Tuesday, 3 October 2017

દિશા ફાંટાઈ ગઈ


Katira Paresh shared his photo.
11 minsMorbi
જો કે મને ખબર પડીજ ગઈ છે કે,
આયા કણે લવારી કરવાથી કાયજ ઉકળવાનું નથી..!
અને જાહેરમાં બોલતા ફાટે છે ખોટું શું ..!
પણ આ હકીકત છે ..!
અગર જો સત્ય જાહેરમાં બોલવાનું જોખમ લૌ તો
પરિવાર રજડી રખડી પડે ..!
એનકાઊંટર થતાં જરાય વાર ના લાગે ..!
રોજ થતાં અકસ્માત અકસ્માત નથી હોતા આવું અગાઉ અમસ્તું નહોતું કહ્યું ..!
એ તો જ્યારે ત્રણ ત્રણ વાર રિપોર્ટ પેજ પર કરેલી મારી પોસ્ટ ગુમ થૈ ત્યારેજ
સમજાઈ ગયું હતું કે,
આમાં તો પોસ્ટની માફક આપણે પણ ક્યાંકગુમ થઈ જઇયે ...
" જો કે એકલી અક્કલ ઓચિંતી ફૂટેલી અકલે મે લિન્ક કોપી કરી લીધેલી ."
( જ્યાં ફક્ત વખાણ અને વાહ વાહ વાળી પોસ્ત્જ જ સલામત રહેતી હતી.)
ફરી વાતની શરૂઆતમાં જ સપસટતા કરી દૌ જે અગાઉ પણ કરી ચૂક્યો છું કે હું ..,
કોઈનો પણ કઠપૂતલો નથી જ ..!
" કતિરા કભી કભી હી સહી લેકિન જબ કભી ભી લીખતા હે તબ..!
" ક, તિરા જો દિખતા હૈ વો લીખતા હૈ "

જો બીકતા હૈ વો નહીં મૈ .
ઔર બસ ઇસી વાસ્તે ચૂભતા હૈ તીખી નૌક કી માફિક .. !
તે દિવસે હું થોડોકો અમથો આંધળો થઈ ગયેલો ...
"જો કે સૂરદાસ ટાઈપનો "
ગામ આખે આખું થઈ ગયેલું ..! આજે એવી પ્રજાતી અસ્તિત્વમાં છેજ ,,!
જો કે હવે કેકલાઈની આંખો ઊઘડી ગઈ છે ..!
અને મારી બંધ ...! અકલે કે ,
હું સંપૂર્ણ અંધ ..! થતાં થતાં રૈ ગ્યો.
અને સૂરદાસ થઈ ગ્યો ...!<
અકલે કે,
"સૂરદાસ ટાઈપનો થૈ ગ્યો." <
< આ વાક્ય ઉપરથી જાય તો જવા દેવું ..!
અંદર જશે તો તકફિલ થશે ..! >
અકલે પછી મને બધુ દેખાવા લાગ્યું ...!
બીજું કઈ કૌ એ પેલ્લા સપસટતા કરી લૌ કે ...,
આંધળા માં અને સુરદાસમાં બડો તફાવત હોય છે ..!
આવું આંધળાને પણ અક્કલ સમેત આંખું ફૂટે એવું આ જ્ઞાન ,
વર્ષો પેલ્લા મારા ભાઈબં અજ્ઞાનીએ મને ખૂબ વઢિને આપેલું .
વાત જાણે એમ બની કે ,
વાત વાતમાં મારા થી ભૂલ ભૂલમાં બોલાઈ ગયું કે,,,
લોકો ઈશ્વરને ભૂલીને વ્યક્તિ ભક્તિમાં આંધળા થઈ ચૂક્યા છે હવે ...!
આમ વ્યક્તિ ની ભક્તિ પાછળ આંધળા થવાની ઘટના વર્ષો પહેલા પણ બનતી
અકલે આજની સ્થ્તિતી સાથે કાય લાગે વળગે નૈ એ ધ્યાનમાં રાખવું .
