Saturday, 9 September 2017

અનંતનો વર્ષો પહેલા લખેલો અલૌકિક પ્રેમ પત્ર

Katira Paresh


વર્ષો પહેલા ભાઈબંધ અનંતે એની કોઈ ચહિતીને લખેલો સાવ ટૂંકો ને ટચ પ્રેમ પત્ર ... 




"પ્રેમનો સ્પર્શ"
@@@@@@@@

પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે છે....! 

 સ્પર્શ વગર પણ પ્રેમ થઈ શકે છે ...! 

 પણ હાં, આખરે તો પ્રેમને સ્પર્શ ની જરૂર પડે જ છે ! 
 જ્યાં સુધી કે રૂબરૂ મળવાના સજોગો પેદા ના થાય ... 

 ત્યાં સુધી  હૈયામાં ઉભરાતી લાગણીઓ અને હાથમાં આવેલી ક્ષણો ...

 છટકી ના જાય માટે ના છૂટકે  કોઈને કોઈ રીતે પ્રેમી પોતાનો પ્રેમ ... 

 એક બીજાને વ્યક્ત કરતાં જ રહેતા હોય છે ..! 

 દૂર રહીને શબ્દોથી , મધુર સંગીત ભર્યા ગીતોના પ્રેમાળ શબ્દોથી ,

 કે પછી જાતે લખેલા પત્રોથી... 

 કે પછી સ્વરથી યાને કી ટેલિફોન દ્વારા પ્રેમી એક બીજાને ... 

 જ્યાં સુધીકે સ્થૂળ દેહે મળી નથી શકતા ... 

 ત્યાં સુધી મળવાના કોઈને કોઈ શૂક્ષ્મ બહાના શોધીજ લેતા હોય છે ..! 

આપણો પ્રેમ પણ શબ્દના પંથે ચાલી ચાલીને થાકી જતાં સ્વરના

સહારે, સથવારે આગળ્યો વધ્યો તે છેક .. 

ટેલિફોનથી ટેલિપથી સુધી પહોંચ્યો ... 

બંધ આંખના એક ઇશારે હું ધારુ ત્યારે તને મજબૂર કરતો ... 

અને તું  સવાલ વિચારે એ પહેલા હું જવાબ આપતો ... 


 તું ને હું એજ રીતે  આજ સુધી મળતાજ રહ્યા છીયેને ..!

 હજુ પણ એજ રીતે આપણે સતત મળીએ છીયે... 

 પણ હે પ્રિયે ..!

 હવે મારા ટેરવાને તારા ગાલને , તારા હોઠને અને, 
  
બસ મને આખે આખી તને સ્પર્શવાની ઝંખના થાય તો,,,?

તો એમાં મારો શું વાંક ...! 

 એટલે આજે હું તને એમ પૂછું છું કે ,,,  
   
શું પત્ર ,શબ્દ ,સ્વર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ.?   

શું સ્પર્શ સુધી નહીં પહોચી શકે આપણો પ્રેમ.. ?

 જ્યારે જ્યારે હું આ સવાલ પૂછું છું ત્યારે તું ચૂપ થઈ જાય છે .. 

 કેમ ..??? 

 આવા જ કઈક સવાલો કોઈ સમયે ...


 ત્યારે તું  મને પૂછતી હતી ... 
 જ્યારે હું સાવ નાદાન હતો ...

 અને એટલેજ તો તું મને જ્યારેને ત્યારે ... 

 'તું તો સાવ અક્કલ વગરનો છે સાવ કરતાં સાવ બુધ્ધુજ છે ' 

 એવું એવું કહેતી .... 

એજ પ્રશ્નો જ્યારે આજે હું તને પૂછું તો....

 તું ચૂપ થઈ જાય છે...?

સવાલો પુછવામાં હોશિયાર જાવાઓ આપવામાં ઠોઠ ..!!!

