અનંત સુંદરતા પ્રીય હતો, અનંત ચુંબન પ્રિય હતો, અનંત આલિંગન પ્રિય હતો સુંદર હતો,
એટલેજ એ એવિ બધી ઝંખના કરતો એવું નહોતું.
કેમકે એવીજ અકલે કે ,
અનંત જેવીજ ઝંખના જગતભરના સ્ત્રી પુરુષોની હોય છે ..!
એમાં કોઈજ નવાઈ નથી ..!
તેમ છતાં અનંતમાં જે જુદા પણું હતું અન્યથી કઈક અલગ અને અનોખુ હતું તો તે
એ હતું કે તે જે પોતે ચાહતો ના ચાહતો એવુજ સામેનું પાત્ર ચાહે ના ચાહે તો સ્વીકારતો.
અનંત બીજાથી અલગ વિચારતો ...
એટલેજ અનંત પોતાના દોસ્તારોથી અલગ તરી આવતો.
અને એટલેજ અનંત તરફ છોકરીઓ આકર્ષાતી ...
અને એટલેજ અનંત દોસ્તોની ઈર્ષાનો ભોગ બનતો ...
અને એજ કારણે એ દુનિયાના લોકોથી દૂર થઈ ગાતો...
વાત વર્ષો પહેલાની છે અનંતની કોઈ સુંદર ચહિતી હતી જે અનંતને ખૂબ ચાહતી હતી.
સુંદરતા એને પણ પસંદ હતી માત્ર અનંતના ચહેરાનીજ નહીં બલ્કે ,
પ્રકૃતિની સુંદરતા પણ એને પસંદ હતી.
તેમ છતાં તે જ્યારે સુંદરતા બાબતે વાત નીકળે ત્યારે....
ભીતરની સુંદરતાને વધુ મહત્વ આપતી ...
ત્યારે અનંત પણ કહેતો કે ,
"તું સાચી છે હું તારી વાત સ્વીકારું છું પણ હું ભીતરની સુંદરતા મહત્વની સમજુ જ છું પણ બહારની સુંદરતાનું મહત્વ ઓછું નથીજ આંકતો ...!"
આમ કહી અનંત તેને અસંખ્ય સચોટ ઉદાહરણ આપતો .
કેવા કેવા ઉદાહરણ અનંત આપતો એ હું પહેલા પણ કહી ચૂક્યો છું...
અકલે અત્યારે નહીં કહું .
અત્યારે હું માત્ર વર્ષો પહેલા અનંતના જીવનમાં અનંતની એની ચહિતી સાથે
ઘટેલી એક ઘટના અને એ દરમ્યાન બંને વચ્ચે કેવા સંવાદ થયેલા એજ કહીશ ...
અનંત કાયમ તેની સુંદર ચાહીતિને મળવા ઉત્સુક રેહેતો ,
પેલી પણ અનંતની જેમ સતત અનંતનું સાનિધ્ય ઝંખતી ...
( હરેક પ્રેમી એવુજ ઝંખે નવાઈ એ વાતની બિલકુલ નથી..! )
પણ અનંત ઈચ્છતો કે તેની પ્રેયસી હંમેશા ....
તેની સામે ખુદની યા અનંતની ઈચ્છા મુજબ પણ.!
જ્યારે પણ સામે આવે ત્યારે ...
સુંદર અને સુઘડ વસ્ત્રો પહેરે અને એકદમ તૈયાર થઈનેજ અનંતને મળે ..!
જ્યારે અનંત ખુદ લઘરો મેલાઘેલા કપડામાં જ રહેતો ...
કારણ કે એનો નાતો , એનો પનારો આખો દિ'
કોયલા,આગ,અને રાખ સાથે રહેતો ...
તેમ છતાં પેલી અનંતને મળતી ...
જો કે કામ તમામ થયા બાદ અનંત જાણે વેશ પલટો કરતો ...
દિવસ દરમ્યાન રાખમાં રગદોળાતો અનંત,
કામ પત્યા બાદ મેલા વસ્ત્રો ત્યાગી નાહી ધોઈ અનંત એકદમ સાફ સૂથરો થઈ જતો .
સવારથી રાત સુધી રાખમાં રગદોળાતા મેલાઘેલા વસ્ત્રોમાં લઘરા જેવી હાલતમાં
અનંતને જેણે જોયો હોય...