અકલે મે ભાઈબંધને કહ્યું કે ,
લોકો ઈશ્વરને ભૂલીને વ્યક્તિ ભક્તિમાં આંધળા થઈ ચૂક્યા છે હવે ...!
"જો કે હવે એ ભક્તોની પક્તિ થઈ ગઈ છે એ વાત નોખી છે ..!"
કો'ક આંજી દ્યે એવો પ્રભવા પાથરે અકલે ખુદની અક્કલના દરવાજા બંધ
કરીને તરત આંધળા ભીંત થઈ અને બસ ,
એની પાછળ પાછળ ચાલવા લાગે વખાણવા લાગે
એનાજ ગુણ ગાવા લાગે ..!
પછી મોડા મોડા જાગે ત્યારે બૌ મોડુ થઈ ગયું હોય ...
" આમાં બાવા સોત આવી જાય છે ..!"
ત્યારે અજ્ઞાની એ મને કહ્યું ...!
"પરિયા કઈ પણ બોલ્યા પહેલા તને સાચા અર્થની ખબર હોવી જોઈએ .."
મે કહ્યું. "એમાં વળી અર્થ શું ને અનર્થ શું ..?"
"આંધળા થયા હોય એને આંધળા જ કહેવાય ને ..!"
અકલે ભાઈબંધે કહ્યું.
"હાં પરિયા તારી વાત બરોબર છે પણ , તું આંધળા કોને કહે છે ..? "
મે કહ્યું . "સીધી વાત છે જેને આંખો ના હોય એનેજ આંધળા કહેવાય ને .. "
અકલે ભાઈબંધે મને વઢિને કહ્યું .
"પરિયા તું નાદાન છે અને, નાદાનીમાં તું,
એ લોકોનું અપમાન કરે છે જેને ખરેખર આંખો નથી ..!"
"અરે પણ ., " હું મારો લૂલો બચાવ કરું એ પહેલા જ ભાઈબંધે કહ્યું ...
"ચૂપ રે પરિયા ....
તું જે, જેવા લોકો ની વાત કરે છે એવા લોકો અક્કલથી "આંધળા" થયા કહેવાય ..."
જેને આંખો તો હોય પણ કોઈની " ખોટી ચમક જે હમેશા વધુ ચમકતી હોય છે "
એના પ્રભાવથી અંજાઈને આંધળા થઈ જતાં હોય છે ..!
બાકી જેને ખરા અર્થમાં આંખો ના હોય એને આંધળા નહીં સૂરદાસ કહેવાય ...
અને એવા લોકો જે સૂરદાસ કે સૂરદાસ ટાઈપના હોય ,
એવા આંખો ગુમાવેલાઑને,
ઈશ્વર અંતરની આંખો ઉઘાડી આપે છે ...
એ લોકો અંતરની આંખ ઉઘાડી રાખે છે ...
અને એટલે એ સૂરદાસ લોકોને,
આપણને જે છતી આંખે ના દેખાતું હોય એ પણ દેખાતું હોય છે..!
આકલું જ્ઞાન આપી ભાઈબંધે મારી આંખો ઉઘાડી નાખી.
અને પછી પોતાની આંખો હળવેકથી બંધ કરી એ સૂઈ ગયો ...
આંધળા અને સૂરદાસ વચ્ચેના તફાવતની સપસટતા પૂરી .
હવે મારી બોલતી જે મે અંધ નહીં બકલે સૂરદાસ થઈ બંધ કરેલી એ
ફરી ચાલુ.
આપણી ભૂખડી બારસ પ્રજા જો માત્ર ગાંઠિયા ભજીયામાં વેચાય જતી હોય ,
તો પૈસા માટે શું શું ના કરવા તૈયાર થાય ... !
અક્કલ ના અંધાઓ નેતાઓના મતની લાલચે આપેલા ગાંઠિયા ભજીયા ખાવા ...
ભિખારી કરતાય બદતર રીતે જાવા નાખતા મે સગ્ગી આંખે જોયેલા છે ..!
( હું ખાવા નહીં બલ્કે , આવા ખાવા માટે જાવા નાખતા ,
ભૂખડી બારસને જોવાજ જતો અકલે મને ખબર )
( જો કે એકવાર ઇજ્જત થી ખાઈ પણ લીધા છે ખોટું શું ..!
