આખરે, ઘોઘીને ઘોઘાની વાત પર વિશ્વાસ બેઠો. તેણે જે જોયું અને અનુભવ્યું હતું તે માત્ર એક સ્વપ્ન હતું એ જાણ્યા પછી, ઘોઘીના મનમાં હાશ અને નિરાંત થઈ.
આળસ મરડતા, બંને હાથ માથા પાછળ રાખી, સોફાના ટેકે માથું અઢેલી અને ટીપોય પર પગ લંબાવતા ઘોઘાએ ઘોઘીને કહ્યું, "ઘોઘી, જા હવે સાચેસાચ પાણી લેતી આવ મારા માટે."
ઘોઘીએ જવાબ આપ્યો, "હાં... લઈ આવું છું હમણાં."
પાણીયારા તરફ જતાં-જતાં, ગઈકાલના સ્વપ્નથી ધ્રુજી ગયેલી ઘોઘીએ ઘોઘાને પૂછ્યું, "પણ, ઘોઘા, તું ફરી ગાયબ તો નહીં થઈ જાય ને!?"
ફરીથી ઘોઘા અને ઘોઘી વચ્ચે માથાકૂટ શરૂ થઈ ગઈ. ઘોઘાએ કહ્યું, "નક્કી નહીં..."
પાણીયારા તરફ જતી ઘોઘી અડધેથી પાછી ફરી. કમર પર હાથ મૂકી, ગુસ્સે ભરાયેલી નજરે ઘોઘા સામે જોઈને તે બોલી, "એટલે...? એટલે તું કહેવા શું માંગે છે, તું પાછો ગાયબ થઈ જઈશ?"
ઘોઘાએ ગુઢ અર્થમાં ઘોઘીને કહ્યું, "તારે જાગતા ભ્રમમાં ન રહેવું."
ઘોઘી ધબ્બ દઈને ઘોઘાની બાજુમાં બેસી ગઈ. તેણે બે હોઠ ભીંસીને ઘોઘાની સાથળ પર જોરદારનો ચપટી ભરતાં કહ્યું, "બોલ, થવું છે હે! થવું છે તારે ગાયબ?! બોલ, જવું છે દૂર?! દૂર જવું છે મારાથી...?"
ઘોઘીના હાથના ઝીણા, તીણા ચપટીથી પોતાની સાથળ છોડાવતા, ઘોઘીનો હાથ પકડી છૂટવા મથતા ઘોઘાએ, થોથવાતા સ્વરે કરગરતા-કરગરતા ઘોઘીને કહ્યું, "ન, ન, ના, ના, ઘોઘી, નહીં જાઉં! પ, પ, પણ પહેલાં તું મ્મારી સ, સ, સ, સાથળ છ, છ, છોડ!"
ઘોઘીએ ઘોઘાને સવાલ કર્યો, "શું ઘોઘા, સાચે જ એવું હોય કે સતત જેના, જેવા વિચાર કરતા હોઈએ, તેના, તેવા સપના આવે?"
ક્રમશ...
*બ્લાસ્ટ*
મધુર રાતની તૈયારી સવારથી કરવી પડે.!
જી હાં.!
લગ્ન જીવન માં રાત્રે પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ પામવાની અને પવાની તૈયારી સવારથી કરવી પડે.!
"અનંત"
No comments:
Post a Comment