Monday, 11 September 2017

ભાઈબંધોની આધી અધૂરી અટપટી વાતો ...



તુ પણ,
!
!
!
!
ચુપ્પ છે..!
અને,એનુ કારણ પણ મને ખબર છે..!
હવે,
છું હુ પણ ચુપ મગર..,
તને કારણ ખબર નૈ પડે..!
હુ તારી માફક નહીં કહું .!
શુ ફર્ક પડે.!?
કેમકે જેમ કઈ નથી માં ઘણું હોય છે . 
તેમ શું ફર્ક પડે એ સવાલમાજ 
ઊંડે ઊંડે પડેલો ફર્ક છુપાયો છે.!
"'સ્વર્ગ કે નર્ક ની બસ આટલીજ વ્યાખ્યા"
"જે ક્ષણ આનંદ તે ક્ષણ સ્વર્ગ"
"જે ક્ષણ આક્રંદ તે ક્ષણ નર્ક"
"સ્વર્ગ કે નર્ક આખરે તો અનુભૂતીનો વીષય છે...! "
" અને, બહારથી થાય મગર અંદર અનુભવાય ... 
અને એવી અનૂભૂતી માટે તો અંદર જવુ પડે..! "
"કરવી નથી પડતી..! આંખો તો પછી,
આપો આપ બંધ થઈ જતી હોય છે.! "
ન મળવામા મળવાની સંભવના છુપાયેલી હોય છે . 
મળ્યું એમાં ગુમાવવાની સંભવના છુપાયેલી હોય છે .   
ખૈર.....
" રસ્તો અંદરનો બહારથીજ શરૂ થતો હોય છે..! "
" અનંત યાત્રા અંતરની અંદરથી બહાર બહારથી અંદર..."
"અટકતી નથી..! સતત સફર અફર નીયમ.. "
ટુકડે ટુકડે ટુકડામા ફેલાયેલો વેંચાયેલો વીખેરાયેલો અનંત ..!
" આખુ થવામાં આયખું પુરૂ ન થાય, વીતી જાય..!"
"પુર્ણ તો પુણ્ય પ્રતાપે મળે તો, મળે.! "
" તુ એવુ કહે છે..! તુ એવુ ઝંખે છે..! "
"  હુ જાણુ છુ..! સમજુ છુ.!
"એમ કહેતા પહેલાં કૈ કેટલુય જાણવુ સમજવુ પડે..! "
" હુ કશુજ નથી સમજતો..! ના તો જાણુ છુ..! "
" પુર્ણ પામવા પુર્ણ થવુ હોવુ જરૂરી છે..! પણ હુ નથી..! "
" હાં કોઈજ નથી એ જાણુ છું.! તેમ છતા.., "
પ્રથમ હું જેવો છું તેવો તું મને સ્વીકારી લે..!
પછી તું કહેશે તું ચાહશે તેવો હું થઇ જઈશ...!
આવી તેયારી અગર તારી પણ હોય તો હું તૈયાર છું !   
" તુટેલુ, તુટીને ચૂર ચૂર થયેલુ પણ ફરી જોડાઈ શકે છે..! "
" પણ અનંત તાપમા તપવુ પડે.! ઓગળવું પડે પીગળી જવુ પડે.! "
" હુ, કે, તૂ, કે, તે..! તપવા ઓગળવા પીગળવા કોઈ તૈયાર નથી..! "
" રસ પડે છે.? રસ ઝરે છે તો બસ રસ ચૂસી લે..! "
" રસ ચુસીને ફેંકી દે..! "
" રસ ચૂસી લીધો..? 
તો હવે, ફેંકીજ દે..! "
"એજ નીયમ છે પ્રક્રૂતીનો .! "
" સાચવો તો.,
સડી જાય.. ગંધાય જાય ...કીડા પડી જાય... "
"... અને, એ કીડા પછી પીડા અનંત આપે "
" પછી અજ્ઞાન હોય, જ્ઞાન હોય, તોય શું..!?
" હુ આ સમજીને પણ એવુ કરી ના શક્યો "
" કે સમજીને જ એવુ ના કર્યુ ખબર નથી"
" કોરી આંખો સામે તાકી તાકીને કદિ'ના જોજે તૂ...! "
" નૈ તો તારી આંખો ભીંજાય જશે...! "
"ભીની આંખો કરતા કોરી આંખો વધુ ભીની હોય છે.! "
" કોરી આંખો રડતી નથી એટલુજ.!
એટલેજ એ કોરી હોય છે.! "
" કોરી આંખોની ભીનાશ જેને સ્પર્શે છે તે ખૂબ રડે છે..!"
આવુ બધુ પણ આધુ અધુરૂજ..! ટુકડે ટુકડે...
એ પછીની રાતોમા.,ભાઈબંધે તે રાતે છૂટેલા,
તૂટેલા ફૂટેલા સવાલો જવાબમાંજ કહેલુ ..!
અને પછી...! પાછુ અનંત... મૌન...
એ પણ બહારથીજ..!
બધા થતા હોય છે...!
પહેલેથી.,
છેલ્લા શબ્દો ગુંજે છે.! ગુંજતાજ રહેશે....
" અનંત " બ્રહ્માંડમાં.....
"બ્લાસ્ટ"
અનંત યાત્રા ,યાત્રા અનંત...  
આ યાત્રા નો નથી અંત... 
નોખા નોખા પંથ રસ્તા છે અનેક .!
મગર આખરી મંજીલ સૌની એક.! 
મ્રત્યુ બીજી પહેલી મંજીલ પ્રેમ.! 
મળ્યા પછી મળે નહીં કેમ .?
બસ એજ કારણ છે ચાલે છે જીવન સતત ... 
