે ...?
ઘોઘી એ નવો પ્રશ્ન કર્યો.
ઘોઘાએ જવાબ આપ્યો.
એજ તારી આદત મુજબ તારી ભીતર ઊઠતો સવાલ...
તો ઉખાણું કોને કહેવાય... ?
ઘોઘી એ બીજો સવાલ કર્યો.
અક્કલ વગરની તુ ઉખાણું પુછવા આવી છે કે
સવાલ કરવા.? આમ કહી ઘોઘાએ જવાબ આપ્યો.
ઘોઘી ઈઈઈ...
ઉખાણું એને કહેવાય,
જેનો જવાબ તને ખબર હોય .
અને તોજ પૂછાય જો જવાબ ખુદને ખબર હોય...
ઘોઘીને ઘોઘાના મોઢે જવાબ સાંભળવાની ઉતાવળ હોય,
ઘોઘા સાથે વધુ દલીલ કરવાનું ને પ્રશ્નો પૂછવાનું ટાળ્યું અને આગળ ચલાવ્યું .
હાં, હવે હશે... એ જે હોય તે પણ તું જલ્દી મને મે પૂછ્યું એનો જવાબ આપ કે...
એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...
ઘોઘો કહે પેલા પાણી પીવડાવ પછી જવાબ દઉં....
હે ભગવાન....
જવાબ સાંભળવાની અતિ
જિજ્ઞાસા હોય ઘોઘી વધુ કાઇજ બોલ્યા વિના-
જડપથી પાણિયારે ગઈ અને પાણીનો ગ્લાસ ભરીને ઘોઘાને પકડાવી દીધો ...
ઘૂટક .. એક ઘૂંટડો ભરી ઘોઘો અટક્યો....
થોડી વાર રહીને ફરી... ઘૂટક...વળી ઘોઘો અટક્યો ...
ઘોઘી અકળાવા લાગી.
ઘોઘાનો જવાબ સાંભળવા અધિરી ઘોઘી સામે જોઈ ઘોઘો હસે છે ...
ઘોઘી આંખોના કોડા આમતેમ ઉપર નીચે કરે છે ....
હોઠ ભીંસી ઘોઘા સામે જુવે છે. વળી આંખ બંધ કરે છે ને ખોલે છે....
ઘૂટક... કરતો ઘોઘો વળી એક ઘૂંટ પાણી પીવે છે ...
અંતે ઘોઘી ગુસ્સે થઈ ગઈ અને બોલી.
અકલ્લ વગરના કેટલી વાર હોય પાણી પીવામાં ...?
પાણી છે શરાબ નથી ! તે તું ધીરે ધીરે પીવે છે.
ઘોઘો હસતાં હસતાં બોલ્યો.
ઘોઘી આ પાણી શરાબ બની જાય છે જ્યારે તું ભરીને આપે છે ...
પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ.... ઘોઘા હવે બસ કર...
અને મને મારા ઉખાણા નો જવાબ આપ..!
ઉખાણું... !!! ?
ભૂલ થઈ બાપ..! ઉખાણું નૈ સવાલ.. બસ હવે જવાબ આપ..!
જાણે શરાબનો આખરી ઘૂંટ ભરતો હોય એમ પાણી નો છેલ્લો ઘૂંટ ભરી ખાલી ગ્લાસ ઘોઘીના
હાથમાં થમાવતા લે પકડ ..
પછી આરામથી માથા પાછળ હાથ ટેકવતા જાણે આળસ મરડતો હોય તેમ પગ ખેંચીને ...
અ..અ....આહ.... હાશ...હવે છિપાણી પ્યાસ....
અચ્છા..
હાં હવે બોલ ઘોઘી તે શું સવાલ પૂછ્યો હતો... ?
ભૂલ્લકડ ઘોઘા પર આવતો ગુસ્સો મનમાં દાબી વાત લાંબી ના કરતાં.
ઘોઘી એ સવાલ યાદ કરાવ્યો....
મે તને એ ઉખાણું, સોરી સવાલ કર્યો હતો કે...
એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...
સિમ્પલ... એક દમ સિમ્પલ સવાલ.... એમ કહી ઘોઘો ઘોઘી સામે જોઈ હસવા લાગ્યો...
ઘોઘો ઘોઘીને હેરાન કરવાની પોતાની જૂની ને જાણીતી હરકરથી વાજ નથી આવતો...
પણ પછી ઘોઘીની ગૂસ્સા ભરી નજર જોઈ જાવાબ આપે છે....
ઘોઘી તું કહે છે એવા ત્રણ વ્યાવસાયિક ક્ષેત્ર તો તરતજ ઉડીને આંખ સામે આવે છે ...
ક્યારની જબાબની રાહમાં અધિરી ઘોઘી ઉત્સાહિત થઈ ને પૂછે છે.
