જેમ વરસાદ પડતાં જ દેડકો ને દેડકી ડ્રાઉ ..ડ્રાઉ....ડ્રાઉ.....
કરતાં અચાનક જ ગમે ત્યાથી ફૂટી નીકળે, બસ એવું જ કઈક ઘોઘા ને ઘોઘીનું ....
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ઘોઘો અને ઘોઘી જ્યારે પણ નવરા પડે ને મળે ત્યારે બસ આવા જ કોઈ વિષય પર ચર્ચા કરે ..
તે આજેય ઘોઘી કામમાથી પરવારી નવરી થઈ ઘોઘાના ઘેર ગઈ ....
ઘોઘો ખુરશી પર બેઠો છે , સામે પડેલી ટિપાઈ પર પગ ઉપર પગ ચડાવીને.
ઘોઘી સામે હીંચકા પર બેસી ગઈ, ને હીંચકાને ઠેલો મારતા. સીધી જ શરૂ થઈ ગઈ ...
હેં ઘોઘા મને એક વાતનો જવાબ આપીશ .... ?
ઘોઘો :- હશે તો આપીશ બોલ, શાનો જવાબ જોઇયે છે તારે ?
ઘોઘી :- ઘોઘા માણસ પ્રેમ કરે છે,
ઘોઘી આગળ કશું બોલે એ પહેલા જ વચ્ચે ઘોઘો બોલ્યો ... !
ખાલી માણસ જ .! ??
ઘોઘી ગુસ્સે થઈ તારી આજ આદત મને નથી ગમતી, પૂરી વાત તો સાંભળ ....
ઘોઘો હસતાં હસતાં .... ના ... આ તો મે ખાલી પૂછ્યું ...
ઘોઘી :- તો હવે હું આગળ પૂછું ?
ઘોઘો:- હા પૂછી જ નાખ અધૂરું છોડવું સારું નૈ કઈ પણ ...!
ઘોઘી:- હા તો હું એમ કહેતી હતી કે માણસ પ્રેમ કરે છે..
ઘોઘો:- એકલો એકલો જ..? કોને ?? અરીસા સામે પોતાને જ ???
ઘોઘાએ આગલા વ્યંગને આગળ ધ્પાવ્યો ....
ઘોઘી:- અરે યાર પૂરી વાત તો સાંભળ ...
ઘોઘો:- પણ તું પૂરું બોલ તો ને .....!
ઘોઘી:- પણ તું બોલવા જ ક્યાં દ્યે છે વારે ઘડીએ વચ્ચે બકબક કરે છે, લે પણ..
ઘોઘો:- હાં તો બોલ હવે પૂરું બોલ ચાલ ...
ફરી ઘોઘીએ નવેસરથી શરૂવઆત કરી ...
ઘોઘી:- હા તો હું એમ કહેતી હતી કે માણસ પ્રેમ કરે છે..
ઘોઘો :- હ....અ... ઘોઘાએ વ્યાંગમાં હકારો ભણ્યો ...
પ્રેમથી લગ્ન કરે છે ...
હ....અ...
તો લગ્ન પછી કેમ ઝગડે છે ....?
કોણ ઝગડે છે ? કોની સાથે ઝગડે છે ? ? એ ગાંડો થઈ ગયો હશે ...
ઘોઘો એક સામટું બોલી ગયો .......
અરે કોણ ગાંડું થઈ ગયું હશે ? શું પૂછું છું ને શું જવાબ આપે છે ઘોઘી ઘોઘાના જવાબથી
અકળાઈ ગઈ...
ઘોઘો પણ ગુસ્સે થઈ ગયો ... અરે અક્કલ વગરની તો બીજું શું કરું ?
તું ક્યારની માણસ પ્રેમ કરે છે , માણસ પ્રેમ કરે છે ... શું કરે છે.,
પછી કહીશ કે વચ્ચે બોલે છે,
તું સરખી વાત કરને કે એક પુરુષ અને અને સ્ત્રી પ્રેમ કરે છે.
જો કે સ્ત્રી ને પુરુષ તો પછી થાય છે . ઘોઘાએ પોતાની ભૂલ સુધારી ....
તો હું એમ કહું છું ! શું માણસ એકલો એકલો જ પ્રેમ કરતો હોય છે ???
કે સાથે બીજી કોઈ પણ હોય છે ....? અક્કલ વગરની. ! ઘોઘો ગુસ્સામાં બોલ્યો.
ઘોઘી ને પોતાની ભૂલ સમજાણી જોરજોરથી હસતાં હસતાં બોલી ...
ઘોઘા ક્મ્માલ છે યાર તું પણ, સાચે જ હું અક્કલ વગરની છું ..
તે બબ્બે વાર વ્યાંગમાં કહ્યું છતાં હું સમજતી નહોતી....
ઘોઘો મો ફુલાવી બોલ્યો . તો હવે તો સમજાયુ ને ?
કે પુરુષ એકલો એકલો પ્રેમ ના કરી શકે કે ના સ્ત્રી એવું કરી શકે ..
