Monday, 18 September 2017

અનંતની રચનાઓ માથી ..



Katira Paresh updated his cover photo.
વર્ષો પહેલાની વાત છે....
ભઈ. મારી પાસે જે છે તે બધુ વર્ષો પહેલાનું જ છે... !
અને જે છે, એ છે, એનુજ છે ! એમાં મારુ કાય નથી...!
હશે તે દિ' હું હામેથી કૈ દઇશ હોં, ..
તો, વર્ષો પહેલા વાતના અંતે અનંતે  કહ્યું હતું કે....,

મને આખોથી પીતા આવડે છે , આંખોની પિયાલી ..

કાયમ જે સવાલ પર સવાલ પૂછે એને સવાલી કહેવાય.
હર સવાલના જવાબ આપે એને હાજર જવાબી કહેવાય.
એતો ભૈ કોની બે હથેળી ટકરાય છે એના પર નિર્ભર છે.
જો કિન્નરની ટકરાય તો તબોટા નહીં તો તાલી કહેવાય.
નશીલિ આંખોથી પાઈને પીવાની મનેય ખૂબ ફાવટ છે.
કોણે કહ્યું બોતલથી પાય કે પીવે એનેજ શરાબી કહેવાય.
ખભે ભાર ઊચકતો મજૂર પણ મનથી હળવો હોય છે સાંજે,
આખો દિ’મન પર ભાર લઈને જીવે એ પણ હમાલી કહેવાય.
એ ખરો ભરેલો જેવુ મન ભરેલું હો' નિજ આનંદથી. માત્ર–
પૈસાથી છલોછલ હોય એને પણ આમ તો ખાલી કહેવાય.
અંતસ્ફુરણા થાય ને લખાય બોલાય તો વાત જુદી જ છે.
બોલે છે ઘણાય પણ વાંચેલુ બોલે એને કિતાબી કહેવાય.
ખરી મજા એમાં છે. કે ખરાબ વાતો ભૂલી જઇયે તો સારું.
પણ જો સારી વાતો ભૂલી જઇયે તો એ ખરાબી કહેવાય.
જો આટલી વાત સમજાય તો ઠીક છે, “અનંત” બાકી જે-
સારી ખરાબ બંને વાત યાદ રાખે એને હિશાબી કહેવાય.
“અનંત”
*બ્લાસ્ટ*1
“અજ્ઞાની” અનુભવે તું પામ.
ઉછીનું જ્ઞાન આવે નહીં કામ.
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*2
પછી તારિયે વાહિયાત વાતોની વાહ વાહ થશે..!
“અનંત”......... પ્રથમ તું હસ્તી મહાન થઈ જા..!
"અનંત"
જોકે એને એવું કાય હતું જ નૈ...!
ભૈ એનું તો હતું એવું...
કે નિજ મસ્તીમાં રહેવું ...
કોઈને કાયજ ના કહેવું...
લો, આ મે કહ્યું... રાજી...? 

LikeShow more reactions
Comment
6 Comments
Comments
Pravin Miyaatra વાહિયાત વાત ને વાહ વાહ કરાવવામાં જ મહાનતા છે?
January 30, 2015 at 10:18am
LikeShow more reactions
2
Manage
Katira Paresh એ તો પવલા....તારી દ્રષ્ટિ મહાન છે..... એટલે ... બાકી તો.... 
January 30, 2015 at 10:20am
LikeShow more reactions
2
Manage
Pravin Miyaatra મહાન બનવાની લાયમા, ભાઇબંધ ઘણુય ખોવાઇ જતુ હોય છે!
January 30, 2015 at 10:44am
LikeShow more reactions
2
Manage
Katira Paresh હાં પણ, હોય , એને એવું ના હોય ને ...!

અને કોઈ કહે ત્યારેજ ખબર પડે એવું પણ નાજ હોય ને ... 


એ તો અન્ય પર આધાર રાખવા બરાબર કહેવાય ને... ? 

અને એને કે મને એવું કાયનય.... 

બાકી તું તો છેજ ને પવલા.... ? 

આ ભાવમાં આટલું, ઓછું તો નાજ કહેવાય... 
Pravin Miyatra........................... 
January 30, 2015 at 11:51amEdited
LikeShow more reactions
2
Manage
Pravin Miyaatra જખ્ખઅઅઅઅ મારે જોડીયા વારા!!
મોરબીયા ને ક્યા મહાન બનવુ છે કે એની લાલચ છે..


...અડધી ચા મા આખી રાત નાટકના રીર્હલ્સર કરી ને મોજ લુંટનારા ને દઇ જો આખી દુનીયા નુ રાજ!!!
January 30, 2015 at 12:19pm
LoveShow more reactions
2
Manage
Katira Paresh હા પવલા એવું જ કઈક .... 

પેલું રાજાના પાત્ર જેવુ ...  


જ્યારે એક કલાકાર રાજા પાઠમા હોય ત્યારે.... 

ખુદ રાજા જો ઈનામ રૂપે ગામ આપે... 

તોય પેલો રાજાનું પાત્ર ભજવતો રાજા , 

અસસ્લ રાજાને પડકારીને ચોખ્ખું સુણાવી દ્યે... 

રહેવાદે.... 

અત્યારે હું બાર ગામનો ધણી છું ને તું મારી રૈયત.... 
January 30 at 11:44amEdited
LikeShow more reactions
2

No comments:

Post a Comment