ક્યાં ક્યાં ત્રણ ક્ષેત્ર ઘોઘા ... ?
ત્રણ 'ક' ..!
ઘોઘી સમજી નહીં તેથી કહ્યું . હં..ત્રણ 'ક' એ વળી શું...?
ઘોઘાએ કહ્યું. ત્રણ 'ક' અર્થાત ...
કલમ,કેમેરા અને ક્રિકેટ...
ઘોઘી:- અર્થાત ...?
ઘોઘા એ વિસ્તાર પૂર્વક સમજાવ્યું ..
પહેલું ક્ષેત્ર કલમધારીનું યાની પ્રેસ રિપોર્ટર ...
બીજું ક્ષેત્ર કેમેરામેન યાની, ટીવી ન્યૂઝ રિપોર્ટર...
અને ત્રીજું ક્ષેત્ર બેટધારી યાની, ક્રિકેટર....
શું વાત છે....!!!
હાં ઘોઘી આ ત્રણ ક્ષેત્ર એવા છે... જેમાં કામ કરવાના રૂપિયા મળે છે,
અને કામ ના કરવાના પણ રૂપિયા મળે છે.. !
અને ક્યારેક તો કામ કરવા કરતાં , કામ ના કરવાના ડબલ રૂપિયા આ લોકો રળે છે.
ઘોઘા એ કેવી રીતે મને સમજાયું નહીં જરા વિસ્તારથી સમજાવીશ... ?
ઘોઘીએ કહ્યું.
હાં ચોક્કસ... તો ધ્યાનથી સાંભળ ઘોઘી.
પહેલું ક્ષેત્ર પત્રકારત્વ યાને સમાચાર પત્ર .
જે દુનિયા ભરના સમાચાર દુનિયાના એક છેડાથી બીજા છેડાના સમાચાર...
આપણાં સુધી પહોંચાડે છે ...
"અપવાદ બાદ કરતાં"
એ સમાચાર સાચા છે કે ખોટા એ આપણે ક્યાં જોવા જાણવા જઇયે છીયે....
ઘોઘી અપલક ધોધાને ધ્યાનથી સાંભળે છે.
ઘોઘો આગળ કહે છે ..
આમ તો છાપામાં નાના મોટા અનેક સમાચાર છપાય છે,
પણ ઘોઘી એ ક્ષેત્રમાં કામ કરતા પત્રકારને ક્યારેક, ક્યારેક
જ્યારે કોઇ વ્યક્તિની અંગત અને ગંભીર બાબત ધ્યાને આવે છે .
ત્યારે એ એના સમાચાર બનાવે છે...
જે સમાચાર અગર એ છાપામાં આપે છે. તો એના એને રૂપિયા મળે છે.
પણ એ બનાવ્યા પહેલા એ જે કોઈ વ્યક્તિની અંગત બાબત છે,
એ એવિ વ્યક્તિ હોય છે કે એના વિષે છાપામાં છપાવવાથી એની આબરૂ જવાનો ડર હોય,
યા તો એના બીજનેસ પર અસર પડે એવું હોય, આવી કોઈ વ્યક્તિ ની અંગત બાબત જ્યારે
પ્રેસ રિપોર્ટરને ખબર પડે ત્યારે ....
એ રિપોર્ટ તૈયાર કરી છાપામાં છાપતાં પહેલા, એ વ્યક્તિને અંગતમાં મળે છે.
અને એ બાબત જે તેમના ધ્યાનમાં આવી છે તેના વિષે વાત કરે છે.
અને પછી પત્રકાર એ વ્યક્તિને રૂબરૂ મળીને પૂછે છે . બોલો શું કરવું છે ?
પેલો સમાજમાં આબરૂ ના જાય એ માટે , અથવા બીજનેસમાં નુકસાન ના જાય એ માટે ,
પત્રકારને એ સમાચાર ના છાપવાના રૂપિયા આપે છે.
અને બને છે એવું કે એ પત્રકારને સમાચાર છાપવા કરતાં ના છાપવાના ડબલ રૂપિયા મળે છે.
ઘોઘી ઘોઘાના ગાલ પર વ્હાલથી હાથ ફેરવતા બોલી ...
વાહ. ઘોઘા બૌ મોટો ઘટસ્ફોટ કર્યો યાર તે તો...
ઘોઘો કહે ઘોઘી બૌ હરખા નૈ આમાં મે કશું નવું નથી કહ્યું...
ઘોઘી કહે . પણ મને નવું લાગે છે.
ખૈર હવે બીજા નો વારો કાઢ ... "ઘોઘી બે અર્થમાં બોલી."
ઘોઘો કહે બીજામાં પણ પેલા જેવુજ છે ....
ઘોઘી કહે તો ત્રીજાનો વારો કાઢ..!
ઘોઘાને પણ આમ તો મારી માફક ક્રિકેટના 'ક' વિષે પણ જ્ઞાન નથી તેમ છતાં ...