પણ આમંત્રણ અને ઇજ્જત થીજ હોં તોય પછી મને ખૂબ શરમ આવેલી ...)
પણ આ અંધાઑ ભૂકડી બારસો એટલું પણ નથી સમજતા કે,
તમારા જ ચાઉ કરેલા પેસાથી એ લોકો તમને ચૂંટણી આવતા પહેલા....
ભજીયા ને ચટણી ની ચખણી કરાવે છે ..!
એક શર્મનાક દ્રશ્ય આજે પણ મારી નજર સામે તરવરે છે..!
વર્ષો પહેલા ચૂંટણી વખતે ધારાસભ્ય એ લાડુ નું જમણ રાખેલું ...
મને પણ આમંત્રણ હતુજ .! પણ હું ત્યાં જઈને ત્યાનું વરવું દ્રશ્ય જોઈને,
દુરજ ઊભો રહી ગયો .
અને ભૂખડી બારસોનો તમાસો જોવામાં મશગુલ થઈ ગયો ...
દ્રશ્ય એવું જોયું કે, ખાઉધરા લોકોની ભયંકર ભીડ છે ..!
ટેબલ ગોઠવેલા હોવા છતાં લોકો ધ્ક્કામુક્કી કરી રહ્યા છે ..!
રસોડામાથી પૂરી શાક લાડવા વગેરે વારા ફરતી આવે છે ..!
પણ એક પણ ચીજ ટેબલ સુધી પહોંચતી નથી ..!
કેમકે જેવો પીરસણિયો અંદરથી વસ્તુ લઈને બહાર આવે,
તેવા જ ભૂખડી બારસો કોઈદિ' ભોજન ભાળ્યું ના હોય એમ ..!
વચ્ચેથી જ જાપાજપી કરીને લેવા માંડે ..
પેલો રસોયો થાળ ઊંચો કરી કરીને ટેબલ સુધી પહોચવા પ્રયાસ કરે ...
તો પેલા ભૂખડી બારસ લોકો કૂતરાની માફક ઊંચા થઈ થઈને,
એ જે ચીજ આવે લેવા માંડે ..!
અને થાળ અધવચ્ચે જ ખાલી થઈ જાય ..!
અને પેલો ધારા આ, સભ્ય વારે વારે માઈકમાં બોલે ..!
" ભાઈઓ ... શાંતી રાખો..... બધાને ભીજન મળશે....
આપણે ખાધે ખૂટે નહીં એટલું તમારા માટેજ રાંધેલું છે...!
"જાણે કેમ બાપનો દાડો પોતાના પૈસે કરતો હોય..."
આમાં પછી બેકારી વધેજ ને ..!
"જો કે બેકાર ક્યારેય ભૂખો નથી મરતો..."
આવા નેતાઓ અને ધારા અ, સભય લોકોના આશીર્વાદથી ...!
મે છેક લાગી આવા જમણમાં ખાવા માટે હવાતિયાં મારતા લોકો માટે
"ભિખારી" શબ્દ નથી વાપર્યો ... પૂછો કેમ .?
તમે શું હાલ્યો પૂછશો પૂછવા એવા રહ્યા છો ખરા ..?
ખૈર કીધા ભેરુ કૈજ દૌ ...
મે ભીખરી શબ્દ અકલે નથી વાપર્યો કેમકે મે મંદિરમાં કે અન્ય જગ્યા પર ...
જ્યાં કોઈ ગામનું કરી કરીને પાપ ધોવા નીકળેલ દાની ભિખારીને જમાડે છે ,
ત્યારે એ ભિખારીઓ પણ સભ્યતાથી લાઇનમાં ગોઠવાઈને શાંતિથી બેસી જમતા મે
જોયા છે ..! માટે , ચૂંટણીનું ખાવા જતાં ભૂખડી બારસલોકો માટે,
" ભિખારી" શબ્દ વાપરી હું એ સભ્ય ભિખારીઓનું અપમાન ના કરી શકું ..!