એજ વ્યક્તિ આગર જો અનંત ને રાત્રી બાદ જુવે તો પોતાની આંખો ચોળવા માંડે .. !
કેમકે એને વિશ્વાસ ના બેસે કે આ એજ અનંત છે જે સવારે સાવ લઘરા વેશે કામ કરતો હતો.
અને જેણે અનંતને સાફ સૂથરા વેશમાં જોયો હોય એજ વ્યક્તિ અગર અનંતને
એના કામ દરમ્યાન જુવે તો માને નહીં કે આ એજ છોકરો છે ...!
આમ અનંત ખુદ કામ દરમ્યાન લઘરો હોવા છતાં સ્વચ્છતા અને સુંદરતાનો આગ્રહી હતો.
એ જે મહોલ્લામાં આવેલ ઘરમાં કામ કરતો , આજે ખંડેર થઈ ચૂકેલ છે.
તે પણ કામ પત્યા બાદ એકલો એકલો એટલુ સ્વચ્છ કરી નાખતો કે ,
જોનાર માને નહીં કે અહી સવારથી રાત સુધી રાખ ઊડતી હતી અને બધુ રેઢું પડ્યું હતું.
ખૈર .. એ બધી વાતો માં ખાસ કઈ દમ નથી ના તો નવી છે ..!
અલગ મિજાજી અનંતના અલગ વિચારનો ચિતાર .....
હવે તેના પ્રાકૃતિક સંવાદમાં દ્રશ્યમાન થશે...
એક દિવસ એવું બન્યું .
પેલી સવારે સવારે ઊઠીને સીધી અનંતને મળવા આવી ...
હાથ મોઢું ધોયા વગર ...
અનંતને એનું આ રીતે સામે આવવું ગમ્યું નહીં .
એટલે રોજની માફક અનંતે પેલી સાથે હસીને વાત ના કરી...
આવું બીજી વાર બન્યું .
આ પહેલા પણ એક વખત પેલીએ અનંતની ઈચ્છા મુજબ બે ચોટી ના વાળીને
એક ચોટી ઓળેલી .
ત્યારે પણ અનંત ખૂબ ગુસ્સે થયેલો અને અનેક દિવસ સુધી અબોલા લઈ લીધા હતા .
અનંતના આ વર્તનથી પેલી પણ ચિડાઈ ગઈ ...
"કેમકે જો એક પુરુષ સ્ત્રી પાસે સતત સુંદરતાની અપેક્ષા રાખતો હોય તો,
સ્ત્રી ને પણ પુરુષ પાસે એવીજ અપેક્ષા રાખવાનો અબાધિત અધિકાર છે ..! "
કદાચ આવુજ કઈક સમજાવવાજ પેલી જાણી જોઈનેજ
અનંત સામે મોઢું ધોયા વગર આવી હોય એવું મને
એ બંનેના સંવાદ પરથી લાગે છે.!
અને પછી બંને વચ્ચે રકજક સાથે જે સંવાદ થયા ...
પેલીએ પહેલાતો ખૂબ શાંતિથી અનંતને એક સામટા અનેક સવાલ કર્યા:
"કેમ અનંત આજે મારા મળવા આવવાથી તને આનંદ ના થયો ..?"
"આજે કેમ તને મને આલિંગનમાં લેવાનું મન ના થયું ..?"
"હંમેશની માફક કેમ આજે તું મને, આલિંગનમાં લેવા કે ચૂમવા આતુર ના થયો...?"
અનંતે ટૂંકમાં જવાબ આપ્યો:
"આ બધા સવાલો તું તને જ પૂછને ..!"
"કેમ ..? તુજ જ જવાબ આપ ને ..!" પેલીએ કહ્યું.
"તું ના જાણતી હોય તો આપું ." અનંતે કહ્યું .
હવે પેલી ગુસ્સે થઈ બોલી:
"જાણું છું અનંત હું જાણુંજ છું કે શા માટે આજે મારા સાથે બેરુખીથી વર્તયો ... હું બરાબર જાણું છું ..!"
"બસ તો પછી..."
આમ હળવેકથી ઉતર આપીને અનંત ભીતર ઘરમાં જવા જેવા પગ ઉપાડે છે કે ,
પેલી અનંતનો હાથ પકડીને ખેંચે છે ...