અને , 

 હવે જ્યારે મારામાં થોડીક અમથી બુધ્ધીની કૂંપણ ફૂટી  છે અને , 

એના પર અક્કલ્ના ફૂલ ઉગયા છે તો તું સુગંધ કેમ નથી લેતી ... ?

એ ફૂલ તોડી તોડી ને તારા અંબોડે કેમ નથી લગાવતી ...?


 ખૈર ... 

 એક વાર સવાલો થયા છે તો ,અનેકવાર જવાબો પણ આપવા જ રહ્યા ... 

ચાલ ફરી આજે હું તને એજ સવાલ પૂછું છું ..!

 એજ પ્રશ્ન જે તે મને જ્યારે હું બુધ્ધું જેવો હતો ત્યારે...

 તે મને પૂછ્યા હતા ...

દેખ હંગામાં નૈ કરના ...! 

 હું સવાલ પૂછું છું ! 

શું પત્રથી સ્વર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ.?   

શું સ્પર્શની અલૌકિક ઝીણી ઝીણી  ઝણઝણાટી સુધી ,

નહીં પહોચી શકે આપણો પ્રેમ.?

લે જવાબ દે ...!  

અગર તને કઈ જવાબ ના સુજે  તો.... 

 અને , તું જવાબ દેવા ચાહે તો ,,,

 આ પત્ર નીચે ફક્ત તારું નામ લખી નાખજે અને ,

 આજ પત્ર મને પરત મોકલજે..!

 હું તરત સમજી જઈશ.. 

  અને એક્ પત્રે બે પક્ષી મરી જશે પ્રેમથી.... 

 અર્થાત .... 

તને મારો મને તારો જવાબ મળી જશે ...!

 એકજ પ્રેમ પત્ર થકી ....

મારા આ પ્રશ્નોનો જવાબ તારી હાં અથવા ના પર નિર્ભર છે...!

જોકે તારા પ્રેમાળ શબ્દોથી ભર્યા ભર્યા પત્રો વાંચતાં વાંચતાં પણ ...

અને તારો મધુર સ્વર સાંભળતા સાંભળતા પણ ..!

મને તો જાણે તું સ્પર્સતી હોય એવો અહેસાશ થાય છે.!

શું તને પણ મારા પત્રો વાંચતી વખતે કે મારો સ્વર સાંભળતી વખતે 

મારા જેવી અનુભૂતિ થાય છે ..? 

હાં ! તારા શબ્દોમાં અને સ્વરમાં મને તારા સ્પર્શની અનુભતી થઈ ... 

અને એટલેજ જ ઈચ્છા આગળ વધી ..~ 

અને બસ ત્યાર પછી, 

એક પછી એક ઈચ્છા આગળ વધતી જ ચાલે છે.  

હાં ઈચ્છા...! અપેક્ષા નહીં.! 

કેમકે ઈચ્છા સ્વાવલંબી હોય છે. 

અને અપેક્ષા પરાવલંબી હોય છે. 

જોકે પ્રેમમાં પરાવલંબી થવું ગમે...!   

મારી ભીતર જે સતત વધે છે. કદાચ તારી ભીતર પણ...!  

આ ઈચ્છા જે કદાચ પૂરી ના પણ થાય.

પણ એ વધે તો હું શું કરું ? 

 અગર મારા ટેરવાને તારા ગાલને સ્પર્શવાની ઝંખના થાય .. 

 તો એમાં મારો શું વાંક ...? 

 અને એવું બધુ થાય એમાં ખોટું પણ શું છે ?

બે પ્રાણી , બે પંખી , અને અન્ય આવા તો અસંખ્ય જીવ આ અવની પર છે !

જેમાં એક નર એક માદા હોય છે .
 અને હરેક બન્ને વચ્ચે આકર્ષણ...!

બે શરીર એક સ્ત્રી એક પુરુષ. 
 બે ચહેરા બન્ને આકર્ષક.! 

 પણ.. !

તને કે મને આ ખબર ક્યારે પડી ? 

 કે તું સુંદર છે હું પણ સુંદર છું ..!

