Friday, 1 September 2017

મને ખબર છે મારા પર સતત તારી ચાંપતી નજર છે ..!


વર્ષો પહેલા અનેક સાથે અનાયાસેજ

અકલે કે વિના પ્રયાસે અનેક સાથે  લીલા કરતાં અનંતની 

એક ચહિતી એક સામટી અનંતની નજીક આવી ગઈ . 

અને પછી ધીરે ધીરે દૂર સરકી ગઈ . 

અનંત ક્યારેય કોઈને સામેથી બોલાવતો નહીં . 

ખબર નૈ એવું તે એનામાં શું હતું કે છોકરીઓ એની તરફ આકર્ષાઈ જતી ... 


એ ઘણી વાર સાવ અજાણી છોકરીઓની પણ છેડતી કરી લેતો છતાં પણ ... 


કોઈ દિવસ કોઈએ વિરોધ કે ગુસ્સો કર્યો હોય અનંત પર એવું મને યાદ નથી આવતું .. 


એ ગમે  તેને ગમે તેમ બોલે તો પણ બધીને ગમતું ... 


એ ક્યાય જોખતો નૈ નમતું . 


નૈ તો એ તો સાવ લઘરા જેવો હતો સાવ ... 


મેલા ઘેલા ફાટેલ તૂટેલ કપડાં ચપલા બધુજ એવું જીવન પણ આમ તો ફાટેલ જેવુજ ..! 


તો પણ બધી એની તરફ આકર્ષાય અને હું ફૂલ ફટાક થઈને ફરતો , તો પણ ,


હરામ બરાબર જો કોઈ એક પણ છોકરીએ મારી સામે જોયું હોય , 


અનંતના પરસેવે લથબથ ચહેરા પર અલૌકિક તેજ હતું . 


બસ એની પાસે છોકરીઓનું ખેંચાવાનું કારણ કદાચ એજ હતું. 


જો કે આતો હુંજ જાણું છું ..! 


બાકી એ અનાડી ખુદ પોતાની એ ખૂબીથી  અજાણ હતો. 


એનામાં જે કાય પણ હતું એનું અને લગીરે અભિમાન નહોતું 

કે ના તો એનામાં જર્રાય ઘમંડ હતો . 

એ જે રીતે છોકરીઓ સાથે વર્તતો એ તો એનો સહજ  સ્વભાવ હતો . 


એક વખત અનંતની કોઈ એક ચહિતી અનંતને મળવા 


છેક દૂરથી મહોલ્લા સુધી સાથે એક બહેન પણી ને લઈને આવી પહોંચી . 


એ સાંકડી ગલી આગળ જતાં બંધ હતી . 


ગલીમાં સૌથી છેવાડે બસ એક મહોલ્લો આવે .


ત્યાથી આગળ જવાનો કોઈ રસ્તો નહીં . 


અકલે ગલીમાં ગલી મહોલ્લાના લોકો સિવાય કોઈ અવર જવર ના હોય. 


બપોર દરમ્યાન ગલી સાવ સુમસાન હોય . 


એવા સમયે પેલી છોકરી તેની બહેનપણીને સાથે લઈને અનંતને મળવા આવી . 


અનંત મહોલ્લામાં રહેતી તેની ચહિતીનો  પગથિયાં ઉતરવાનો અવાજ સાંભળી 


ત્યારે બહાર નીકળેલો અને પેલી બન્ને સામે આવી .


અને પેલીએ અનંતને ડેલી બહાર બોલાવ્યો . 


અનંત બહાર ગયો અને પૂછ્યું કેમ અહી સુધી આવવું પડ્યું ..? 


તને મળવા એમ કહી પેલી અનંતની નજીક આવી ગલીમાં કોઈ નહોતું ... 


પેલીની બહેન પણી બાજુમાં ઊભી હતી . 


પેલી બાજુમાં આવી અકલે ચુંબન પ્રિય અનંતે પેલીને હોઠ પર 


જોરદારનું ચુંબન કર્યું પેલીએ પણ સામે  અનંતને ભરપૂર ચૂમ્યો ... 


પેલીની બહેન પણી મો ફેરવીને ઊભી રહી ગઈ . 


