Monday, 18 September 2017

અજ્ઞાનીનું મૌન

અજ્ઞાનીનું મૌન બોલે છે ..!
Katira Paresh updated his cover photo.
ખરેખર વિચારવા જેવુ તો ખરું જ !
જેમ પૂંછડી વાળા કે પૂંછડી વગરના પ્રાણીને જમ્યા વિના નથી ચાલતું....
તેમ પૂછડી વગરના માત્ર ! કોઈ પ્રાણીને બોલ્યા વિના નથી ચાલતું...
પછી વાત મૌનની હોય તોય શું...! 
બે પગાળા પ્રાણી જેટલું ચો પગાળા પ્રાણી ક્યારેય નથી બોલતા ....
પણ આ બે પગા સતત બોલતા પ્રાણી...
યાર હું તો મૂંગો મંતર છું... !
ગુસ્સો આવ્યો ને...?
આવે જ કેમકે હું તદન ખોટું બોલ્યો ...!
અજ્ઞાની કહેતો જ્યાં વાણીની સીમા પૂરી થાય છે,
ત્યાથી શ્બદોની સરહદ શરૂ થાય છે...
'ને શબ્દોની પેલે પાર હોય છે માત્ર મૌન..
અને એ સીમાની પાર લઈ જાય છે માત્ર મૌત...
જીવતા એ શક્ય જ નથી તેમ છતાં....
ખૈર...
આ વાત અજ્ઞાનીએ વર્ષો પહેલા લખી હતી જે જૂના કાગળિયા
ઉકેલતા મારી નજરે ચડી ...
હર એક સમયમાં આ વાત સાર્થક લાગે છે ...
અમુક પુસ્તક વાંચતાં મને આશ્ચર્ય થયું કે,
જ્યારે કદિ કોઈ પુસ્તક નહોતું તેણે આ કેવી રીતે લખ્યું...!!?
જોકે મોટા મોટા પુસ્તક તો હું પણ નથી વાંચતો ...
પણ ક્યારેક ક્યારેક ક્યારેક ઉપર છલ્લી નજર મારી લઉં...
અથવા ક્યારેક એકમાથી બીજામાં બીજામથી ત્રીજામાં લેખકો દ્વારા
થતાં ઉતારા..
છાપામાં છ્પાતી એકની એક વાત, થોડા ઘણા કરીને સુધારા...
જેના પર નજર ક્યારેક મારીય ફરી જાય...
આતો આંખો છે ભાય ....
એ તો ઘાસની માફક શબ્દો ચરી જાય ...
ના.! ના , ચોરી બિલકુલ નહીં ! હરગિઝ નહીં... !
તો ત્યારે એ પુસ્તકોમાં કે ઉતારા કરેલા લેખોમાં ...
સંતો દ્વારા લખાયેલો “બોલાયેલો” મૌનનો મહિમમાં..
અહી “બોલાયેલા” શબ્દો પર જરા વધુ ધ્યાન આપશો તો ...
અજ્ઞાની ની વાત નો ઉઘાડ તુરંત નજરે ચડશે....
મને મૌન વિષે વાંચીને હસવું આવ્યું ...
“સાલું મૌન વિષે સમજાવવા માટે એ સંતોને પણ કેટ કેટલું
બોલવું પડે છે... !”
મે બોલી લીધું તમે પણ ચૂપ નથી જ રહેવાના લાગી શરત... ?
કોઈ નથી રહેતું ...
કીધા વિના ચાલતું જ નથી ને...!
બ્લાસ્ટ:-
હાજર રહેવા પાછળ કે , ગેર હાજર રહેવા પાછળ....
એક માત્ર ઈચ્છા હોય છે સૌની ...
કે મારી નોંધ લેવવી જોઈએ ..!
જન્મથી અને જન્મો જનમથી આ માણસ નામનું પ્રાણી ,
એના માટે કેટ કેટલું મથે છે ...!
જાણે કેમ હું છાસે દાજેલો ,ને દુધે નાયેલો હૌ ...!
ખોટી માથાકૂટ નૈ, હું મથતો નથી...!
એક ઔર જુઠ ....
સાચું કોણ છે ...?
સાધુ કોણ છે...?
કોઈ નહીં....
બ્લાસ્ટ:-
“અજ્ઞાની” સંતોનું આ તે કેવું સંતપણું, કે.
મૌન વિષે એને સતત લખવું,બોલવું પડે..!
“અજ્ઞાની”
LikeShow more reactions
Comment
Comments
Pravin Miyaatra !@!!!!@@@@!!!!$$$!!!!****&&&&!!!!!??!!:::%$@@@
December 31, 2014 at 2:56pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh આ કઈ લિપિ... ?

ઉડિયા ભાષા છે... ?
December 31, 2014 at 2:59pm
LikeShow more reactions
2
Manage
Pravin Miyaatra આ મૌન હતુ...!!!! અઘરુ હોય છે ને મૌન ને સમજવુ? ...બોર વેચો ભાઇ..સીજન પુરી થતા બોર ઉલરી જશે..પછી રહેશે ખાલી કાંટા..એના લેવાલ પણ કોઇ નથી હોતા!!!
December 31, 2014 at 3:08pm
LikeShow more reactions
2
Manage
Katira Paresh જોયું આજ વાંધો બે પગા પ્રાણીનો કોઈ મૌન રહે તો એનેય ઉકેલવા બેસે... 
December 31, 2014 at 9:33pmEdited
LikeShow more reactions
2
Manage
Pravin Miyaatra .....ત્યારે સાલ્લુ લાગી આવે રૈ😢😢😢
January 1, 2015 at 11:37am
LoveShow more reactions
1
Manage
Katira Paresh એજ તો..! 

પછી ઈલાજ કરાવાય કોઈના આવે રે... 


હવે રડ નૈ કોક તો આવશેજ..! 
એ ઘાવ ઊંડા રૂજાવશેજ..! 😇
December 21, 2016 at 1:57pmEdited
Like

No comments:

Post a Comment