 તું મને ગમી હું પણ તને ગમ્યો ... 

 એટલેજ તો બાળક પહેલા ...

 આપણી વચ્ચે પ્રેમ જનમ્યો ... 

 આવી મજાક હું પણ ક્યારેક ક્યારેક કરી લઉં છું ... 

 ખૈર ... 

 તું સુંદર છે હું પણ સુંદર છું ..!

આ ખબર ત્યારે પડી જ્યારે આપણે એક બીજા સામે જોયું .

જોયું કે જોવાઈ ગયું  ?  

આ સવાલનો જવાબ કોઈ નહીં આપી શકે ..!

ખૈર .. 

 જે પણ થયું, પણ આમ થવાનું કારણ શું...?

કારણ મારા માટે તું , ને તારા માટે હું. બીજું શું ..! 

બીજું એજ કે બન્ને ચહેરા પર ચોંટેલી હતી બબ્બે આંખો... 

અને આંખોએ જોયું ....

 બસ આ જોવું  કે જોયું..!

 એજ તો પછીથી સુખ કે દૂ:ખનું કારણ પણ બને છે ..!   

બસ આમ જ  પહેલા આંખો જુવે છે ...

આપણે પછી .  

જોકે આંખોતો સારું ખરાબ બધુ જ જુવે છે. 

 પણ....

આકર્ષાય છે માત્ર સુંદરતા તરફ જ ..!

હવે વળતાં જવાબમાં તું પણ ! 

માત્ર કોઇકે કહેલી ... 

સડીને ગંધાતી કોહવાઈ ગયેલી.. 

 કે પુસ્તકોમાંથી વાંચેલી ...

 વાંચી વાંચીને વાસી થઈ ગયેલી ... 

 એજ જૂની ચવાઈ ગયેલી ...  

 વાહિયાત ફિલોસોફી ના કરજે..! 

કે સુંદરતા જોનારની આંખોમાં હોય છે.!

કારણકે એ વાત સાવ વાહિયાત છે ..! 

સુંદર આંખો હોવા છતાં જો મનમાં મેલ ભર્યા હોય તો..!? 

માટે હું કહું છું મન સુંદર અને મનમાં સુંદરતા હોવી જોઇયે ... !

પછી આંખોમાં કમરો હોય કે ફૂલ્લું ..! 

એ ચાલે કે ચલાવી લેવું એમ હું હરગિઝ નથી કહેતો . 

 અગર મને તું એમ પૂછે કે સુંદરતા એટલે શું ? 

 શું રંગે ગોરું હોવું એ , કે પછી કઈ બીજું ..?

 તો હું જવાબમાં એટલુજ કહીશ ... 

 અક્કલ વગરની ... 

 સફેદ આસરને શું માથે મારવાનો ... 

 ના.! ના ના પેલી ગધેડા વાળી ચવાઈ ગયેલી વાત પણ હું નૈ કરું ... 

 કે ધોરા તો ગધેડા પણ હોય છે .. 

 એવું હું નૈ કહું ... 

 હું સીધોજ જવાબ આપીશ કે,, 

 સુંદરતા એટલે એ કે જોતાં વેંતજ..!

 જેના નૈન નક્ષ સીધાજ આંખો ના રસ્તેથી ..
.
 હ્રદયના ઊંડાણમાં ઉતરી જાય ... 

તન સાથે મનની સુંદરતા પારખાઈ જાય ... 

અને ઝણઝણાટી રગરગમાં ફેલાઈ જાય ... 

 અને પછી ખુલ્લી કે બંધ આંખોને ,

એના સિવાય બીજું કાઇજ ના દેખાય ... 

 પછી તે છોરી ગોરીજ  હોય કે ગોરોજ  હોય છોરો ,

 એ હરગિઝ જરૂરી નથી ...! 

 શાવલી કે સાવ કાળી પણ નમણી રમણી હોય શકે છે .! 

એજ રીતે કાળો પણ હોય શકે કામણગારો ..