પછી પેલી ધરાઇ ગઈ કે ખબર નૈ ગભરાઈ ગઈ 


એ અનંતથી છૂટી પડી . 


અનંત ને કહ્યું તારા હોઠ લૂછી નાખ ..! 


અનંતે સર્ટની બાય વડે પેલીની લાલીથી લથબથ પોતાના હોઠ લૂછતા લૂછતા 


પેલીની બહેન પણી તરફ ઈશારો કરતાં પૂછ્યું આ કોણ છે .. ? 


પેલી કહે મારી બહેન પણી  . 


હાં પણ એ તો મને પણ ખબર છે પણ એ કેમ દૂર ઊભી છે .. ? 


એમ કહી અનંત તેની પાસે ગયો પેલી બહેનપણી પણ લજવાતા લજવાતા 


અનંત સામે હસી કેમકે તેને અનંતનું ચુંબન જોયેલું . 


અનંત પેલી ની સામે તેની બહેન પણી નજીક ગયો છતાં તે દૂર ના ગઈ . 


અકલે અનંતે તેને પણ નજીક ખેંચી કસકસતું ચુંબન કર્યું . 


પેલી સાવ અજાણી હતી છતાં પણ નાતો લગીરે  વિરોધ કર્યો ના ગુસ્સો ... 


ઉપરથી મનોમન ખુશ થઈ  જો કે પેલીને અનંતનું એની નજર સામે,


એનીજ બહેન પણીને પણ  ચુંબન કર્યું એ ના ગમ્યું . 


તો પણ હસતી હસતી બન્ને જણી પાછું વળી વાળીને અનંત સામે 


જોતાં જોતાં ગલી બહાર નીકળી ગઈ . 


અનંત તો ભૂલી પણ ગયેલો કે ખરેખર તો તે મહોલ્લાવાળી નીચે ઉતરી ,


અકલે બહાર આવેલો . 


જેવો અનંત ડેલીની અંદર તરફ આવવા મો ફેરવે છે તો જુવે છે કે , 


પેલી સામેજ ઊભી છે ..! 


કોણ હતી એ બે જણી ..? 


પેલીએ ગુસ્સે થઈ પૂછ્યું .


અનંત સિફતથી વાત બદલવામાં અને ઉડાઉ જવાબ આપવામાં માહિર હતો . 



અકલે સવાલનો અસસ્લ અને સાચો જવાબ ના આપતા 


બિલકુલ ગભરાયા વિના નક્ટા અનંતે પેલીને  ભોળા ભાવે કહ્યું ...  


એ તો પેલી ઓની બહેન પણી હતી અને ઓલી પેલીની બહેન પણી હતી . 


પેલી કશું સમજી નહીં અકલે ગુસ્સે થઈને બોલી . 


શું ઓલી પેલી પેલી ઓલી કરે છે સરખો જવાબ આપ ..! કોણ હતી એ બન્ને .. 


બહેન પણી ... 


અનંતે ગૂઢાર્થમાં સત્ય સ્વીકારતા સાવ ટૂંકમાં જવાબ આપ્યો . 


અકલે પેલી એ  ફરી પૂછ્યું . 


કોની ... ? 


ત્યારે ફરી અનંતે સિફતથી વાત બદલતા કહ્યું . 


જો કે આવું બધુ એ જાણી જોઈને ના બોલતો ખરેખરતો એનાથી . 


બોલતા બોલતા કાયમ બફાઈ જતું અને લૌચા થઈ જતાં . 


પેલી એ ચોખવટ કરવા ફરી અનંતને પૂછ્યું . 


કોની .. ?


અકલે અનંતે ફરી લૌચા માર્યા અને કહ્યું . 


પેલી ઓલીની બહેન પણી હતી અને ઓલી પેલીની .. 


પેલી ગુસ્સે થઈને અનતને કહે છે . 


અનંત મને ગુસ્સો ના દેવડાવ અને  સરખો જવાબ આપ..! 



અરે .. કૌ તો છું કે ,,, 


ઓલી પેલીની ,,, 


અનંત ફરી એનું એ બોલવા જતો હતો પણ,  


પેલીએ વચ્ચેજ ગુસ્સે થઈને બોલી અનંત તને કહું છું તું 


ઓલી પેલી કર્યા વિના સીધો જવાબ આપ . 


