Wednesday, 13 September 2017

બંધન વગરનો સંબંધ એટલે પ્રેમ

"એક અલૌકિક પ્રેમ પત્ર"

વર્ષો પહેલા લખેલા ... 

અનંત"ના પ્રેમ પત્રો માથી.....

પ્રિયે ...

મે નોંધ્યું છે કે....

આજ કાલ તું પ્રેમને બદલે , 

મોક્ષ અને મુક્તીની વાતો બહુ કરે છે.

જે પ્રેમ થકી તું  પાંખો વગર ઊડી રહી હતી...

જે પ્રેમના સ્વપ્ના તું બંધ આંખો વગર ...

અર્થાત ખુલ્લી આંખે જોઈ રહી હતી ...  

એજ પ્રેમને આજે તું બંધન ગણે છે..!!! ?

 મને બૌ નવાઈ લાગે છે ! 

મારુ તો સાવ ઉલ્ટુ છે.

 હું બંધનને પ્રેમ ગણું છું, અને પ્રેમનેજ મુક્તિ .. !

 હાં પ્રિયે હાં સાવ સાચુજ કૌ છું ..

 હું તો બંધનનેજ પ્રેમ સમજુ  છું. .! 

 અને પ્રેમને જ મુક્તી. ..!

અગર તું મને પૂછશે કે એવું કેમ ? 

 તો હું એનો જવાબ પણ આપીશ ચોક્કસ આપીશ .... 

 મે કહ્યું છે ને કે હરેક સવાલ જવાબ સાથેજ જન્મતા હોય છે ..!

પણ તારા સવાલનો જવાબ આપતા પહેલા કહી દૌ કે,,,, 

મારા જવાબને સિધ્ધોજ ના સ્વીકારજે ... 

તું તારી રીતે પણ જરા વિચારજે ... 

જેમ કોઈ સવાલ અંતિમ સવાલ નથી હોતો ...  

તેમ કોઈ જવાબ પણ અંતિમ જવાબ નથી હોતો  ...  

જેમ કોઈ સત્ય અંતિમ સત્ય નથી હોતું ... 

એમ હું જે કૌ તેજ અંતિમ સત્ય  છે ! ,

એવું હું પણ નથી માનતો ... 

 તું પણ મારી વાતોને જ્યાં સુધી કે તારી બુધ્ધિ ,તારું મન,

તારું હ્રદય ના સ્વીકારે ત્યાં સુધી ના સ્વીકારજે ... 

બલ્કે તું મન,બુધ્ધિ અને હ્રદયથી વિચારજે .... 

અને પછી તારાજ વિચારના અંતે ... 

અગર તું ચાહે તો મુક્ત રહી શકે છે..! 

પણ સાચું કહું..!

જે બંધાઈ શકે તેજ મુક્ત રહી  શકે..!

 જે મુક્ત હોય એને ભલા મુક્તિનો અહેસાસ કેવો !

 "મુક્તિનો અહેસાસ પણ એનેજ થાય છે જે બંધાય છે "

 "મુક્તિનો અહેસાસ પામવા પણ એકવાર બંધાવું પડે છે ." 

મને સંબંધોમાં બંધનો ગમે છે.

અને તને કેવળ સંબંધો  ગમે.

મને તો બંધાવું ગમે છે.! 

તું સંબંધોને સમજે છે બંધન..!  

અને હું બંધનોનેજ સમજુ છું  સંબંધ.! 

 તુજ વિચાર કે તારા જીવનમાં પણ એવો એક સમય આવેલો ... 

 જ્યારે તું પાંખ વિના પ્રેમ પાંખે પ્રેમાકાશમાં ઊડી હતી ... 

 અને હવે તને એજ પ્રેમ બંધન લાગે છે તો ,

 જરૂર તને કોઈ એવો અનુભવ થયો જ હશે ... 

 પ્રેમ પાંખ આપે પણ પ્રેમી જો એ પાંખ કાપે તો... ?

 પ્રેમ ખુલ્લુ આકાશ આપે પણ પ્રેમી ઉડવા ના દે તો...?  