 તું રૂપાળી છે ને હું પણ તો એ તો, તારા ને મારા માટે,

 વધારાની ગોડ ગિફ્ટ છે ! 

 બાકી સાચી તો તારા ચહેરાની નકસી છે ! 

 જે યુગોથી મારી કલ્પનામાં વસી છે ! 

 નૈ તો, અમસ્તુતો આટલું ખેંચાણ થાય નૈ... 

 રોજ હજારો ચહેરા આ આંખો સામેથી પસાર થતાં હોય છે ... 

 પણ કોઈ એક ચહેરા પર નજર સ્થિર થઈ જાય ... 

 ત્યારે, જરા હ્રદયના ઊંડાણમાં ઉતરીને મંથન કરી લેવું ... 

 કદાચ કઈ યાદ ના પણ આવે ... 

 તો પણ એ ચહેરાને જોયા પછી કઈક અલૌકિક અનુભૂતિ થાય ... 

 મન બુધ્ધી અને આત્મા ઝણઝણી જાય ,

અને ઊંડે ઊંડે પ્રેમની અનુભૂતિ થાય ...

એટલે પત્યુ . 

એટલું તો કાફી છે આ ભવમાં ... 

અને પછી સમજી જવાનું કે,

જૂનો હિસાબ ચૂકતે કરવાનો સમય આવી ગયો છે ..! 

 જો કે, બધાને બધુ આગલું પાછલું યાદ આવે એ જરૂરી નથી ... 

 માટે જૂનું યાદ કરવા દિમાગને જોર દેવા કરતાં ... 

 આજે ને અત્યારે આ ક્ષણે જે અનુભવાતું હોય,

 એના પર દિલ જોરથી દાબી દેવાનું ... 

 અર્થાત... જ્યારે મળીએ ત્યારે ચપોચપ 

બન્ને વચ્ચેથી હવા પણ પસાર ના થઈ શકે ..!

એ રીતે ભેટી પડવાનું ...
  

 એટલે દિમાગ થાકે નહીં ને દીલને આરામ મળે એ નફામાં ... 

 ખૈર.... 

 ફરી કહી દઉં છું કે ...   
   
મારો પત્ર વાંચી, તું ,તારી રીતે, સમજી ,વિચારીને,

 માત્ર તારા વિચારોજ લખજે  ! 

 ઉછીના વિચારો હરગિઝ નહીં...!

તું જાણેજ છે ને ,કે, મને જાત અનુભવે સિધ્ધ કર્યા વિનાની ... 

 કોઈએ ઠોકંઠોક કરેલી વાતો, 

કોઈ કરે ,

એ મને લગીરે પસંદ નથી . ..!

 કારણકે અનુભવે હ્રદયના ઉંડાણેથી ....

 લખાયેલા બોલાયેલા શ્બ્દોમાજ સત્યનો પડઘો પડતો હોય છે ... 

 એ પડઘો દૂર દૂર સુધી "અનંત" યુગો સુધી સંભળાય છે ... 

 બાકી જેને આંખો નથી હોતી એ પણ,

  સ્પર્શ માત્ર થી સુંદરતા કે અસુંદરતા પારખી જતાં હોય છે. 


તું જાણે છે ? 

આ જગતના સર્જન પાછળનું કારણ પણ ..!

આકર્ષણ જ છે !   

અઢળક વાર્તા નું કારણ પણ આકર્ષણ અને આંખોજ  છે..!   

કેમકે આંખો જુવે છે. !

આંખોએ જોયું,..! 

અને જે જોયું તે સુંદર જોયું..! 

"સદીઓથી સુંદરતા જ પ્રેમની શરૂવાતનું પહેલું અને મુખ્ય કારણ રહ્યું છે "

એટલેજ તારું મારા તરફ , કે મારુ તારા તરફ ખેંચાણ વધ્યું ,

આંખે તન જોયું નેઆત્માએ મન જોયું 

અને મનથી મન આકર્ષાયું ... 

તનથી મન આકર્ષાયું .. 

