Friday, 8 December 2017

જીવનની સાર્થકતા ...



વર્ષો બાદ ... વર્ષો પહેલા .... ભાઈબંધોએ લખેલા જૂના,

 પીળાં પડીને સડીને ઝર્ઝર્રિત થઈ ચૂકેલા કાગળિયા ઊથલાવતા .. 

મને વર્ષો પહેલા.... 

ભાઈબંધને મે પૂછેલા સવાલનો જવાબ મળ્યો ... 

જો કે હજુ સુધી સમજાયો નથી એ વાત નોખી છે..! 

એ કાગળ હાથમાં આવતા મને ખડેરની એ રાત અને ,

એ રાત્રે થયેલી આખી વાત યાદ આઈ ગઈ . 

તે રાત્રે અમે ત્રણેય ભાઈબંધ ચાય પીતાપીતા અર્થ વગરની અકલે કે, 

બે,મતલબની વાતો કરતાં હતા.

મે  બન્ને ભાઈબંધ સામે જોઈને

એકજ પ્રકારના અનેક સવાલ એક સાથે કરતાં પૂછેલું કે ,

 ભૈ તમે કોઈ મને એ કહેશો કે, 

જીવનનો અર્થ શું..? 


જીવનમાં નિરર્થક શું...? 

જીવન સાર્થક કેમ થાય ..?

જીવન સાર્થક થયું કે ગયું ક્યારે ગણાય ...?

જીવન ક્યારે નિરર્થક ગયું ગણાય ...?  

જીવનની સાર્થકતા શેમાં ...?

કઈ ક્ષણ ને જીવનની સાર્થક ક્ષણ ગણાય ...? 

જીવન ક્યારે સાર્થક થયું ગણાય....? 

મારા સવાલો  પૂરા થતાજ અનંતે હાથ ખંખેરી લીધા . 

અકલે કે અનંતે ચોખ્ખું ને ચટ્ટ કહી દીધું ... 

વાત પ્રેમની હોય તો બોલ આ પ્રપંચમાં આપણું કામ નૈ .. ! 

પ્રપંચ ..!!! મે આશ્ચર્ય સહ પૂછ્યું . 

હાં, નહીં તો બીજું શું ..!?એમ કહી એણે અજ્ઞાની સામે જોયું . 

અજ્ઞાની મારી એને અનંતની સામે જોઈ મૂછમાં મલક્યો . 

અકલે હું મુંજાઈ ગયો .

મુંજાય શું ગયો એમાં અજ્ઞાનીને પૂછ ..! 

આમ કહી અનંતે ઊભા થઈને દીવાલ પર લટકાતું 

 એજ જૂના ચોપાનીયાં  ભરાવેલું પોતાનું પેડ ઉતારી હાથમાં લીધું અને, 

પાછો ખુરસી બેસી કાંક લખવા માંડ્યો  ...    

અકલે મે એજ સવાલો ભરી નજરે અજ્ઞાની સામે જોયું . 

અકલે મારે ફરીને એજ સવાલો કરવા ના પડે જે સવાલો કરીને હું ભૂલી ગયો હતો. 

પણ અજ્ઞાની ને કદાચ યાદ રહી ગયેલા અકલે એણે મારી સામે જોઈને 

 દાઢી પર હાથ પસારતા હળવું મલકાઇને કહ્યું કે, 

પરિયા ... 

નિરર્થક કશું છે નહીં કે , હોય પણ નહીં...! 

અનેક અર્થોથી ભરેલું અર્થ સભર જીવન છે .

નિરર્થક કશુજ નથી હોતું . હાં અર્થો બદલાય જતાં હોય્ય છે. 

અર્થોમાં જીવન જીવવા ,સમજવા , શોધવા કરતાં .

અર્થ સભર જીવીને જીવનનો અર્થ સમજાવો, શોધવો જોઇયે...  

આપણને જે સાર્થક લાગતું હોય તે, કોઈ બીજાને નિરર્થક લાગી શકે ... 

અને આજે જે સાર્થક લાગતું હોય તે આવતી કાલે નિરર્થક લાગી શકે ... 

સમય સમય પર જડ કે જીવંત વ્યક્તિ કે વસ્તુના અર્થો બદલાતા  હોય છે... 

