Sunday, 10 September 2017

વર્ષો પહેલાની વાત છે....! અનંતની


Katira Paresh shared his photo.
March 24
હુ પણ એજ કૌ છુ...
શું કામના હે જો સમજે નૈ... ભેંસ..!
જો સમજે તો ભાષણ નૈ પ્રેમ કાવ્ય થૈ જાય..
અને જો ભૂલથીયે ભેંસ સમજી જાય તો,,
એ પણ પડી જાય....
પ્રેમમાં...
અકલે હુ પણ એજ કૌ છુ..
!
!
!
ફર્ક બસ અકલોજ છે કે શબ્દો ઉછીના છે...
અકલે કે ભાઈબંધ અનંતના છે, એમ ...
મન કાય આવુ લખતા બખતા નથ આવડતું અકલે.,
ઉછીના શબ્દો નો આસરો લેવો પડે ભેંસ ખાતર... 😇😇😇
બીક લાગે છે ક્યાંક ઠીક તો નૈ મારે ને.., 😇😇😇
અને પછી,,,
અનંતે તેદી પેલીને હેરાન કરવામાં કાઇ બાકી નહોતુ રાખ્યું...
તોય પેલીને ચીડવવા અનંતે છેલી લાઇનમાં...
કહીને લખ્યુ /લખીને કહ્યુ કે,
તારે વૈ ગૈ...
મારે નૈ ગૈ...
અગર હો તુ કોરી રૈ ગૈ તો.,
આવ રંગી દૌ તને પ્રેમથી...
મારે અબીલ ગુલાલ ની જરૂર નૈ...
હુ ખુદ ખૂબ રંગીન છૌ તને એમનેમ પ્રેમથી રંગી દૈશ ..
"મારે આજે ધૂળેટી છે... "