વ્યાવસાયિક ક્રિકેટ ના ઉઘાડા સિક્રેટ વિષે ઘોઘો ઘોઘીને વાત કરે છે.
ઘોઘો કહે છે. ઘોઘી આમ જોવા જા તો ત્રીજામાં વ્યવસાયમાં એટલે કે...
ક્રિકેટના ક્ષેત્રમાં પણ એવુંજ પેલા બે વ્યવસાય જેવુ જ છે ....
ઘોઘી કહે ના ઘોઘા બધામાં બધુ એક સરખું ના હોય...
ઘોઘો કહે . હાં ઘોઘી તારી વાત બિલકુલ સાચી છે...
પેલા બે, પ્રેસ રિપોર્ટર અને ફોટોગ્રાફર નું તો સમજ્યા સરખું હોય ...
એ બન્ને ના વ્યવસાયમાં લખવા ના, લખવાનો.
કે ટીવીમાં આપવા, ના આપવાનો નિર્ણય કોઈ એકાદ-
વ્યક્તિની અંગત બાબત સાથે જોડાયેલો હોય છે.
જ્યારે ક્રિકેટ સાથે કરોડો ચાહકોની લાગણી જોડાયેલી હોય છે.
જોકે વાત તો અહી પણ એજ બને છે. કલમધારી
અને કેમેરામેન વાળી.
ક્રિકેટરોને પણ જીતવા કરતાં ક્યારેક-
હારવાના ડબલ કરતાં પણ વધુ રૂપિયા મળતા હોય છે.
અને બીજી એક બાબતે ક્રિકેટ ની ઘટના જુદી પડે છે.
ક્રિકેટરો સાથે 'મને બાદ કરતાં' દેશનો એકો એક નાગરિક જોડાયેલો હોય છે.
દેશની શાન રમતના મેદાનમાં દાવ પર લાગેલી હોય છે ...
એના હારવા જીતવાથી દેશના કરોડો નાગરિક હારતા જિતતા હોય છે...
જોકે મને તો એમ જ થાય કે સાલા રમે કે ના રમે, એ લોકો...
હારે કે જીતે એ લોકો ...
પણ રૂપિયા તો એને મળે મળે મળેને મળેજ અને એ પણ પાછા એને એકલાને ...
અને પબ્લિક ને ... ઠેંગો...!
તો પણ એની પાછળ ગાંડા થતાં મેચ જોતાં લોકો....
જેને કાય લેવા દેવા વિના ફૂટી કોડી પણ ના મળવાની હોય ...
તો પણ ક્રિકેટરોએ જીતે તો ઉછળતા હોય છે ...
ને હારે તો ઉદાસ થઈ જતાં હોય છે .
વળી કોઈ કોઈ તો પોતાની ચહિતી ટિમ હારી જતાં ટીવી પર ગુસ્સો ઉતારતા હોય છે.
"સિવાય જે સટ્ટા ખોર છે "
"સિવાય કિકેટ પર જુગાર ખેલતા લોકો ..."
"સિવાય ક્રિકેટ દરમિયાન જાહેરાતમાથી કરોડો કમાતા ટીવી ચેનલો વાળા ...."
સમયની વરબાદી સિવાય કોઈ ને નવા પૈસાનો લાભ ના મળતો હોય,
તોય નાહક ના ઊછળ કુદ કરતાં હોય છે ...
અને ઘોઘી આ ક્રિકેટરો...
તેના કરોડો ચાહકોની લાગણી ને પણ દાવ પર લગાડી દેતા અચકતા નથી...!
રૂપિયાની લ્હાયમાં ને લ્હાયમાં ઘોઘી હવે તો આ બધા ક્રિકેટરો....
ચંદ કરોડ પતિઓના હાથનાપ્યાદા યાની રમકડાં, થઈ ચૂક્યા છે.
ક્યારેક તો લાગે કે આ લોકો ને બન્ને બાજુ પાતાળ જેવા પેટ હશે કે શું !
જે ક્યારેય ભરાતા જ નથી...
અન્યના હાથના કઠ પૂતળા બની જતાં ક્રિકેટરોમાં-
પછી દેશ દાઝ , દેશ માટે, અને કરોડો ચાહકો માટે રમવાનું જજુન નથી રહેતું ...
ક્રિકેટરોને ખરીદતા કરોડ પતિઓ સિવાય
કે ક્રિકેટ પર જુગાર રમતા જુગારીયાઓ સિવાય ...
એ લોકો જેને ક્રિકેટરો રમે કે ના રમે જીતે કે ના જીતે ફૂટી કોડી પણ મળવાની નથી.-
એવા લોકો શું લેવા એ લોકોની રમત જોવામાં કિંમતી સમય બરબાદ કરતાં હશે ...?