અગર .. 

તને મારામાં કઈ બીજું પણ દેખાયું હોય ,

જે મારામાં મને પણ ના દેખાયું હોય ,

તો મને ખબર નથી ..! 

પણ જે પણ દેખાયું એ પ્રથમતો આંખોનેજ ગમ્યું  ને..!?

અને પછી એ આત્માને અને પછી મનને ગમ્યું... 

અને અંતે આત્મા ઓળખીતો હોય એવું લાગ્યું . 

તું માને ના માને મરજી તારી ... 

મારુ આમ માનવું છે .! 

કે જે માનવું હોય તે..!

મનમાં માનવની બિલકુલ છૂટ .! 

પણ મનાવવાની બિલકુલ મનાઈ ... 

એમાજ બન્નેની ભલાઈ .. 

ખૈર...  

“આકર્ષણનો સિધ્ધાંત પણ જન્મ જાત”  

ગમ્યુ તેથી પ્રેમની ઈચ્છા જાગી . 

ઈચ્છા બન્ને તરફ એક સરખી જાગી .... 

એટલે પ્રેમ થયો ... 

અગર પ્રેમ થયો તો  એમાં શું ખોટું છે.?

ઇચ્છાથી જ તો આ આખુય જગત જનમ્યું.         

શું તું જાણે છે ? કે,

આ જગત આખુય પ્રાણી, માનવ પ્રાણી, પશુ પંખી જાનવર ...

વગેરેથી ભર્યું ભર્યું કેમ ?

તો સાંભળ બધાને એક બીજા સાથે થયો પ્રેમ ...

હવે એમ ના કહેજે તને તો બધા સાથે પ્રેમ થાય છે ..!

નૈ તો હું ચોખ્ખુને ચટ્ટ કહીશ કે ,

હા થયો છે ..! થાય છે ..! 

અનેક વાર... 

એક આવે એક જાય છે ..!

તો શું થયું..!

શું  હું ફૂલ ઉગાડવાનું બંધ કરી દઉં ..?

 
હવે તું કહેશે લે એમાં વચ્ચે ફૂલ ક્યાથી ઊગી નીકળ્યા   ... 

તો એ તો ઉગેજ ને ..! 

ફૂલ તો ઉગેજ છે ..! 

તમે ફૂલ ને ફૂલ કહો , 

હું તો પ્રેમ કહીશ ... 

તમે પ્રેમને પ્રેમ કહો ,

હું તો ફૂલ કહીશ..! 

કારણ કે,

કારણ એ , 

તુજ કે' શું સવારે નાજુક ડાળી પર ખીલેલા રંગીન સુગંધી ફૂલ 

સાંજે ખરી જાય પછી ફરી બીજા દિવસે બીજી સવારે નથી ખીલતા ..? 

અગર જો એવું થાય કે, ખરી ગયા પછી એ ડાળી પર કદિ,

બીજી વાર ફૂલજ ના ખીલે , તો તો દુનિયા બંજર ના બની જાય ..! 

અને એ ડાળી પર પણ ક્યાં એનું એજ ફૂલ ફરી ખીલે છે ..! ?

ના .! નથી ખીલતું . 

રોજ એક નવું ફૂલ ડાળી ડાળી પર ઊગે છે .. ! 

ઊગે છે ને ..! ?

તું કહે એ પહેલાજ સ્વીકારી લઉં છું કે, 

હાં .! 'પ્રેમમાં લીલા' પાંદડા અને રંગીન ફૂલ ખીલ્યા જેવો 

અપાર... અનંત....  અલૌકિક....  આનંદ આવે છે..!

પછી એટલી જ અઢળક પીડા પણ થાય છે ..! 

જ્યારે પ્રેમમાં સાથી  રૂઠે છે  , સાથ છૂટે છે , ત્યારે હ્રદય તૂટે,

આંખમાથી ધાર ધાર આસું વછૂટે છે .. 

