Wednesday, 13 September 2017

અનંતના ઝર્ઝરિત કાગળિયામાંથી

અનંતના ઝર્ઝરિત કાગળિયામાંથી અગર જો તું "અનંત"સાગર થઈ શકે..! તો ખળખળ વહેતી નદીઓ તને પણ આવી મળે..!

  
અનંતના ઝર્ઝરિત કાગળિયામાંથી


અગર જો તું "અનંત"સાગર થઈ શકે..! 

તો,ખળખળ વહેતી નદીઓ તને પણ આવી મળે..!


 ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે. 
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે. 

કરવી પડે છે તનતોડ મહેનત, દિનરાત.   
સફળતા ક્યાં કોઈને માંગ્યા મુજબ મળે છે. 

ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે. 
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે. 


તમે શું માનો છો સફળતા રસ્તામાં રેઢી પડી છે?.  
શાન ભાન ભુલી દિવસભર જેણે મહેનત કરી છે. 

સફળતા એવા લોકોને ચાહયા મુજબ મળે છે. 

ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.

માત્ર આભાસી સપના જોવા નથી બંધ કરી આંખો.  
સપના પૂરા કરવા આંખ આ જાગી છે રાતોની રાતો. 

તમે શું માનો છો સફળતા સૂતા સૂતા મળે છે.
અરે માણી નથી હોતી એણે ઘડી ભર નિરાંતો.

સફળતા સૌને મહેનત કર્યા મુજબ મળે છે.  

ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.

ના વાદળ દેખાય ના ઝાડ પાન દેખાય છે. 
અર્જુનને તો માત્ર પંખીની આંખ દેખાય છે.  

લ્ક્ષ્ય નક્કી કરી જો બાણ ચડાવો અર્જુન માફક,
તોજ લક્ષ્ય મુજબ સફળતાની આંખ વીંધાય છે.

અર્જુન જેવી દ્રષ્ટિ ' ને લક્ષ્ય જે રાખે છે.... 

પરિણામ એણે ધાર્યા મુજબ મળે છે.

ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે. 
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.   

સફળ લોકો માફક સપના તારા પણ ફળી શકે છે.  
હાં એ લોકો કરતાં પણ અધિક તને મળી શકે છે.  

બસ કોઇની કઈ પણ આવડત જોઈ ઈર્ષ્યાથી દિલ ના જલાવ.  
જે કરી ગયા એનાથી કઈક અનોખુ કઈક અલગ તું કરી બતાવ.  

જીવનમાં સ્પર્ધા પણ જરૂરી છે ,સ્પર્ધા વગરની રમત અધૂરી છે.  
તું પણ કર મસ્ત તંદુરસ્ત સ્પર્ધા અને  તારી જાતને વિકસાવ. 

સમજે ,એના સપના જોયા મુજબ ફળે છે.  

ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે. 
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.   

માત્ર વાતો ના કર,તું નક્કર કઈક કર.
ના કર નકરી નકામી તું બોલ બોલ.!

માત્ર તારી જ રાહ જોઈને હજુ ઘણી-
દિશા બંધ પડી છે. જા.! એ તું ખોલ.!

જેને જેને મળે છે બંધ દરવાજા એને- 

ખોલી શકવાની ક્ષમતા મુબજ મળે છે.   

ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે. 
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.   

વિચારો સારું તે સારું જ છે બધુ ને ખરાબ તો કશું છે જ નહીં.   
પ્રશ્ન મનમાં કોઈ નહીં રહે પછી મળ્યું છે જે એ સારું છે કે ખરાબ છે.   

 માત્ર વિચાર વિચારમાં ફેર છે. તો સારું કેમ ના વિચારવું.  
બાકી તો સરવાળા ને બાદબાકી જેવો સાવ સરળ હિસાબ છે. 

જેને જે જે મળે છે સારું યા ખરાબ.  

એ તો બસ લીધા ને દીધા મુજબ મળે છે.  

ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે. 
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે. 

એક વાર આગળ વધ્યા પછી પાછળ જે જોતાં નથી. 
ફરિયાદ નથી કરતાં,એ નિષ્ફળ જાય તોય રોતા નથી.  

મંજીલ એવા લોકોને માંગ્યા મુજબ મળે છે.  

ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે. 
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.   

