Saturday, 9 September 2017

"અનંત"ની આત્મ કથામાંથી "

"અનંત"ની આત્મ કથામાંથી " કાશ..... આ ઘટના સત્ય ઘટના હોત.."

સતત કામ કામ ને કામ...

આજે મંગળ વાર છે , ગુરુ વાર છે  કે રવિવાર છે ?

કેવી  તારીખ ને  કેવો વાર ..!

ખબર ના હોય ક્યારે ક્યો તહેવાર આવતો .

અને આવીને જતો રહેતો . 

જે આવીને જે ગયો એ ક્યો તહેવાર હતો ..! 

મને ખબર નહોતી પડતી. 

કેમકે  મારે બારે માસ માત્ર મહેનત સાથે જ વહેવાર હતો . 

વહેલી સવારમાં છેક ગલીમાં ભીતર આવેલા મહોલ્લામાં,

આવેલ એ ઘરમાં જ્યાં હું  સતત મારૂ કામ કરતો . 

ગલીની બહાર શું ચાલે છે એ પણ ખબર ના હોય....

સાવ જાણે દુનિયાથી અલગ પડી જતો.....

સવારના પાંચ વાગ્યાથી શરૂ થતી અગ્નિ પરીક્ષા ....

ક્યારેક પૂરી થતાં રાતના બાર પણ વાગી જાય ...

બપોરનું જમણ લગભગ અગ્નિ સાક્ષિએ જ થતું.

મતલબ ભઠ્ઠી પાસે જ કામ કરતાં કરતાં જમી લેતો થોડું ઘણું.

કારણ બચત...

જો અધ વચ્ચે કામ અટકાવું તો નુકસાની જાય ....

કોયલા ફોગટ બળી જાય....

પગ તળે અંગાર દબાય જાય ... 

લાય લાય બળતરા થાય ... 

તો પણ મારુ કામ ના અટકાય... 

પાણીના તપેલામાં પણ મૂકી દઉં ... 

પગને થોડીક અમથી ટાઢક થાય ... 

પણ હૈયું બિચારું વલોવાય ... 

હથેલીમાં છાલા પડી જાય ... 

કામ ની ધૂનમાં ને ધૂનમાં 

ક્યારેક પતરાં સાથે પગ ઘસાય ... 

અને લોહી ધાર ધાર 

ચારેકોર લોહીના પગલાં છપાય ... 

વહેતું હોય તોય ધ્યાન ના જાય ,,, 

પછી ફળિયામાં ગયો ત્યારે પેલી કહે છે 

"અનંત " તને કઈ થતું નથી ..?

શું થવાનું છે મને , અને,  મને કાય પણ થાય.. 

એનાથી લેવા દેવા શું તને ..?

હું એનાથી રિસાયેલો હતો ચાર ચાર દિવસથી ... 

એટલે મે મો ફેરવી ગુસ્સે થઈ એને જવાબ આપ્યો હતો. 

તો પણ એણે મને ફરીવાર પૂછ્યું . 

"અનંત" સાચું કે તને કઈ થતું  નથી ..!   

મને ખરેખર ખબર નહોતી . 

પણ એનું ધ્યાન મારા લોહી નીંગળતા પગ તરફ હતું ... 

મે ફરી ગુસ્સે થઈ જવાબ આપ્યો ... 

થાય છે , ઘણું થાય છે, ના થવાનું થાય છે ..! 

પણ એમાં તારે શું ..? 

મે એના ચહેરા સામે જોયા વિના ગુસ્સે થઈ કહ્યું .. 

ચાર ચાર દિવસ પછી છેક આજે પૂછે છે ..!?

કે અનંત તને કશું થતું નથી ..? 

મને એમ કે એ મને મનાવવા મથે છે ..! 

મને ખબર નૈ કે ,

એ માર પગમાં નીકળતા લોહીને જોઈને કહે છે . 

પછી પેલીએ કહ્યું નીચે જો ..! 

એણે નીચે જીવાણુ કહ્યું તો મે એની સામે જોયું .. ! 

અને જોયું તો એની આંખો ધાર ધાર .! 

મને એમજ કે ચાર ચાર દિવસ થયા હું એની સાથે ,

સરખી રીતે વાત નથી કરતો એટલે આજે એ પીગળી ગઈ છે ..!

અને એટલેજ એની આંખો નીતરી રહી છે ..! 

એને રડતી જોઈ છતાં મે વ્યંગમાં કહ્યું.

 કેમ  ચારચાર દિવસ પછી  છેક આજે તને રડવું આવ્યું .. ! 

ત્યારે એ બોલી અરે પાગલ તારા પગમાથી લોહી નીકળે છે ! 

અને તને ખબર પણ નથી ..! 

એ જોઈ મારી આંખમાં આસું આવ્યા છે .!

પછી મે જોયું તો મારા લોહીથી લથબથ પગલાં,

 આખા ઘરમાં ને ફળિયામાં છપાઈ ગયા હતા. 

