વર્ષો પહેલા અનંતે એની થતાં થતાં રહી ગયેલી અને બીજાની થઈ ચૂકેલી
અને ત્યાર બાદ અચાનક મળેલી એની કોઈ ચહિતીને ,
પ્રેમથી પૂછેલું...!
પ્રેમથી પૂછેલું...!
તું ખુશ તો છે ને ..!?
પેલીએ ધીમા સ્વરે ટૂંકમાં જવાબ આપતા કહેલું . "હાં ..!"
પણ અનંતની અનુભવી આંખોએ છેક પેલીના હ્રદયની ભીતર ઉતરીને ,
જે જાણી લીધેલું તે પેલી જાણતી નહોતી .
જે જાણી લીધેલું તે પેલી જાણતી નહોતી .
ભાઈબંધે જાણી લીધેલું કે આ 'હાં' અંદરથી નથી નીકળી .
પછી પેલીએ પણ અનંતને પૂછેલું .
અને , અનંત તું..?
જવાબમાં અનંતે આનંદ અને આક્રંદ ભરેલી
હરેક ક્ષણ નો પેલી પાસે સ્વીકાર કરેલો..!
શરૂથી માંડીને મધ્યાંતર સુધીની પોતાના જીવનની વાતો કહેલી ...
મધ્યાંતર સુધી એટલા માટે કે હજુ યાત્રા બાકી હતી ....
શરૂથી માંડીને મધ્યાંતર સુધીની પોતાના જીવનની વાતો કહેલી ...
મધ્યાંતર સુધી એટલા માટે કે હજુ યાત્રા બાકી હતી ....
અને પછી પેલી ને કહ્યું કે ,
જીવનમાં મે તો જે હતું , જેવુ હતું તે , તેવું સહજ સ્વીકારી લીધું .
'અનંત' મારા આનંદ અને આક્રંદ વિષે મે તને સઘણું કહી દીધું.
પણ હું જાણું છું તું કશુંક છુપાવે છે , જે નથી તે મને બતાવે છે ..!
જવાબમાં જુકેલી નજરે પેલી ચૂપ રહી .
અકલે ,
અકલે ,
ભાઈબંધે પેલીને બસ એકલુજ કહ્યું...
ખૈર ...
જેવી તારી મરજી ..!
જેમ હું નથી બોલતો ત્યારે મારી કલમ બોલે છે...
તેમ તું નહીં બોલે , તો, ક્યારેક તારી કલમ બોલશે ...
અંત લગી તો કશુંજ છુપાવી નથી શકાતું "અનંત"
ભીતરના ભેદ કદિ' તારી તો કદિ' મારી કલમ ખોલશે ...
બ્લાસ્ટ :-
તું માને છે. હું જાણતો નથી ...!
હું જાણું છું. તું જાણતી નથી...!
હુંયે નથી ચાહતો કે, તું જાણ ...
જેટલા અજાણ રહીશું એટલાજ જાણી શકીશું
અનંત.... એક બીજાને આપણે ...
જેટલા અજાણ રહીશું એટલાજ જાણી શકીશું
અનંત.... એક બીજાને આપણે ...
"અનંત"
આવું બધુ કહી / લખીને અનંત ફરી ઊગવા આથમી ગયો...
વર્ષો પહેલા.....
વર્ષો પહેલા.....
પછી આદત વશ જે વાત અનંત પેલીને રૂબરૂ હતી ત્યારે નહોતો કહી શક્યો ,
તે વાત એજ જૂના ચોપાનીયામાં લખેલી મને મળી .
બ્લાસ્ટ :-
ત્યાં સુધી કશોજ ફર્ક નથી પડતો. જ્યાં સુધી કશું જાણતા નથી ...
"અનંત"મગર જાણકારી .... સુખ કે દૂ:ખ કઈ પણ આપી શકે છે...
અને પછી....
ફર્ક પડવા લાગે છે ..!
બર્ફ પડવા લાગે છે ..!
અંગાર ઠારી શકે છે ..!
બરફ દઝાડવા લાગે છે .!
તું જાણે છે..?
શું જાણે છે..?
શું તું જાણે છે કે બરફમાં આગ અને આગમાં ઠંડક છુપાયેલી હોય છે .
ખૈર ...
આ બધુ તને ક્યારેય નહી સમજાય ....
અને મને,
ક્યારેય સમજાવતા નહીં આવડે.....
"અનંત"
તે વાત એજ જૂના ચોપાનીયામાં લખેલી મને મળી .
બ્લાસ્ટ :-
ત્યાં સુધી કશોજ ફર્ક નથી પડતો. જ્યાં સુધી કશું જાણતા નથી ...
"અનંત"મગર જાણકારી .... સુખ કે દૂ:ખ કઈ પણ આપી શકે છે...
અને પછી....
ફર્ક પડવા લાગે છે ..!
બર્ફ પડવા લાગે છે ..!
અંગાર ઠારી શકે છે ..!
બરફ દઝાડવા લાગે છે .!
તું જાણે છે..?
શું જાણે છે..?
શું તું જાણે છે કે બરફમાં આગ અને આગમાં ઠંડક છુપાયેલી હોય છે .
ખૈર ...
આ બધુ તને ક્યારેય નહી સમજાય ....
અને મને,
ક્યારેય સમજાવતા નહીં આવડે.....
"અનંત"

No comments:
Post a Comment