અનંત યુગોથી ...  
ચાલે છે દિવસ ચાલે છે રાત્રી... 
આથમે છે દિવસ ઉગે છે રાત્રી ... 
તું પણ યાત્રી હું પણ યાત્રી ...
આ વખતે પણ મળીશું કે નહીં ..?
ના મને ખાત્રી છે ના તને ખાતરી ... 
"અનંત" હર એક અંત શરૂઆત હોય છે ..!
હોતી નથી કોઈ શરૂઆત આખરી...
આ વખતે પણ કેટ કેટલા દુઃખ સહ્યા...  
તો પણ આ વખતે મારગ જુદા રહ્યા...
આવતી વખતે ચોક્કસ મળીશું આપણે ... 
તું વિશ્વાસ રાખજે "અનંત" 
હું આપું છું પાક્કી ખાતરી .. .    
વર્ષો પહેલા ...
તું બૌ બોલે છે !
'ને સૌ બોલે છે !
"અજ્ઞાની" મગર હું ના બોલું, તો શો ફર્ક પડે..!
અગર બોલું તો.! સ્વર્ગ મળે યા તો નર્ક મળે ...!
"અજ્ઞાની"
આપણને બોલ્યા વિના લગીરે ચાલતું નથી... (મનેય તે ! )
બોલી ના શકાય એ સંજોગોમાં લખ્યા વિના ચાલતું નથી ...
( જો કે મને બૌ ફાવે, નૈ ! )
પણ આ જગમાં ઘણા એવાય લોકો હોય છે,
જે બૌ ઓછું બોલે છે, અને વધુ સમજે છે !
બધુ સમજે છે ...! અનુ. >>>
( ઘણા ખૂબ બોલે છે ! પણ ખુદ સમજતા નથી )>
( જેમ કે હું...! ) 
બાકી સૌ સમજદાર સમજે છે ખૂબ ખુદને !
હોય છે એવું મે ક્યાં કહ્યું..!?
ઐ.... જીભડી વાળુ ચિતર 
>>> સંધાન...
જેની હયાતી કરતાં ગેર હયાતી વધુ બોલકી હોય છે ...!
અર્થાત :-
જે એની હયાતીમાં ઓછું બોલ્યા હોય,
'ને વધુ મૌન રહ્યા હોય,
એની ગેર હયાતીમાં એના વિષે, મારા ,તમારા જેવા,
બૌ બોલ બોલ કરતાં હોય છે....
અને ઘણી વાર એવુય બને કે,
એવા ઓછા બોલા સહજ ભાવમાં કોઈ વાક્ય બોલે,
એ મારા જેવાને નોંધી લેવાનું મન થાય....
અને પછી એના જ નામે લખવાનું પણ મન થાય ...
જ્યારે અમુક, વિચાર,વાક્ય,શબ્દ, ચોરોને !
આવા અન્યના વાક્યો, વિચારો,શબ્દો-
પોતાના નામે ચડાવવાની ચળ આવે ,
એના મનમાં મહાન થવાના છળ પણ આવે છે.
જોકે આખરે ચોરી તો પકડાય જ જાય છે.!
જ્યારે મળતા ભળતા શબ્દો આગળ પાછળ આવે છે.
અને તો પણ એ બડી બે શરમી સાથે અમુક લોકો એવું કરે છે !
પણ મને એવું બિલકુલ ના ફાવે રે...
અજ્ઞાની તું બૌ ઓછું બોલે છે !
ક્યારેક ક્યારેક જ મો ખોલે છે !
એનું કારણ શું ?
વર્ષો પહેલા અધ રાતે મધ રાતે જ્યારે....
અમારી મહેફિલ જામેલી ત્યારે ...
ચાયની ચૂસ્કી સાથે પૂછેલા મારા આ સવાલના જવાબમાં,
એણે કહ્યું હતું કે,
તું બૌ બોલે છે !
'ને સૌ બોલે છે !
અગર હું ના બોલું તો શો ફર્ક પડે..!?
બોલું તો, સ્વર્ગ મળે યા નર્ક મળે ...!
અર્થાત...?
મે સવાલ કર્યો.
મે કહ્યું અજ્ઞાની તું બોલ ના બોલ મરજી તારી...
પણ, આ સ્વર્ગ નર્ક વાળી વાત મને લગીરે ના સમજાણી ....
અકલે અર્થ સમજાવતા એણે આગળ ચલાવ્યું ....
પણ હું નૈ ચલાવું કેમકે ....
મને ગાઢ ! ઊંડી ! મીઠી મસ્ત મજાની ઊંઘ આવે છે .... !
ક્રમશ:- ...........
ફોટો બાય ....
બાય,અર્થાત....
ભા.આ..આ... ય..!
એકજ અર્થમાં અંગ્રેજી વાળું ...by ...
સમજોને હવે યાર ..!
યાની,,
ફોટો by ક,તિરા... 
હાં ,હાં, વર્ષો પહેલાજ ..!
Katira Paresh added 2 new photos.
December 18, 2015 ·
Comments
  • Pari Shah 🤔🤔🤔🤔🤔
    1
  • નિર્દોષ ગુનેહગાર એમા આકલુ બધુ શુ વીચારવાનુ હોય,
    હુ એમ કૌ છુ.. 😇
  • Pari Shah Kai nahi
    1
  • નિર્દોષ ગુનેહગાર ખ્ખોટ્ટી..!
    તો, પછી,,,
    આમ પાંચ પાંચ વાર...