મને પાપ લાગે ..!
વર્ષોથી મને મનોમન એક સવાલ થયા કરે કે,
સ્સાલ્લું સતા માટે આટલી જફા શા માટે ...?
કહેવાને તો એ લોકો એમ કહેતા હોય છે,
"ભાસણોમાં" કે અમને પણ સેવાનો એક મોકો આપો..!
પછી મારાથી મનમાં કહેવાય જાય કે,
અલ્યા ઠોબા ..! ડફોળ ડોબા ...!
ભિખારી જેમ મોકો શું માંગે છે નાખીશ હડબામાં એક ધોકો તો,
મોકો માંગતા ભૂલી જઈશ ...
તારે સેવાજ કરવી હોય તો ચૂપ ચાપ વગર મોકો માંગ્યે કર ...
કેકલાય મોકા આપો આપ માંગ્યા વગર મળી જશે ..!
પણ આપણો દેશ મદારીઓનો દેશ છે એ હવે પાક્કુ થઈ ગયું છે .!
જે વાતથી આમ પ્રજાને કઈ લાગે વળગે નહીં..!
જે ખેલ જોવામાં પ્રજાને લગીરે દિલચસ્પી નહીં ( સિવાય મદારીના ભાઈ મદારી )
એવા નિત નવા ખેલ ..! નેતાઓ પાડ્યા કરે છે ..!
ખુદ કીચડથી ખદબદતા એક બીજા પર કીચડ ઉછાડ્યા કરે છે ..!
જેના છાંટા દેશ અને પ્રજા પર ઊડ્યાં કરે છે .!
છાપાઓ પણ લોકોને બરાબરની છાપ આપે છે ..!
જો કે એ તો નામ સાર્થક કરે છે બચારા ...
અકલે તો કહેવાય છે "છાપું" 
તમે લ્યો ને હું રોજે રોજ આપું .

ખૈર ... મૂળ વાત પર આઈ જાવ ...
તો મને એમ થાય કે આકલિ બધી સેવા કરવાની ,
ગાલાવેલી તાલાવેલી તો,
"અપવાદ બાદ કરતાં "
દીકરાને માં બાપની કરવાની પણ નથી ઊપડતી...
અકલેતો આકલા વૃધ્ધાશ્રમ ફૂટી નીકળ્યા છે ..!
તો.
"આ લોકોને એવિ તે કેવી સેવા કરવાની ચળ ઉપડે છે કે ..,
એ ભાંગવાં એ લોકોના મનમાં નિતનવા છળ ઉપડે છે..! "
" સેવા કરવા માટે આવી લડાઈ તો ભૈ મારી ખોપડીમાં નથી બેસતી "
" હું ચૂંટણી ની લડાઈ વિષે કૌ છું "
જેકલા રૂપિયા ચૂંટણી ઢંઢેરામાં વેડફાય છે એકલામાં તો દેશનું દળદળ ફિટી જાય ...
ક્યાંય કોઈ પાસે ભિખારીની જેમ લોન માટે હાથ લાબો ના કરવો પડે ..!
ના તો ભાષણ ઠોકી ઠોકીને ગળા ફાડવા પડે ..!
પછી પોલ ખૂલી જાય અકલે રઘવાયા રઘવાયા થઈને આળોટવા માંડે જ્યાં ત્યાં ...
પછી શામ દામ દંડ જે હથિયાર જ્યાં કામ લાગે ત્યાં ઉગામે .. !
ભાઈબંધે વર્ષો પહેલાજ ભાખેલું કે ,
આવનારા સમયમાં આ જગત પર બે પ્રકારની વ્યક્તિઑ જ રાજ કરતા હશે .!
મે પૂછ્યું કેવા બે પ્રકારના અકલે એણે સામ ટૂંકમાં કહેલું . " ગુંડા અને ગાંડા"
આજે એ વાત મને સત્ય હકીકતમાં તદબીલ થતી દેખાઈ રહી છે ..!
આપણી પ્રજાની એક કમજોરી છે.