મારુ કામ માત્ર રસ્તો બતાવવો, જરૂર છે તમારે ચાલવાની.
હું એ પણ જાણું છું આખરે “અજ્ઞાની” સૌ કરશે મનમાની.  

અહી ક્યાં કોઈ કોઈના કહ્યા મુજબ કરે છે.?  


ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે. 
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.   

 "અજ્ઞાની" 

બ્લાસ્ટ :-"અનંત"

દીવાસળી સળગાવી પણ શકે છે .અને પ્રગટાવી પણ શકે છે .
પણ હર હાલમાં સળગાવતા પહેલા દીવાસળીને સળગવું પડે છે. 

"અનંત"

*બ્લાસ્ટ*

અતિ કડવા અમ્રુત 


અતિ મીઠા ઝહેર.


"અનંત" દોનો અતિસે


તું બસ મુહ ફેર.  

"અનંત"
  




LikeShow more reactions
Comment
Comments
Jayendra Ashara .....
Katira Paresh - 
"સફળતા એમ જો ફક્ત વિચારવાથી મળત ... 

તો લોકો જરૂર નિષ્ફળતા પૂજત 
કે નિષ્ફળતા ઓ જ્ઞાન-ગુરુ છે ... "
July 13, 2014 at 7:10pm
LikeShow more reactions
2
Remove
Katira Paresh Jayendra Ashara ....

હાસ્તો વ્હાલા...! નિષ્ફળતા અચૂક ગુરુ થઈ શકે .. પણ જેને સફળ થવું હોય એના માટે જ..!


અને એટલે જ તો એણે માત્ર ને માત્ર ઈચ્છા કે વિચાર કરવાની વાત નથી કરી .. 

એણે સ્પષ્ટ અને સચોટ રીતે મહેનત નો મહિમા કર્યો છે ... 

અને સફળ થવા માટે દ્રઢ ઈચ્છા પણ હોવી જરૂરી છે એવું એ કહેવા માગે છે ... 

જેમ કે... 

માત્ર આભાસી સપના જોવા નથી બંધ કરી આંખો. 
સપના પૂરા કરવા,આંખ આ જાગી છે રાતોની રાતો. 

તમે શું માનો છો સફળતા સૂતા સૂતા મળે છે.? 
અરે માણી નથી હોતી એણે ઘડી ભરની નિરાંતો.

સફળતા સૌને મહેનત કર્યા મુજબ મળે છે. 

ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.

અને આ લખવા એ ખાસ મજબૂર થયેલો કેમકે,

એ શરૂવાતથી જ ઇર્ષ્યાનો ભોગ બનેલો ... 

સંજોગે થોડા ઈર્ષ્યાળું ફાવી પણ ગયા, એના પર હાવી પણ થયા, 
પણ એ આખરે સફળ થઈને રહ્યો ...  

અને એણે એ ઈર્ષાળુઓને સંબોધીને જ આ લખેલું... 

બસ કોઇની કઈ પણ આવડત જોઈ ઈર્ષ્યાથી દિલ ના જલાવ. 
જે કરી ગયા એનાથી કઈક અનોખુ કઈક અલગ તું કરી બતાવ. 

જીવનમાં સ્પર્ધા પણ જરૂરી છે ,સ્પર્ધા વગરની રમત અધૂરી છે. 
તું પણ કર મસ્ત તંદુરસ્ત સ્પર્ધા અને તારી જાતને વિકસાવ. 

સમજે ,એના સપના જોયા મુજબ ફળે છે. 
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે. 
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે. 

એ ખુદ નિષ્ફળતા અને ઠોકર ને જ ગુરુ બનાવી બેઠો જે ક્ષણ ક્ષણ સાથે રહેતી ... !:) 

એણે લખ્યું છે .... 

"अनंत" कौन कहेता है की में हु अकेला.
ठोकर मेरी "गुरु" और में ठोकरका चेला. 

Jayendra Ashara ....સાહેબ બસ આવું છે વહાલા... 
July 13, 2016 at 2:26pmEdited
LikeShow more reactions
1
Manage
Amit Jumabhai Ladka bhai bhai maja avi
July 16, 2014 at 6:30pm
LikeShow more reactions
1
Remove
Katira Paresh Amit Jumabhai Ladka....मने पण आवी ...

मजा ...!
April 6, 2016 at 6:35pm
LikeShow more reactions

No comments:

Post a Comment