એ બન્ને કોણ હતી ?


એક બીજીની બહેન પણી .  


અનંત જડપથી બોલી ગયો. 


એ શું બોલ્યો એ એને ખુદને પણ ખબર નહોતી . 


પણ અનંતે પહેલા  આપેલા અટપટા જવાબ અને છેલ્લે 


જે રીતે જડપથી જવાબ આપ્યો , 


"એક બીજીની બહેન પણી .  "


અને એ બોલતી વખતે  જોકર જેવી થઈ ગયેલી અનંતની મુખ મુદ્રા જોઈને. 


પેલી ખડખડાટ હસી પડી અનંત .. ઉફું હું હું હું અનંત ફૂ હુહુ હું હું હું 


પેલી  હસી હસી ને બેવડ વળી ગઈ . 


એનો ગુસ્સો ગાયબ થઈ ગયો . 


પેલી હસતી હતી અકલે અનંતે કહ્યું . 


એમાં શું આટલું બધુ હસવાનું હોય ... 


માંડ માંડ હસવું રોકી પેલી એ અનંત ને કહ્યું ...  


અનંત .. ઉફું હું હું હું અનંત ફૂ હુહુ હું હું હું 


પેલીને હજુ હસવું રોકાતું નહોતું . 


અકલે મો પર હાથ મૂકી પરાણે હસવું રોકવા જતાં હાસ્ય દબાઈને ફૂહું હું હું થઈ જતું હતું 


બોલવા જાય ને હસવું આવે બોલવા જાય ને હસવું આવે 


અકલે અનંત ગુસ્સે થઈ ગયો અને પેલી ને કહ્યું . 


હવે કાય પૂછવાનું બાકી છે .. નૈ તો મને અંદર જવાદે હવે .. 


અકલે પેલીએ ફરી હસવું રોકીને કહ્યું . 


ચાહી ચાહીને અનંતની  એ  બોલવાની છટા જોવા અને સાંભળવા 


હસતાં હસતાં અનંતને કહ્યું  . 


અનંત હજુ એક વાર કે તો પેલી કોણ હતી ...?


પૂછી ને ફરી પેલીને હસવું આવ્યું અકલે હસવું રોકવા મો પર હાથ 


રાખી હુહુ હુહુ હું હું હું હું હું  કરતી હસવા લાગી ... 


અકલે અનંત ગુસ્સે થઈને પેલીને કહ્યું. 


નથી કહેવું જા..! 


પણ કાં ..? 


મને નથી ખબર ... 


તું તારે અહી ઊભી ઊભી જેટલું હસવું હોય એટલું  હસ ... 


પણ ડેલીથી આઘી ખસ... 


અને મને અંદર જવા દે મારે કામ છે ..!  


આમ  કહી  પેલીને ડેલીથી  દૂર હટાવી અનંત અંદર ચાલ્યો ગયો...   


વાત વાતમાં વચ્ચે યાદ  આવી ગયેલી આખે આખી 


એક સત્ય ઘટના પૂરી . 

અકલે કહેવાનું એજ કે ,

હિશાબથી અનંતના  જીવનમાં જે આવી ને ગઈ , 

સામેથીજ આવી હતી અને જાતેજ ચાલી ગઈ હતી ..! 

ખુદ બંધાય ખુદ ગૂંગળાય અને પછી ઊડી જાય પંખીની માફક ... 


પીંજરામાં અસંખ્ય છેદ કરીને .... 

અનંત જેમ સામેથી કોઈને બોલાવતો નહીં એમ,

અગર છો કોઈ સામેથી આવીજ ગઈ હોય તો પણ ,,! 

અનંત કોઈને સામે ચાલીને  ઠુકરાવતો પણ નહીં.! 

હાં એ ખુદ ઠોકર ખાઈ લેતો . 

અને અકલેજ ઠોકરે ઠોકરે ઘડાતા ભાઈબંધ અનંતે લખ્યું હતું વર્ષો પહેલા 

કે, 

"અનંત" કૌન કહેતા હે કી મૈ હું અકેલા ..!
ઠોકર મેરી ગુરુ ઔર મૈ ઠોકર કા ચેલા ..!