 પ્રેમી કદાચ પાંખ પણ આપે ને ખુલ્લુ આકશ પણ આપે .. 

 પણ પછી પીંજરામાં જ પૂરી રાખે તો...? 

 તો તને આવે છે એવા વિચારો કોઈને પણ આવે ... 

 આવી સ્થ્તિમાં કોઈના પણ વિચારમાં બદલાવ આવે ... 

 માનેલી માન્યતાઓ બદલાઈ જાય એવું બને ..! 

 પણ એવિ એકાદ ઠોકરથી ગભરાઈ ના જવાય ને ...!

ઠોકર જ તો ઘડે છે માણસને બહારથી ને અંદરથી ... 

એટલેજ તો હું ઠોકરને ગુરુ ગણું છું ...! 

તું તો જાણે છે ને ! કે, મારે કોઈ ગુરુ નથી !

 કે ના તો હું કોઈનો ચેલો છું ! 

હાં મારે મન ઠોકર જ ગુરુ છે ! 

અને હું ઠોકરનો ચેલો છું ! 

મે પહેલા પણ આ તને કહ્યું જ હતું ને કે , 

"અનંત" કૌન કહેતા  કી મૈ હું  અકેલા . 
ઠૌકર મેરી ગુરુ ઔર મૈ ઠોકરકા ચેલા..! 

યાદ છે તને..? 
  
તો પછી તારા જેવી સમજદાર સ્ત્રી ,

એક માત્ર ઠોકરથી નાસીપાસ થઈ જાય ,

અને મોક્ષ કે મુક્તિની વાતો કરે ...

અને ભક્તિના રવાડે ચડી જાય બૌ કેવાય ...

ના નથી, ભક્તિ કરવી પુજા કરવી એ સારી જ બાબત છે ..! 

મને પણ હાથમાં કાંચની ચૂડી ,'ને ,

પગમાં ઝણ ઝણ કરતી ઝાંઝર પહેરી , 'ને, 

અને માથે સાડીનો પાલવ ઓઢીને 
ઈશ્વરની છબી સામે બે હાથ જોડીને 

 અગરબતી કરતી ,

સ્ત્રીનું અનુપન દ્રશ્ય જોવું ખૂબ ગમે છે ...!

પણ હું એવું માનું છું કે, 

અગર પ્રેમી અને એનો પ્રેમ સાચો હોય તો ... 

પ્રેમ પણ ભક્તિ છે , પ્રેમ પણ પૂજા જ છે ... 

અને પ્રેમમાં જ પરમ તત્વ પરમ સત્વ પરમ સત્ય છુપાયેલુ હોય છે ... !

પ્રેમ કે પ્રેમીથી વધીને કોઈ પુજા નથી હોતી... 

અને પ્રેમ જેવી કોઈ ઊંચી સગાઈ નથી હોતી ... 

પણ એક તું છે કે આ બધુ જાણવા સમજવા છતાં ..!
    
 જે સામે છે તેના નામે જિંદગી લખવાને બદલે ...

જે સ્થૂળ રૂપે મૌજૂદ છે એની સાથે જીવવાને બદલે ...
.  
જે દેખાતું નથી એની ભક્તિમાં લીન થઈ એને પામવા મથે છે..!

અને તું પ્રેમ અને પ્રેમી એક માત્ર મૂર્તિમાં  શોધે છે ..!

અરે ઈશ્વર જ્યારે હોય તારામાં , મારામાં, બધામાં  તો પછી ..!!?

ઈશ્વરમાં હું પણ માનું છું !

અને હું એ પણ જાણું છું કે , 

તે મોટા ભાગે કલ્પનામાં વસે છે ! 

એને જે ,જેવો ,જોવા ચાહે, તેને, તે, તેવો દિસે છે..!  

આજકાલ હું તારામાં એનાજ  એટલેકે ઈશ્વરના દર્શન કરું છું ! 

અને તું ..? 

ખૈર .... 

અને હાં મને ગમતી એક વાત કહું. કદાચ તને ગમે..! 


"પ્રેમમાં પણ પ્રેમથી ખુલ્લા શ્વાસ લઈ શકાય છે...!" 