પાછા મેચ જોતાં જોતાં એવા તો ઊંચા નીચા થાય ઘોઘી... એવા તો ઊંચા નીચા થાય ...
કે જાણે પોતે ક્રિકેટના મેદાનમાંકેમ ના મેચ રમતા હોય...
આટલો સમય પોતાના ધંધામાં ધ્યાન આપે તોય બે પૈસા વધુ કમાય ...
ઘરમાં બાયડી છોકરા મીઠડાં ય લ્યે...
ઘોઘી ઉછળીને હજુ તો બોલવાજ જાય છે...
ઘોઘા... તું..સી.... ગ્રે....
હાં હો બસ હવે .. ઘોઘી હું જાણું છું..
તારા પંજાબી 'તું , સી' પછી આવતા અંગ્રેજી શ્બદોનો અર્થ મને પૂરે પૂરો સમજાય છે..
ઘોઘી આશ્ચર્ય સહ બોલી શું વાત છે ઘોઘા...! તો તને અંગ્રેજી પણ આવડે છે ..!
હાં કેમ નહીં તારા જેવા હોશિયાર લોકો બે, ચાર અંગ્રેજી શબ્દો બોલીને ફિસિયારી મારતા હોય .
એને જોઈ જોઈને સાંભળી સાંભળીને બે ચાર શબ્દો મનેય આવડી જાય...
આ ભવમાં આટલું.! અંગ્રેજી આવડે એ શું ઓછું કહેવાય...
ના વો બૌ કેવાય બૌવજ કેવાય...
ઘોઘાએ ઊભો થઈ, સીધો ઊભો રહી, મો પાછળ ફેરવી,
પોતાની પૂંઠે જ્યાં કરોડરજુનો છેડો આવે ત્યાં હાથ ફેરવતા ઘોઘીને કહ્યું
આમ જો , મારી પૂંઠે હાથ ફેરવી જો ! મારે પૂંછડી નથી....
ઘોઘી લટકો કરતાં બોલી .. બૌ ડાયો હો....
ઘોઘા એવો વિચાર તો ક્યારેક મનેય આવે હો, કે....
આપણે પોતે રમતા હોય, એ રમત જેવી મજા બીજા રમત રમે એમાં ના જ આવે...
ખુદ રમે, ખુદ જીતે, ખુદ હારે, કોઈ હરીફ સામે.
તો વાત જુદી છે..
પણ યાર ઘોઘા હું એમ કૌ છું કે શરત વગર રમત રમાય તો કેવું હે .!
ઘોઘો કહે, ના ચાલે બિલકુલ ના ચાલે ...!
મજા ના આવે ...ઘોઘી જર્રાય મજા ના આવે....
શરત વગર કોઈ પણ રમત રમવામાં મજા ના આવે...
આ જીવન પણ એવુજ હોય છે.
એમાં શરત વગર કશું હોય નૈ ....
પ્રેમ પણ નૈ.?
ઘોઘીએ સણસણતો સવાલ કર્યો...
અકલે ઘોઘાએ પણ ઝણઝણતો જવાબ આપ્યો..
ના..!
ઘોઘી કહે પણ દુનિયા ભરના જ્ઞાનીથી માંડીને સામાન્ય લોકો પણ એવુ કહેતા ફરે છે કે,
પ્રેમ બે શર્ત હોય પ્રેમમાં શરત ના હોય.
ઘોઘાએ તરત કહ્યુ એ બધા બાવા અને
બાવાના બોલે બાવાઓના ઊછીના અધુરા જ્ઞાનને અનુસરતા બધા બુધ્ધા ચેલાઓ ખોટાળા હોય છે.
શરત વગરની રમતમા રોમાંચ નથી હોતો..
હાં ટાઈમપાસ કરવા લોકો રમી નાખે એ વાત નોખી છે...!
ઘોઘી ઉછળીને બોલી વાહ્હ ઘોઘા વાહ્હ.!
તારી વાત ચણક ચોખ્ખી છે...!
બસ બસ હવે વાહ વાહ કરીને મારામા હવા ભરવાનું રેવાદે....
અરે સાચ્ચે સાચુ કહુ છુ...!
ઠીક છે ઠીક છે હવે આગળ સાંભળ...
સદીઓથી શરતો પર ચાલતી, નભતી, જીવતી,
આ દુનિયામાં...
બે શર્ત પ્રેમ કે કઈ પણ આપવાની વાત કરનારો સાવ ખોટાળો અને દંભી હોય છે...
આંખનું મટકું માર્યા વિના ઘોઘા સામે જોતી ઘોઘી અપલક ઘોઘાને સાંભળતી હતી ...
પછી તો ઘોઘો ક્યારનો ય ચૂપ થઈ ગયેલો.
તો પણ ઊંડા શ્વાસ લેતી ઘોઘી, ઘોઘાને એમ સાંભળતી હતી...
જાણે ઘોઘાના મૌનને મન ભરીને શ્વાસમાં ભરતી હોય , ને સૂંઘતી હોય....