નસ નસ તહસ નહસ થતી હોય એવુય મહેસુસ થાય છે ... 

જેમ  પતઝડમાં ઝાડ સુકાય છે 

ડાળી ડાળી  કરમાય છે ફૂલ ફૂલ મુરજાય છે ..!  

બસ તો પછી આ શરીર પણ એક વૃક્ષ એક ડાળીજ છે ..! 

આ વૃક્ષ 

પણ..! 

 ક્યારેક ક્યારેક  

લીલું છંમ ..!

તો ક્યારેક ક્યારેક શુષ્ક ..! 

વૃક્ષ પર જેમ વસંત અને પાનખર આવે છે .! 

તેમ , 

પ્રેમમાં પણ  વસંત અને પાનખર આવે જ છે .! 


બસ ફર્ક એટલોજ છે કે , 

વૃક્ષની ડાળી પર ફૂલ ઉપર ખીલે છે અને, 

શરીરની ડાળી પર ભીતર ફૂલ ઊગે છે પ્રેમના .. 

અને ચહેરા પર આવી ખૂલે ખીલે છે ..! 

ધ્યાનથી જોજે તો તને સત્ય સમજાઈ જશે..! 

જે પ્રેમી હશે જે કોઈના પ્રેમમાં હશે તેના ચહેરા ચમકતા હશે ... 

ફૂલ માફક હસતાં ખીલતા ખીલેલા ખીલેલા હશે ..! 

"બાકી મુરજાયેલા મડદા "  

ખૈર... 


આ પણ સમજી લે ..!

માત્ર ને માત્ર પ્રેમના કારણે જ આટલા બધા પ્રાણી નથી જન્મ્યા ... 

પ્રેમ થયા પછી તબક્કાવાર એક પછી એક અલૌકિક ઘટના ઘટે છે ... 

ત્યારે ક્રમશ માનવ વસ્તી કે પ્રાણી વસ્તી વધે છે ... 

આ જગતના જન્મ પાછળનું કારણ પણ  આમ તો  ઈચ્છા જ છે  ... 

"અને ઇચ્છાનું મૂળ કલ્પનામાં  હોય છે ..! "

ઈચ્છા થયા પહેલા આંખો મળે છે , આંખો દ્વારા આકર્ષણ જન્મે છે  ... 

અને આખરે એ આકર્ષણ નું પ્રેમમાં પરીવર્તન થાય છે ... 

પ્રેમ થયો એટલે તબક્કાવાર એક પછી એક નિત નવી ઈચ્છા અને ,

અનેક પ્રકારની ઝંખના થવા લાગે છે ..! 

અને આ બધુ ક્યાં તારા કે મારા હાથની વાત હતી .. 

આ બધુ તો પહેલેથીજ પ્રકૃતિના નિયમમાં આવે છે..! 

જીણી કડી થી લઈને મસ મોટા હાથી સુધી બધાજ 

પ્રકૃતિના દાયરામાં આવે છે ..! 

જેને હું કે તુજ નહીં કોઈ પણ અવગણી ના શકે ..!   

અનેક ઝંખનાઓના અંતે એક અંતિમ ઝંખના અતી પ્રબળ બને છે ..!  

જો કે ઝંખના એટલેકે ઈચ્છાઓનો આત્માની જેમ અંત નથી ..!

ઈચ્છા અનંત છે ..!  

અને એના કારણેજ હર ઍક નર અને માદા એટલે કે ,

એક સ્ત્રી અને એક પુરુષનું આકર્ષક શરીર ... 

એક બીજાને જીતા વેંત 

એક બીજા તરફ ચુંબકીય રીતે ખેંચાવા લાગે છે ...

કોઈ કોઈ  ક્ષણે યાતો સતત સાથે સાથે કે સાવ પાસે પાસે રહેતા બે શરીર ... 

એક સ્ત્રીનું અને એક પુરુષનું ,

બેઉ શરીર ક્યારેક તો બેકાબૂ બનેજ છે ..!  