( જો કે કામ ચોરી તો સરકારી સતા ભોગવતા લોકોના લોહીમાં ભળેલી છે )
પ્રજાની કમજોરી એ છે કે એ તુરંત .!
પ્રભાવથી અંજાઈને લાગણીથી ભીંજાઇ જાય છે..!
અને બસ નેતાઑ પ્રજાની આ કમજોરીનો પૂરે પૂરે લાભ લેતા રહે છે ..!
એને ગેરલાભ ના કહેવાય ...ગેરલાભ તો પ્રજાને ભાગે, ભોગવવાનો આવે ..!
બાકી વેંચાઈ જતી પ્રજા બેકાર ના કહેવાય ...
200/ 500 રૂપરડી માટે યા તો નાસ્તાની મફતની મિજબાની માટે ,
( જો કે એ તો એ મૂરખ એવું માનતા હોય છે કે નાસ્તો મફત છે )
માટેધોમ ધખતા તડકે નેતા વતી ઘર ઘર ધક્કે ચડતી,
અને મતદાતાઓને સબંધમાં શરમાવી ,
ઘરડા , બુઢા , કે બીમારોને ગમેતેમ કરી મનાવી ,પઢાવી રિક્ષામાં નાખી .
મત કેન્દ્ર સુધી ખેંચી જતી પ્રજાતી પણ મે સગ્ગી આંખે જોયેલી છે.!
એક વાર ખરા અર્થમાં મફતમાં મે એ લોકોનો નાસ્તો કરેલો છે..!
કોઈ પણ પ્રકારની મદદ કર્યા વગર... લગાવ તાલી ..!
પહેલા તો સેવાજ કરવી હોય એણે ગળા ફાડી ફાડીને ગામ ગજવવાની કે,
પછી પોતે ના કરેલા કામ ગણાવવાની અકલે કે,
ભાષણ કરવાની જરૂરતજ નથી રહેતી..!
ચૂપચાપ કામ કરે અકલે એના કામ ને લોકો જુકી જુકીને સલામ ભરે....
અને બિન હરીફ, વગર ભાષણે ચૂંટાઈ જાય ...
અને એવા સેવાના ભેખધારી નેતાને પ્રજા ખુદ પ્રેમથી સતા સોંપે...
પણ આ તો સ્સાલ્લા ભોંકે ..! અને,
પૈસા દઈને પબ્લિક રોકે, ભાડૂતી ભડ્વાઓ રોકે ...
બસ રોકે, રસ્તા રોકે ..!
અને આમ પ્રજા, નિર્દોષ પ્રજાની પત્તર ઠોકે ..!
આકલું તો બસ છે આજ માટે કે નૈ..!
સ્સાલું આ જુકું ભાઈની યાદ દાસ્તે તો ,
મારુ માંડ ઠેકાણે આવેલું મગજ પાછું ફરાવી નાખ્યું ...
થોડા સમય પહેલા મનેય મહાન થવાનો હડકવા હાલેલો ...
અકલે ગામ આખાના ઉકેડા આયા કણે ઠાલવી ઠાલવીને મારુજ ઘર અકલે ,
આયા કણે "પરોફાયલ" ગંદી કરી મૂકેલી...
આજે પણ એ ગંદકી જેમ અહી હેમ ખેમ ફેલાયેલી છે,
એમજ જ્યાથી ફોટા પાડી પાડીને ઉપાડી લાવેલો ત્યાં પણ,
આજેય એ ઉકેળા ક્ષેમ કુશળ છે અકલે કે હેમ ખેમ છે એમ..!
પણ આ જુકું ભાઇનું ફે.બુ, એ 'બુ' અકલે વાસ..! પાછી ફેલાવી ગયું અકલે,
નૈ તો મે તો કેદુની આ પીડા આપતી લીલા સંકેલિ લીધેલી ...
અને એય..ને પ્રેમ લીલામાં પરોવાઈ ગયેલો...
એ હું ને એ મારા ભાઈબંધો ને એય..ને પ્રેમની વાતો ...
જો કે, પીડા એમાય મળે જો પ્રેમની ઈચ્છા પૂરી ના થાય તો ,,,
પણ એ અધૂરી કહાની છતાં મીઠી મધુરી કહાની લાગે...