થોડી વાર મૌન રહી ઘોઘાએ વિસ્ફોટ કર્યો....
ઘોઘીની આંખ બંધ હતી . ધોધાએ ઘોઘીને ખંભેથી પકડી ઢંઢોળતા કહ્યું ...
બસ નીંદર આવી ગઈ ...
ના હું ધ્યાનથી તને, અને તારા એક એક શબ્દને સાંભળતી હતી ....
અચ્છા હવે ત્રણ 'ક' ની છેલ્લી વાત સાંભળ ...
ઘોઘી:- હાં બોલ..!
ઘોઘો:- આ ત્રણ 'ક' માથી, ત્રીજા ને બાદ કરતા યાની ક્રિકેટરને બાદ કરતાં .
ઘોઘી:- કેમ ત્રીજો 'ક' બાદ કર્યો..?
ઘોઘો:- કેમકે એ બૌ બૌ તો મેચ જીતીને દેશને ગર્વ અપાવે ...
અને ક્રિકેટ રસિયાઓને ખુશ કરી શકે ...
ઘોઘી:- તો પહેલા બે શું દુનિયા બદલી નાખે ...?
ઘોઘો:- બે શક્ક ..! ઘોઘી બે શક્ક.!
આ બે, 'ક' યાની કલમ ધારી અને કેમેરા મેન...
જો ધારે તો દુનિયા બદલી શકે..
અગર જો આ બંને મળીને નીતિ થી ઈમાનદારી થી બહાદુરી પૂર્વક સત્ય ના રસ્તે ચાલે,
અને અનેક સરકારી જગ્યાએ ચાલતી ગેર રીતિ પર , બેદરકારી પર.
જો, કેમેરામેન પોતાના કેમેરાનું ફોક્સ કરે...
અને કલમધારી એ બાબતે પોતાની કલમ થકી વિરોધ કરે અને જનતાને જગાડે તો ....
બે શક ! દુનિયા બદલાય જાય...
અગર જો એ નિજ સ્વાર્થે પોતાના માત્ર ને માત્ર પોતાના જ લાભ માટે-
બેઈમાની કરીને, કલમ અને કેમેરાનો ઉપીએગ કરે....
તો દુનિયા ભલે ડૂબે,
પણ એ બંને નો તો ચોક્કસ તરી જાય,
એનો ઉધ્ધાર થઈ જાય .
અને એ લોકો માલામાલ થઈ જાય...
બાકી મારા જેવા એકલ દોકલનું આ કામ નૈ ...
આ કાર્ય જો સૌ સાથે મળીને એકતા પૂર્વક કરે તોજ દુનિયા બદલવી શક્ય છે ..
બાકી જો કોઈ એકલો આ કાર્ય હાથ ધરવાની ભૂલ કરે ...
ઉત્સાહમાં ને ઉત્સાહમાં આવું કાર્ય હાથ ધરે...
યાની બેદરકાર સરકાર અને-તેના કોઈ પણ ભ્રસ્ટ કર્મચારીનો વિરોધ કરે તો .....
એનાથી દુનિયા કેમની બદલાય ભાય...
જે આ દુનિયામાંજ ના રહે...
દુનિયા તો એની બદલાય ને,
જે આ દુનિયા માં રહેતું હોય...
અર્થાત:- એકલ દોકલની તો અર્થીજ ઉઠી જાય...
હાં ભાય... એ આ દુનિયામાથીજ ઊકલી જાય...
એને ઉકેલી નાખવામાં આવે....
શું સમજી ઘોઘી ?
બધુ સમજી ગૈ ઘોઘા બધુજ સમજી ગૈ
તો ઠીક..! એમ કહી ઘોઘાએ ઘડાકો કર્યો,
તું શું માને છે ઘોઘી !
આ રોજ રોજ થતાં બધા જ રોડ અકસ્માત....
ખરેખર અકસ્માત હોય છે ..??
ઘોઘી :- તો બીજું શું હોય શકે...
ઘોઘો ધીમેકથી બોલ્યો ....
આવું બધુ બૌ બહાર ના આવે ઘોઘી ....
કેમકે બૌ બધાનો એમાં હાથ હોય છે.....
મરનાર પર સાચું બોલવાનો વાંક હોય છે...
આ દુનિયામાં અગર કોઈ એકલો જાગે છે તો...
એને ચીર નિંદ્રામાં પોઢાડી દેવામાં આવે છે...ઘોઘી....
ચીઈઈઈર નિંદ્રામાં....
.
ઘોઘી :- કેમ...?
કેમકે એક જાગી ગયેલો અનેક ને જગાડશે તો...
એ લોકોને પણ આખરે ડર લાગતો હોય છે.....
એ લોકોનો ડર નિર્દોષ અને સાચી વ્યક્તિના મૌત નું કારણ બને છે... !
અને,
ક્રમશ...