આમ બે અલગ અલગ આકાર ધરાવતા શરીર એક બીજા તરફ 

ખેંચાતા ખેંચાતા સાવ નિકટ આવી જાય છે ...  

અને પછી શરીરથી શરીરના ઘર્ષણ થકી ... 

બન્ને શરીરે એક દિવ્ય અને અલૌકિક મસ્તી અનુભવે છે ... 

એ મસ્તી  ના કારણે દિવ્ય શક્તિ ઉત્પન થાય છે ... 

અને બે માનવ કે પશુ પક્ષીના શરીર થકી ત્રીજા ચોથા પાંચમા ...

એમ અનેક માનવ કે પશુ પક્ષીનું સર્જન થાય છે ... 

અને બસ આજ  ક્રિયા પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે સેંકડો યુગોથી ... 

બસ આવીજ  કોઈ નાજુક ક્ષણે કોઈને ઈચ્છા જાગી.!

'  ને એ ઈચ્છા થકી ...   

જગતમાં જન્મ્યા અનેક સ્ત્રી અને અનેક પુરુષ... 

પશુ પંખી આદિ ,   

ઈચ્છા થકી જન્મ્યા એટલે. 

ઈચ્છા નામનો ગુણ કહો યા અવગુણ,

એ તો સૌને વારસામાં જ મળ્યો  હોય ને...!

અને પછી આંખને જે ગમ્યું , એ અંતર સુધી પહોંચ્યું ,

ને અંતર સુધી જે પહોંચ્યું તેને પામવાની ઝંખના જાગી .        

આ ઈચ્છા આ ઝંખના કોનામાં નથી હોતી..?

"કોઈને કોઈ ઝંખના ને લઈને જ ..! 

આ જીવન ધબકે છે." 

 યાદ રાખજે ... 

 "ઝંખના થકીજ જીવન જીવંત બને છે " 

"જેનામાં ઝંખના નથી એ જીવતો છે જ નહીં.”

 એતો મરેલો છે !

 "જીવતી લાશ મૃત્યુ બરાબર "  

 જેનામાં કોઈ ઝંખનાજ નથી.... 

 એ જીવવા છતાં જીવતો નથી. .! 

 અને હું...

હું જીવું છું..! 

હાં !  

ભરપૂર જીવું છું....!  

અનંત અનહદ જીવું છું ..! 

કારણ કે હું ઝંખું છું ..! 

શું જંખું છું ..! 

હું જે જંખું છું એનું નામ છે પ્રેમ ..! 

આદિ અનાદિ કાળથી જે સત્ય થઈને પ્રગટે છે 

એ પ્રેમ થકી હું જીવંત છું...! 

 કારણ કે દૂર હી સહી , મારી સાથે ને સાથે છે તું..! 

 અને હું તને ઝંખું છું ..! 

 એટલેજ હું જીવું છું ..! 

 અને એટલેજ હું જીવંત છું ..! 

અગર જો તું પણ જીવતી હોય, યા તારી પણ ભરપૂર જીવવાની ઈચ્છા  હોય.          

અગર મને હંમેશને માટે નહીં તો ક્ષણભર માટે પણ 

મને પામવાની તને પણ હોય જો ઝંખના ”અનંત”  

તો. ! તબક્કાવાર આંખે સ્પર્શ્યા શબ્દો , 'ને કાને સ્પર્શયો શ્વર. 

તો પછી સ્પર્શવાને શું બાકી રહ્યું ? જરા તું પણ એ વિચાર કર .!

કાન અને આંખ આનંદ માણે તો તુજ કહે ,

આખા શરીરનો શું વાંક ?

 શરીરના અન્ય અંગોનો શું વાંક ?  

છે તો માત્ર સ્પર્શવાનીજ વાત..! 

આખરે એને પણ સ્પર્શની ઝંખના તો જાગે જ ને...? 

અગર તારાથી આ બધુ  શક્ય નથી તો,

  મારા શબ્દોમાં તો હું હયાતજ છું.!