    હોઠની આસપાસ...
    ત્રણ આંગળી વાળીને..
    હોઠની એક બાજુ અંગુઠો અને બીજી બાજુ
    નાજુક આંગળી રાખીને
    કૈક વીચારતી હોય એમ
    શુક્કામ મારી સામુ જુવે છે..?
  • Pari Shah Le varas ela ni koi vat mane kem yad hoy
    1
  • નિર્દોષ ગુનેહગાર હાં તો પેલ્લાજ એમ કેવાય કે ને કે મને,
    અકલે કે તને યાદ નથી...
    કૈ નહીં એમ શુક્કામ કહ્યું હુ એમ પુછુ છુ
  • Pari Shah Tame rewadyo
    1
    • નિર્દોષ ગુનેહગાર પકડ્યુ પણ નથી
      !
      !

      !
      !
      !
      પકડુ તો છોડુ પણ નહીં.!
      શું સમજી..!
      છતાં રેવા દીધુ
      ખુણા થી બી ગ્યો
      આટલો ટાઈમ
      એ ઓછુ છે.?
      ખામખા દિમાગ ખાતી હય..
    Write a reply...

  • નિર્દોષ ગુનેહગાર શુક્કામ..!
    હું શુક્કામ રેવા દૌ ભૈ
    વાંક્ક ત્તાર્રો છે

    મ્માર્રો નૈ સમજી.!
  • Pari Shah Hain
    1
    • નિર્દોષ ગુનેહગાર હે હે શું કરે છે જ્યારે ત્યારે
    • નિર્દોષ ગુનેહગાર ઔહ હૌ..!
      તારા કહેવાનો અસ્સલ મતલબ મને છેક હવે સમજાયો..
      !
      !
      !
      !
      !
      ચાલ તુ કહે છે તો રહેવા દૌ છું
      આમ પણ હું ક્યા કાઢી શકવાનો હતો હેં...!
      એ અધીકાર તો માત્ર પુરૂષ ના હોય એનોજ હોય છે ને..!
      અકલે કે,
      !
      !
      !
      !
      એ અધીકાર માત્ર સ્ત્રી ઓનો છે
      એવુ ખુલં ખુલ્લા હું શું કામ કૌ

No comments:

Post a Comment