દર્દ પર જ્યાં સુધી નજર નથી પડતી . 
પીડા શું છે ત્યાં સુધી ખબર નથી પડતી . 

મારુ ધ્યાન ગયું પછી ખરી પીડા શરૂ થઈ . 

પછી તો અંદર જઇ ઘાવમાં હળદર દાબવા પ્રયાસ કરું . 

પણ ઘાવ એટલો ઊંડો કે જેમ પાળ તોળી પાણી વહે 

એમ હળદરની દીવાલ તોડી લોહી વછૂટે ...! 

આવી તો અઢળક પીડા ..! 
   
પણ બસ હવે હું થાકી ગયો છું .. 

સખત સખત સખત ... 

સખત થાકી ગયો છું હું..! સખત થાકી ગયો છું....

રીતસરનો કંટાળી ગયો છું હું..! 

પણ શું કરું ..!

ફરજ ચુકીને , 

પરિવારને પડતાં મૂકીને ક્યાં જવું .. 


આટલી પીડા ઓછી હોય તેમ 

 વધારો કરતી પીડાપ્રેમની ....

જે આવે, જ્યાં સુધી એને મજા આવે....

મારા ભોળા હ્રદય સાથે રમી જાય....

જેના સ્પર્શે હું ક્ષણિક આનંદ અનુભવું ...

અને લાંબા સમય સુધી પીડા અનુભવું ....

એ મારા સ્પર્શે તરી જાય સુખી થાય ને હું....

ફરી ફરીને એકલો અટુલો જ રહી જાઉં...

અને પાછી એ આશીર્વાદ આપે કે...

તારા સ્પર્શે અમે સુખી થયા તરી ગયા....

તું પણ ખૂબ સુખી થશે.....

હું થયો ખૂબ થયો પણ દૂ:ખી ....

મને એમના આશીર્વાદ કદિ ના ફળ્યા ....

મારુ શું થશે હવે....!

એ મને કોઈ ના પૂછે, 

ના વિચારે... ' ને .... હું ....

હું પછીથી એની યાદમાં રડતો રહું હિજરાતો રહું....

મારા આંસુ તો પરસેવા સાથે ભળી જાય, વહી જાય....

જોનારને ચહેરા પર કેવળ પરસેવો જ દેખાય ...

હશે..!  જેવો મારો હિશાબ એમ મન મનાવું...

છતાં હારવું મારૂ કામ નહીં...

રોજ મનોમન નક્કી કરું, હવેથી રોજ સવારે સાઇકલ લઈ,

એક ચક્કર બજારની મારી આવું ખુલ્લી હવા માણી આવું પછી જ કામ શરૂ કરું...

પણ સવાર પડે ને પાછો વગર ચક્કર માર્યે કામ પર ચડી જાઉં.

કારણ કામ કામ ને કામ .....

પણ આજ તો વહેલી સવારે બસ નીકળી જ પડ્યો ....

એ... ય .... ને મૌજથી હળવે હળવે સાઇકલ હંકારતો ...

પેલું ભજન લલકારતો....

તારા દૂ:ખને ખંખેરી તું નાખ. તારા સુખને વિખેરી તું નાખ...

ને હું બધાજ દુ:ખ બધી જ પીડા ખંખેરી....

વહેલી સવારનું પ્રકૃતિનું સૌંદર્ય માણતો માણતો ...

એક અલૌકિક મસ્તીમાં સાઇકલ ધીમે ધીમે ચલાવતો....

હાં રસ્તાની સાઇડમાંજ રહીને સાઇકલ ચલાવતો હતો. 

અને,,,,

અચાનક એક લાલ કલરની બસે ટર્ન માર્યો....

ને સીધી જ મારી ઉપર ફરી વળી.....

હા.... શ....”અનંત” છુટકારો....

પ્રેમ, પ્રેમની પીડા, વ્યથા એકલતા,સતત કામ,કામનો થાક,

બધા બધા ને બધાથી. એક જાટકે છુટકારો.....

પણ આ..! શું ...! 

આંખ ખુલ્લી તો હું હતો ત્યાનો ત્યાજ. પથારી પર.....

અફસોસ .....

કા... શ.... 

આ વહેલી પરોઢે આવેલું સપનું પણ....!

હર એક ઘટનાની માફક..!

સત્ય ઘટના હોત...!

“અનંત”


LikeShow more reactions
Comment
Comments
Pravin Miyaatra "anant" khotu na lagdto......like click nahi karu!!!!!
Remove
Katira Paresh અલ્યા પ્રવિણ્યા ...."અનંત" ને ગુજરી ગયે એક યુગ વીતી ગયો ભઇલા .... 

કાશ એ હાજર હોત તારી વાતનું સાચું કે ખોટું લગાડવા. 


પણ અફસોસ...નથી... 