તને ગમે ત્યારે , 

તારા તનને નહીં તો તને,  

જ્યારે મન પડે ત્યારે...

 સ્પર્શી  લેજે મારા શ્બદોમાં મને તું.   

પણ હાં એ રીતે તું આંખોથી મારા શબ્દોને સ્પર્શજે  કે,

 મને  એવી અનુભૂતિ થાય ,

કે જાણે તું મારા તન મનને સ્પર્શી રહી હોય ...

અને જ્યારે તું પત્ર લખશે ત્યારે....

 હું પણ ..! 

તારા પત્રમાં, મારા માટે પ્રેમ વ્યક્ત કરતાં ...

 તારા મરોડદાર અંગ સમા અક્ષરોને આંખોથી સ્પર્શી લઇશ.

જેની  અલૌકિક અનુભૂતી 

તને પણ થશે જ ...!

થઈ કે નહીં ? 

કહેજે ..! 

કહેવું  તો પડશે  જ ..!

કેમકે આપણા સંબંધને હવે સ્પર્શની જરૂર છે.

એક સરખી ઝંખના હશે તો જરૂર પહોંચી જશે.

આપણો સંબંધ શબ્દથી સ્વર અને સ્વરથી  સ્પર્શ સુધી.......


પ્રેમમાં દૂર દૂરથી મળવાની હોય છે રીત આમ તો ઘણીએ...
તો પછી ચાલને એક પછી એક રીત આપણે અજમાવીએ ...  

"અનંત" પૂર્ણ પ્રેમ પામવા જ્યાં સુધી કે આપણે રૂબરૂ ના મળીએ ...  
ચાલને આમજ મન ,હ્રદય અને આત્માથી આમજ સતત ઝણ ઝણીએ ...
"અનંત"

પ્રેમમાં મારે મન માત્ર ને માત્ર રાત્રિનું મહત્વ નથીજ હરગિઝ ..! 

કેમકે એ સુખ ક્ષણિક છે ..! 

છતાં જે સુખ ક્ષણિક છે ,

 તેને આપવા પામવા ....  

દિવસ પ્રેમમય હોવો જરૂરી છે .!

જોકે એ ક્ષણ પણ અનંત અલૌકિક હોય છે ..! 

જે પ્રેમ થકીજ પ્રાપ્ત થતી હોય છે પ્રેમથી ... 

પરાણે કઈ પણ મેળવવું  એટલે બળાત્કાર ... 

અને હું બળાત્કારી નથી..! 

"અનંત"
उम्र भर नहीं मिटती "अनंत" ये दो भूख ... 
एक प्रेमी की इच्छा और दूजी प्रेमी से हूंफ.... 
"अनंत"  

બ્લાસ્ટ:- 
"अनंत" देखे बिना जी शकते हे ,
लोग दिखाए बिना नहीं जी शकते.! ! 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“અનંત”   


અનંતના પત્રના અંતમાં  ... 

અનંતને સખત ગમતું આ ગીત જે મને ના ગમે એવું તો નાજ બને .. !

અને અગર તું સાંભળે તો તને પણ અચૂક ગમેજ ..!

અનંત આ ગીત પણ સતત સાંભળતો અને તેની ચહિતીને સંભળાવતો . 

કેમકે આખરે એક પ્રેમીની ચપટીક ઈચ્છા બસ આટલીજ હોય છે .!  

थोड़ी सी जमी थोडा आशमा .., 
तिनकोका बस इक आशिया.... 



અને આ બધા ગીતો જે હજુ પણ પડઘાતા હશે ..! 

મહોલ્લામાં આવેલા ખંડેરમાં ..! 

વર્ષો પહેલા જે ગીતો ગુંજતા સાંકડી ગલીની  છેક ભીતર આવેલા ,

એક મહોલ્લાની ભીતર આવેલા ખંડેરમાં જેવા ઘરમાં ..! 

તે હવે અહી ગુજે છે ..! ગુંજશે ...! 


No comments:

Post a Comment