Katira Paresh
एक दीन रंगीन पानी पीते पीते,
मैने अनंतसे पुछा.
यार मुजे ये तो बता.!
आंसु और शराबके असर मे फर्क क्यां ?
तो अनंत ने ये कहा.
कुछ यादे नई पुरानी,
दोनो हालात मे होती हे सामील.
दो घुट शराब पी, या दो बुंद आंसु...
"अनंत" फर्क ईतना ही पेंदा.,
घुंटसे कदम लडखडाये और आंसु से दिल.
"अनंत"

No automatic alt text available.
Comments
Darshna Suraj Haalaat ke sab maare hai... Jo maikhane tak jaa na sake woh bas aansu ke sahare hai... Zindagi ka itna fasana hai...hum tum dono kahin na kahin dil haare hai!!See Translation
December 11, 2013 at 11:35am
LikeShow more reactions
2
Manage
Katira Paresh काश..,. आज अनंत होता ...रो रो के खुश हो जाता ...गम सुदा हम जबा ओ हाले दील, लब्झोमे ढाले दिल ...उन्ही कि बातसे मीलता लाजवाब आपका जवाब ...पढ सुन महेसुस करके ...रो रो के खुश हो जाता ...काश ...आज अनंत होता ...
December 11, 2013 at 1:11pm
LikeShow more reactions
1
Manage
Darshna Suraj Anant yahin hai... Uske hone ki khwaish main... Labzo ki aazmaish main... Tum main hum main....anant yahin hai kagaz ke purzo main!!
December 11, 2013 at 1:29pm
LikeShow more reactions
2
Manage
Katira Paresh Darshna जी अब रुलाओगे क्या .... 