"જે સંબંધમાં ખુલ્લા શ્વાસ લઈ શકાય એ બંધન નથી."


અને ...

"જે ગૂંગળાવે ખરેખર તે ખરો પ્રેમ સંબંધ  નથી..!"    

"બંધન વગરનો સંબંધ એટલે પ્રેમ " 


પ્રિયે મને લાગે છે કે, તને હજુ મુક્તી કે બંધન વિષે જાજી સમજ નથી...! 


માટે તું આવી બાલીશ વાતો કરે છે.  .!
   

શું તું મુક્ત છે ?! 

કે, કાયમ રહી શકશે...!


એ કેવળ તારો ભ્રમ છે..!


હું માનું છું કે, 


મુક્તી યાને મોક્ષ એટલે....  


મોક્ષ એટલે નાસીપાસ વૃતી.... 

જે બંધનથી દૂર ભાગે છે , 

તેજ મુક્તિ માંગે છે ..! 

હું કોઈજ બંધનથી ભાગતો નથી ..! 
એટલેજ તો હું મુક્તિ માંગતો નથી...! 

અને નાસીપાસ વૃતિ...!  


એ તો મારામાં બિલકુલ નથી..! 

અને હાં તું પણ આ વાત બરાબર યાદ રાખજે ..!

કે, હિશાબથી કોઈ હિશાબે બચી શકાતું નથી ! 

હિશાબ જૂના છે કે નવા એ ક્યારેય કોઈને સમજાતું નથી ! 

તને યાદ છે એક વાર મે તને કહ્યું હતું કે , 

છેક સુધી એ કોઈ સમજી શકતું નથી "અનંત"
કે, હિશાબ જૂના ચૂકતે થાય છે કે, નવા ચડત..! 

ખૈર ... 


આ બધી માન્યતા કેવળ મારી છે..!

તારે આ બધુ  માનવું ,જરૂરી નથી..!


તું તારી રીતે વિચાર...

આ છે માત્ર ને માત્ર મારા મનની વાત ... 


જે માનવા કે ના માનવા માટે તું સ્વતંત્ર છે...!
   

મારી આવી વાતો  કદાચ તું ના પણ સમજી શકે.


તો પણ મને કલગીરે વાંધો નથી...

અગર તને પ્રેમ બંધન લાગે છેતો, 


તું તારે પ્રેમથી મુક્ત થઈ જા...


"પ્રેમથી મુક્ત થઈ જા..."

મે બે અર્થમાં કહ્યું ..

કદાચ તું એક અર્થમાં સમજી જાય . 

સમજી શકે તો તું બન્ને અર્થમાં સમજી જજે...


અને ઉકેલી શકે તો આટલું ઉકેલવા પ્રયત્ન કરજે.


“પ્રેમથી પેટ ભરાઈ ના ભરાઈ પેટ ભોજનથી” 


“પ્રેમની તરસ છીપાય ના, છીપાય તરસ પાણીની”


આ બે લીટીમાં અસંખ્ય અર્થો છુપાયા છે.


શબ્દોના અલગ અલગ ટુકડા જોડી તોડીને વાંચજે.


તો કદાચ તને સમજવું થોડું સરળ પડશે... 


જો તું એમાં છુપાયેલા અર્થો ઉકેલી શકે. તો,,,,


પ્રેમ, જીવન, સંબંધ, મુક્તી બંધન,  


આ બાકીના અર્થો, આપો આપ તને ઊકલી જશે... 


તું માને કે ના માને બલ્કે સાચું કહું તો ,, 


હું કોઈને બાંધતોજ  નથી..!


કિન્તુ હાં .... 

મને બંધનો ગમે છે ! અને , મને તો બંધાવું પણ ગમે છે ! 


આવ તું પણ મારા બંધન વગરના ,

પ્રેમ સંબંધમાં બંધાઈને મુક્ત થઈજા .! 

અગર જો મને તારા પ્રેમ બંધનમાં  બાંધીને,

તને બંધાઈને પણ મુક્તિનો અહેસાસ કરવો હોય તો..! થ

જોકે , 


મને નથી લાગતું કે તું મારી આ વાતો ઉકેલી શકે.