તેમ છતાં કોઈ અર્થ ના સરતો હોય એવિ વ્યક્તિ કે વસ્તુ સાથે,

 માણસ સતત ચીપકેલો રહેતો હોય છે અને પોતાનો સમય અને શક્તિ વેડફતો હોય છે ... 

અજ્ઞાનીએ આપેલા હરેક જવાબ મારે ઉપરથી જતાં હતા . 

છતાં..! 

મે પૂછ્યું અકલે ... ? 

ત્યારે અજ્ઞાનીએ કહ્યું  અત્યારે તું  તારો સમય અને શક્તિ  વિડફી રહ્યો છે..! 

અને તું ...? મે પૂછ્યું . 

હું મેળવી રહ્યો છું ..! એણે કહ્યું. 

શું .?   મે પૂછ્યું . 

 ઘણું .... 

આમ સાવ ટૂંકો અને ગૂઢ જવાબ આપી  એ હસ્યો ... 

હું મુંજાઈ ગયો  અકલે મે કહ્યું .

ભાઈબંધ તારી આવડી બધી  વાતમાં મને કાઇ સમજાયું નથી. 

માટે તું તારી વાતનો ટૂંક સાર મને કહી દે અકલે હું ઊંઘી જાઉં . 

અકલે એણે કહ્યું . પરિયા તારે સવાલ પણ ટૂંકમાં કરવો જોઈએ . 

મે કહ્યું ઠીક છે . તો ચાલ ટૂંકા સવાલનો ટૂંકો જવાબ આપ. 

બોલ ..! એણે કહ્યું . 

અકલે મે કહ્યું . 

મને ખાલી એકલું કે' કે  જીવન ક્યારે સાર્થક થયું ગણાય ...? 

ત્યારે એણે ખરેખર ટૂંકમાં જવાબ આપતા કહ્યું કે, 

જીવનમાં જ્યારે જે ક્ષણે કોઈ પણ, વ્યકતી કે વસ્તુની નિરર્થકતા સમજાય જાય ...

ત્યારે  તે ક્ષણે જીવન સાર્થક થયું ગણાય ....  

જો કે પછી તો તે રાત્રે આ વિષય પર અમે  ત્રણેયે  

સવાર  સુધી ખૂબ ચર્ચા  કરેલી  ... 

તેમ છતાં મને કશુજ સમજાયું નહોતું ત્યારે ... 

અને આજે ને અત્યારે પણ એજ હાલત છે મારી... 

મને કશુંજ ઉકલતું નથી... 

અક્ષર ઝાંખા ને અક્કલ પણ એવીજ  અકલે ... 

જો કે પછી વાતના અંતે છેક અનંત મારી સામે જોઈ હસ્યો 

અકલે મે અનંતના હાથમાથી પેડ ખેંચી લીધું ... 

અને એણે જે લખ્યું હતું તે વાંચ્યું ... 

અનંતે તે રાત્રે લખેલું કે, 

વાંચીને એવું લાગ્યું કે આગલે દિવસે અનંત ને અનંત ચાહતી એની કોઈ ચહિતીએ 

અનંત ને ઉશ્કેર્યો હશે પ્રેમ કરવા.  કેમકે અનંત એણે ચાહતો તો હતોજ પણ ,

આદતવશ કબૂલ નહોતો કરતો . આદત એ હતી કે ,

 હોય તો પણ , પ્રેમમાં પહેલા કદિ' પહેલ ના કરવી... 

પુરુષ હોય તેથી શું ..!  

એના આવા વલણ પાછળ પણ અનેક ઘટના છુપાયેલી હતી ...

અનેક કારણો એના આ સ્વભાવ અને આદત માટે જવાબ દાર હતા ... 

એ હું જાણું છું પણ અત્યારે નૈ કૌ કેમકે મને બૌ ઊંઘ આવે છે ... 

અકલે એણે જે લખ્યું હતું એ લખીને હું પોઢી જઈશ ... 
  
અકલે અનંતે એ કાગળમાં પેલીને સંબોધતા લખેલું કે, 

બ્લાસ્ટ:- 

પ્રિયે ... 

તું મને હાસિયામાં રહેવા દે'
અને કાગળ પર આગળ તું રે' 

તું મારા મુખે જે બોલાવા માંગે છે..!  
એ હું શું કામ બોલું..! પહેલા તું કે..! 

"અનંત"  





  








No comments:

Post a Comment