હાલો પાછો એજ ચાલુ કરી દૌ ....
આમાં કઈ વળશે નૈ મારુ કે તમારું ..!
જો કે ઓમાય તમારું તો કાય નયજ વળે ...
ફળે તો કદાચ એ પ્રેમ લીલા મને એકલાનેજ ફળે ...
બૌ બૌ તો જે મારામાં ડૂબે એને ...
અકલે કે,...
બધુ ના કેવાનું હોય કૈ ...
બ્લાસ્ટ :- આ અવાજ ઓછો પડ્યો ..?
તો શું કાન ખોલીને બેઠા છો હજુ
જાવ જાવ સૂઈ જાવ હવે મનેય અંદર આવે છે ...!
હાં ઇ નીંદરમાં એવુજ થાય ....
નીંદરની આવે છે ને બદલે અંદર આવે છે એવું લખાય જાય ...
પછી આવતુંય હોય કોય હકીકતમાં તો હું રોકી પણ ના શકું ને ..!
ચાલો બ્લાસ્ટ કરીજ દૌ નૈ તો તમારું તો હમજ્યા પણ
મને શાંતી નૈ થાય...
બ્લાસ્ટ :-
દશા બદલાઈ દિશા ફાંટાઈ ગઈ ...
Katira Paresh added a new photo to Narendra Modi : Report Card's Timeline — with Punit Ruparel and 6 others.
मोदी साहब हम भी आपके चाहने वालोमेसे है....
आपका ये रिपोर्ट पेज देखके बड़ी ख़ुशी हुई...
और ये अहेसास भी हुवा की हमने सही नेता चुने है..
इससे पहेले किसी सरकारने ऐसा नहीं किया ....
किसी सरकारने,
जनताकी बाते सुनने का प्रयास नहीं किया ...
जो किसीने नहीं किया, जो कोई नहीं कर शका,
वो आपने कर दिखाया ...
आज आपकी वजहसे हमारा सर गर्व से ऊँचा हो रहाहे ...
और आपको वंदन करने के लिए हमारा सर जुक रहा है....
हम चाहते है की हमारी आपसे जो चाहत हे,
वो हमेशा बरकरार रहे....
आप जो स्वच्छ भारत स्वस्थ भारत का सपना देख रहे है...
हम भी यही सपना देखते हे , हम भी चाहते है की,
भारतकी हर गली हर रास्ता साफ़ और सुन्दर हो..!
और गंदकी कही भी नजर ना आये ....
मै जानता हु की,
रातो रात इतनी गंदकी दूर नहीं हो शकेगी ...
पर अगर आप चाहेगे तो,
कुछ ही महीनोमे सफाई हो शकती है ....
जैसे की, आप प्रवचन के लिए,


किसी गाव या शहर आने जाने वाले होते है तब,
रातो रात सब टूटे हुवे रस्ते नए बन जाते है...
आप जिस रास्तेसे गुजरने वाले होते हे,
उस रास्ते को रातो रात एकदम साफ़ कर दिया जाता है...
तो क्या इस तरहे से काम करने से,
कुछ ही महीनो में पूरा शहर स्वच्छ नहीं हो शकता... ?
ऐसे एक एक गाव शहर में सफाई होंगी तो ,
आपका और हमारा सपना जरुर और जल्द ही पूरा होगा.
हमारे मोरबी शहरमें चारो और गंदकी फैली है ...
जो आप इस तस्वीरमें देख शकते है,
की क्या हाल है हमारे शहरका.
जहासे रोज हजारो लोग गुज़रते है,
उस रास्ते के बिच जगह जगह ऐसे कइ...
भूगर्भ खड्डे टूटे हुवे है...
वो सब गड्ढे इस लिंक में आप देख पाएंगे...
और भी गंदकी की बहोत सारी तस्वीरे है...
जो सारी की सारी तस्वीर बिलकुल ताजा है...
आशा रखता हु,
आप मेरी बात खुद पढेगे और मेरी बात पर गौर करेंगे....
धन्यवाद.... 

No comments:

Post a Comment