"અનંત" 

અકલે  અનંતના જીવનમાં એક સામટીનજીક આવેલી ,

અને પછી ધીરે ધીરે દૂર સરકી ગયેલી એ ચહિતી ... 

(જો કે એ જેટલી દૂર જતી તેટલીજ નજીક થતી ..!

એ વાતથી કદાચ એ અજાણ હતી ..! )

દૂર દૂર રહીને પણ અનંત પર અને તેની હરકતો પર 

સતત ચાંપતી નજર રાખી રહી હતી . 

બસ આ એ વાતનો ઠોસ પુરાવો કે એ અનંત પર નજર રાખતી હતી..! 

અને એ નજર રાખે છે એ હકીકતથી અનંત બિલકુલ અજાણ નહોતો ... 

અનંત ને ખબરજ હતી..!  અકલેજ તો એણે વર્ષો પહેલા .... 

એવું પણ કહ્યું હતું  કે મને એ સ્ત્રી પણ પસંદ છે..!  

જે મને લપાઈ છુપાઈ  ને જુવે છે અને મારા શબ્દો વાંચે છે ..! 

કેમકે એ બૌ પહેલેથીજ જાણતો હતો કે એ જે નજીક આવીને દૂર ગઈ છે , 

એ સિવાય અનંતને ચાહતી અનેક છોકરીઑ અનંતને,

લપાઈ છુપાઈને  જુવે છે , જોયા કરતી . 

ને  અનંતના પ્રેમાળ શબ્દોને માણે છે , 

માણ્યા  કરતી .. ! 

પણ પેલી જે  નજીક આવીને દૂર ગઈ તેને ભાઈબંધ અનંતે લખેલું કે ,,, 

"તું મારી હરેક હરકત જાણે છે હું જાણું છું..! 
  તો , હું પણ તારી હરેક હરકતોથી વાકેફ છું " 
  
મને ખબર છે મારા પર સતત તારી ચાંપતી નજર છે ..! 
હું શું શું કરું છું ક્યાં ક્યાં ભટકું છું, એ તને પણ ખબર છે ..!

એક આવે એક જાય ખુદ આવે ખુદ બંધાય તો હું શું કરું ..!?
સાચું કૌ છું તો પણ ઊંડે ઊંડે હજુ પણ તારા પ્રેમની અસર છે ..! 

કોઈ ભરીજ  નહીં શકે એ જગ્યા તારી ખાલીજ છે ! મારા મનની,
 માયા નગરીમાં .મારી એક દુનિયા બહાર બીજી દુનિયા અંદર છે ..!  

શબ્દથી સ્વરથી સુધી તો હું પહોચ્યોજ હતો ને ..!?બસ હવે આગળ 
સ્વરથી પરની સફર સ્વ્પન હોય છે .! બસ ત્યાંજ હવે આપણું ઘર છે .! 

હું તો હજુય ચાહુંજ છું કે તું સ્થૂળ સ્વરૂપે પણ આવે મારા જીવનમાં.! 
બે ફિકર હતો "અનંત" આજેય બે ફિકર છે ખબર નહીં તને શેનો ડર  છે ..! ?

"અનંત"    

બ્લાસ્ટ :- 

જે આવે છે તે જાય છે.  જીવન અને જગતમાથી . 
જે જાય છે તે આવે છે. જગતમાં પછી  જીવનમાં. 

"અનંત" હું તારી સાથે જ હોઉ છું સતત દી' ને રાતે . 
સાચે .! તું પણ રાખે જો મને સતત અંતર મનમાં ..!   

"અનંત"

હજુ આવું બધુ તો એ બુધ્ધું ઘણું બધુ લખી ગયો છે ..! 

બ્લાસ્ટ :- 


ધર્મ અને ધાર્મિકતા હવે દેખાડાનો વિષય બનીને રહી ગયો છે ..! 


દુનિયાને દેખાડવા બહાર ઝગમગાટ કરવા પડે છે 


અને લોકો દુનિયાને બતાવવાજ બહાર ઝગમગાટ કરે  છે .. ! 


નહીં તો ભીતર અનંત હજારો દિવડા જળહળે. છે ...! 


"અનંત"  





No comments:

Post a Comment