ઓચિંતો હાથ ખેંચાવાથી અનંત પેલી પર ઢોળાઈ જાય છે ...
પેલી થોડી પાછળ ખસે છે જોકે પડતાં પડતાં રહી જાય છે ...
અસ્વસ્થ મને સ્વસ્થ થઈ પેલી અનંતને ગુસ્સે થઈ કહે છે:
"બોલ અનંત બોલ કેમ આજે તું મારી સાથે આમ વર્તયો ...?"
અનંતે કહ્યું:
"યાર તું જાણેજ છે તો પછી મને શા માટે સવાલો કરી કરીને પરેશાન કરે છે ..!"
પેલીને જે વાત બે ચોટલી વખતથી ખટકતી હતી કહેવા મજબૂર થઈ ગઈ.
અને પેલીએ અનંતને કહ્યું:
"અનંત તું હમેશા એવી અપેક્ષા રાખે છે કે હું તારી સામે તારી મરજી મુજબ યા મારી ઈચ્છા મુજબ પણ સુંદર થઈને જ આવું પણ તે તારી જાતને ક્યારેય જોઈ છે ..?"
"તે તારી જાતને ક્યારેય આઈના સામે ઊભી રાખી છે ..?"
"એક તારા રૂપાળા સુંદર ચહેરા ને બાદ કરતાં, અને એ પણ ક્યારેક તો રાખથી ભરેલો હોય, એ સિવાય ... તું ખુદ તો આખો દિવસ લઘરા માફક મેલા ઘેલા કપડામાં લપેટાયેલો રહે છે ..!"
"અને તું મને ,,, હું કાયમ તારી સામે સુંદર અને તૈયાર થઈને આવું એવું ઈચ્છે છે ..."
પેલી વાક્ય પૂરું કરે એ પહેલાજ અનંતે એકદમ ગંભીર અને ધીમા સ્વરે કહ્યું:
"હું મારા કામથી મજબૂર છું ...!"
"તારા સિવાય કોઈ આયનો મારી પાસે નથી ..!"
"અને આજે મેં મને તારામાં જોઈ લીધો ..!"
"અત્યારે હું પણ તારી ઈચ્છા મુજબ નથી ..! માટે તું પણ મારી માફક ઈચ્છી શકે છે .!"
"મારીજ માફક તું જ્યાં સુધી હું સુઘડ સુંદર થઈને તારી સામે ના આવું ... અને અગર ભૂલથી આવી પણ જાઉં તો, તું મારાથી મો ફેરવી શકે છે..!"
"તું પણ મને જ્યાં સુધી હું તારી ઈચ્છા મરજી મુજબ ના હોઉં, તું મને તારી નજરથી દૂર રાખી શકે છે ..!"
"હું જાણું છું કે, 'જે ચાહવું હોય તે આપવું જોઈએ' ... અગર હું એ ના કરી શકું તો, તું ચાહે તો, મને કાયમ માટે પણ ત્યાગી શકે છે ..!"
અનંત એકધારું બોલતો ગયો પેલી આંખમાં આંસુ સાથે સાંભળતી રહી ...
પણ જ્યારે અનંત છેલ્લું વાક્ય બોલ્યો કે,
"તું ચાહે તો, મને કાયમ માટે પણ ત્યાગી શકે છે ..!"
પેલી અનંતને વળગી પડે છે પછી અનંતના અડધી બાયના ગંજીની પટ્ટી ખેંચી ...
અનંતને હલબલાવી નાખતા અને રડતાં રડતાં અનંતને કહે છે:
"અનંત તું શું બોલે છે તેનું પણ તને ભાન છે...? બસ બોલીજ નાખે છે તું ... કોઈજ વિચાર નથી કરતો તું બસ બોલીજ નાખે છે ..!"
અનંત ચૂપ છે અનંત આકાશ સામે જુવે છે ...
ફરી પેલી રડતાં રડતાં જ્યારે અનંત ને પૂછે છે:
"કેમ અનંત કઈ બોલતો નથી ...?"
ત્યારે અનંત એટલું જ કહે છે:
"હું લાયક નથી....!"
પેલી અનંતને પહેલા કરતાં વધુ પોતાની છાતી સાથે કસીને કહે છે:
"છે ... છે ..છે .!"


No comments:
Post a Comment