તો.. એના વતી હું તારી લાગણી સમજી શકું છું .... તો એના વતી હું ખોટું નથી લગાડતો બસ..... 
Manage
Pravin Miyaatra GALIB KADI GUJARI JAY,,,,GHAYAL NE KYARE'Y BHULAY....KAVI'O ANE KALAKAR KYARE'Y MARTA NATHI,,,EMNI KRUTI'O SATHE SADA SADA AAPNI VACHECHE J HOY CHHE....HA...AAPNI SAMVEDNAO MARI PARVARE TO KAI KAHEVAY NAHI!!
Remove
Katira Paresh सही बात हें प्रवीण कलाकार युगों तक अपनी कला कृतिमे ज़िंदा ही रहेता हें ... 

वो कभी मरता ही नहीं .... हमारी संवेदना भी अभी मरी नहीं हें.. 


त भी तो हम उनकी रचनाये यहाँ लाते हें दोहराते हें.....
Manage
Katira Paresh Pravin... कुछ नहीं बस यु ही.... (!)
Manage
Pravin Miyaatra yar tere yu hi me bahot kuchh hota hai.....jo samjana mere bus ki bat nahi!!
Remove
Katira Paresh Pravin क्या यार तू भी ... ऐसा कुछ नहीं .. बाकि तू जो समजा वही... (!)
Manage
Pravin Miyaatra chalo jane bhi do...aaj rato ke raja din me kaise tasrif le aaye?
Remove
Katira Paresh अरे या रा Pravin में खुद हुशियार होने चला था ब्लॉग में कुछ करना चाहा पर सभ बिगड गया 

सो आज आकाश ने ठीक कर दिया बोले अब देखलो ठीक हो गया की नहीं.. और डांटा भी के अब कभी ऐसी हरकत ना करना .... 


बस वो देखने बैठा था तो सोचा चलो आज कुछ यादे पुरानी , और यार की पुरानी कहानि पे नजर डालदे 

और ये भीग गई बस और कुछ नहीं...
Manage
Pravin Miyaatra jo log kuchh karte hai..galti unse ho sakti hai...muje dekho kabhi galti hi nahi hoti.... kuchh karta hi nahi hu!!!!
Remove
Darshna Suraj koi shayad bahut taklif de raha hai...See Translation
Remove
Darshna Suraj pravin shayad main kuch kuch samaj rahi huSee Translation
Remove
Pravin Miyaatra koi? are bhai dost hu paresh ka...!!
Remove
Pravin Miyaatra pl muje bhi thoda gyan dijiye!!
Remove
Darshna Suraj ji main aap hi se keh rahi thi ki....koi shayad bahut taklif de raha hai aapke dost koSee Translation
Remove
Darshna Suraj baat kya hai ...aap mujse jyada jaante hai...par dost ka naam likh kar kehna kuch nahi....is andaaz se hum bhi guzare hai !!
Remove
Pravin Miyaatra apne hi taqlif de sakte hai...oro ki kya aukat jo taqlif de jaye!!
Remove
Darshna Suraj taarif ke andaaz main shikayat kare rahe ho.....ya shikayat ke andaaz main taarif? waise taklif pahuchana na humari aadat hai na taaseer !!See Translation
Remove
Pravin Miyaatra aap katira ji ke dost ho.....or muje pata hai ke un ke dost kabhi kisi ko taqlif nahi pahuchane..na apne ko na gairo ko...
Remove
Darshna Suraj fir aapne kyun kaha?? ke...apne hi taqlif de sakte hai...oro ki kya aukat jo taqlif de jaye!!
Remove
Pravin Miyaatra dost ,,apne gairo se pare hote hai.....vo taqlif lete hai..dete nahi!!See Translation
Remove
Pravin Miyaatra એક જણ પણ ઓળખીતું ના જડ્યું એ ગામનું 
તો પછી ઓળખ અમારી આપવી, શું કામનું 


પ્હોંચવું જો હોય તો શબરીની ઉંચાઈએ જજો 
કોઈએ ખાધું નથી એંઠું પડેલું રામનું 

''BEFAM''
See Translation
Remove
Katira Paresh Pravin Miyaatra .... 

એક વધુ પુરાવો મારી નાદાનીઑનો .... 


ખૈર આટલા વર્ષો બાદપણ હું એજ કહીશ કે .... 

કઈ નથી કહેવું પ્રવીણ હવે જવાદે ...
Manage
Katira Paresh Darshna Suraj જી ..

." ભ્રમ "નો ભોગ તમે એકજ નથી બન્યા..

તમારા જેવો ભ્રમ કઈ કેટલીય ને થાય છે ..! 

અરે સત્ય પરે પણ એક સત્ય હોય છે ! 

ખૈર તમે નૈ સમજો ... 

બૌ દૂર...દૂર... સુધી ... 

ખૈર તમે ...
Just nowEdited

No comments:

Post a Comment