Katira Paresh
વર્ષો પહેલાની વાત છે....! 
એ બૌ દિ' થ્યા નખરાં કરતી 'તિ...
ને પછી ગુસ્સે થઈ એક દિ' ...
જ્યારે એ ફળિયામાં આવેલા નળ કને પાણી ભરવા આવી ત્યારે ...
એ નખરાળીને "અનંતે" દૂરથી કહ્યું ...
એ ઊંચા અવાજે બોલ્યો...
કેવળ રૂપાળા અંગોના કામણ શું કામના...
હ્રદય જો હોય પાષણ શું કામના...
હું આંખોથી પ્રેમની વાતો કરું પણ સમજે ના તું.!
જો, ઇશારાની ભાષા તો ,
ભેંસ કને ભાષણ શું કામના...
આમ કહી એ ભાગ્યો...
ખબર જ હતી હવે ભેંસ શિંગડા ઉલાળશે...
અને એવું જ થયું...
ઊભો..રે...ઊભો રે... પાડા....
તે મને ભેંસ કહ્યું...એમ .!
હાથમાં આવ એટલિ વાર તારી ખૈર નથી...
અનંત હડી કાઢટોતક ને ઉપલા મજલે રે'તા
મોટીબાના ઘરમાં જઈને મોટીબા પાછળ સંતાઈ ગ્યો...
મોટીબા એટલે મહોલ્લાના માલિક...
કમરથી વળી ગયેલા લાબુ નાક ઝીણી આંખ-
અસસ્લ વાર્તામાં આવતા ડોશીમા જેવા હતા મોટીબા...
પેલી ઉપર જઈને પાડા...
મોટીબા પાછળ શું સંતાઈ ગ્યો....
આમ બા'રો નીકળ ...
આજ તો ...
મોટીબા એ મોટીબા...
એને આમ બા'રો કાઢો તો....
પાડો મને ભેંસ કહીને ભાગ્યો છે...
આમ કહેતી પેલીએ મોટીબા પાછળ સંતાયેલા
અનંતને ઝંટિયા ખેંચી બહાર કાઢ્યો ...
એલા એ આ તોફાન રેવાદ્યો બેઉ જણા..
પછી રડશો....
મોટીબા વહાલથી બેઉને વઢયા ...
અને જુદાઇની ગંભીરતા વિષે -
અગમ ઈશારો પણ કરી દીધો...
પેલીએ અનંતના વિખરાયેલા વાળ ઝાલી
પગથિયાંની લાકડાના આડમાં પિટિ નાખ્યો ....
અનંત પેલીના હાથમાથી વાળ છોડાવતા છોડાવતા બોલ્યો...
છોડ ને હવે , ભે,, ....'સ'...
ભયના માર્યા ગળામજ અટકી ગયો ...
એટલે ભેસ ના બોલ્યો ને વિછણ કહી ..
છોડને હવે વિછણ,
તે તો મારા વાળ વીંખી નાખ્યા લે પણ....
આહા,,હા, હા... જાણે બૌ તૈયાર થઈને ફરતો હતો કેમ !
લઘરો તેમાં !
પેલા અરીસામાં તારૂ મોઢુ જોયુ છે..!
આમ પેલી ટપલી મારતા મારતા લહેકાથી બોલી.
અનંત પેલી સામે તાકી તાકીને જોવા લાગ્યો...
અને પેલીને કહે છે. જા જરા તારૂ મો સરખુ ધોઈ આવ તો....
કેમ.? અને આમ મારી સામુ તાકી તાકીને શુ જુવે છે..!?
લે તેજ તો હમણાં કહ્યુ અરીસામાં મો જોવાનુ...
એટલેજ તો કૌ છુ તારૂ મો સરખુ ધો એટલે મને મારૂ મો સરખુ દેખાય...
પેલીએ અનંતના ગાલ પર જીણકીક લાફી મારતા કહ્યુ,
જા હવે જા અક્કલ વગરનો થા મા...
મો જોવુ હોય તો જો તારા આયનામા..
ડોબા તારું માથું પહેલેથી જ વિખેરયેલું ચકલીના
માળા જેવુ હતું મારા વાંક કાઢમાં ...
બસ હોં બૌ થ્યું હવે મને તારી જેમ રૂપાળા અંગોના
કામણ કરવાની ફાવટ નથી સમજી ..
હાં હા હવે જોયો બૌ ભોળો તેમાં !
આંખોથી વાતો કરવા સિવાય ,
બીજું તને આવડે છે પણ શું !
પાછો મને સમજાવે છે ....
આમ કહી પેલીએ અનંત ની ભાષામાં જ સામા
સવાલો કરી ને અનંત ને મુંજાવી નાખ્યો ..
આંગળીનું ટેરવું અડાડતા તો ડરે છે ...
માત્ર આંખોથી પ્રેમની વાતો કરે છે..
ને પાછો મને કહે છે હે કે ....
કેવળ રૂપાળા અંગોના કામણ શું કામના...
હ્રદય જો હોય પાષણ શું કામના...
હું આંખોથી પ્રેમની વાતો કરું !
પણ સમજે ના તું !
જો, ઇશારાની ભાષા તો ,
ભેસ કને ભાષણ શું કામના...
તો હું એમ કૌ છું ડોબા કે...
એવા સ્પર્શ વિનાના પ્રેમ સગપણ શું કામના... ?
સામે આવું તો મારી સાથે લડ્યા કરે છે ..
ને દૂર જાઉં તો મારા વિના રડ્યા કરે છે ..
અક્કલ વગરના.....
પ્રેમમાં આવા વળગણ શું કામના...
હાથમાં ઢગલો અબીલ ગુલાલ હોય..
પણ રંગ લગાડવાની ના મજાલ હોય...
તો બારે મહિના હોય તોય, ફાગણ શું કામના ...
પેલી અનંત ને આલિંગનમાં લઈને...
જો પ્રેમ જીવનમાં જુસ્સો પેદા ના કરી શકે તો,
રાત આખી નાહક આ જાગરણ શું કામના...
અનંત મુંજાઈ ગ્યો ......
મુંજવણ નો માર્યો બોલવા ગયો પણ ,
બોલી ના શક્યો 'ને,
પણ..પણ...યાર તું , તું , હું, હું,,મને ...
પેલી ગુસ્સે થઈ ને રે'વાદે . રે'વાદે હવે...
પણ,,પણ,,,ના કર...
"અનંત" બૌ ભોળો ના બન ..!
પ્રેમમાં કસકસતું આલિંગન અને !
ચસચસતું ચુંબન ! પણ જરૂરી હોય છે..!
અગર આખુય શરીર જો ના ઝણઝણે...
તો એવા પ્રેમ સંબંધ અ કારણ શું કામના...
બોલ "અનંત" બોલ...! દે જવાબ હવે...
હું ભેસ કે પાડો તું.. ? હું. હું. હું. ઉહ..
પેલી પૂછે તો છે પણ,
પોતાના હોઠ અને આલિંગનમાંથી છોડે તો ,
અનંત બોલે ને...!
માંડ માંડ છૂટ્યા પછી...
અનંત હાફતો હાંફતો બબડ્યો આમ ,હોય !
માથું વીંખી નાખ્યું લે પણ મારૂ,
ગાંડા જેવીએ ...
પહલેથી જીથરા જેવા વાળ હતા તોય...
અનંતે પોતાના જીંથરા જેવા વાળ હાથના આંગળા વડે સરખા કરતો કરતા કહ્યુ.
માથાના વાળ સરખા કરતો કરતો અનંત....
ભીતર જઈને પોતાના કામે વળગી ગયો....
અનંતને વાળ સરખા કરતો
અંદર જતો જોતી, જોતી..
પેલી મનોમન લજવાતા લજવાતા બબડી...
અંતે મનેજ શરમ મુકાવી પાડાએ ... 
*બ્લાસ્ટ*
"અનંત" ક્ષણમાં જે મજા હોય છે એ સતત માં નથી હોતી.
અને કલ્પનામાં જે મજા હોય છે તે હકીકતમાં નથી હોતી.

"અનંત"
LikeShow more reactions
Comment
5 Comments
Comments
Pravin Miyaatra એક એક પંક્તિ બ્લાસ્ટ છે ભાઇબંધ..
કેવુ પડે..સુપ઼ભાત
March 20, 2015 at 5:38am
LikeShow more reactions
1
Manage
Katira Paresh લે બોલ. સવારય થઈ ગઈ .!!!

મને તો ખબરય નહીં રઈ...!
...See More
March 20, 2015 at 7:40am
LikeShow more reactions
1
Manage
Sunil Thakar Pachi pado halal thayo ?....
March 20, 2015 at 10:19am
LikeShow more reactions
2
Manage
Katira Paresh Sunil Thakar હાં યાર.! ઇ કામણ ગારા પાડા ને કઈક ભેસ ભોળવી જતી ...
March 20, 2015 at 10:25pm
LikeShow more reactions
Manage
Katira Paresh Pravin Miyaatra હાં એ તો <ભાઈબંધ> ના ખરા ને ...
March 20, 2016 at 6:03pm
LikeShow more reactions
1

No comments:

Post a Comment