काश .... 


ऐसा होता ... 

मगर नहीं ..! 

अब अगर वो है तो है सिर्फ और सिर्फ kagaz ke purzo main!!..
December 11, 2013 at 4:43pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh भई मजा आ गया कई सालो बाद एक माहोल सा बन गया शायराना .... 

ऐसा ही माहोल कभी में अनंत और अज्ञानी .. हमारे तीनों के साथ होते बनता था उसी पुराने खंडरसे घरमे देर रातके बाद... काश... 
December 17, 2013 at 12:09am
LikeShow more reactions
Manage
Katira Paresh अरे उस वक्त यहा kunjal भी थी और उसने बढ़िया शेर भी लिखा था... 

अब मगर नहीं जाने कहा गई... Kunjal Pradip Chhaya ... સુણો તી... 
February 23, 2015 at 4:04pm
LikeShow more reactions
Manage
Sunil Thakar Wah dost kya mahfil hai ....hum nahi aaiyanga kyu ki .....waha aur dost bhi samil hai...
February 24, 2015 at 11:10am
LikeShow more reactions
1
Manage
Katira Paresh લ્યા સુનિયા ઇ મહેફિલ ને ગુઈજરે વર્ષો થઈ ગ્યાં .... 

અકલે કે ઇ વર્ષો પહેલા જામેલી મહેફિલ વખતે થયેલી વાત છે .! 


બાકી તું આવ અકલે મહેફિલ જ મહેફિલ છે ભાયા ....  

Sunil Thakar
September 5, 2016 at 12:55am
LikeShow more reactions




Katira Paresh
June 22
કહ્યુ માન્યુ નૈ અંતે બીચ્છુ ગળે વળગ્યુ,ને.! 
હવે એમ ના કે'જે કે,
બીચ્છુ નથી પીછુ છે.! 
દીલની નસ ખેંચતૂ ઈ મૌજી
Comments
Katira Paresh હાં બા હવે અંગ્રેજી મા બૌ બરાડો નૈ....

ગુજરાતી મા ચીલ્લાવો 


ના આવડે તો કો'ક અભણ પાસે 

ગુજરાતી નુ ટ્યુશન રખાવો... 

આંટી ના આંટા ઊતારતુ ઈ મૌજી

Reply
1
 
June 22 at 11:04pmEdited
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Le have drwamcather nu guju mane nathi awadtu
Manage
Katira Paresh ખોટુ ના બોલ.! 




થોડુક તો સાચ્ચુ બોલ ક્યારેક...
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Hu always sachuj bolu chu

Like
Reply
1
 
June 22 at 11:24pm
Manage
Katira Paresh હાં ખબર છે એ તો કાયમ ઓલવાઈનેજ બોલે છે ... 
ક્યારેક પ્રગટી ને બોલ તો અંધારે અજવાળા થાય .. 


આંખો પર ટોર્ચ નો પ્રકાશ ફેંકતું ઇ મૌજી




No comments:

Post a Comment