બની શકે અત્યારે કદાચ તને મારી આ વાતો  પણ ગૂંગળાવે.

અને પછી બની શકે કે, 

 કોઈ એવા સંજોગે તને મારી વાત સમજાય.


જ્યારે તું  બિલુલ મુક્ત હોય ... 

છતાં પણ ત્યારે તું ખરા અર્થમાં ગૂંગળાતી હોય.  

અને પછી તને આ બધુ કદાચ , સમજાય કે , 

બંધનમાં ખુલ્લા સ્વાસ લઈ શકાયા હોત ... 

પણ... 

જ્યારે તને મારી વાતો સમજાય ત્યારે .... 

કદાચ એવું પણ બને....


કે , બૌ મોડુ થઈ ગયું  હોય... 


**************************************
“અનંત”    

14 Comments
Comments
Katira Paresh મને આવડું બધુ ના સમજાય .. મે તો એને જે લખ્યું, બસ એજ છાપી માર્યું .... 

બાકી હજુ સુધી એની ઘણી વાતો મને પણ સમજાઈ નથી. હું પણ એના શબ્દો સમજવામાં ટૂંકો પડ્યો છું . 


ખેર આપને થોડું સમજાયું .. મને વધુ ગમ્યું ... (~)
Manage
Katira Paresh (~)જી'' 
Kunjal Pradip Chhaya....(~) 


તમે આકલુંય સમજ્યા ,

બહુ કેવાય ..! 

ચાલો "અનંત" ના શબ્દો થકી તમે જ્યાં જ્યાથી ,

નાસીપાસ થયા હતા ત્યાથી પાછા તો ફર્યા... 

અનંતનું મારા પરનું ઋણ ઉતારવામાં તમે પણ ભાગીદાર થયા .... 

“પ્રેમથી પેટ ભરાઈ ના ભરાઈ પેટ ભોજનથી” 

“પ્રેમની તરસ છીપાય ના છીપાય તરસ પાણીની” .

આ બે લીટીમાં તમે શું સમજ્યા .? મને સમજાવી શકશો ?? 

સમજાય તો ક્ષણમા સમજાય નહીં તો ભવમાયે ના સમજાય .. (~)
Manage
Poonam Ganatra · 14 mutual friends
હું બંધનને પ્રેમ ગણું છું. અને પ્રેમને જ મુક્તી. v nice...
See Translation
Remove
Katira Paresh (~)....જી'' Poonam Ganatra ...(~)...!
Manage
Pravin Miyaatra .jivan ma philo sophi tyare game jyare...jyare kahenara ane samajnara nu ek mansik level hoy....."""pares" taru sadbhagya ke eva ghana mitro tara list ma ane dil ma chhe!!
Remove
Katira Paresh :)જી'' હાં Pravin Miyatra... તારી વાત બિલકુલ ખરી છે. 

લખનારને સમજનર ના મળે તો કઈ પણ લખવું વ્યર્થ છે . 


અને હાં બે શક ...! મારુ એ સૌભાગ્ય ખરું જ કે... 

મારા મિત્રોના લીસ્ટમાં તું પણ છે. 

મને એ વાતનો અતી આનંદ છે. કે ....

તારા સહિત મારા બધા જ મિત્રો મારા આત્મ સખા એવા "અનંત"અને "અજ્ઞાની"ની રચનાઓ. અને એમાં છુપાયેલી જીવનની ફિલોસોફી સમજી શકે છે .... 

આમ ધીરે ધીરે એમનું મારા પરનું ઋણ ઓછું થાય છે..
Manage
Katira Paresh pravin समजते तो बहोत हे . लेकीन स्वीकार का अभाव अभी तक नजर आता है . जैसे आकाश का गरजना और बरषना कभी एक साथ कभी अलग अलग कभी सही सही कभी गलत गलत ....ये बात भी कभी अनंत ने ही कही थी ... 
Manage
Katira Paresh મુરત... અકલે કે મૂર્તિ નહી...! બલ્કે મુહૂર્ત.. 👀

No comments:

Post a Comment