ને કરે તો પણ થાય નહીં....
શું થાય નહીં ? ઘોઘીએ સમજ્યા વિચાર્યા વિના પ્રશ્ન કરી નાખ્યો ....
કાઇ જ નહીં ...! ઘોઘો ભાર પૂર્વક બોલ્યો ....... "બે અર્થમાં"
તોય ઘોઘી ના સમજી. એને એમ કે ઘોઘો રિસાણો,
એટલે પ્રેમથી ઘોઘા પાસે જઈને બોલી.
શું યાર તું પણ બાળકની ....
હાં... હું ઇ જ કહું છું ઇ પણ નો થાય ....
ઘોઘીને મનમાં ઝબકારો થયો ને શરમના શેરડા ગાલ પર પડ્યા ....
શું યાર તું પણ...! સાવ ઘોઘા જેવી વાત કરે છે .... !
ઘોઘો મૂછમાં હસતાં. એ...મ ...!
અરે યાર હું એમ કહેવા જતી હતી કે શું યાર તું પણ બાળકની જેમ રિસાઈ જાય છે ...
ઠીક છે ઠીક છે હવે... તું કઈક પૂછતી હતી ને .... ઘોઘાએ ઘોઘીને યાદ દેવડવ્યું.
હાં...હાં... ઘોઘીને યાદ આવ્યું એટલે વ્યવસ્થિત આગળ ચલાવ્યું ....
હાં તો, એક છોકરો ને એક છોકરી પ્રેમ કરે છે , પછી પ્રેમથી પરણે છે , તો પછી લગ્ન બાદ ઝગડે છે શા માટે ???
અને ઝગડે તો ભલે ઝગડે પણ વાત છેક કોર્ટ કચેરી સુધી પહોંચે છે ને પછી છેક છૂટા છેડાં સુધી પણ પહોંચી જાય છે આવું કેમ ....?
પ્રેમની ભૂખ. ને પ્રેમ માટે સ્તો , અને બીજું સમજદારીનો અભાવ કોઈ એકમાં ....
ઘોઘાએ તુરંત ટૂંકમાં જવાબ આપી દીધો ....
એમ નહીં એમ નહીં ઘોઘા, જરા મને સમજાય એમ સમજાવ ને... ઘોઘી લાડથી બોલી .
અચ્છા.... તો સાંભળ.
નાની નાની ઘટનાઓને બાદ કરતાં ..
લગ્ન જીવનમાં સૌથી વધુ અને મોટી સમસ્યાની શરુઆત બેડરૂમથી થતી હોય છે.
અગર જો બેડરૂમમાં ઉદભવતી સમસ્યા નો અંત રાત્રિ દરમ્યાન જ બેડરૂમમાં ના આવે
તો સવારે પડતાં વાત છેક કોર્ટ કચેરી સુધી જતી હોય છે...
એટલે જ એને બેડ રૂમ કહેવાતું હશે નૈ ઘોઘા... ?
હાં તો સમજાઈ ગયું ને ?
હાં ... ! પણ અધૂરું ...!
બ્લાસ્ટ:-
'બેડ'રૂમ પ્રેમ થકી સુંદર બનતો હોય છે...
અન્યથા એ નામ સાર્થક કરે છે "બેડ" રૂમ"...
'બેડ'રૂમ પ્રેમ થકી સુંદર બનતો હોય છે...
અન્યથા એ નામ સાર્થક કરે છે "બેડ" રૂમ"...
બેડ અર્થાત ખાસ અભણ માટે ચોખવટ...
બેડ અકલે ખ, રા, બ...
ભણેલાને બધી ભાન હોય....
!
!
!
એ જરૂરી નથી....
અભણ એકલા અજ્ઞાની હોય,
એવુય ના હોય....
બેડ અકલે ખ, રા, બ...
ભણેલાને બધી ભાન હોય....
!
!
!
એ જરૂરી નથી....
અભણ એકલા અજ્ઞાની હોય,
એવુય ના હોય....
સોલાઆની વાત..
પાંચયા ની કીંમત દસકો કરે તોજ પંદર થાય.....
નૈ તો આજીવન કીંમત એની એજ રહે ઊપર કે અંદર ન જાય...
પણ હે પાંચકા...!
જો તુ આ આંચકા પચાવી શકે તો,,,
તને ડબલ ફાયદો તુ પાંચમાથી પંદર થશે...
નૈ તો આજીવન.....
કીંમત તારી દશકાની અંદરજ રહેશે....
નૈ તો આજીવન કીંમત એની એજ રહે ઊપર કે અંદર ન જાય...
પણ હે પાંચકા...!
જો તુ આ આંચકા પચાવી શકે તો,,,
તને ડબલ ફાયદો તુ પાંચમાથી પંદર થશે...
નૈ તો આજીવન.....
કીંમત તારી દશકાની અંદરજ રહેશે....







No comments:
Post a Comment