Monday, 29 January 2018

મારકણી ગાંઠ

ઘોઘી ક્યારની દરવાજે ઉભી ઉભી
ઘોઘાને ધીમેકથી બોલાવે છે ....
છીછ.... એય.... છીછ...
એમ ધીમા સ્વરે છીસકારા કરી,
ઘોઘી ઘોઘાને બારે બોલાવતી હતી.
ખબર નૈ કેમ..!?
આજે ઘોઘી સીધીજ ઘરની અંદર
આવવાને બદલે,,,
ખૈર...
એ ઘોઘી જાણે.
પણ પવન મસ્ત મસ્ત વાઈ રહ્યો હતો.
સાડીનો છેડો પવનમા લહેરાઈ રહ્યો હતો.
અકલે,
તોય ઘોઘો તો આંખ બંધ કરી
આઆઆરારાઅમથી...
આદત મુજબ સોફા પર બેઠો છે.
અકલે પછી ઘોઘી છમ્મ છમ્મ પગ પછાડતી
ઘોઘા સામે ઘસી આવી. હુહ..!
એમ છણકો કરતા ઘોઘાને કોલરથી પકડી,
હલબલાવી નાખ્યો.
અને પછી ચીલ્લાઈને ઘોઘાને પુછ્યું.
કેમ સંભળાતું નથી તને..!?
શું સવારે સવારે આંખ બંધ કરી બેઠો છે..!?
હલબલી જવા છતાં ઘોઘાએ બંધ આંખેજ
જોલા ખાતો હોય એમ ઝુલીને ઘોઘીને
ઊંઘમા બબડતો હોય એમ,
જવાબ આપતા કહ્યુ.
કાઆઆન ખુલ્લાજ છે..!
ઘોઘીએ ગુસ્સે થૈ ક્હ્યું.
તો જવાબ આપતા શુ જોર પડે છે..!?
એ તો જણનાર ને પડે..!
ઝણઝણનાર ને નૈ..
આમ કહી અને પછી,
ઘોઘાએ ખતમા ખત લખનાર જેમ,
શરૂઆતમાં લખે છે એમ ઘોઘો બોલ્યો..
ઝૂલતા ઝૂલતા અકલે કે ઝોલા ખાતા ખાતા
ઘોઘી જત જણાવવાનું કે,
તારી જાણ ખાતર કૌ છુ કે,
બીજુ કશુ હુ જાણતો નથી.!
ખબર એટલી છે કે હુ જણતો નથી...!
જણાવી દૌ છુ યાદ રાખજે....!
સતત ઝણઝણનાર ને જોર ના આવે..!
ઘોઘીએ કપાળ કુટ્યુ એ પણ પાછુ પોતાનુ નૈ...
ઘોઘાનુ.
અને ગુસ્સે થૈ બોલી.
અક્કલ વગરનો શુ નુ શુ બોલે છે...!
કૈ ખબર નથી પડતી...!
અને, ઘોઘાએ જરીક અમથી આંખ ખોલી,
અને, ઘોઘી સામે જોઈ નજર તીરછી કરી,
અને,,, ઘોઘીને કહ્યું.
એ બરોબર છે..!
પડે તો પડતા વાર ના લાગે..!
ઊભુ થવામાં જનમારો જાય...
હવે ઘોઘીએ પોતાનુજ કપાડ કુટ્યુ.
અને ફરી મસ્ત વાયરો વાયો.
ફરી સાડી લહેરાઈ.....
અકલે વાંસો ખુલ્લો થયો...
ખબર નૈ મારકણી ગાંઠે શુય બાંધ્યુ હશે.,
અને પછી,,..
શું થયુ એ મન નથ ખબર......

No comments:

Post a Comment